Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કરાવે સ્નાન કરાવ્યા બાદ તેના હાથેથી પશુ-પક્ષી વગેરેને અન્ન વગેરેને ભાગ આપવા રૂપ બલિકર્મ કરાવડાવે. જયારે બલિકની વિધિ પતી જાય ત્યારે તમે લેકે એને બધી જાતને અલંકારોથી શણગારે. શણગારીને તેને મનેz, અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહારો જમાડે. જમાડયા પછી તેને અમારી પાસે લઈ ઓ.
(तएणं कोडंबियपुरिसा जाव पडिसुणेति, पडिसुणित्ता जेणेव से दमगपुरिसे तेणेव उवागच्छइ उवागच्छित्ता तं दमगं असणं उवप्पलो ते उपप्पलोभित्ता सयंगिहं अणुपवेसिंति, अणुपविसिता, तं खंडगमल्लगं खंडगधडगं च तस्स दमगपुरिसस्स एगते एडेति तएणं से दमगे तंसि खंडमल्लगंसि, खंडघडगंसि य एगंते एडिज्जमाणंसि महया २ सद्देणं आरसइ, तएणं से सागरदत्ते तस्स दमगपुरिसस्स तं महया२ आरसिय सह सोचा निसम्म कोडुंबियपुरिसे एवं वयासी) આ જાતની સાગરદત્તની આજ્ઞાને તે કૌટુંબિક પુરૂષને સારી રીતે સ્વીકારી લીધી. સ્વીકાર્યા બાદ તેઓ દદ્ધિ માણસની પાસે ગયા ત્યાં જઈને તેમણે તેને બોલાવ્યો અને અશન, પાન વગેરે રૂપ ચાર જાતના આહારની વારંવાર લાલચ આપી. લલચાવીને તેઓ તેને ઘર સુધી લઈ આવ્યા અને છેવટે તેને ઘરમાં દાખલ કરી દીધું. ત્યારપછી તે લેકએ તે દરિદ્ર માણસની પાસેથી ફૂટેલા માટીના વાસણને કટકે તેમજ ફૂટેલા માટલાના ખપરને લઈને સુરક્ષિત સ્થાને મૂકી દીધું. જ્યારે તે દરિદ્ર માણસે પિતાના ખંડમલ્લકને અને ખંડઘટકને પોતાની પાસેથી છીનવીને એકાંત રથાનમાં મૂકતાં જોયું ત્યારે તે મોટેથી ઘાંટા પાડીને રડવા લાગ્યું. તેના રડવાના આવાજને સાંભળીને અને તેને પોતાના ચિત્તમાં ધારણ કરીને સાગરદત્ત કૌટુંબિક પુરૂષને આ પ્રમાણે કહ્યું. (किणं देवाणुप्पिया ! एस दमगपुरिसे महया २ सद्देणं आरसइ, तएण ते कोडवियपुरिसा एवं वयासी एसणं सामी ! तंसि खंडमल्लगंसि खंडघडगंसि एनंते एडिज्जमाणसि महया २ सदेणं आरसइ, तएणं से सागरदत्ते सत्थवाहे ते
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૯૪