Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/004935/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ भहाप्रज्ञ वाशी For P & Personal use Page #2 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રશ વાણી – ૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ " महाप्रज्ञ ने कहा- 6" हिन्दी प्रवचन माला का गुजराती अनुवाद મહાપ્રજ્ઞ વાણી : હિન્દી આવૃત્તિ સંપાદન : મુખ્ય નિર્દેશિકા સાધ્વી વિદ્યુતવિભા । સાધ્વી વિમલપ્રજ્ઞા સંપાદન શુભકરણ સુરાણા G ગુજરાતી આવૃત્તિ અનેકાન્ત ભારતી - અનુવાદ ડૉ. યોગેન્દ્ર પારેખ પ્રકાશન અમદાવાદ ૩૮૦૦૧૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ MAHAPRAGYA VANI - 6 મહાપ્રજ્ઞ વાણી – ૬ © સર્વાધિકાર પ્રકાશકને સ્વાધીન : હિન્દી આવૃત્તિ સંપાદન : મુખ્ય નિર્દેશક સાધ્વી વિદ્યુતવિભા | સાધ્વી વિમલપ્રજ્ઞા : વરિષ્ઠ પરામર્શક : શ્રી બાલુભાઈ એમ. પટેલ (સુરત) : કિંમત : રૂ. ૮૦.૦૦ : આવૃત્તિ : અક્ષય તૃતીયા, ૨૦૦૯ : પ્રકાશક : સંતોષકુમાર સુરાણા (નિર્દેશક અનેકાન્ત ભારતી પ્રકાશન ઇ-ર, ચારુલ', અમદાવાદ સ્ટોક એકસચેન્જની સામે બેંક ઓફ મહારાષ્ટ્ર પાસે, આંબાવાડી, અમદાવાદ ૩૮૦૦૧૫ ફોન. ર૬૩) ૭૩૯ ફેક્સ : ૨૬ વO C૫૩૨ e-mail: anekant 1001@yahoo.com ': મુદ્રક : હિન્દુસ્તાન પ્રિપ્રેસ બી-૧૦૭, ઓક્ષફર્ડ એવન્યુ, ઈન્કમટેક્ષ, અમદાવાદ ૩૮૦ ૦૧૫ ફોન : ૨૭૫૪ ૧૦૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુતિ શબ્દોનું ક્ષેત્ર બહુ વિશાળ છે. દરેક શતાબ્દીમાં શબ્દનો વૈભવ વધતો જાય છે. મારે કોઈ નવી દુકાન ખોલવી નથી. હું સીધોસાદો માલ પ્રસ્તુત કરીશ. જૂની દુકાન અને જૂનો માલ. મને જૂનાનો મોહ નથી કે નથી નવા પ્રત્યે ધૃણા. જૂનાનો મારો અર્થ એ છે કે જે પ્રથમ દર્શનમાં આકર્ષક હોય. જેમ જેમ ઉપયોગ કરીએ કે આકર્ષણ વધતું જાય. નવાનું તાત્પર્ય છે, જે પ્રથમ દર્શનમાં આકર્ષક હોય અને ધીમે ધીમે આકર્ષણ ઘટતું જાય. હું જ્યારે બોલું છું ત્યારે મારી સમક્ષ બે બાબતો હોય છે. - શાશ્વત અને અશાશ્વત તરફ - એટલે કે કોઈ એક બાબતે ઝુકાવ ધરાવતો નથી. એટલે જ હું જે કહું છું તેને શાશ્વતવાદી પણ સાંભળે છે અને અશાશ્વતવાદી પણ સાંભળવા ઇચ્છે છે. અનેકાન્તનું હાર્દજ આ છે કે સત્ય પર નથી તો શાશ્વતવાદીનો અધિકાર કે નથી માત્ર અશાશ્વતવાદીનો અધિકાર. બંને સંદર્ભે સમન્વય સ્થાપિત કરનારનો જ સત્ય વિષે વાત કરવાનો અધિકાર છે. પ્રસ્તુત ગ્રંથસ્થ પ્રવચનોને વાંચતી વખતે બંને દૃષ્ટિઓને સાથે રાખીને ચાલીએ. ગ્રંથ સંપાદનમાં સાધ્વી વિમલપ્રજ્ઞા અને સાધ્વી વિદ્યુતવિભાએ ઘણો શ્રમ કર્યો છે. મુનિ જયકુમારનો પણ સહયોગ મળ્યો છે. નિર્જરાની સાથે સાથે તેઓ લાભાન્વિત થયા છે. અધ્યાત્મ સાધના કેન્દ્ર - આચાર્ય મહાપ્રજ્ઞા નવી દિલ્હી. Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય અવસર દરેક વ્યક્તિના દ્વારે ટકોરા પાડે છે. અમુક વ્યક્તિ આ ધ્વનિને સાંભળી શકતી નથી. અમુક માણસો સાંભળવા છતાં ન સાંભળ્યું કરે છે. અમુક માણસો જ એ દિશામાં પ્રસ્થાન માટે કદમ ઉઠાવે છે. અમારા કાનમાં પણ એક સોનેરી અવસરના પગરવ સંભળાયા. આચાર્યપ્રવરના પ્રવચનોનું સંપાદન કરવાનું છે. જે પ્રવચનોના સંપાદનમાં આગમ મનીષી મુનિશ્રી દુલહરાજજીની સક્ષમ લેખિનીએ એક લાંબી સફર પૂરી કરી. તેમના પછી મુનિશ્રી ધનંજયકુમારજી સફળતાપૂર્વક આ કાર્યને આગળ વધારી રહ્યા છે. આ મહાન કાર્યનો એક અંશ અમારી આંગળીઓને સ્પર્શે છે. અમે વિચાર્યું આ અમારા વિકાસને અને સમયને સાર્થક કરનાર સોનેરી અવસર છે કારણ કે સમય મુઠ્ઠીમાં રેતીની જેમ નાના-નાના છિદ્રમાંથી સરકે છે અને પછી આપણે પૂછીએ છીએ કે સમય ક્યાં ગયો ? આ અવસર અમારા ભાગ્યને નિખારવા આવ્યો છે. આચાર્યપ્રવરના પ્રવચનનો એક એક શબ્દ મસ્તિષ્કને ઝંકૃત કરે છે. એ મૌન શબ્દો વ્યક્તિને સાચી દિશામાં પ્રસ્થાન માટે પ્રેરિત કરે છે. એમની વાણીમાં દુર્બળતારૂપ ઠંડકના બરફને તોડવાની તાકાત છે. જનતાની ભાષામાં જનતાની વાતને સહજ, સરળ અને સરસ પ્રસ્તુતિનું સુફળ એ છે કે બાણથી પણ ચલિત ન થનાર માણસોને આપની વાણીની અસર થઈ છે. આચાર્યશ્રીના સંસ્કાર ચેનલ પરથી પ્રસારિત થતાં પ્રવચનોએ ઘણા 6 Page #8 -------------------------------------------------------------------------- ________________ માણસોના જીવનમાં પરિવર્તન લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કેટલાય માણસોને વ્યસનમુક્ત બનાવ્યા છે. ઘણા માણસોના દૃષ્ટિકોણને બદલ્યો છે. - પૂજયશ્રીનાં પ્રવચનો સંદર્ભે નોરતમલજી દુગડનું સૂચન હતું - દર મહિનાનાં પ્રવચન એ જ મહિને પુસ્તક સ્વરૂપે લોકોના હાથમાં પહોચે તો અનેક લોકો લાભાન્વિત થાય. ચિંતનને તાત્કાલિક કાર્યાન્વિત કર્યું એ જવાબદારી અમને મળી. કોઈ પણ નવા કાર્યનો આરંભ અને પ્રથમ ચરણ પેરાશૂટ લઈને વિમાનમાંથી કૂદવા જેવું હોય છે. એમાં માત્ર આત્મવિશ્વાસની જરૂરત હોય છે. પૂજ્યશ્રીના આશીર્વાદથી અમે કાર્યનો પ્રારંભ કર્યો. ૨૦૦૫માં પ્રવચનોના સંપાદનનો નિર્ણય લેવામાં આવ્યો. “મહાપ્રજ્ઞને કહા ગ્રંથમાળાના ૧થી ૨૬ ભાગ પ્રકાશિત થઈ ગયા છે. આ પ્રવચનો માત્ર વાંચવાનાં નથી, સાંભળો. આ અમૃતપ્રવાહમાં ઝંપલાવી સમસ્યાનું સમાધાન મેળવો. આ પુસ્તક આપ જ્યાંથી પણ વાંચશો ત્યાંથી પ્રજ્ઞાનું ઝરણું વહેતું દેખાશે. અધ્યાત્મ સાધના કેન્દ્ર નવી દિલ્હી. - સાધ્વી વિમલપ્રજ્ઞા - સાધ્વી વિદ્યુતવિભા Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય મહાપ્રજ્ઞ વાણી શ્રખલા પ્રકાશન એ અનેકાન્ત ભારતી પ્રકાશનની મહત્ત્વની ઐતિહાસિક યાત્રા છે. અવિરામ પ્રકાશન કાર્ય એ અમારા પ્રકાશન પરિવારની વિશેષ ઘટના છે. સંસ્થાના અધિષ્ઠાતા શ્રી શુભકરણજી સુરાણાની સતત પ્રેરણાથી પ્રકાશન યાત્રા આ મંજીલ સુધી પહોંચવામાં સફળ બની છે. હજી ઘણા નવા શિખરો સર કરવાના બાકી છે. મહાત્મા ગાંધીજી પછી અહિંસાને સંપૂર્ણ ન્યાય આપવાનો ભગીરથ કાર્ય પૂજય આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ દેશના ખૂણે-ખૂણે અહિંસા યાત્રાથી વ્યક્તિ વ્યક્તિને સજગ કર્યા છે. મહાપ્રજ્ઞજી ગુજરાત વિષે ઊંડી લાગણી ધરાવે છે. ગુજરાતી વાચક ભલે દેશમાં હોય કે વિદેશમાં હંમેશા અમારા નવા પુસ્તકના પ્રાગટ્યની પ્રતીક્ષામાં હોય છે. જાણે વાચક માટે ભોજન અને ઑક્સિજન જ હોય. અનુવાદ કાર્યમાં ડો. યોગેન્દ્રભાઈ પારેખનું વિનમ્ર યોગદાન. કંપોજિંગમાં ભાઈ કમલેશ પંચાલ, અશુદ્ધિ વિનાના પ્રૂફ વાંચવામાં શ્રી ચૈતન્ય પંડિતનું યોગદાન જાણે આ પ્રકાશન યજ્ઞમાં આહુતિનું કાર્ય છે. મહાપ્રજ્ઞ વાણી પ્રકાશનમાં વિશ્વના ખૂણે ખૂણે પ્રસરેલા વાચક વર્ગને પ્રત્યક્ષ અને પરોક્ષ સહભાગિતા માટે આભાર. ૧-૧-૨૦૦૯ - સંતોષકુમાર સુરાણા અમદાવાદ 0 Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકની વાત.. અનેકાન્ત ભારતી પ્રકાશન દ્વારા મહાપ્રજ્ઞ વાણી – ગ્રંથમાળાનું પ્રાગટ્ય વિરલ ઘટના છે. એક પછી એક અવિરત પાંચ ભાગ પ્રગટ થયા. આઠમો ભાગ પણ સુલભ થયો. આપના કરકમળમાં છઠ્ઠો ભાગ છે. અવિરત ચિંતનશીલ પ્રજ્ઞાની આ વાકુધારા છે. આધુનિક સમયમાં મહાપ્રજ્ઞ-વાણીનો મહિમા અસાધારણ છે. સંસ્કાર ચેનલ પરથી પ્રસારિત થતાં વ્યાખ્યાનોને વ્યાપક આવકાર અને હિન્દી ભાષામાં પ્રકાશિત થયા પછી ગુજરાતીમાં અનુવાદનો સંકલ્પ સાકાર થતો જાય છે. મહાપ્રજ્ઞજી જીવન અને અધ્યાત્મના વિવિધ આયામોને સ્પર્શે છે. વાણીમાં અધ્યાત્મનો ભાર નથી અને અનુભવની સમૃદ્ધિ છે. અહિંસા અને સંયમધર્મનું મૂલ્ય વિવિધ દૃષ્ટાંતો થકી જીવનોપયોગી બનવાની ક્ષમતા સાથે પ્રગટ થાય છે. માત્ર ધર્મ નહિ આરોગ્યની ચાવી પણ મહાપ્રજ્ઞા મંથનમાંથી પ્રગટે છે. આ વ્યાખ્યાનોની નોંધ કરનાર ધન્યવાદને પાત્ર છે. સાધ્વી વિમલપ્રજ્ઞાજી અને સાધ્વી વિકૃતવિભાજીએ હિન્દી સંપાદન ખૂબ સુચારુ ઢબે કર્યું છે. મહાપ્રજ્ઞજીની વાણીને માત્ર કાગળ પર ઉતારી નથી, પણ આત્મસાત કરી છે. એક પછી એક છ ભાગના અનુવાદની આ યાત્રાની ભાષાકીય સફળતા કે પ્રાપ્તિ છે તેનો ઘણો યશ હિન્દી સંપાદિકા ઉપરોક્ત સાધ્વીજીઓને જાય છે. અનેકાન્ત ભારતી પ્રકાશનના સંસ્થાપક શ્રી શુભકરણ સુરાણાજીની આઠ દાયકા ઉપરાંતની જીવનસફરમાં મહાપ્રજ્ઞ સાહિત્યની આરાધનાનું ઉજ્જવળ પ્રકરણ છે. અનુવાદ પ્રકલ્પનું સમગ્ર ચિંતન અને કાર્યમાં પરિણમવા પાછળ તેમનું મૂલ્યવાન માર્ગદર્શન અને સહયોગ મળતો રહ્યો છે. શ્રી શુભકરણજી માટે આ માત્ર પ્રકાશન પુરુષાર્થ નથી, પ્રજ્ઞા પુરુષાર્થ છે. તેમનું સમગ્ર જીવન-ચિંતન Page #11 -------------------------------------------------------------------------- ________________ આ તેજસ્વી પ્રકાશનો સાથે જોડાયેલું છે. છેલ્લા ઘણા સમયથી શ્રી સંતોષકુમાર સુરાણા પ્રકાશનની સઘળી જવાબદારી એકલે હાથે વહન કરી રહ્યા છે. શુભકરણજીના માર્ગદર્શન હેઠળ તેમના કાર્યમાં સતત ગતિ-પ્રગતિ આવતી રહી છે. અત્યંત ચીવટપૂર્વક ટાઇપસેટિંગ કરી આ યાત્રામાં સહયાત્રી બનનાર શ્રી કમલેશ પંચાલને પણ અભિનંદન. આશા છે કે અધિકારી ભાવકો અને સહૃદય જિજ્ઞાસુઓનો સહ્યોગ અને પ્રતિભાવ, સૂચનો સાંપડશે. આભાર. જી.એમ.ડી.