Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ન હોય તેની એ ફરજ થઈ પડે છે કે તે તેઓમાં જ પિતાનું ચિત્ત પરોવીને મનને તલ્લીન કરીને તેને બંને કાળમાં અવશ્ય આચરે.
ચરિતને અનુવાદક રૂપે બતાવનાર વાક્યને જે વિધેય રૂપમાં સ્વીકારવામાં આવે તે સૂર્યાભદેવના ચરિતમાં શસ્ત્ર વગેરે વસ્તુઓની પણ પૂજાની વાત સાંભળવામાં આવે છે. એથી તેમનામાં પણ પૂજ્યતા આવી જવી જોઈએ અને આ રીતે પૂજનના પક્ષપાતીઓએ તેમની પૂજા પણ વિધેયના રૂપમાં માન્ય કરવી જોઈએ.
દ્રૌપદીએ પણ ત્યાં પ્રતિમામાં ભગવાન અહંતનું પૂજન કર્યું નથી તેનું કારણ એ છે કે પ્રથમ તે જૈન પ્રવચનમાં પ્રતિમા–પૂજનનું વિધાન નથી અને બીજું આ પ્રતિમા પૂજન ષકાયના જીવોની વિરાધના દ્વારા સંપન્ન હોય છે, તેથી આ પ્રતિમા પૂજનમાં જીનેન્દ્ર વડે પ્રતિપાદિત ધર્મ–આત્મકલ્યાણ સાધક રૂપ સમ્યગદર્શન વગેરેને અભાવ છે. ષકાયના જીની વિરાધનાથી જે સાથે થાય છે તેમાં તે સાચા ધર્મના દર્શન સુદ્ધાં દુર્લભ છે. એટલા માટે પ્રતિમાપૂજન સ્વીકારવામાં તે પૂજન કરતી વખતે કાયના જીવોની વિરાધના જ્યારે ચોકકસપણે થવાની છે ત્યારે અમે તેને વિધેય માર્ગ ક્યા આધારે માન્ય કરીએ. અને એની સાથે સાથે અમે એ પણ કેવી રીતે સ્વીકાર કરીએ કે આ જાતનું પૂજન કરનાર સાચા ધર્મને ઉપાસક છે? જે પ્રતિમા પૂજનને ધર્મ રૂપે સ્વીકારીએ તે એમાં એક ભારે દેષ એ છે કે સર્વ પ્રકા૨નાં હિંસા વગેરે પાપથી સર્વથા વિરક્ત મહાવ્રતી મુનિજને જ્યારે આ પ્રતિમા પૂજન રૂપ ધર્મને ઉપદેશ આપશે ત્યારે તેઓ પણ કારિતાદિ રૂપ કરાવવા વગેરે રૂપથી એના કર્તા રૂપે હોવા બદલ પિતાના મુનિ ધર્મના મૂલતઃ વિહંસક ગણાશે. મુનિજને હિંસા વગેરે સાવધ વ્યાપારના કૃત, કારિત અને અનુમોદના આ ત્રણે કરણું અને ત્રણ યોગના ત્યાગી હોય છે. જ્યારે તેઓ પ્રતિમા–પૂજન રૂપ ધર્મનું ગૃહસ્થાને માટે વ્યાખ્યાન આપશે ત્યારે તેમનાં વ્યાખ્યાનથી પ્રેરાઈને ગૃહસ્થ તે પ્રમાણે આચરશે જ અને આ જાતનાં તેમનાં આચરણથી આ કામમાં કાય જીવોની વિરાધના હોવાથી તે વિરાધનાને કરાવનારા આ ઉપદેશક મુનિએ જ ગણાશે ત્યારે એમના અહિંસા વગેરે મહાબતે ત્રિગ અને ત્રિકરણ વિશુદ્ધ રૂપે કેવી રીતે રહી શકશે ? એથી ધર્મ લાભને ઇચ્છતાં પણ તેઓ આ જાતના વિચારોની ભૂલમાં જ મોટી ભૂલ કરી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૨૬