Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યાં જઈને તેણે તે શારદિક કડવી તુંબડીનું ખૂબ જ સરસ રીતે વધા રેલું તેમજ ઘી તરતું શાક લઈ આવી અને ત્યારપછી ધર્મરુચિ અનગારના પાત્રમાં બધું નાખી દીધું.
(तएणं धम्मरूई अणगारे अहापज्जत्तमित्ति कटु णागसिरीए महिणीए गिहाओ पडिनिक्खमइ)
ત્યારપછી તે ધર્મરુચિ અનગાર “આ ઉદર પિષણ માટે પર્યાપ્ત છે” એવું જાણીને નાગશ્રી બ્રાહ્મણીના ઘેરથી બહાર નીકળ્યા.
(पडिनिक्खमित्ता चपाए नयरीए मज्झं मज्झेणं पडिनिक्खमइ, जेणेव मुभूमिभागे उज्जाणे-तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मघोसस्स अदरसामंते अन्नपाणं पडिलेहेइ, पडिलेहित्ता अण्णपाणं करयलंसि पडिदंसइ, तएणं से धम्मघोसाथेरा तस्स सालइस्स जाव नेहावगाहस्स गंधेर्ण अभिभूया समाणा तो सालझ्याओ जाव नेहावगाढाओ एगं बिंदुगं गहाय करयलंसि आसाएइ)
નીકળીને ચંપા નગરીની વચ્ચેના માર્ગથી પસાર થતાં જ્યાં સુભૂમિભાગ નામે ઉદ્યાન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ પોતાના આચાર્ય ધર્મષ સ્થવિરની પાસે આવ્યા અને ત્યાં આવીને તેમણે ભિક્ષામાં પ્રાપ્ત થયેલા આહારને બતાવ્યું અને બતાવીને તે શારદિક કડવી તુંબડીના સરસ વઘારેલા ઘી તરતા શાકની સુવાસથી અભિભૂત થતાં તે ધર્મઘોષ આચાચે તે શારદિક સરસ વઘારેલા ઘી તરતા શાકને હથેળી ઉપર મૂકીને ચાખ્યું.
(तत्तगं खारं कडुयं अखज्ज अभोज्नं विसभूयं जाणित्ता धम्मरूई अणगारं एवं क्यासी-जइणं तुमं देवाणुप्पिया ! एयं सालइयं जाव नेहावगाई आहारेसि तो गं तुम अकाले चेव जीवियाओ ववरोविज्जसि)
ચાખતાં જ “આ તિકત છે, ખારું છે, કડવું છે, અખાદ્ય તેમજ અન્ય છે તથા વિષભૂત છે” આવું જાણીને ધમરુચિ અનગારને તેઓએ આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! જે તમે શારદિક કડવી તુંબડીના સરસ વધા રેલા વીતરતા શાકને આહાર કરશે તે ચોક્કસ તમે કમેતે મરી જશે,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