સી. કોલેજ નખત્રાણા - ૩૭૦ ૬૧૫ - ડો. યોગેન્દ્ર પારેખ મો. ૯૪૨૭૯ ૦૩૫૩૬ 10 Page #12 -------------------------------------------------------------------------- ________________ સૌજન્ય સુશ્રાવક મહાસુખલાલ હરખચંદભાઈ મોદી ભાભર નિવાસી સુરત પ્રવાસીના સંથારા નિમિત્તે બહેનશ્રી રતનબહેન કીર્તિલાલ મહેતા, ભાણેજ દિનેશ રમીલા, પ્રકાશ શિલ્પા, ખેતવાડી, મુંબઈ Page #13 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્ત ભારતી પ્રકાશન પેટન શ્રી મીઠાલાલ પોરવાલ (સિંગલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, અમદાવાદ) શ્રી ચંદનમલ ભંવરલાલ સુરાણા (અરુણા પ્રોસેસર્સ પ્રા. લિ., અમદાવાદ) ૐ શ્રી કાંતિભાઈ અને શ્રીમતી પલ્લવીબહેન ખોખાણી (20391 WolcotWay, Saratoga, CA 95070) શ્રીમતી માગીદેવી પારસમલ પારખ ચેરિટેબલ ટ્રસ્ટ (પાંરસમલ ભૂરચંદ પારખ, પંચપદરા બી.એમ.પી. ટેક્સટાઇલ મિલ્સ લિ., અમદાવાદ) શ્રી રોશનલાલ, અનિલ, ભૂપેન્દ્ર ધાકડ (સિસોદાવાળા) (શ્રી અતિલ જ્વેલર્સ - આર. ડી. જ્વેલર્સ, મુંબઈ-૨) શ્રી હેમંત દેવીલાલ બોરાના (બેતર ઇન્ટરનેશનલ, સુરત) " શ્રી કિશનલાલ માદરેચા (નેશનલ ઇન્ડિયા રિફાઇતરી, ઉધતા - સુરત) » શ્રીમતી કલાબહેન મનુભાઈ મંડારવાલા (અમદાવાદ) 12 Page #14 -------------------------------------------------------------------------- ________________ ક્રમ - અ ૧. આનંદો મે વર્ષાંત વર્ષા ૨ અહિસા વ્યવહારમાં આવે . ૩. માણસ દુ:ખી કેમ છે ? ૪. હિંસાનું દ્વાર : વાણીનો અસંય ૫. પ્રવૃત્તિ અને પરિણામ ૬. સગ્રહ : મૌલિક મનોવૃત્તિ ૭. આયુર્વેદના ચાર આર્ય સત્ય (૧) ૮. આયુર્વેદના ચાર આર્ય સત્ય (૨) ૯. સહુથી મુશ્કેલ કાર્ય ૧૦. રહો અંદર, જીવો બહારે ૧૧. આ ભવિધ સર્વવિધ ૧૨. શિક્ષણ સમસ્યા કેમ ? ૧૩. જૈનદર્ક્શન અને અનેકાન્ત ૬૪. મહેસા પ્રશિક્ષણ ૧. હિંસા કેમ વધી રહી છે ? ૧૬. શિક્ષાની ત્રિપદી : જીવન વિજ્ઞાન ૧૭. ચરિત્રશાળાનું નિર્માણ કરીએ ૧૮. સાં વિશ્વ યા વિમુક્તયે ૧૯. આચાર્ય તુલસીનું સ્મરણ ૨૦. દિલ્હી પ્રવાસનો ઉદ્દેશ ૨૧. વર્ષઃ ઉત્કૃષ્ટ મંગલ ૐ હૈ. સુખાયુનાં લક્ષણ 13 હૈ # % 9 % 2 ૧૬ (૨ €3 Q. 904 E ક્ર ૩૬ ૧૪૨ ૧૪ ૩૧ ૧૬ ૧૯૩ ', " ૧૯૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧ આનંદો મે વતિ વર્ષતિ હમણાં જ મહાશ્રમણ ગાઈ રહ્યા હતા ‘આનંદ તુમ્હે મિલ જાયેગા' આનંદની શોધ કરવી જોઈએ. આનંદ મળી શકે છે, એ બિલકુલ સાચી વાત છે, પણ ક્યારે ? આ પ્રશ્ન ૫૨ પહેલાં પણ વિચાર થયો છે, આજે પણ આપણે કરી શકીએ છીએ. ફોર્મ્યુલા એ છે કે જેટલો પ્રકાશ, એટલો આનંદ. જેટલો અંધકાર, એટલું દુઃખ. આ એક સ્થાયી સૂત્ર બની શકે છે. જ્યાં જ્યાં પ્રકાશ છે, ત્યાં ત્યાં આનંદ છે, અને જ્યાં જ્યાં અંધારું છે, ત્યાં ત્યાં દુઃખ છે. ગઈકાલે જ એક વાત ધ્યાનમાં આવી. એક મહિલાએ મહાશ્રમણ પાસે આવીને કહ્યું, - ‘ખૂબ દુ:ખી છું. ચાર દીકરા અને દારૂડિયો પતિ છે, જે હંમેશા નશામાં રહે છે. કાંઈ કમાતો નથી. ઘરમાં ખાવા માટે કાંઈ નથી. બાળકો રડે છે, અને થાકીને સૂઈ જાય છે.’ આવી સ્થિતિમાં દુ:ખ સ્વાભાવિક છે. જે પોતાના બાળકને બે ટંકનું ભોજન ન આપી શકે તેવી મા દુઃખી થાય તે સહજ છે. દુ:ખ અંધકાર છે. આ જગત અંધકારમય છે. ઘણા લોકો અંધકારમાં જીવી રહ્યા છે. એમને ઉગારશે કોણ ? આ પ્રશ્ન વિકટ છે. એક રીતે સહેજ પાછા વળીને જોઉં છું તો જણાય છે કે આજે આ પ્રકારના પ્રશ્નની જરૂર નથી. એક બટન દબાવો, સ્વિચ ઓન કરો, પ્રકાશ રેલાય ૧૫ આનંદો મે વર્ષતિ વર્ષતિ Page #17 -------------------------------------------------------------------------- ________________ છે, ધકાર દૂર થાય છે, પણ સમસ્યા એ છે કે વીજળીના પ્રકાશમાં જે બેઠો છે પણ દુઃખી છે. એવા ઘણા લોકો છે જે અપાર સુખ સગવડ વચ્ચે રહે છે. તો વાતાનુકૂલિત વાતાવરણમાં રહે છે, ચાર ડગલાં ચાલવા માટે પણ જેમની પાસે કારની સુવિધા છે, નોકર ચાકરની લંગાર છે તેઓ પણ આંસુ સારી રહ્યાં છે. એમના દુ:ખનું કારણ અંધકાર નથી. વીજળી ગૂલ થઈ જાય તો હાઈપાવર જનરેટરની સુવિધા છે. કરોડોનો વેપાર છે. અચાનક ખબર આવે કે શેરબજાર તૂટી ગયું કે તત્કાળ દુ:ખ શરૂ. મુંબઈની યાત્રા દરમિયાન અનેક એવા યુવકો આવ્યા જેમની પાસે એક જ પીડા હતી, આચાર્યશ્રી ! હવે અમારી પાસે મહયા સિવાય કોઈ રસ્તો નથી. માંગલિક સંભળાવો. કદાચ આ જીવનું કલ્યાણ થઈ જાય !' વિચિત્રતા એ છે કે શુભ કાર્ય માટે નહિ પણ આત્મહત્યા જેવા પહેલા તવાદી નિર્ણય માટે, પાપકર્મ માટે મંગલપાઠનું શ્રવણ કરવું છે. મેં પૂછ્યું, ગાડવા જેવો પલાયવાદી નિર્ણય માટે, પાપકર્મ માટે મંગલપાઠનું શ્રવણ કરે છે. મેં પૂછયું, “આ નહતા તો મહાપાપ છે. આવા વિકલ્પ કેમ કરીને તેઓ બોલ્યા, “વેપારમાં એવી ખોટ આવી છે કે હવે ઉગરવાની આશા ન . આખી જિંદગી માસિક નાવમાં પસાર કરવા કરતાં હવે મરી જઈએ એ જ ડીડ છે. માથે એટલો બોજ છે કે બહાર નીકળવાની હિંમત નઈ, હવે તો જીવનનો અંત લાવવો એ જ એક ઉપાય છે.” આ મુંબઈ જેવા મહાનગરની વાત છે, જયાં પ્રકાશનો તો જરા પણ અભાવ નથી. વાત એમ છે કે બહારના પ્રકાશથી કાંઈ વળતું નથી. ભીતરનો પ્રકાશ જરૂરી છે. બહારનો અંધકાર તો સરકાર દૂર કરે. વીજળીની વ્યવસ્થા સરકાર ઝુંપડપટ્ટીઓમાં પણ કરે છે. સરકાર તો ચોવીસ કલાક વીજળી મળતી રહે એવા પ્રયત્ન કરે છે. પ્રયત્ન નિષ્ફળ જાય તો પણ ઈચ્છા તો હોય છે કે વીજળી ચોવીસ કલાક બળે. ૧૬ મહાપ્રજ્ઞ વાણી -૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ - વાસ્તવિકતા એ છે કે માણસની અંદર પ્રકાશ નહીં હોય તો બહારનો પ્રકાશ એને બહુ રાહત આપતો નથી. સુખી કરી શકતો નથી. ભીતર જ ઘોર અંધકાર ભર્યો હોય તો સઘન લાઇટમાં પણ માણસ અંધકારનો અનુભવ કરશે. ભીતર પ્રકાશ હશે તો ઘોર અંધકારમાં પણ માણસ સુખનો અહેસાસ કરશે. ભીતર અંધકાર હોય અને બહાર ગમે તેટલો પ્રકાશ હોય તેવા માણસને કદી સુખી માણસ તરીકે જોયો નથી. અગર આપણે આજની સામાજિક અને આર્થિક સ્થિતિઓનું વિશ્લેષણ કરીએ તો જણાશે કે જેની અંદર પ્રકાશ નથી, એ માણસ દિવસના ઉજાસમાં પણ પોતે સુખી હોવાનો અનુભવ કરી શકતો નથી. આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પ્રશ્ન થયો કે પ્રકાશ કોણ પાથરશે? આ પ્રશ્નનો ટૂંકો અને એક વાક્યમાં જવાબ આપવામાં આવ્યો કે - પ્રકાશ આપશે વિતરાગ. જ્યાં જ્યાં વીતરાગતા છે, ત્યાં ત્યાં પ્રકાશ છે અને જ્યાં જ્યાં રાગ-દ્વેષની પ્રબળતા છે, ત્યાં ત્યાં અંધકાર છે. માણસની સમસ્યા એ છે કે તે વીતરાગ નથી. વીતરાગ બનવાની સાધના ખૂબ મુશ્કેલ છે. સાધુસંતો માટે પણ મુશ્કેલ છે અને ગૃહસ્થો માટે વધારે મુશ્કેલ છે. પ્રકાશ ક્યાંથી આવે? એના માટે વચલો માર્ગ શોધાયો. એક ઝટકામાં તો માણસ વીતરાગ ન બની શકે, એની ખૂબ લાંબી પ્રક્રિયા છે. ઘોર અવીતરાગ રહેવું એ પણ દુઃખનું કારણ છે. મધ્યવર્તી રસ્તો એ છે કે રાગ-દ્વેષને શાંત રાખીએ, કષાયને ઉપશાંત કરીએ. અગર એમ સંભવ હોય તો માણસ સુખેથી જીવી શકે છે. રાગ-દ્વેષ અને મોહ ક્ષીણ નથી થયા, પણ તીવ્ર પણ નથી, આ સંદર્ભમાં આપણે આખી વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. રાગ-દ્વેષ ન તો તીવ્ર ન તો ક્ષીણ, આ વચલો માર્ગ છે. રાગ-દ્વેષ મંદ છે, મધ્ય છે, તીવ્ર નથી. ત્રણ અવસ્થા હોય છે, મંદ, મધ્ય અને તીવ્ર. જેના રાગ-દ્વેષ તીવ્ર નથી એ પણ એક રીતે વીતરાગકલ્પ થઈ જાય છે, એ દુઃખી થતો નથી. તેરાપંથ ધર્મસંઘમાં પાંચમા આચાર્ય થયા. તેમનું ગામ મધવા. એમના માટે વીતરાગકલ્પ' શબ્દ પ્રયોજાય છે. તેઓ વીતરાગ ન હતા. વીતરાગતુલ્ય હતા. તેઓ પોતાના જીવનમાં કદી દુઃખી ન થયા. મહારાષ્ટ્રમાં આવા અનેક સંતો આનંદોમે વર્ષતિ વર્ષતિ ૧૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ થયા, ઉત્તર ભારતમાં પણ ઘણા સંતો થયા. દક્ષિણ ભારત પણ સંતોની ભૂમિ છે. કબીર પણ એવા મહાપુરુષ હતા. તેઓ સંન્યાસી ન હતા, ઘર-ગૃહસ્થી વાળા હતા પણ એમને સંત કબીર, મહાત્મા કબીર કહેવામાં આવે છે. તેઓ કદી નિરર્થક ઉશ્કેરાટમાં આવતા ન હતા. એક વખત એક માણસે નક્કી કર્યું કે ગમેતેમ કરીને કબીરને આવેશમાં લાવવા છે. તે કબીર પાસે ગયો. કબીર પોતાનું કામ કરી રહ્યા હતા. તેઓ કાપડ વણતા અને વેચતા. એ માણસે કાપડનો એક લાંબો ટુકડો લઈને પૂછ્યું, ‘આ કપડાનું શું મૂલ્ય છે ?' કબીરે કહ્યું, ‘એક રૂપિયો.' એ માણસે તરત એ કપડાને અડધું ફાડીને વળી ભાવ પૂછ્યો. કબીરે અડધા ટુકડાનો ભાવ કહ્યો, ‘આઠ આના.’ કબીરની ધીરજની પરીક્ષા લઈ રહેલા માણસે વળી ટુકડાનો ચોથો ભાગ કરી નાખ્યો અને પૂછ્યું, ‘આટલા ટુકડાનું શું મૂલ્ય ?' બીરે શાંતિથી જવાબ આપ્યો, ‘ચાર આના.’ વળી પેલા માણસે એક આંગળી જેટલો ટુકડો કરીને શાંતિથી જવાબ આપી રહેલા કબીરને પૂછ્યું, ‘આના કેટલા રૂપિયા ?' બીરે કહ્યું, ‘હવે તેની કિંમત અમૂલ્ય છે.’ દુનિયામાં એવા લોકો ઓછા નથી, જેમના કષાય ખૂબ શાંત છે, મંદ છે, મધ્ય છે કે તીવ્ર નથી. એવા લોકોને સજ્જન કહેવામાં આવે છે. સારા માણસ પણ કહેવાય છે, ‘ઉત્તમ માણસ' પણ કહેવાય છે અને ‘ગૃહસ્થી સંત' પણ કહેવાય છે. સંસારી પણ સ્વભાવથી સાધુ હોય છે. દુનિયાનું ચક્ર ઘણી વખત અવળું માલુમ પડે છે. સાધુઓ ક્યારેક સંસારી જેવા હોય છે અને સંસારી સાધુ જેવા. કબીર એક ગૃહસ્થ સંત હતા. એમનામાં અદ્ભુત સમભાવ હતો. