Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બેસશે અને તેઓ પોતાના ધર્મના સાચા આરાધક ગણાશે નહિ. એટલા માટે આ વાત ચોક્કસપણે માની જ લેવી જોઈએ કે “જીન પ્રણીત” આગમમાં પ્રતિમા–પૂજનની વિધિ મળતી નથી.
આ પ્રમાણે પ્રતિમા સ્થાપન, પ્રતિમા–પ્રતિષ્ઠા કરાવવી, મંદિર વગેરે બનાવવા અને તે પ્રતિમાની પૂજા માટે ઉદ્યાન તેમજ વાવ વગેરે તિયાર કરાવવાં એ પૃવિ-કાયિક જીવની હિંસાના કારણ છે–એટલા માટે ત્યાજ્ય છે. તેને બનાવવા માટે જે લેકે ઉપદેશ આપે છે તેઓ પણ પૃશ્વિ-કાયિક
વોની હિંસાથી મુક્ત થઈ શકતા નથી. આ રીતે જ પૂજનને માટે સ્નાન, પ્રતિમાને અભિષેક તેમજ પૂજનના વસ્ત્રોને જોવામાં અને તેના ઉપદેશમાં પણ અપૂકાયના જીવોની વિરાધના હોય છે. ધૂપ કર, દીપક કરે, આરતી ઉતારવી આ બધી વિધિઓ અગ્નિ-કાયિક જીવની વિરાધના વગર સંભવી શકે તેમ નથી એટલે કે તેમાં અગ્નિ-કાયિક જીવોની વિરાધના ચોક્કસપણે થવાની જ છે. ધૂપના ધૂમાડાથી દીપક અને આરતીની જતથી ચમર વગેરેને હેળવાથી તેમજ વાજાઓ વગાડવાથી વાયુકાયિક જીવોની વિરાધના થાય છે તેની દરેકને સ્પષ્ટ પ્રતીતિ થતી જ રહે છે. વનસ્પતિ-કાયિક જીવોની વિરાધના પણ તે વખતે આ પ્રમાણે થાય છે કે મૂર્તિપૂજન માટે પૂજા કરનારાઓ અનંત-કાયિક એવા કેમળ ઘણી જાતનાં ફળે, પુપ અને પત્રોને એકઠાં કરે છેઆમ આ પૂજામાં ષડૂ-કાયિક જીની હિંસા સ્પષ્ટપણે દેખાય છે. બસ-કાયિક જીનું પણ તેને લીધે હીન હોય છે. જેમકે જ્યારે પૃથ્વિ-કાયિક વગેરે જોને આરંભ પ્રતિમા વગેરેના નિર્માણમાં અથવા તે દેવ-આયતન (મંદિર) વગેરે બનાવવામાં કરવામાં આવે છે ત્યારે તેના આશ્રિત જે ઘણા અનેક જાતના નિરપરાધિ, હીન, દીન, દુર્બલ, પ્રકૃતિથી બીકણુ તેમજ સંગે પિત શરીરવાળા એવા દ્વીન્દ્રિયાદિકથી માંડીને પંચેન્દ્રિય સુધીના જેટલાં ત્રસ જ રહે છે તેઓ સવે છેદન ભેદન અને જવાશ્રયના વિનાશથી અનંત
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૨૭.