Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કંઈ કહ્યું છે તે ભૂત ભવિષ્યત અને વર્તમાનકાળમાંથી કઈ પણ કાળમાં ગમે તે પ્રમાણ દ્વારા બાધિત નહિ હોવા બદલ પૂર્વાપર વિરોધ રહિત જ કહ્યું છે,
શબ્દ વડે સૂત્રકારે ત્રસ અને સ્થાવર પ્રાણીઓનું ગ્રહણ કર્યું છે. કેમકે ૧૦ દ્રવ્ય પ્રાણોમાંથી એમનામાં પિતાપિતાને ગ્ય પ્રાણને સદૂભાવ મળે છે. એથી એમના સદૂભાવથી જ તેઓ પ્રાણી કહેવાય છે. “માનિત્ત, મવિષ્યનિત, સમૂન” આ ભૂત શબ્દની વ્યુત્પત્તિ છે. એને અર્થ આ પ્રમાણે છે કે વર્તમાનકાળમાં જેઓ સત્તા વિશિષ્ટ છે, તેઓ ભવિષ્યકાળમાં સત્તા વિશિષ્ટ રહેશે અને ભૂતકાળમાં પણ જેઓ સત્તા વિશિષ્ટ હતા. આ વ્યુત્પત્તિ વડે સૂત્રકારે એ બતાવ્યું છે કે દરેકે દરેક જીવ વગેરે પદાર્થ કઈ પણ કાળમાં ઉત્પાદ અને વ્યયધર્મ વિશિષ્ટ હોવા છતાંએ પોતપોતાની સત્તાથી રહિત હોતા નથી. કેમકે દ્રવ્યને “ વાઘચર્ચ સત્ત” ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવ છે. એથી એ વાત ચોક્કસ રીતે સ્પષ્ટ થાય છે કે કઈ પણ નવીન પદાર્થને ઉત્પાદ થતું નથી અને સત્ પદાર્થને વિનાશ પણ થતું નથી. ‘‘સતો વિનારા રાતોરો ન ” “કીનિત, લવિકાન્તિ, નીgિ” આ જીવ શબ્દની વ્યુત્પત્તિ છે. જેમાં જીવે છે, જીવશે અને જીવ્યા છે. આ કથન વડે સૂત્રકારે જીવમાં ત્રિકાળમાં પણ જીવન ધમને અભાવ થતો નથી, આ વાત સ્પષ્ટ કરી છે. ભલે તે જીવ એક ઇન્દ્રિય અવસ્થાવાળો હોય છતાંએ તે જીવન અવસ્થાથી રહિત થતું નથી. આ કથનથી વૃક્ષ વગેરેમાં અનતા માનનારા બૌદ્ધ વગેરેના મતનું ખંડન થઈ જાય છે.
સૂત્રકારે સૂત્રમાં જે પ્રાણી, ભૂત અને સત્વ આ બધા એકાઈક પર્યાય. વાચી શબ્દને જે પ્રયોગ કર્યો છે તેનું ખાસ કારણ “બધા જેમાં વારંવાર સદાય રહેવું જોઈએ ” તે જ છે.
વીતરાગ પ્રભુ વડે પ્રતિપાદિત પ્રાણાતિપાત વિરમણ રૂપ આ ધર્મ શુદ્ધ પાપાનુબ રહિત છે, આ કથનથી સૂત્રકારે એ વાતને પુષ્ટ કરી છે કે જે અવીતરાગ-શાક્ય વગેરે દ્વારા ધર્મ-રૂપથી પ્રતિપાદિત થયો છે તેમજ તેમણે જેને ધર્મ-રૂપથી સ્વીકાર્યો છે તે ખરેખર ધર્મ નથી. કેમકે તેમાં હિંસા વગેરે દેને સદુભાવ છે. અસર્વજ્ઞ તથા રાગયુક્ત લેકે દ્વારા પ્રતિપાદિત હેવાને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૩૩