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એમના મનમાં ખિન્નતાનો ભાવ આવતો ન હતો. જેના મનમાં ઉપશમનો આ પ્રકાશ ફેલાઈ ગયો, એને અંધકાર કઈ રીતે મહાપ્રજ્ઞ વાણી - ૬ ૧૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ સતાવી શકે છે કે દુઃખી બનાવી શકે? દુઃખી તો એ જ બનશે જેની અંદર પ્રકાશ નથી. ભીતર પ્રકાશ નથી તો એક કડવો શબ્દ સાંભળશે કે પારો ઉપર ચઢી જશે. એકમાત્ર કારણ એ છે કે ભીતર પ્રકાશ નથી. આપણે નિષ્કર્ષ કાઢીએ કે વીતરાગ તો સુખી હોય જ છે, કારણ કે તે અંદરથી પ્રકાશમાન છે, એક જ્યોતિ તેની અંદર ઝળહળે છે. મોહવિલીન થઈ ચૂક્યો છે. અજ્ઞાન માટે કે જ્ઞાનની જયોતિ પ્રકાશિત થાય છે. બીજી જ્યોતિ છે મોહનો વિલય. વાસ્તવમાં મોહ ચેતનાને મૂચ્છિત કરે છે, ચેતનાને વિકૃત બનાવે છે. મોહના વિલયથી સુખનો બોધ થાય છે, આનંદનો અનુભવ થાય છે. તીવ્ર મોહ દુઃખકારક છે અને મોહવિલય આનંદદાતા છે. મોહની મંદતા જરૂરી છે. મુશ્કેલી એ છે કે મોહને મંદ કરી ભીતર ઝળહળાટ કરવાનું માણસ જાણતો નથી. એક ગામ હતું, ત્યાં દિવસે પણ અંધકાર રહેતો હતો. દુનિયામાં એન્ટાર્કટિકા ઉત્તર ધ્રુવ પ્રદેશમાં છ માસનો દિવસ અને છ મહિનાની રાત્રિ હોય છે. આ ગામ કોઈ પર્વતની તળેટીમાં હશે. આ ગામમાં પણ દિવસે અંધકાર વ્યાપી જતો. આદિવાસીઓની વસાહતોમાં ફાનસ કે મીણબત્તી હોતી નથી. તેઓ રાત્રે અગ્નિ પ્રજવલિત કરે છે, પણ એમની ઝૂંપડીઓ મોટે ભાગે અંધકારમાં જ ડૂબેલી રહે છે. એમને તો કેરોસીન પણ દુર્લભ. વીજળીના પ્રકાશની તો કલ્પના જ ન કરી શકે. દિવસે પણ સૂર્યનો જેટલો પ્રકાશ મળી જાય એ પર્યાપ્ત. એ ગામના લોકો રાત્રે ખૂબ ગભરાઈ જતા. અંધકારને દૂર કરવાનો ઉપાય વિચારવા લાગ્યા. એવામાં એક તુક્કા લગાડનાર માણસે નવતર ઉપાય બતાવ્યો. સમાજમાં અમુક માણસો આવા તુક્કા લગાડનારા હોય છે જેઓ જાણતા કશું હોતા નથી પણ તુક્કા લગાડવામાં ઉસ્તાદ હોય છે, તરત અગ્રેસર થઈ જાય છે અને હાસ્યાસ્પદ હલ શોધી કાઢે છે. ઊંડાણપૂર્વક ચિંતન કર્યા વગર પોતાની જાતને જાણકાર સિદ્ધ કરવા કોઈ પણ તુક્કો કે ઉપાય વિચારી કાઢે અને અજમાવે છે. આનંદો મે વર્ષતિષતિ હ Page #21 -------------------------------------------------------------------------- ________________ એ તુક્કાબાજે ઉપાય બતાવ્યો કે ગામનો દરેક માણસ પોતાના હાથમાં ટોપલી લે અને પાંચ પાંચ ટોપલી અંધકાર ભરીને ગામની બહાર આવેલી ખાઈમાં ઠાલવી દે. ગામના લોકોએ એની સલાહને અનુસરીને પાંચ-પાંચ ટોપલા અંધકાર ઠાલવ્યો, પણ અંધકાર આવા મૂર્ખતાપૂર્ણ કામથી દૂર થાય ? એ તો જેમ છે તેમ રહ્યો. આ ક્રમ ઘણા દિવસ ચાલ્યો. અઠવાડિયું, પંદર દિવસ, મહિનો પસાર થઈ ગયો પણ પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નહિ. અંધકારનું સામ્રાજ્ય તો યથાવત્ રહ્યું. એક વર્ષ થઈ ગયું. સંયોગવશ એ ગામના એ યુવાનના લગ્ન થયાં. સાસરી પક્ષના લોકોએ ટોપલા લઈને ઠાલવવા જતા માણસોને પૂછ્યું, ‘આપ લોકો આ શું કરી રહ્યા છો ?’ ‘અમે અંધકારને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ.’ ‘અંધારું ક્યારથી છે?’ ‘ઘણા સમયથી. પણ અમે બે વર્ષથી પ્રયાસ કરીએ છીએ.’ ‘સફળતા કેટલી મળી ?’ ‘હજી તો જરા પણ મળી નથી.' ગામ લોકોએ નિરાશ થઈને કહ્યું. વહુ વિચારમગ્ન થઈ. પછી બોલી, ‘બે વર્ષ નહીં, બસો વર્ષ પણ આ અંધકારને દૂર નહિ કરી શકે. મને આપ લોકો પાંચ દિવસનો સમય આપો. હું અંધકાર દૂર કરી દઈશ.’ લોકોને આશ્ચર્ય થયું કે જે કામ આપણે બે-બે વર્ષના પ્રયત્નથી નથી કરી શક્યા, એ પાંચ દિવસમાં કઈ રીતે થશે ! પણ ગામલોકોએ તેની વાત માની લીધી. તે પોતાના ગામથી વનસ્પતિનું તેલ, દીપક અને આગ પ્રગટાવવા માચિક લઈ આવી. રાત્રે જેવો અંધકાર પ્રસરવાનો શરૂ થયો કે તરત દીવો પ્રગટાવી તેણે ઊંચી જગ્યાએ મૂક્યો અને અંધકાર દૂર થઈ ગયો. અંધકાર કોઈ વસ્તુ નથી કે એને કોઈ પાત્રમાં ભરી એક જગ્યાએથી ઉઠાવી મહાપ્રજ્ઞ વાણી - ૬ ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ બીજી જગ્યાએ ઠાલવી શકાય. અંધકારને લાઠીથી ફટકારીને પણ હટાવી ન શકાય. અંધકાર દૂર કરવાની એક નિશ્ચિત પ્રક્રિયા છે. જે રીતે બહારના અંધકારને દૂર કરવાની પ્રક્રિયા છે એ રીતે જ ભીતરના અંધકારને દૂર કરવાની પણ એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાંથી પસાર થયા વગર મનનો અંધકાર દૂર થઈ શકતો નથી. મનના અંધકારને દૂર કરવાનું એક સાધન છે ઉપશમની સાધના. ઉપશમનો આ દીપક દરેક વ્યક્તિના મસ્તિષ્કમાં છે. લોકો કહે છે હૃદયમાં છે, હું કહીશ કે એ દીપક મસ્તિષ્કમાં છે, આપણે તેને પ્રજ્વલિત કરતા શીખી જઈએ. આપણે પરસ્પર વાતચીત કરવાનું જાણીએ છીએ પણ આપણે આપણાથી એકદમ નિકટ છે એવા મસ્તિષ્ક સાથે વાત કરવાનું જાણતા નથી. અગર મસ્તિષ્ક સાથે સંવાદ કરતા આવડી જાય, એની પાસેથી સહયોગ લઈએ, અપીલ કરતા શીખી જઈએ અને તેને નિવેદન કરીએ કે લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ આદિ કષાયોના અંધકારથી આપણા મનને મુક્ત કરે તો નક્કી મસ્તિષ્ક આપણા નિવેદન પર ધ્યાન આપશે, આપણને સહયોગ આપશે. મસ્તિષ્ક પોતાનું કામ શરૂ કરી દેશે તો પછી ભીતરનો અંધકાર વધારે દિવસ સુધી નહીં રહે, પછી તેને ત્યાંથી કાઢવાનો જ રહેશે. હું જ્યારે નાનો હતો ત્યારે પ્રાકૃતિક ચિકિત્સકની સેવા લેવાની થઈ હતી. એ કુશળ પ્રાકૃતિક ચિકિત્સક હતા. સેવાવ્રતી અને સદ્ભાવી પણ હતા. એક દિવસ મેં કહ્યું, “કબજિયાત થઈ છે.” એ ચિકિત્સકે મને કહ્યું કે, એના માટે આપ એક પ્રયોગ કરો. ઉત્સર્ગ કરનાર આંતરડા પર હાથ રાખી તેને કહો કે ઉત્સર્ગ ક્રિયાનો નિયામક તું છે. મને કબજિયાતના કારણે તકલીફ થઈ રહી છે. તમે એને સુચારુ ઢબે સંચાલિત કરવાની કૃપા કરો. . ચિકિત્સકની આ વાત સાંભળી મને હસવું આવ્યું. આંતરડાંને તે વળી કાન છે કે તે મારું નિવેદન સ્વીકારે?! આમ કહેવાથી, કરવાથી તે વળી બીમારી દૂર થાય ખરી?! પણ ચિકિત્સક ખૂબ ગંભીરતાથી મને પ્રયોગ દોહરાવવાનું કહ્યું. મને એનો પરામર્શ માનવામાં ખાસ મુશ્કેલી ન હતી. થોડા દિવસોમાં આશ્ચર્યજનક રીતે મને આરામ મળવાનો શરૂ થઈ ગયો. જેમ-જેમ આનંદોમે વર્ષતિ વર્ષતિ ૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગની ગહેરાઈમાં ઉતરતો ગયો, મને લાભ થતો ગયો અને હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે શરીરના કોઈ પણ અંગ સાથે વાતચીત થઈ શકે છે, એની સાથે દોસ્તી થઈ શકે છે. એને સૂચના આપી શકાય છે અને આપણી વાત કોઈપણ અંગને મનાવી શકાય છે. મસ્તિષ્કને પણ અગર આપણે રાજી કરી લઈએ, મિત્ર બનાવી લઈએ અને કહીએ કે તું મારું આટલું કામ કરી દે, તો મસ્તિષ્ક પણ આપણને પૂરો સહયોગ આપશે. આ છે ભીતરથી પ્રકાશ પેદા કરવાની વિધિ. એનાથી દરેક પ્રકારની અશાંતિ, પીડા અને દુઃખમાંથી મુક્તિ મળશે. પછી વિશ્વાસપૂર્વક કહી શકાશે કે આનંદ મળી રહ્યો છે. કોઈ આનંદ વહેંચી રહ્યું છે. પછી સહુની સાથે મૈત્રી સંભવ છે. કોઈ પરાયું લાગતું નથી. આપણે આનંદની શોધ કરીએ. જ્યાં આનંદ મળે છે, એ સ્થાનની શોધ કરીએ અને વીતરાગતા અને ઉપશમનું એવું વાતાવરણ નિર્માણ કરીએ જ્યાં ચોતરફ આનંદ જ આનંદનું સ્ફુરણ થાય. એવી સ્થિતિ આપણા માટે સાચા અર્થમાં આધ્યાત્મિક વિકાસની પરિસ્થિતિ બની શકે છે. ૧ જૂન મહાપ્રત વાણી Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨ અહિંસા વ્યવહારમાં આવે દર્શનજગતની એક સમસ્યા પ્રાચીનકાળથી છે અને તે છે જ્ઞાનવાદ અને ક્રિયાવાદ. જ્ઞાનવાદી દાર્શનિકો જ્ઞાનને જ સઘળું માનતા હતા. એમની દૃષ્ટિએ ક્રિયાની કોઈ આવશ્યકતા ન હતી. ક્રિયા તો આપોઆપ થઈ જાય છે. અમુક દર્શન ક્રિયાવાદી હતા. તેઓ કહેતા કે ક્રિયા જ બધું છે, જ્ઞાન તો તેની પાછળ ચાલે છે. અનેકાન્તની દૃષ્ટિએ આ બંનેનો સમન્વય થયો અને કહેવાયું કે જ્ઞાન અને ક્રિયાને પૃથક્ કરવાનું ઉચિત નથી. જ્ઞાનશૂન્ય ક્રિયા પણ સારી નથી. આંખ વગર રસ્તે ચાલવા જેવી વાત છે. આંખ ન હોય તો રસ્તામાં પડી જવાની સંભાવના છે. એ જ રીતે ક્રિયાશૂન્ય જ્ઞાન પણ કોઈ કામનું નથી. બંનેની સમગ્રતા હોય છે, બંને મળે છે ત્યારે વાત બને છે. જાણવા છતાં કશું ન કરે તો કાંઈ થતું નથી. જાણવું અને ક્રિયા કરવી બંને જરૂરી છે. દર્શન મારો પ્રિય વિષય, વિશેષ રુચિ પણ સાથે-સાથે ધર્મનું એક નવું સ્વરૂપ પણ આચાર્ય તુલસી દ્વારા અમને મળ્યું. આચાર્ય તુલસીએ એ વાત પર ભાર મૂક્યો કે ધર્મ જીવન-વ્યવહારમાં આવવો જોઈએ, માત્ર ગ્રંથોમાં નહીં. શાસ્ત્રોમાં જે ધર્મ છે, એ વાંચવામાં કામનો હોઈ શકે, જનસામાન્યના જીવન-વ્યવહારમાં તેનો ઉપયોગ કાંઈ પણ નથી. અહિંસા વ્યવહારમાં આવે ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ આજે દર્શનનું નવું સ્વરૂપ ચાલે છે, “એપ્લાયડ ફિલોસોફી” એમાં જ્ઞાન અને ક્રિયાનો સમન્વય છે. એ એક રીતનું વ્યાવહારિક દર્શન છે. દર્શન જીવનમાંથી નીકળવું જોઈએ. અમે અહિંસાયાત્રા દરમિયાન જીવન-દર્શનનું વિશેષ અધ્યયન કર્યું. ગ્રંથો-શાસ્ત્રોનું અધ્યયન તો જીવનભર કર્યું પણ આજકાલ જીવનનું અધ્યયન ચાલી રહ્યું છે. આજની જ ઘટના છે, જે રીતે મેં શાહપુરાના બહારના ભાગમાં પ્રવેશ કર્યો, ત્યાં ત્રીસ-ચાલીસ સ્ત્રીઓ-પુરુષો ઊભાં હતાં. એમણે જે વાત કરી તેનાથી પીડા થાય એમ હતું. એમની ભાષામાં દરિદ્રતા હતી. ચહેરા પર હીનતા હતી. કોઈ કવિતા કે વાર્તા માટેનો અત્યંત કરુણાજનક પ્લોટ મળી રહે તેમ છે. એ લોકોએ કહ્યું, “મહારાજ!અમારી સ્થિતિ બહુ ખરાબ છે. ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો નથી. સડકના કિનારે કંતાન અને ચિંથરાથી ઘર બાંધેલાં છે. અમારે જાણે જિંદગી જેવું કશું જ નથી. અમારી કોઈ ખબર પૂછતું નથી. અમે શું કરીએ? એમની વાત સાંભળી હું વિચારમાં પડી ગયો. આવી સ્થિતિમાં અમે શું કરીએ. વ્યવસ્થાનું દાયિત્વ સરકાર પર છે. અમારા હાથમાં ન તો રાજતંત્ર છે, ન તો અર્થતંત્ર. આખરે અમે એના માટે શું કરી શકીએ? થોડી વારમાં ભંવરલાલજી કોઠારી આવ્યા. તેઓ ગોસેવા આયોગના અધ્યક્ષ છે. મેં એમને કહ્યું, આપે થોડી વાર કરી. થોડી વાર પહેલાં આવ્યા હોત તો હું બતાવત કે સચિવાલયમાં બેઠેલા લોકો દેશ અને પ્રદેશની જે તસવીર સરકાર ચલાવનારને બતાવે છે તે વાસ્તવિક છે કે અવાસ્તવિક? સત્તામાં બેઠેલા લોકો વિધાનસભાઓમાં જે આંકડા રજૂ કરે છે, તસવીર એનાથી બિલકુલ જુદી છે. વિધાનસભામાં પક્ષ-પ્રતિપક્ષ વિકાસના સંબંધમાં એક શબ્દનો મોટા ભાગે પ્રયોગ કરે છે – “સકલ ઘરેલુ ઉત્પાદ' જે કતારમાં સહુથી છેલ્લે ઊભો છે એ માણસ, છેવાડાના માણસ ગરીબીમાં નારકીય જીવ જીવી રહ્યો છે. એમના માટે આ શબ્દોનું શું મહત્ત્વ? શેરમાર્કેટનો સૂચકાટલો ઉપર-નીચે થયો એનાથી ફૂટપાથ પર રહેનાર માણસને શો મતલ રાષ્ટ્રકવિ દિનકરજી, જેમની સાથે અમારો ગાઢ પરિચય હતો, ૨૪ મહાપ્રજ્ઞ વાણી -૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ રાજ્યસભાના સદસ્ય હતા. કદાચ ૧૯૬૩-૬૪ની વાત છે. એ વખતે દેશ મયંકર દુષ્કાળની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે દેશ ખાદ્યાન્નના મામલે ખાત્મનિર્ભર ન હતો. દુષ્કાળની વિભીષિકાના કારણે અનાજની ઘેરી સમસ્યા ઊભી થઈ હતી. ખાદ્ય અને આપૂર્તિ મંત્રી રાજ્યસભામાં સ્પીચ આપી રહ્યા હતા ? ‘આપણા દેશની જનતા ખૂબ સહિષ્ણુ છે. પૂર્વે પણ આપણી જનતાએ આવા અવસરોએ સહિષ્ણુતાનો પરિચય આપ્યો છે, મને વિશ્વાસ છે આજના કપરા સમયે પણ મુશ્કેલીઓનો સામનો સાહસ અને સંયમથી કરશે.’ દિનકરજી મંત્રીનું ભાષણ સાંભળતા રહ્યા પછી ઊભા થઈને બોલ્યા – તડપ રહે ભીષણ સુધાગ્નિ સે જિનકે પ્રાણ અભાગે નિર્દય હૈ દર્શન પરોસતા જો ઉનકે આગે । રોટી દો, મત ઉન્હેં ગીત દો જિનકો ભૂખ લગી હૈ ભૂખો મેં દર્શન ઉભારના છલ હૈ, દગા ઠગ હૈ ।। - જનતા આ તકલીફ કઈ રીતે વેઠશે ? મંત્રીજી ! આપ એટલું જણાવો કે આ અભાગીઓ માટે આપ નક્કર શી કામગીરી કરશો ? અભાવગ્રસ્ત અને ભૂખ્યા માણસની સાથે છળ દગો અને છેતરપિંડી અગાઉથી ચાલી આવે છે, આજે કંઈક વધારે થઈ રહી છે. ભૂખ્યા અને પીડિત માણસને સંયમ, શાંતિ અને સંતોષનો ઉપદેશ આપવો એ નિર્દયતા છે, છળ છે. વિડંબના એ છે કે સત્તા પર બેઠેલા લોકોને એટલી ફુરસદ જ નથી કે તેઓ લોકોની વચ્ચે જઈ વાસ્તવિકતાને સમજે. તેઓ અજાણ છે અથવા તો જાણી જોઈને અજાણ થવાની કોશિશ કરે છે. ગરીબોની અવગણના કરે છે. જનતા વચ્ચે જઈને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ લેવાની એમની હિંમત નથી. જે સમાજમાં જનતાની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ નથી થતી, વસ્ત્ર અને મકાનની વાત છોડીએ, બે ટંક ભોજન મળતું નથી એને સ્વસ્થ સમાજ કે સુશાસન ન કહી શકાય. પ્રશ્ન છે સમાધાન કોણ કરે ? સમાજ કઈ રીતે સારો મને ? કોઈના વશની વાત નથી. કદાચ સરકાર પણ અસમર્થ છે. આ એક અહિંસા વ્યવહારમાં આવે ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ વ્યાપક સમસ્યા છે. કોઈ એક પ્રાંત કે ક્ષેત્રની સમસ્યા નથી. આ પ્રશ્ન ઊંડા ચિંતનની અને દીર્ઘકાલીન નીતિ બનાવવાની આવશ્યકતા છે અને સહુથી મોટી આવશ્યકતા છે દઢ ઇચ્છાશક્તિની. આ એકલી સરકારના હાથની વાત નથી. ગરીબીની આ ભયાવહ સમસ્યાના ઉકેલ માટે સહુનો સહયોગ આવશ્યક છે. મેં ત્રણ-ચાર વર્ષમાં આ વાતે ખૂબ ચિંતન કર્યું. મારી દૃષ્ટિએ ત્રણ વસ્તુઓનું સમાન વિતરણ આમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે – જમીન, જળ અને રોજગાર – આ ત્રણ વિકલ્પો પર ધ્યાન આપવું જોઈએ. સરકારની સમસ્યા એ છે કે જાણવા છતાં આ ત્રણ વસ્તુઓનો પ્રબંધ અસમર્થ પુરવાર થાય છે. અમે આ સમસ્યાને માત્ર સામાજિક દૃષ્ટિએ જોતા નથી. એ દૃષ્ટિએ પણ જોઈએ છીએ કે આ સમસ્યા સમાજને હિંસા તરફ ઉન્મુખ કરે છે. રોટીનો અભાવ સમાજને રુણ અને પીડિત બનાવે છે. હું આ સમસ્યાને માત્ર સામાજિક સમસ્યા જ નહીં, ધાર્મિક સમસ્યા પણ માનું છું. જ્યાં સુધી હિંસાની સમસ્યાનો કોઈ કારગર ઉપાય નથી મળતો, અહિંસાની વાતને માણસના મનમાં ઉતારવી ખૂબ મુશ્કેલ છે. સિદ્ધાંતમાં તો આ વાત ઉતરી શકે છે, પણ વ્યવહારમાં અહિંસાને ઉતારવી મુશ્કેલ છે. અમારી સાથે યાત્રામાં ચાલનાર યુવક, પ્રૌઢ, કિશોર બધા લોકો “અહિંસા પરમો ધર્મનો નારો ખૂબ જોરશોરથી લગાવે છે, પણ વિચારું છું કે ચોતરફ દશ્યો તો હિંસાના દેખાઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં નારાનો કોઈ અર્થ નથી. બંનેમાં કોઈ મેળ બેસતો નથી. જયાં સુધી હિંસા વધવાનાં કારણો પર ગંભીરતાથી ચિંતન ન થાય ત્યાં સુધી “અહિંસા પરમો ધર્મનો નારો હવાઈરેકોર્ડમાં જમા થઈ શકે છે, પણ ધરતી પર તો આ નારો કામનો નથી. મનમાં વારંવાર વિચાર આવે છે, હિંસાનું સમાધાન કઈ રીતે થાય? ચિંતન બાદ નિષ્કર્ષ આવ્યો કે સમાધાન સરકારથી જ ન થાય. સમાજના એ લોકો જેમની પાસે અપાર સંપત્તિ છે અને તેનો ઉપયોગ આડંબર, પ્રદર્શન અને ફાલતુ ખર્ચ પાછળ કરી રહ્યા છે, જો તેઓ કોઈ પરિવર્તનશીલ બને તો, સરકાર અને સમાજ સહભાગી બને તો આ સમસ્યાના સમાધાનની દિશામાં કંઈક મહાજ્ઞ વાણી -૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ પણ આગળ વધી શકાય. એવા ઘણા લોકો છે જેમની પાસે અપાર સંપત્તિ છે, એનો ઉપયોગ થતો નથી, અથવા તો દુરુપયોગ થાય છે. અપેક્ષા એવી છે કે ઉદારભાવે તેઓ સહયોગ માટે આગળ આવે. ધન બીજું કશું નથી પણ એક પ્રકારની મૂર્છા જ છે. હું એવી ઘણી વ્યક્તિઓને જાણું છું જેમની પાસે ક્યારેક કરોડોની સંપત્તિ હતી, પણ તેઓએ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેમની પાસે નવો પૈસો પણ ન હતો. સંતાન પણ નહિ. જેને દત્તક બનાવેલ તેણે સ્વચ્છંદતાપૂર્વક બધી દોલતનો ઉપભોગ કરી નાખ્યો. પોતાના પરસેવાથી જેઓ એક પૈસો કમાણા નથી તેઓ સહજ રીતે કરોડો રૂપિયા મળી જાય તો એ પૈસાને ઠેકાણે લગાડતા વાર કરતા નથી. એક વિચિત્રતા એ છે કે પૈસા સંયમી વ્યક્તિને પણ બગાડી દે છે. પૈસો આવે તો અનેક પ્રકારની બુરાઈઓ સાથે લઈને આવે છે. માણસની પણ અજીબની પ્રકૃતિ છે કે જેને ગોદ લે છે એને કરોડોની સંપત્તિ ખુશીથી સોંપી દે છે, પણ સમાજના કામમાં એક પૈસો વાપરવાની ઇચ્છા થતી નથી. દત્તક લેવા પાછળ નામ અમર રાખવાની, વંશવેલા દ્વારા નામ જાળવવાની ઇચ્છા કારણભૂત હોય છે. આ પણ એક પ્રકારની મૂર્છા હોય છે કે નામ અમર રહેશે. જીવતે-જીવત અમર ન થાય તો મરણ બાદ અમર થવાની વાત દીવાસ્વપ્ન જ છે. આ પણ ભ્રમ છે કે મરણ બાદ નામ અમર રહે. કાળના અનંત પ્રવાહમાં અનેક લોકો વિલીન થઈ ગયા. નામ કેવળ એમનું જ બચે છે જેમણે ત્યાગ, તપ અને સાધનાનો રસ્તો પકડ્યો. બાકી બધા વિલીન થઈ ગયા. અનેક ધનાઢ્યો, મહાન સમ્રાટો કાળની ગર્તામાં વિલીન થઈ ગયા છે. સોનાનો ભંડાર હોય એવા કુબેર ભંડારીઓનાં નામ પણ આજે શોધ્યાં જડતાં નથી. જરૂરી એ છે કે સમાજની બધી સ્થિતિ પર સર્વાંગીણ રૂપે વિચાર કરવો જોઈએ. સમાજમાં કરુણા અને સંવેદનશીલતાની ચેતનાને જાગૃત કરવામાં આવે. કલકત્તાથી આવેલા એક ભાઈને મેં પૂછ્યું કે ચોવીસ કલાકની યાત્રા કરીને આવ્યા, ભોજન આદિ ક્યાં કર્યું ? એણે જણાવ્યું કે, ‘ડબ્બામાં તો બધી બાજુ ૨૭ અહિંસા વ્યવહારમાં આવે Page #29 -------------------------------------------------------------------------- ________________ માણસો જ હોય છે. આવી ભીડમાં ભોજન કઈ રીતે થાય ? એણે કહ્યું, ‘ગમે તેટલા માણસ હોય, હું તો બધાની વચ્ચે બેસી જમી શકું.' મને તો વાત આખી વિચિત્ર લાગે છે. બાજુમાં બેઠેલી વ્યક્તિને પૂછ્યા વગર લોકો ભોજન કઈ રીતે કરી શકે? સામુદાયિક ચેતનાનો જેટલો વિકાસ થવો જોઈએ, એટલો હજી નથી થયો. આપણી ચેતનાના બે વિભાગ થાય છે. એક વૈયક્તિક ચેતના અને બીજી સામુદાયિક ચેતના. વ્યક્તિની અમુક વૈયક્તિક વિશેષતાઓ હોય છે, એને નકારી શકાય નહિ. પોતાનું જ્ઞાન, પોતાનું મસ્તિષ્ક, પોતાની યોગ્યતા - આ બધી વૈયક્તિક યોગ્યતાઓ અને ક્ષમતાઓ છે. પણ ધન અને સંપત્તિ વૈયક્તિક નહિ સામુદાયિક હોય છે. જેનામાં સામુદાયિક ચેતના નથી, એ સમાજમાં રહેતા હોવા છતાં પણ વ્યક્તિવાદી જીવન જીવે છે. આજથી વર્ષો પૂર્વે, લગભગ પચાસ વર્ષ પૂર્વે આચાર્ય તુલસીએ એક વાત કરી હતી, કે વ્યક્તિએ જ્યાં વ્યક્તિવાદી ચેતનાવાળા હોવું જોઈએ ત્યાં તે સામુદાયિક ચેતનાવાળા થઈ જાય છે; અને જ્યાં સામુદાયિક ચેતનાવાળા થવું જોઈએ ત્યાં એ વ્યક્તિવાદી ચેતનાવાળો થઈ જાય છે. આ વિપર્યાસ વાળી વાત છે. દવા આપવાની હતી એકને અને આપી દીધી બીજાને, વિકટ સમસ્યા છે. કોઈને કહેવામાં આવે કે વેપારમાં અનૈતિક આચરણ કેમ કરો છો ? તો એ કહેશે કે, ‘એક અમે જ નથી કરી રહ્યા, ઘણા લોકો કરે છે. હું એકલો જ હરિશ્ચન્દ્ર કેમ બન્યું ?’ માણસ ત્યાં સમુદાયવાદી બને છે. કોઈને અંગર એમ કહેવામાં આવે કે સમાજના હિતમાં એક નવું કામ થઈ રહ્યું છે. બધા લોકો સહયોગ આપવામાં આગળ આવી રહ્યા છે, આપ પણ કંઈક સહયોગ કરો. એ કહેશે, ‘હમણાં તો ધંધો ખૂબ મંદો છે, હાથ સાંકડો છે. હમણાં તો ખોટ ગયેલી. અન્યથા આપે કહેવું ન પડત.’ આ છે માણસની ચેતના. એ કોઈ પણ સ્વરૂપે દેખાય છે. સામુદાયિક ચેતનાનો વિકાસ કઈ રીતે થાય ? આ એક પ્રશ્ન છે. જ્યાં વ્યક્તિ માત્ર પોતાનાં સુખ-સુવિધા, પોતાનું મહત્ત્વ અને પોતાની પ્રતિષ્ઠાનો જ વિચાર કરે એ સમાજ મહાપ્રજ્ઞ વાણી - ૬ ૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ અહિંસાવાદી સમાજ ન થઈ શકે. કહેવા માટે તો વ્યક્તિ ધાર્મિક છે, પણ કામ એવી રીતે કરે છે જેનાથી અધર્મને પ્રોત્સાહન મળે છે. આ દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. સમ્યફ દર્શનની જરૂર છે. આપણો દષ્ટિકોણ સમ્યફ બને અને એ યથાર્થને સમજી શકીએ. એના વગર થાય એમ કે દૂધથી ભરવાનો કૂવો પાણીથી છલકાઈ જાય છે. - રાજાની ઘોષણા હતી કે નગરના સર્વે નાગિરકો કૂવામાં રાત્રિના સમયે એક લોટો દૂધ નાખે. સવારે તેને દૂધથી છલોછલ જોવા ઇચ્છું છું. રાજાની આજ્ઞાનું પાલન થવા લાગ્યું. બધા લોકો આ કામમાં પોતાનું યોગદાન આપવા નીકળી પડ્યા. એક વ્યક્તિના મનમાં આવ્યું કે બધા એક એક લોટો દૂધ નાખી રહ્યા છે તો પછી હું એકલો એક લોટો પાણી નાખું તો શો ફરક પડવાનો છે. રાતના અંધારામાં કોઈ જોવાનું નથી. એમ કરીને તેણે તો લોટો ભરીને પાણી નાખી દીધું. આશ્ચર્યની વાત તો એ થઈ કે આવો જ વિચાર અનેક લોકોને આવ્યો. બહુ ઓછી સંખ્યામાં એવા માણસો નીકળ્યા કે જેમણે આદેશનું પાલન કર્યું હોય. બાકી મોટા ભાગના પાણી ઠાલવનારા જ નીકળ્યા. સવારે રાજાએ તપાસ કરી તો આખો કૂવો પાણીથી ભરેલો હતો. ખરાબ વિચારવું કે ખોટું કરવું હોય તો બહુમતિ મળી જાય છે, જરા પણ વાર લાગતી નથી. જૈન કથાસાહિત્યમાં શુભમ્ ચક્રવર્તીની કથા આવે છે. એ ચક્રવર્તીને સોળહજાર દેવોની સેવાઓ મળેલી. એ વિમાનથી સમુદ્રની ઉપર ઊડી રહ્યો હતો. એ યાનને સોળ હજાર દેવતાઓ ઉડાડી રહ્યા હતા. જ્યારે એ ચક્રવર્તી સમુદ્રની ઉપર ઊડી રહ્યો હતો ત્યારે એક દેવના મનમાં આવ્યું, સોળ હજાર દેવ આ યાનને પોતાનો હાથ લગાડી રહ્યા છે, ખભાનો સહારો આપી રહ્યા છે, અગર હું સહેજ ઢીલું છોડી દઈશ તો શો ફરક પડશે? પંદર હજાર નવસો નવાણું દેવો તો યાન પકડી રહ્યા છે. બરાબર એ જ વખતે ઘણા દેવોને આવો વિચાર આવ્યો કે, “હું ઢીલું મૂકીશ તો શો ફરક પડશે?” સહુએ એક સાથે યાન સાથેનો સંપર્ક છોડી દીધો અને પરિણામ એ આવ્યું કે ચક્રવર્તી આકાશથી નીચે પડ્યો અને સમુદ્રમાં ગરક થઈ ગયો. અહિંસા વ્યવહારમાં આવે ૨૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ એનાથી નિષ્કર્ષ એ નીકળે છે કે ખરાબ વિચારોમાં સામુદાયિકતા થઈ જાય છે, પણ જ્યાં સકારાત્મક વિચાર, ભાવ અને કાર્યનો પ્રસંગ આવે છે કે લોકો દૂર ભાગવા લાગે છે. સંગઠનોમાં પણ એમ જ જોવા મળે છે. ખરાબ લોકોની ટોળી જલદી થઈ જાય છે. ભલા માણસોને સંગઠિત થવામાં વાર લાગે છે. ભેગા થાય તો પણ પરસ્પર ઝઘડતા હોય છે. ડાકુઓની ટોળીમાં બધા જ સરદારનો આદેશ માને છે, એક જ ઇશારે બધું કરવા તૈયાર રહે છે. આપણા સભ્ય સમાજમાં સોસાયટીઓ-સંગઠનોના આદેશની અવહેલના થતી હોય છે. એનું એ જ કારણ છે કે સારા માણસોમાં આકાંક્ષા ઝડપથી જાગૃત થાય છે. આપણે તેના ઉપાયની શોધ કરવાની છે, કે જેથી સામુદાયિક ચેતનાના વિકાસને બળ મળે. એ સંદર્ભમાં મને લાગે છે કે પોતાના સ્વાર્થનું વિસર્જન કર્યા વગર સામુદાયિક ચેતનાનો વિકાસ નથી થતો. સામુદાયિક ચેતનામાં સ્વાર્થ જ મોટો અવરોધ છે. જ્યાં સ્વાર્થનું વિસર્જન, સુવિધાનો સંયમ થતો નથી ત્યાં સુધી સર્વજનહિતની વાત લક્ષમાં આવતી નથી. વસ્તુનો સમ્યફ ઉપયોગ થવો જોઈએ. વીજળીનો અભાવ છે એમ કહીએ છીએ પણ વપરાશની બાબતમાં સંયમ નથી. રાજસ્થાનમાં પાંચ કરોડ લોકો છે. વીજળી વપરાશ બાબતે અગર મોટા લોકો એમ સંકલ્પ કરે કે અમે બંગલામાં, કૂલર, એસ.સી.નો પ્રયોગ સમિત કરીશું તો વીજળીના સપ્લાયમાં ઘણો ફરક પડશે. મુશ્કેલી એ છે કે લોકો પોતાના સુખ-સગવડ છોડવા કોઈ તૈયાર નથી. બધાં એમ જ વિચારે છે કે આટલા મોટા રાજ્યમાં એક અમારા સંયમથી જ વીજળી બચવાની નથી. બધા લોકો કૂલર, પંખા ચલાવે છે. એટલું નક્કી છે કે જયાં સુધી સામુદાયિક ચેતના જાગૃત નથી થતી, સમાજનું કલ્યાણ નથી થતું. સમાજને અહિંસાની દિશામાં લઈ જઈ શકાતો નથી. એના માટે સ્વાર્થોનું સીમાકરણ અપેક્ષિત છે. સ્વાર્થને પૂર્ણ રૂપે માણસ છોડી શકતો નથી. પણ તેને સીમિત કરી શકે છે. સુવિધાઓનું સમાકરણ કર્યા વગર સ્થિતિ બદલી શકાતી નથી. સીમાકરણ શબ્દ ભગવાન મહાવીરનો શબ્દ છે. ૩૦ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ આ અદ્ભુત મહાવીરવાણીનો પ્રસાદ છે. મેં ઘણી વખત આ શબ્દનો ઉપયોગ કર્યો છે. સીમાકરણ શબ્દ મને ખૂબ પ્રિય છે. છોડવું સંભવ નથી, સીમાકરણ સંભવ છે. સરકારે પણ સીમાકરણ કરવું પડે છે એટલે જ વીજળીકાપ મૂકવો પડે છે. નિશ્ચિત સમયમર્યાદા સુધી વીજળી બંધ રાખવામાં આવશે એવી મર્યાદાની પાળ બાંધવી પડે છે. અગર બધા લોકો સ્વેચ્છાથી સીમાકરણ કરે તો સમસ્યા ઘણી બધી હલ થઈ જાય. પાણીની અછત છે તો સહુ પ્રથમ પીવાના પાણીને પ્રાથમિકતા આપીએ. નહાવા-ધોવાના પાણીની વાત પછી આવે. બીજી આવશ્યકતા છે ખેતી માટે પાણી. ખેતી માટે પાણી અને પીવાના પાણી વગર જીવન અસંભવ છે એટલે એને પ્રાથમિક જરૂરિયાતની શ્રેણીમાં રાખવા જોઈએ. પણ આજકાલ જે ગૌણ છે તે પ્રાથમિક છે અને જે પ્રાથમિક છે તે ગૌણ છે. આવશ્યક-અનાવશ્યક પર વિચાર થતો નથી. જ્યાં સંવેદનશીલતા નથી જાગતી ત્યાં દર્શન માત્ર આકાશ કુસુમની જેમ રહી જાય છે. એ જીવન-વ્યવહારનું દર્શન બની શકતું નથી. જરૂરી એ છે કે આજે ધર્મના લોકો, દર્શનના લોકો નવેસરથી જીવનનું નિર્માણ કરે. નવા ધર્મનું નિર્માણ કરે. યુગો જૂના ધર્મને ત્યજવાની જરૂર છે. નવા ધર્મની આજે જરૂર છે. જૂના ધર્મને કામમાં લઈએ પણ નવા રૂપ-રંગમાં. એના માટે દરેક વિચારશીલ-ચિંતનશીલ વ્યક્તિએ આગળ આવવું જોઈએ. જેથી સમાજ સ્વસ્થ બને હિંસા અટકે અને માણસ અહિંસા તથા સુખ-શાંતિથી જીવી શકે. ૨ જૂન અહિંસા વ્યવહારમાં આવે ૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ માણસ દુઃખી કેમ છે ? . કોઈ માણસ એમ કહે કે હું ખૂબ સુખી છું તો સાંભળવામાં સારું લાગે છે. અગર એમ કહે કે ખૂબ દુઃખી છું તો સાંભળવું ગમતું નથી. માણસ શક્તિશાળી પ્રાણી છે, છતાં એમ કહે કે હું ખૂબ દુઃખી છું તો સ્પષ્ટ છે કે તે પોતાની જાતને જાણતો નથી. પોતાની શક્તિ અને સ્વરૂપનું એને જ્ઞાન નથી. એનું અજ્ઞાન જ એને દુઃખી બનાવે છે. અજ્ઞાન માણસને ઓછું દુઃખ આપતું નથી. સાચી સ્થિતિનું જ્ઞાન હોય તો દુઃખ ઓછું થાય છે. એક ગૃહસ્થની પત્ની ઘણા દિવસોથી હારની માંગણી કરી રહી હતી. પતિ પૈસાની તંગીનું બહાનું કાઢી દરેક વખતે વાત ટાળતો. આખરે પત્નીની વારંવારની માંગણીથી કંટાળીને નકલી હાર ખરીદી લાવ્યો. હાર નકલી હતો પણ અસલને ઝાંખો પાડી દે તેવો હતો. આજકાલ નકલીની બોલબાલા છે. અસલ નકલ વચ્ચે ભેદ પારખવો મુશ્કેલ થઈ જાય એવી સ્થિતિ છે. પતિએ ઝળહળતો હાર પત્નીને આપ્યો અને પત્ની તો ખુશ થઈ ગઈ. વર્ષોની આશા પૂરી થઈ. ગળે હાર પહેરી ફરવા લાગી. ચાર-પાંચ દિવસ પછી હાર ચોરાઈ ગયો. પત્ની ઉદાસ થઈ ગઈ. પોતે હારનું ધ્યાન ન રાખી શકી તેનો તેને ભારે વસવસો થયો. પોતાના ભાગ્યને દોષ દેવા મહપ્રજ્ઞ વાણી -૬ ૩૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ લાગી. જિંદગીમાં આવો હાર ફરી નહિ મળે તેના વિચારમાત્રથી તેનું દુઃખ વધી ગયું. પત્ની પાસેથી હાર ચોરાઈ જવાની વાત સાંભળવા છતાં પતિના ચહેરા ૫૨ દુઃખના કોઈ ભાવ ન હતા. તેણે કહ્યું, ‘ખોવાઈ ગયો તો ખોવાઈ ગયો. એના માટે હવે ઊંઘ બગાડવાની જરૂર નથી. ચોરી થઈ ગયો હોય તો પણ ચિંતા ન કરીશ.’ પત્નીને ખૂબ નવાઈ લાગી. એને તો એમ હતું કે હાર ખોવાઈ જવાની વાતથી પતિને ખૂબ ગુસ્સો આવશે. મારી બેદરકારી માટે ઠપકો સાંભળવો પડશે. આટલો મોંઘો હાર ગુમાવ્યો હવે શું થશે ? પણ પતિ તો તદ્દન બેફિકરાઈથી કહી રહ્યો છે કે કાંઈ વાંધો નહિ. હવે ચિંતા કરવાનું કાંઈ કારણ નથી. પતિને મૌન જોઈ તે બોલી ‘કેવા માણસ છો તમે ? આટલી મૂલ્યવાન વસ્તુ ગુમ થઈ ગઈ છે અને તમને કાંઈ થતું નથી ? !' આવો હાર કાંઈ રોજ રોજ થોડો ખરીદી શકાય છે ? પતિએ કહ્યું, ‘એ હાર નકલી હતો.’ - આટલું સાંભળ્યું કે પત્નીની સઘળી ઉદાસી ગાયબ થઈ ગઈ. ઘણાં દુ:ખો આપણી અજ્ઞાનતાના કારણે હોય છે. આપણે પોતાની શક્તિઓથી અજાણ હોઈએ છીએ. એવું નથી કે શહેરનો માણસ હોય, ધનવાન હોય એટલે સુખી હોય. એમ પણ નથી કે ગામડાનો માણસ હોય, ગરીબ હોય, એટલે દુ:ખી હોય. જે વ્યક્તિની પાસે સંતોષનું ધન છે, એ અભાવમાં પણ કદી દુ:ખી થતો નથી. સૂત્રાત્મક રીતે એમ કહી શકાય કે - અલ્પ સાધન, અધિક સુખી. બહુ સાધન, અલ્પ સુખી. જેની પાસે ઓછાં સાધનો છે તે સુખી છે અને જેમની પાસે સાધનોની અતિશયતા છે એ ઓછાં સુખી અથવા દુઃખી હોય છે. આ એક સત્ય છે. અગર આપણે સર્વે કરીએ તો જણાશે કે આ બહુ મોટું સત્ય છે. અલ્પ સાધનસામગ્રી વાળો માણસ સુખેથી જીવે છે. સાધન-સામગ્રીની અતિશયતા વાળો માણસ દુઃખી કેમ છે ? 