Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
दिसं पाउन्भूए तामेव दिसं पडिगए)
તે વખતે તે દરિદ્ર માણસને સુકુમારિકા દારિકાના અંગને સ્પર્શ પહેલાં વર્ણન કરવામાં આવ્યા પ્રમાણેને કઠેર જ લાગે. (અહીં સાગરદારક જેવું જ વર્ણન સમજી જવું જોઈએ.) આ રીતે તે દરિદ્ર માણસ પણ તરવારના સ્પર્શ કરતાં પણ વધારે અનિષ્ટકર તેને સ્પર્શ જાણીને સાગર દારકની જેમજ સુખેથી સૂઈ ગયેલી તે સુકુમારિકા દારિકાને જોઈને, તેને ત્યાગ કરવા માટે પલંગ ઉપરથી ઊભું થયું અને ઊભે થઈને વાસગૃહની બહાર નીકળ્યો અને નીકળીને ખંડમલ્લક-ફૂટેલા ભિક્ષાપાત્ર તેમજ ખંડઘટક-ફૂટેલા પાણી પીવા માટેના પાત્રને લઈને વધસ્થાનથી અથવા તે મારક (હિંસક) પુરૂષના હાથથી મુક્ત થયેલા કાગડાની જેમ તે ત્વરાથી જ્યાંથી તે આવ્યું હતું તે તરફ જ જતો રહ્યો. (तएणं सासूमालिया जाव गएणं से दमगपुरिसे त्ति कटु ओहमण जाव झियायइ) ઘડા વખત પછી તે સુકુમારિકા દારિક જાગી અને પતિને પોતાની પાસે ન જોઇને શા ઉપરથી ઊભી થઈ ઊભી થઈને તેણે તે દરિદ્ર માણસની શોધ ખેળ કરી. તેણે વિચાર કર્યો કે તે દરિદ્ર માણસ તે જતો રહ્યો છે. આ રીતે વિચાર કરીને તે અપહતમને સંકલ્પ થઈને યાવત્ આર્તધ્યાનમાં ડૂબી ગઈ. એ સૂત્ર ૧૧ છે
ટીકાથ-(ાળ) ત્યારબાદ (ા મા શહ જa૦ હાર્દિ સહા, સર વિરા, વં ત્વચાની નાવ તારા પ્રચદં નિવે) સુકુમારિકા દરિકાની માતા ભદ્રાએ બીજા દિવસે જ્યારે સવાર થઈ ગયું અને સૂર્ય ઉદય પામ્યો ત્યારે તેણે દાસીને બેલાવી અને બોલાવીને આ પ્રમાણે કહ્યું–અહીં યાવત્ શબ્દથી પહેલાંના સૂત્રની જેમ જ વર્ણન સમજી લેવું જોઈએ. જેમકે ભદ્રાએ તેને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે વધુ અને વરના મુખ પ્રક્ષાસન માટે દાતણ વગેરે લઈ જા. જ્યારે ભદ્રાએ તેને આ પ્રમાણે કહ્યું ત્યારે તે દાસી વાસગૃહમાં ગઈ અને ત્યાં જઈને તેણે સુકુમારિકા દારિકાને આર્તધ્યાન કરતી જોઈ. ત્યારે આ પ્રમાણે તેની હાલત જોઈને તેણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! શા કારણથી તમે અપહતમનઃ સંકલ્પ થઈને આર્તધ્યાન કરી રહ્યાં છે. ત્યારે સુકુમાર દારિકાએ તે દાસીને આ પ્રમાણે કહ્યું કે તે દરિદ્ર માણસ મને અહીં સુખેથી સૂતેલી છેડીને જતા રહ્યા છે. જ્યારે થોડા વખત પછી હું જાગી ત્યારે મેં તેને મારી પાસે જે નહિ અને મેં વાસગૃહના બારણાને પણ ખુલ્લે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૯૭.