Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सामनपरियाय० मासियाए संलेहणाए महासुक्के कप्पे देवे-तएणं अहं ताओ देवलोयाओ आयुक्खएणं ३ इहेव तेतलिपुरे तेतलिस्स अमचस्स भदाए भारियाए दारगत्ताए पच्चायाए)
ત્યાં મેં મંડિત થઈને સ્થવિરેની પાસેથી દીક્ષા ધારણ કરી હતી અને અગિયાર અંગેનું અધ્યયન કરીને વિશિષ્ટ તપસ્યા કરી હતી. છેવટે ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને એક મહિનાની સંલેખન ધારણ કરી અને ત્યાર પછી કાળ અવસરે કાળ કરીને સાતમા મહા શુક ક૯પમાં દેવના પર્યાયથી હું જન્મ પામ્યા. ત્યાંની ભવસ્થિતિ ૩ (ત્રણ) નો ક્ષય થવા બદલ હું ત્યાંથી આવીને આ તેતલિપુરમાં તેતલિ અમાત્યને ત્યાં ભદ્રા ભાર્યાના ગર્ભથી પુત્ર રૂપમાં જન્મ પામે.
(तं सेयं खलु मम पुवदिट्ठाई महव्वयाई सयमेव उवसंपज्जित्ताणं विहरितए एवं संपेहेइ, संपेहित्ता सयमेव महव्ययाई आरुहेइ, आरुहिता जेणेव पमयवणे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायबस्स अहे पुढविसिला षडयंसि सुहनिसन्नस्स अणुचिंत्तेमाणस्स पुव्वाहीयाई सामाइयमाइयाई चोइस पुन्बाई सयमेव अभिसमन्नागयाइं)
એટલા માટે હવે મને એજ ગ્ય લાગે છે કે પૂર્વ ભવમાં જે પાંચ મહાવ્રતને મેં ધારણ કરેલાં તેને પોતાની મેળે જ ધારણ કરી લઉં. આ રીતે તેણે વિચાર કર્યો. વિચાર કર્યા બાદ તેણે પિતાની મેળે જ પાંચ મહાવતે ધારણ કરી લીધાં ધારણ કર્યા પછી તે જ્યાં પ્રમાદવન નામે ઉદ્યાન હતું ત્યાં જતો રહ્યો. ત્યાં જઈને તે અશક વૃક્ષની નીચે મૂકાયેલા પૃથિવી શિલા પદક ઉપર-પટ્ટાકાર રૂપથી પરિણત શિલા ઉપર–આનંદ અનુભવતે બેસી ગયો અને પૂર્વ ભવમાં જે કંઈ અધ્યયન કર્યું હતું તેનું વારંવાર ચિંતન કરવા લાગ્યો. આ રીતે ચિંતન કરતાં કરતાં પૂર્વભવમાં ભણેલા સામાયિક વગેરે ચૌદ પૂર્વજ્ઞાન તેને વિષયભૂત થઈ ગયાં.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૩
૪૩