33 Page #35 -------------------------------------------------------------------------- ________________ માણસ ઘણી મુશ્કેલીઓ સાથે જીવે છે. અવારનવાર અવનવી મુશ્કેલીઓનો સામનો કરવાનો રહે છે. એટલે એવા નિષ્કર્ષ પર પહોંચાયું છે કે દુઃખી અને સુખી હોવાનું કારણ વસ્તુની સુલભતા અને દુર્લભતા નથી, પણ વ્યક્તિનું અજ્ઞાન છે, આવેશ છે. જે વ્યક્તિના આવેશ શાંત છે, એ સુખી રહે છે. ચાહે ગામનો માણસ હોય કે શહેરનો. અગર આવેશ શાંત હશે તો તે સુખેથી જીવશે. થોડો-ઘણો આવેશ તો દરેક માણસમાં હોય છે પણ એની તીવ્રતા નહિ હોય તો તે સુખી હશે. લોભની તીવ્રતા નહિ હોય તો માણસ સુખનું જીવન જીવશે. બંનેનું વિશ્લેષણ કરી આપણે નિષ્કર્ષ કાઢીએ કે સાધન-સંપન્નતાની સાથે આવેશ પણ વધતો જાય છે. સાધન આવેશને તીવ્ર બનાવે છે કારણ કે મનના કોઈ ખૂણામાં તે અહંમની ભાવના જન્માવે છે. એક નાના ગામની વાત છે. મજાનો પ્રસંગ છે. પતિ-પત્ની વચ્ચે કાયમી ઝઘડો થતો. બંનેનો આવેશ તીવ્ર, બંને કંઈને કંઈ વચ્ચે ચાલ્યા કરે. બંને ઝઘડે એટલે ખાવા-પીવાનું છોડી થોડો સમય એકબીજા રિસાઈ જાય. પરિણામે બંને દુઃખી રહેતાં. એક દિવસ ઝઘડો થયો. એકબીજા સાથે બોલવાનું બંધ. ગામના લોકો પોતપોતાના ખેતરે જઈ રહ્યા હતા. પત્નીથી રહેવાયું નહિ. તે બોલી, લોગ ચાલ્યા લાવણી, લોગ ધૂની જાય' - લોકો ખેતરે જાય છે, કેમ ન જાય? અબોલા હતા એટલે સીધેસીધુ પતિને કહેતી નથી કે લોકો જઈ રહ્યા છે તો તમે કેમ જતા નથી? પતિએ જવાબ દીધો, “લોગ ચાલ્યા ખાય-પી, લોગ ક્યું ની ખાય' - લોકો તો ખાઈ-પીને જઈ રહ્યા છે. પત્નીએ કહ્યું, “છીકે પડી રાબડી, ઉતાર ક્યું ની લેય' - રાબડી તો છીંકા પર રાખી છે, ઉતારી લેતા કેમ નથી? પતિએ કહ્યું, “હવે આપણે બોલ્યા, ઉતારી કેમ દેતી નથી?' આમ, અબોલાં તૂટ્યાં. લડાઈ-કલહ થાય તો સઘળું દુઃખ ગાયબ થઈ જાય. સમસ્યા જન્મે છે એટલે ક્રોધની આદત બદલવાની જરૂર છે. કારણ કે ક્રોધ જીવનની સમરસતાને ૩૪ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ સમાપ્ત કરી જીવનને નીરસ બનાવી દે છે. ક્રોધ સહુને આવે છે. મારી સામે આટલા વિદ્યાર્થીઓ બેઠા છે. હું પૂછીશ કે, બોલો ગુસ્સો આવે છે કે નહીં? સહુ એમ જ કહેશે કે આવે છે. બધા લોકો જાણે છે કે ગુસ્સો ઠીક નથી. ગુસ્સો નહીં કરવો જોઈએ. ગુસ્સો છોડી શકાય છે. વિદ્યાલયોમાં જે ભણાવવામાં આવે છે તેનાથી જાણકારી વધે છે, અજ્ઞાન મટે છે, બુદ્ધિનો વિકાસ થાય છે. તર્કશક્તિ વધે છે. સમજશક્તિ પણ વધે છે, પણ ગુસ્સો ઓછો થતો નથી. ગુસ્સાની આદત કઈ રીતે બદલવી ? આ એક પ્રશ્ન છે. બીજી પણ ઘણી આદતો હોય છે. નિંદાની આદત, ચાડી-ચુગલીની આદત, અપશબ્દ બોલવાની આદત, અહંકારની આદત આ બધી ખરાબ આદતો છે અને આ આદતો શાળાએ ગયા વગર પણ આવી જાય છે. આવી આદતોથી છુટકારો કઈ રીતે મેળવાય ? – આજે જે શિક્ષણ શાળામાં આપવામાં આવે છે તેનાથી આ બધી આદતોથી છુટકારો મળે એવું લાગતું નથી કારણ કે આજની કેળવણી બૌદ્ધિક વિકાસ માટે છે અને ક્રોધાદિનો સંબંધ આપણી ભાવધારા સાથે છે. આપણા નકારાત્મક ભાવ જ આપણા ક્રોધનું મૂળ કારણ છે. પરિવર્તન શિક્ષણથી નહિ આવે, પ્રયોગથી આવશે. ખૂબ ગુસ્સો આવે તો થોડી ક્ષણો સુધી લાંબા શ્વાસ લઈએ તો ક્રોધ શાંત થઈ જશે. આજે શિક્ષણ જગતમાં અંધકાર વ્યાપ્ત છે. આજે જ અખબારમાં વાંચ્યું કે સ૨કા૨ કેળવણી ક્ષેત્રે ધરમૂળથી ફેરફાર લાવવા ઇચ્છે છે. જે દિવસે ખરેખર પરિવર્તન થશે તે દિવસથી દેશનું ભાગ્ય બદલવાનો પ્રારંભ થશે. અત્યારે જે ભણાવાઈ રહ્યું છે તેનાથી વિદ્યાર્થીના જીવનનું નિર્માણ થતું નથી.ભણનારનું હિત થતું નથી. ધન કમાવવાની કળા તો આવી જાય છે, પણ જીવનનું હિત સધાતું નથી, હમણાં જ અમે જયપુરથી આવી રહ્યા હતા ત્યારે વર્તમાનપત્રમાં વાંચ્યું કે પરીક્ષામાં અનુત્તીર્ણ થવાથી એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો. આખરે એવી તો કઈ બીમારી છે આ શિક્ષણ વ્યવસ્થામાં કે માણસ મરવાનું વિચારે અને આપઘાત પણ કરે. થવું તો એમ જોઈએ કે શિક્ષણથી માણસની સમજ એવી વિકસે કે મરવાની વાત તો કદી સ્વપ્ને પણ વિચારે નહિ, પણ આવેશમાં તે મરવાનું કદમ ઉઠાવે માણસ દુઃખી કેમ છે ? ૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ છે. આજકાલ આત્મહત્યા ખૂબ થાય છે. શહેર હોય કે ગામ, આત્મહત્યાના સમાચાર રોજ વાંચવા મળે છે. એના માટે ઉપાય પણ ખૂબ શોધાયા છે. પહેલાં તો લોકો આત્મહત્યા માટે કૂવો-અવાડો કે રેલવેના પાટાનો ઉપયોગ કરતા હતા. હવે તો શરીરમાં વીજળીનો કરંટ લગાવે છે, છત પર પંખે લટકી જાય છે. કીટનાશક દવાઓનો પણ સહયોગ મળી રહે છે. સંપન્ન પરિવાર હોય તો બંદૂક કે પિસ્તોલથી કામ પાર પાડે છે. ગ્યાસતેલ અને માચિસ તો દરેકને સુલભ છે. હત્યા કરવામાં પણ માણસ જરા પણ અચકાતો નથી. પતિ પત્નીનું ગળું દબાવી દે છે. પત્ની પતિને ઝેર આપી દે છે. સાસુ વહુને સળગાવી દે છે. આત્મહત્યાના સમાચારોથી એક વાત સિદ્ધ થાય છે કે સમાજ સ્વસ્થ નથી સમાજ ગેરમાર્ગે છે. વિપથગામી છે. સ્વસ્થ સમાજમાં આવી ઘટનાઓ બનતી નથી. આત્મહત્યા કરવી તે પાપ છે અને પરહત્યા કરવી તે ઘોરપાપ છે. આમ થવાનું કારણ એટલું જ છે કે આવેશ પર અંકુશ રાખવાનું આપણને શીખવા મળ્યું નથી. આવેશ પર નિયંત્રણ કઈ રીતે રાખી શકાય ? ધાર્મિક લોકો વ્રત, જપ, ઉપાસના, પૂજા આદિ કરે છે. દાન-પુણ્ય, ભજન-કીર્તન કરે છે છતાં ધર્મવ્યવહા૨માં, આચરણમાં કેમ ઉતરતો નથી ? તીર્થસ્નાન કરીને ઘરે પહોંચીને માણસ લડાઈ-ઝઘડો કરે છે કારણ એટલું જ છે કે આવેશ પર નિયંત્રણ ક૨વાનું શીખાયું નથી. શિક્ષણનું કામ છે. માણસને જીવનની કળા શીખવવી. અમે આ વાત પર ધ્યાન આપ્યું અને શિક્ષણની સાથે જીવનવિજ્ઞાનની વાતને સાંકળી લીધી. જીવન જીવવા માટે શ્વાસ જરૂરી છે, પણ બહુ ઓછા લોકોને શ્વાસ લેવાની સાચી વિધિ ખબર હોય છે. ખૂબ જરૂરી વાતની ઉપેક્ષા થાય છે. એક મિનિટમાં સામાન્ય માણસ પંદર વખત શ્વાસ લે છે. બે સેકન્ડમાં શ્વાસ લે છે અને બે સેકન્ડમાં શ્વાસ છોડે છે. પણ શ્વાસની આ ગતિ ગુસ્સાની સ્થિતિમાં ત્રીસ-ચાલીસની સ્પીડ પકડે છે. જેટલો તેજ ગુસ્સો છે, શ્વાસની ગતિ પણ એટલી જ તેજ અને શ્વાસની સંખ્યા જેટલી વધશે, જીવનની શક્તિ એટલી ઘટી જશે. ૩૬ આ જીવનનું ગણિત છે, જીવનનું વિજ્ઞાન છે. આપણે તે જાણવાનું છે. મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #38 -------------------------------------------------------------------------- ________________ અગર આપણે શ્વાસ લેવાની કળા શીખી જઈએ તો ઘણી આદતોથી આશ્ચર્યજનક રીતે છૂટી જઈએ. આદત-પરિવર્તનનું સાધન છે શ્વાસ. આપણે લાંબો શ્વાસ લેવાનું શીખીએ. અગર એમ શીખી જઈએ તો શ્વાસ પણ સારો રહેશે અને શરીર પણ નિરોગી તથા મજબૂત બનશે. મારી સામે ગામની બહેનો બેઠી છે. હું એમને પૂછવા ઇચ્છું છું કે ભજન, કીર્તન ગાવ છો, પૂજા પાઠ કરો છો, ઉપવાસ કરો છો, વ્રત કરો છો, ત્યારે મન તેમાં એકાગ્ર હોય છે કે ભટકે છે? ! જરૂર ભટકતું હશે. મન કેમ ભટકે છે? એક કામ કરો છો તો મન બીજા કામમાં કેમ જતું રહે છે? એનું કારણ એટલું જ છે કે મનને એકાગ્ર કરતા શીખ્યા નથી. મનની ચંચળતા ઓછી કરીએ તો બધું બરાબર થઈ જાય. મનની ચંચળતા આખી વાતને સમજવાનો અવસર આપતી નથી. ધાર્મિક વ્યક્તિએ પ્રથમ તો એ પાઠ ભણવાનો છે કે મનની ચંચળતા કઈ રીતે ઓછી થાય? જૂના જમાનામાં પનિહારી પનઘટથી પાણી લાવતી. આ પનઘટ એક રીતે તો મહિલાઓનું મિલન સ્થળ, ત્યાં સ્ત્રીઓ એકબીજા સાથે પરસ્પરના સુખ-દુઃખની વાત કરી લેતી. પણ પનિહારીઓને કૂવે-તળાવેથી પાણી ભરવાનો એક ફાયદો એ હતો કે તેમની શ્રમનિષ્ઠા, શ્રમ કરવાની ટેવ જળવાઈ રહેતાં અને એકાગ્રતાનો પણ અભ્યાસ થતો. પાણી ભરીને લાવતી વખતે પરસ્પર ઘણી વાતોમાં ગૂંથાઈ જતી પણ માથે મૂકેલા ઘડાનું સંતુલન બરાબર જળવાઈ રહેતું. જ્યારે આપણી એકાગ્રતા, આપણા આત્મા સાથે જોડાઈ જાય, ચેતના સાથે જોડાઈ જાય તો પછી કોઈ કામમાં મુશ્કેલી આવતી નથી. મનની ચંચળતા કઈ રીતે ઓછી થાય? એની કળા છે શ્વાસ. જે વ્યક્તિ શ્વાસ લેવાની કળા જાણે છે એના મનની ચંચળતા ખૂબ ઓછી હોય છે. આપણી કેળવણીના પાયામાં ખાવા, પીવા, ઊઠવા, બેસવા અને સૂવા અંગેની પણ તાલીમ હોવી જોઈએ. જીવન જીવવાની કલાના આ પ્રથમ પાઠ છે. આવા પાઠ આજે ઘરમાં કે સ્કૂલમાં ભણાવવામાં આવતા નથી એટલે માણસ જીવન જીવવાની કળાના પ્રશિક્ષણથી વંચિત રહી જાય છે. બીમારી બહુ મોટી સમસ્યા છે. ગામના માણસ માટે વળી વિશેષ, કારણ માણસ દુઃખી કેમ છે? 39 Page #39 -------------------------------------------------------------------------- ________________ કે શહેરમાં તો ચિકિત્સાની સુવિધા સહજ હોય. ગામનો માણસ મોંઘો ઇલાજ કરાવી શકતો નથી. સુવિધા પણ હોતી નથી. ગામના માણસને શ્વાસ લેવાની કળા આવડી જાય તો પચાસ ટકા બીમારી સમાપ્ત થઈ જાય. ઘણી બીમારીથી એનો બચાવ થઈ શકે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે એને બીમારી થતી નથી. ગામડાનો માણસ તો દવાની સહાય વગર રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે. ગામનું વાતાવરણ પ્રાકૃતિક અને પ્રદૂષણરહિત હોય છે. ગામડાનો માણસ નશાની આદતથી દૂર રહે અને શ્વાસ લેવાની સાચી રીતથી પરિચિત થઈ જાય તો એનામાં રોગ-પ્રતિરોધક શક્તિ અને સહજ રીતે પ્રાપ્ત થઈ શકે છે. ખુલ્લા આસમાન નીચે દસ-પંદર મિનિટ લાંબા શ્વાસ લેવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ નિશ્ચિત સ્વરૂપે વધે છે અને ઘણી બીમારીઓથી બચી શકાય છે. આ બધી પાયાની વાતો છે. ક્રોધ માણસની રોગ-પ્રતિરોધક શક્તિને કમજોર બનાવે છે. અગર આવેશ કરવાનો બંધ થઈ જાય તો પણ ઘણો લાભ છે. આવેશમુક્ત રહેવાનો કોર્સ હોવો જોઈએ. માત્ર બાળકો માટે નહિ, વયસ્કો માટે પણ. સહુને માટે શ્વાસ લેવાની કલાનું શિક્ષણ જરૂરી છે. એને હઠયોગમાં સવાસન, પ્રેક્ષાધ્યાનમાં કાયોત્સર્ગ કહે છે. આ ક્રિયામાં સીધા સૂઈને થોડી વાર માટે શરીરને ઢીલું છોડવાનું છે. આ રોગને દૂર ભગાવવાનો એક મંત્ર છે, જે લોકો મહેનત કરે છે, મજૂરી કરે છે એમને નવી શક્તિ પ્રાપ્ત કરવાની અબોધ વિધિ છે. જેમને ઊંઘ આવતી નથી તેઓ કાયોત્સર્ગવિધિ જાણી લે તો અનિદ્રાના રોગથી મુક્તિ મળી શકે છે. આપણે ફરી એક વખત એ વાત પર પાછા આવીએ કે દુઃખ બહારથી આવે છે તેમ વિશેષ તો અંદરથી આવે છે. અમારા જયપુર પ્રવાસ દરમિયાન આજુબાજુના અનેક ગામોનાં સ્ત્રી-પુરુષ – વયસ્કો – વૃદ્ધોના નિત્ય સંપર્કમાં આવવાનું થાય છે. લોકો આવે છે. મળે છે. ગામડાંના લોકોની સમસ્યા જુદી છે. શહેરના લોકોની પણ જુદી છે. સહુની પોતપોતાની સમસ્યાઓ છે. કોઈને ગરીબીનું દુખ છે, કોઈને અમીરીનું દુઃખ છે. અમે કોઈની આર્થિક સમસ્યા ૩૮ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ પૈસાથી દૂર કરી શકતા નથી, પણ એક વાત જરૂર કહીશ કે સાધારણ સ્થિતિમાં પણ માણસ પોતાના શ્રમ દ્વારા ખૂબ સારું જીવન વ્યતિત કરી શકે છે. મુશ્કેલી એ છે કે ગરીબી માણસને ખોટી દિશામાં જવા પ્રેરિત કરી દે છે. ગરીબી, અભાવ, દુઃખ અને વિવિધ સમસ્યાઓથી પીછો છોડાવવા માણસ પુરુષાર્થને બદલે નશામાં ડૂબી જાય છે. એક મહિલા અમારી પાસે આવીને તેનાં દુઃખરાં રોઈ. મહાશ્રમણે પૂછ્યું, “પતિ કાંઈ કામ કરે છે કે નહીં?' પત્નીએ રડતાં રડતાં જવાબ આપ્યો. ‘તેમની શું વાત કરીએ મહારાજ ! તેઓ આખો દિવસ નશામાં ડૂબેલા હોય છે.” ઘરનો મોભી શરાબના નશામાં હોય એ પરિવારના સુખની કોઈ સંભાવના ખરી? આશ્ચર્ય એ વાતનું છે આજે સમાજમાં સૂચના અને જોખમોની જાણકારીના આટલાં બધાં સાધનો હોવા છતાં માણસ જીવન તબાહ કરવાના, નષ્ટ કરવાના અને બરબાદ કરવાના રસ્તે કેમ વળી જાય છે. એના ઘણાં કારણોમાં એક કારણ એ છે કે સરકાર પોતે રાજ્યની આવક વધારવા માદક દ્રવ્યોનું ઉત્પાદન કરાવે છે. ઉદારતાથી દારૂના પરવાના આપવાના અને બીજી બાજુ દારૂની લતથી સાવધાન રહેવાની જાહેરખબર કરવાની. સરકારનું આ બેવડું ધોરણ છે. તમાકુના પાઉચ પર, સિગારેટના બોક્સ પર અને દારૂની બોટલ પર સરકાર વૈધાનિક ચેતવણી છાપવાનું કહી દે છે. સેવન સ્વાથ્ય માટે હાનિકારક છે એમ કહી દેવાથી જાણે સરકારની જવાબદારી પૂરી થઈ જાય છે. જો હાનિકારક હોય તો ઉત્પાદન-વેચાણ પર પ્રતિબંધ કેમ નહિ? દરેક સરકારની જવાબદારી છે કે નાગરિકોના સ્વાથ્ય માટે સજાગ રહે. કોઈ પણ વસ્તુ માણસના આરોગ્યને, જીવનને હાનિકારક હોય તો તેના પર કડક પ્રતિબંધની અને તેના અમલીકરણની જોગવાઈ હોવી જોઈએ. પણ ભારતમાં વિચિત્ર સ્થિતિ છે. અહીં નશીલા પદાર્થો પ્રત્યે સચેત કરવામાં આવે છે અને સમાંતર રીતે વેચાણ માટે જાહેરાતો દ્વારા પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. વિશેષ કરીને યુવા પેઢીને પ્રોત્સાહિત કરવા અભિનેતા, અભિનેત્રી અને મોડેલોનો સહારો લેવામાં આવે છે. આખરે સરકારનો ઉદ્દેશ શું છે? તે શું કરવા ઇચ્છે છે તે સ્પષ્ટ થવું જોઈએ. માણસ દુઃખી કેમ છે? ૩૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ રવિશંકર મહારાજ ગુજરાતના પ્રસિદ્ધ સમાજસેવક અને ગાંધીજીના અનુયાયી. અખિલ ભારતીય અણુવ્રત સમિતિના અધ્યક્ષ પણ હતા. આચાર્ય તુલસી પ્રત્યે એમની ખૂબ શ્રદ્ધા. એક વખત પોતાનું એક સંસ્મરણ તેમણે જણાવ્યું. એક વખત ગુજરાતના શ્રમિકો પાસે રવિશંકર મહારાજને જવાનું થયું. શ્રમિકોએ કહ્યું, ‘અમારી આર્થિક સ્થિતિ ખૂબ કમજોર છે.અમને જે વેતન મળે છે તેનાથી મહામુશ્કેલીએ જીવન ગુજારો થાય છે. આપનો પ્રભાવ તો છેક સુધી છે. સરકાર આપની વાત પર ધ્યાન આપશે. મહેરબાની કરી અમારું વેતન વધે તેવા પ્રયાસ કરો.' રવિશંકર મહારાજે કહ્યું, ‘વેતન વધે કે ન વધે પણ તમારી બચત વધારવાની તરકીબ છે. આપ લોકો અગર મારી વાત માનશો તો નક્કી આપની આવક વધી જશે.’ શ્રમિકોને મહારાજની તરકીબમાં રસ પડ્યો. મહારાજે જણાવ્યું કે આપ બીડી અને દારૂના વ્યસન પાછળ જે નાણાં વેડફો છો તે રકમ બચાવવાનું શરૂ કરી દો. દરેક વ્યસન પાછળ ખર્ચાતા નાણાંની રકમ કાંઈ નાની નથી. શ્રમિકોએ કહ્યું, ‘હા, બધાં મળી ત્રણસો રૂપિયા જેટલું મહિને ખર્ચ થઈ જાય છે.’ મહારાજે કહ્યું કે, ‘આજથી વ્યસનોને તિલાંજલી આપો તો તમારું વેતન ત્રણસો રૂપિયા વધી ગયું ગણાય.' ઘણા શ્રમિકો, ખેતમજૂરો પોતાની પરસેવાની કમાણીનો એક મોટો હિસ્સો વ્યસનો પાછળ વેડફે છે. આવી કુટેવોથી મુક્ત થવાનું છે. આપણે સુખી જીવનનાં કારણો શોધવાના છે. એ કારણો આપણી અંદર છે. મનોમંથન, આત્મમંથનની જરૂર છે તો બહુ મોટું કલ્યાણકારક સમાધાન મળશે. જ્યાં સુધી આપણી ભીતર નહીં જોઈએ ત્યાં સુધી આપણી ક્ષમતાનો ખ્યાલ નહીં આવે. સમ્યક્ જ્ઞાન અને દર્શનનો પ્રયોગ થાય તો બહુ મોટું પરિવર્તન આવી શકે છે. ૫ જૂન ૪૦ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ હિંસાનું દ્વાર : વાણીનો અસંયમ એકરૂપતા ક્યાંય નથી. ન માણસના જીવનમાં, ના પ્રકૃતિમાં. એક તરફ આંબાનું વૃક્ષ છે, બીજી તરફ બાવળ છે. આપણી સામે જ ગુલમહોર આદિ વિવિધ પ્રકારના વૃક્ષ -છોડનાં ફૂલ છે. દરેકના રંગ-રૂપ-ગંધ જુદા છે. આકારપ્રકાર અલગ છે. આ દુનિયામાં સમાનતા શોધવી મુશ્કેલ છે. જ્યારે પ્રકૃતિનાં આ તત્ત્વોમાં સમાનતા નથી તો પછી માણસમાં સમાનતાની સંભાવના કઈ રીતે રાખી શકાય? દરેક માણસનાં મન, બુદ્ધિ, ચિંતન અલગ-અલગ છે. આ ભેદની દુનિયામાં સમાનતા શોધવી મુશ્કેલ છે. રહેઠાણ પણ સહુના અલગ છે, દિશા અલગ છે. કોઈનું પૂર્વમાં, કોઈનું પશ્ચિમ તરફ મુખ છે. દિશાઓ જુદી, આકૃતિઓ જુદી, પ્રકૃતિ પણ જુદી. આવી ભિન્નતાની દુનિયામાં સમાનતાની શોધ કરવી એ ખૂબ મુશ્કેલ કામ છે. અહિંસાનો આધાર છે સમાનતા. બધા જીવ સમાન છે, આત્મા સમાન છે. સમાનતા, સિદ્ધાંતની વાત થઈ શકે છે પણ વ્યવહારમાં સમાનતા ક્યાંય દેખાતી નથી. આપણે વિચાર કરીએ કે માણસ ખરાબ છે કે સારો? શાસ્ત્રની ભાષામાં પૂછીએ તો માણસ જ્ઞાની છે કે અજ્ઞાની? કોઈ જ્ઞાની છે, કોઈ અજ્ઞાની છે પણ માણસે શોધ કરીને જાણી લીધું કે આંબાનું વૃક્ષ કામનું છે અને બાવળનું નકામું છે. હિંસાનું દ્વાર વાણીનો અસંયમ • ૪૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ આંબાનું ફળ કેરી મીઠું ફળ છે જ્યારે બાવળને કાંટા છે. જે વ્યક્તિ કંટકની જેમ ડંખે છે તે સારો નથી. જે અન્યના મનમાં સરસતા જન્માવે છે તે સારો છે. જ્યાં જ્યાં અહિંસા છે, ત્યાં ત્યાં સરસતા છે અને જ્યાં જ્યાં હિંસા છે ત્યાં ત્યાં ડંખ છે. એની પ્રથમ કસોટી છે - ભાષા. માણસ કઈ રીતે બોલે છે તેના આધારે તેના હિંસક કે અહિંસક હોવાની પરખ થઈ શકે છે. જે ડંખીલી ભાષા બોલે છે તે અજ્ઞાની છે. વિકસિત નથી. નાદાન છે. જે માણસ વાણીનો સમ્યક્ પ્રયોગ નથી જાણતો, બીજાના મનને પ્રસન્ન કરી શકે એવું ન બોલે તેને અવળવાણી બોલનારો કહેવાય. અમુક લોકો નિષ્પ્રયોજન એવી વાણી બોલે છે જે અન્યના મનમાં કટુતા, દુર્ભાવ જન્માવે છે. ઘણા લોકો એવા હોય છે જે વાતે વાતે કટુતા પ્રગટ કરતા હોય છે. અકારણ અપશબ્દનો પ્રયોગ કરતા હોય છે. બાળપણ અને પ્રૌઢતાની આપણે તુલના કરીએ તો માત્ર અવસ્થાના આધારે કોઈને બાળક કે પીઢ ગણવા એ અપૂર્ણ અર્થઘટન છે. અવસ્થા એક હદ સુધી માપદંડ તરીકે બરાબર છે. શિશુ, કિશોર, યુવાન અને પ્રૌઢ - આ અવસ્થાની શ્રેણી પ્રચલિત અને સર્વમાન્ય છે પણ જરૂરી નથી કે પચ્ચીસ-ત્રીસ વર્ષની વયનો નાગરિક સમજદાર જ હોય. એમ પણ બને કે સાત-આઠ વર્ષની વયનો બાળક પણ પીઢ-પરિપક્વ વાણીથી વાત કરે. સામાન્ય રીતે એમ મનાય કે જે વ્યક્તિ શાલીનતાથી બોલવાનું જાણતો નથી, જેની વાણીમાં સામાન્ય વિવેક નથી એવા માણસની વય સાઠ વર્ષની થઈ જાય તો પણ એને બાળક જાણવો. એક કહેવત છે કે, ‘નાદાનની દોસ્તી, જીવનું જોખમ.' નાદાનની સંગતિ ઘણી પરેશાની ઊભી કરે છે. એવા માણસની સાથે રહેવાથી અનાયાસ નાદાનીયત આવી જાય છે, અમે એક સાત-આઠ વર્ષના બાળકને જોયો. એ હંમેશાં અપશબ્દનો જ ઉપયોગ કરતો હતો. અમે એના પિતાને પૂછ્યું કે, ‘આવડો છોકરો ગાળો ક્યાંથી શીખ્યો ?' તો એના પિતાએ કહ્યું, ‘શું કરીએ મહારાજ ! એને નાનપણથી જ એવા માણસોનો સંગ લાગી ગયો છે કે ગાળો બોલવી એની આદત થઈ ગઈ છે.' ૪૨ મહાપ્રજ્ઞ વાણી • ૬ . Page #44 -------------------------------------------------------------------------- ________________ સંગતિ કોની કરવી એ ખૂબ મહત્ત્વની વાત છે. કોની સાથે રહેવું? કોનો સંગ કરવો? સારા માણસ બનવા, વ્યક્તિત્વ વિકાસ કરવા, પ્રગતિ કરવા માટે એ નિર્ણય જરૂરી છે કે કોની સાથે રહેવું? જે લોકો આ નિર્ણય કરી શકતા નથી તેઓ પોતાના જીવનમાં સફળ થઈ શકતા નથી. સંગની ખૂબ અસર પડે છે. કોણ કેવું બનશે એ સંગતિ પર નિર્ભર કરે છે. ભલા કે બૂરા માણસની પરખ છે વાણી. મૌન માણસની પરખ મુશ્કેલ છે. થોડી વાતચીત થાય કે ખબર પડી જાય કે માણસ કેવો છે ! કારણ કે વાણીથી મનની અભિવ્યક્તિ થાય છે. ભાષા મુખેથી એવી જ નીકળશે જેવા મનના ભાવ હશે. જેનું ચિંતન સારું હશે એની વાણી સારી હશે. વાણી અને મનને ગાઢ સંબંધ છે. બોલવા પરથી વ્યક્તિત્વની પૂરી ભાળ મળી જાય છે કે એનું મન કેવું છે? એના ભાવ કેવા છે? તર્કશાસ્ત્રમાં અનુમાન શબ્દનો પ્રયોગ આવે છે. ધુમાડો દેખાય કે અનુમાન થાય કે ક્યાંક આગ લાગી છે. જળચર પક્ષી દેખાય કે જાણવું કે ક્યાંક તળાવ, સરોવર, ઝરણું છે. ભાવ કે મનની ભાળ મેળવવી હોય તો વાણીથી મળે છે. ભાવ વાણી દ્વારા જ વ્યક્ત થાય છે. સાહિત્યને એટલે જ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જે કાંઈ વાત આવે છે તે સાહિત્ય દ્વારા જ આવે છે. સાહિત્ય વાંચીએ તો જણાશે કે લેખક કેવા છે? દુભાષિત છે તે ખરાબ ભાષા બોલે છે. સુભાષિત છે તે સારી ભાષા બોલે છે. સુવિચાર સમ્યફ વાણી માટે પ્રેરક છે. પોષક છે. સારો વિચાર કરનાર સારી વાણી બોલે છે. જે પરિપક્વ છે તેની વાણી પરિપક્વ છે, દુર્ભાષા બોલે છે તે નાદાન છે. આમ વિચારીએ તો જણાશે કે ઝઘડા-વિસંવાદ આદિનું કારણ છે ભાષા. વાણીના કારણે જ ભયંકર યુદ્ધ થયા છે. ઈતિહાસનું સૌથી મોટું યુદ્ધ મહાભારતનું. એ યુદ્ધ કટુવચનનું પરિણામ હતું. યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ માટે દુર્યોધનને નિમંત્રણ આપેલું. યુધિષ્ઠિરનો પ્રાસાદ ભવ્ય હતો. શિલ્પીઓએ કુશળતા, સુંદરતાનો અદ્ભુત સમન્વય કરેલો. મહેલની વિશેષતા એ હતી કે જ્યાં જળ દેખાય ત્યાં સ્થળ હતું અને તળ હતું અને જ્યાં તળ દેખાય ત્યાં જળ હિંસાનું દ્વાર વાણીનો અસંયમ ૪3 Page #45 -------------------------------------------------------------------------- ________________ હતું. નવો માણસ-અજાણ્યો માણસ ગમે તેવો બાહોશ હોય તો પણ થાપ ખાઈ જાય એવી આ વિશિષ્ટ રચના હતી. દુર્યોધન પ્રાસાદમાં ફરી રહ્યો હતો. ઉતાવળે ચાલતા તે સીધો જળમાં પ્રવેશી ગયો. વસ્ત્રો ભીંજાઈ ગયા અને વસ્ત્રો ઊંચા લઈને ચાલ્યો ત્યાં તો જળ જ નહોતું. દ્રૌપદીએ આ દશ્ય જોયું અને દુર્યોધનનો ઉપહાસ કરતાં બોલી, “અંધનું સંતાન પણ અંધ હોય છે.” દ્રૌપદીની વાતથી દુર્યોધનનું ઘોર અપમાન થયું. તેના મનમાં અપમાનનો બદલો લેવાની ગ્રંથિ બંધાઈ ગઈ. કાંટાની જેમ ખૂંપેલી વાતે આખરે મહાભારત થયું. ઘણી વખત મહિલાઓ આપસમાં ઝઘડે ત્યારે એકબીજાના ખાનદાનને ઉતારી પાડતી વાણી ઉચ્ચારે છે. “તારું તો આખું ખાનદાન એવું છે. આવી ભાષાનો પ્રયોગ ઘણા વિષમ પરિણામ લાવે છે. અખાડો થઈ જાય છે. વાણીનો વિવેક હોય તો પરસ્પર સૌહાર્દ રહી શકે છે. વર્તમાનમાં જે લોકો ઊંચા પદ પર બેઠા છે તે લોકો વાણીસંયમનું સભાનતાપૂર્વક આચરણ કરે તો પણ ઘણી પ્રભાવક અસર થાય. વાણીવિવેકનું મહત્ત્વ લોકોને સમજાય તે જરૂરી છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપને ટાળવા જોઈએ. મૂળભૂત સમસ્યાનો ઉકેલ આવતો નથી અને ગૌણ સમસ્યાઓમાં બધાં ગૂંચવાયા કરે છે, નવી સમસ્યાઓ ઊભી કરે છે. આપણે ત્યાં મુનિ દીક્ષા થાય કે સાધુ-સાધ્વિઓને ભાષા-વિવેક શીખવવામાં આવે છે. ભાષા-વિવેકનું રીતસર અધ્યયન થાય છે. અગર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભાષાવિવેકનું આ શિક્ષણ આપવામાં આવે તો ચોક્કસ તેના વિકાસમાં આ વાત ખૂબ સહાયક સિદ્ધ થશે. અમુક મોટા માણસો પોતાના નોકર-ચાકરો સાથે શાલીન ભાષામાં વાત કરતા નથી. એમને ખબર નથી કે સન્માનપૂર્વક તેમની સાથે સંવાદ થાય તો આખરે તેમના પોતાના માટે જ ફાયદાકારક છે. ઘરકામ કરનાર માણસને આત્મીયતાનો અનુભવ કરાવીએ તો તે પોતાની જાતને પરિવારની વ્યક્તિ તરીકે જ જોશે. અપમાનજનક ભાષાપ્રયોગ, વ્યવહારથી તેની અડધી શક્તિ તો પ્રતિક્રિયાત્મક વર્તન મહાપ્રજ્ઞ વાણી - ૬ ૪૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારમાં જ ખર્ચાઈ જશે. વિવશતાના કારણે કદાચ તે નોકરી કરશે પણ હૃદયપૂર્વક કામ નહિ કરે. માલિકના ફાયદાની વાત કદી નહિ વિચારે. સારી ભાષા વાપરવાથી, સદ્વર્તનથી તેની શક્તિને પોષણ મળે છે. એક જ સારો શબ્દ તેની કર્મઊર્જાને વધારી પણ શકે છે અને એક જ ખરાબ શબ્દ તેની કાર્યશક્તિને મંદ કરી દે છે અને જે કાંઈ ક્ષમતા છે તેને પ્રતિક્રિયાત્મક રીતે વાપરવામાં કામે લગાડશે. વાણીનું વિજ્ઞાન વિશાળ છે. વાણીનો અહિંસા સાથે સીધો સંબંધ છે. અહિંસાની સફળતાની ચાવી છે વાણી, અને હિંસાની સફળતા માટે મોટો અવરોધ વાણીનો અવિવેક હિંસા છે, વાણીનો વિવેક અહિંસા છે. અમે અમારા નાના મુનિ મહારાજને આગમ અનુસાર એમ શીખવીએ છીએ કે કાણાને કાણો ન કહેવાય. એક આંખવાળી વ્યક્તિનું “કાણો' કહીને અપમાન ન કરાય. અંધને અંધ ન કહેવાય, પ્રજ્ઞાચક્ષુ કહેવાય. જૈનદર્શનના ધુરંધર વિદ્વાન હતા પંડિત સુખલાલજી. દેશ-વિદેશમાં એમની ખ્યાતિ હતી. વિદ્વાનો પણ એમનું માર્ગદર્શન મેળવતા. પંડિતજી પ્રજ્ઞાચક્ષુ હતા. પ્રજ્ઞાચક્ષુ એક સન્માનસૂચક શબ્દ છે. અંધત્વની જાણ થવા છતાં પ્રજ્ઞાસૂચક શબ્દથી વ્યક્તિનું સન્માન થાય છે. પ્રેમપૂર્વક આ ઉલ્લેખ થઈ શકે છે. આજે જે મોટા લોકો તરીકે ઓળખાય છે એમને તો ભાષાનો વિવેક હોવો જોઈએ છે. બોલીની ભાષા ગોળી જેવી નહિ હોવી જોઈએ. સંસ્કૃતમાં કહેવાયું છે. સત્યં બ્રૂયાત પ્રિયં બ્રૂયાત ન છૂયાત સત્યમ પ્રિયમ્ | પ્રિય ન નાનૂ ભૂયાદ્વૈષધર્મ સનાતન: // પ્રિય બોલો, સત્ય બોલો પણ અપ્રિય સત્ય ન બોલો. કટુ સત્ય ન બોલો. સત્યને પ્રિયતાનાં વસ્ત્રો પહેરાવીને રજૂ કરો. જેથી સાંભળનારને અપ્રિય ન લાગે અને તમારું કથન પણ નકામું ન લાગે. બીજી કસોટી છે કર્મ. જુઓ કે આચરણ કેવું છે? કર્મ કેવું કરે છે? એના આધારે નાદાનિયત કે પરિપક્વતાનો ખ્યાલ આવશે. મહત્ત્વની વાત છે હિંસાનું દ્વાર : વાણીનો અસંયમ ૪૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ આચરણની. આપણા આચરણ અને વ્યવહાર જ આપણા જ્ઞાન-અજ્ઞાનની કસોટી છે. આજે આવી કસોટી રહી નથી. આજે તો માપદંડ છે ધન, ઐશ્વર્ય, પ્રતિષ્ઠા, રોફ. આચરણ ગૌણ થઈ ગયું. એક મોટો ગણાતો માણસ, શરાબ પીએ, લાંચ-રુશ્વત સ્વીકારે તો પણ તેની પ્રતિષ્ઠાને આંચ આવતી નથી. કહેવાય એમ કે ભાઈ ! મોટો માણસ છે. ક્લબમાં જાય છે, પાર્ટીમાં જાય છે, દારૂ તો પીવો પડે. લાંચ લે તો કહેવાય એમ કે મોટી પોસ્ટ પર બેઠા છે. હજારો કર્મચારીઓની નિયુક્તિ કરવી પડે. આવો મોટો માણસ લાંચ નહિ લે તો કોણ શાળાનો ચપરાસી લેશે? કહેવાનું તાત્પર્ય એ છે કે મોટા લોકો દ્વારા થતી ગેરરીતિ, કુટેવો વગેરને દોષ ગણવામાં આવતા નથી. “સમરથ કો નહીં દોષ ગુંસાઈ.” સામર્થ્યવાનને દોષી ઠેરવવામાં આવતા નથી. આજે એમ લાગે છે કે આચરણની મર્યાદા અને માપદંડ માત્ર નાના માણસો માટે છે, મોટા માણસો માટે નથી. તેઓ તો સ્વતંત્ર છે. આવકવેરા વિભાગનો ડર મધ્યમવર્ગના માણસને છે, મોટાને નથી. શ્રીમંત વર્ગને એવો ડર હોત તો આટલી માત્રામાં ગરબડ-ગોટાળા થતા ન હોત. મોટા લોકો નિશ્ચિતતા સાથે ગોટાળા કરે છે. તેઓ બેફિકર છે કે અમારું કોઈ શું બગાડી લેવાનું છે? અને ખરેખર તેમનું કોઈ કશું જ બગાડતું નથી. એક વખત મામલો ઉછળે છે અને ધીરે ધીરે દબાઈ જાય છે. ત્યાં સઘળા માનદંડ સત્તા અને અર્થકેન્દ્રિત થઈ જાય છે. આવા સમાજને સ્વસ્થ સમાજ ન ગણાય. આવા સમાજને વિકૃત સમાજ ગણવો જોઈએ. જે સમાજનો માપદંડ સદાચાર છે, સત્તા, ધન અને અધિકાર બીજા નંબરે છે તે સમાજ સ્વસ્થ સમાજ છે. આવા સ્વસ્થ સમાજમાં હિંસાને વિસ્તરવાની, વિકસવાની તક મળતી નથી. મુંબઈ પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓએ આવીને મને કહ્યું કે, “અમે આપની પાસે મોટા માણસોને લાવવા ઇચ્છીએ છીએ.” મેં કહ્યું, “આ બધું હવે બંધ કરો. હું આવી વાતોને પસંદ કરતો નથી. મોટા લોકોની પરિભાષા આપની દૃષ્ટિએ હું જાણું છું. મારી દૃષ્ટિએ જે ખરેખર મોટા છે તેવા માણસોને લાવો મહાપ્રજ્ઞ વાણી - ૬ ૪૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ તો કંઈક ઉપયોગી વાત થઈ શકે. “મોટા લોકોને લાવશો તો એમની વાત મને નહિ સમજાય, મારી વાત એમને કહેવાતા મોટા માણસોને નહિ સમજાય. બંનેનો સમય બગડશે. મોટા માણસમાં પરિવર્તનની સંભાવના ખૂબ ઓછી હોય છે કારણ કે તે અહં અને મોટા હોવાની ભાવનાથી ગ્રસ્ત રહે છે. પરિવર્તન તો ત્યાં હોય છે જ્યાં અહંનો દરવાજો બંધ હોય છે. અહિંસાના મૂલ્ય સામે મોટો પ્રશ્ન એ છે કે સમાજના માપદંડો કઈ રીતે બદલવા?વાસ્તવમાં જે મોટો છે એ પોતાની જાતને મોટા તરીકે નહિ ઓળખાવે. જ્યાં સુધી નાના-મોટા વિષેનો સ્થૂળ દૃષ્ટિકોણ રહેશે ત્યાં સુધી ભેદ ટકી રહેવાનો. પ્રકૃતિની ભિન્નતાને સૌંદર્ય ગણી શકાય પણ માણસની અસમાનતાને સુંદર ન ગણાય. નકારાત્મક ભાવો અને વિચારોને સુંદર ન ગણાય. આ નકારાત્મક ભાવો અને વિચારો જ સમસ્યા પેદા કરે છે. અગર આપણે વ્યક્તિને, સમાજને, રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને સમસ્યામુક્ત કરવા ઇચ્છીએ તો પછી માપદંડો બદલવા જરૂરી છે. એને બદલ્યા વગર સાર્થક પરિણામની આશા રાખી શકાય નહીં. કસોટીઓને બદલવામાં થોડી મુશ્કેલી છે, કારણ કે મનુષ્યની આકાંક્ષા કસોટી બદલવા દેતી નથી. એક જૂનો શબ્દ છે “ચાપલૂસ.” આજનો શબ્દ છે “ચમચો'. આ ચમચો કસોટી બદલવા દેતો નથી. મોટો માણસ પોતાના વિષે અભિપ્રાય મેળવવા નીકળે તો તરત એને ચમચાઓ ઘેરી વળવાના. કહેવા લાગશે, “શું વાત છે શ્રીમાન ! લોકો તો આપની જયજયકાર કરે છે. એમ.પી.ની ચૂંટણી આવે એટલી વાર છે. ટિકિટ માટે પક્ષો આપને સામેથી પૂછવા આવશે. આ ક્ષેત્રમાં આપનો મુકાબલો કરનાર કોઈ નથી.” વાસ્તવિકતા કદી સામે નહિ આવે. ચમચાઓનું આવરણ દૂર કર્યા વગર મોટો માણસ કદી પોતાની વાસ્તવિક સ્થિતિને જાણી શકતો નથી. ચાપલૂસ લોકો હંમેશા પોતાના માલિકની ઇચ્છાને પોષતા હોય છે. હિંસાનું દ્વાર વાણીનો અસંયમ ૪૭. Page #49 -------------------------------------------------------------------------- ________________ મુલ્લા નસીરુદ્દીન બાદશાહને ત્યાં રસોઇયા તરીકે નોકરીએ લાગ્યા. મુખ્ય રસોઇયા તરીકે તેમની નિયુક્તિ થઈ. પહેલા દિવસે ભીંડાનું શાક કર્યું. બાદશાહને સ્વાદિષ્ટ લાગ્યું. એમણે વખાણ કર્યા. મુલ્લાએ કહ્યું, “હુજૂર ! આ અમૃત છે અમૃત !” સાધારણ લોકોના નસીબમાં નથી. આ તો આપના જેવા બાદશાહ માટે જ સુલભ છે. બીજા દિવસે વળી મુલ્લાએ ભીંડાનું શાક બનાવ્યું. બાદશાહે પ્રશંસા તો કરી પણ પહેલા દિવસ જેટલી નહીં. ત્રીજા દિવસે વળી ભીંડાનું શાક બનાવ્યું. બાદશાહે કશું જ ન કહ્યું. ચૂપચાપ જમી લીધું. પણ ચોથા દિવસે ભીંડાનું શાક બનાવ્યું કે બાદશાહને ગુસ્સો આવ્યો અને થાળીનો જ ઘા કર્યો. મુલ્લાએ કહ્યું, “જહાંપનાહ!” આ ઝેર છે ઝેર. બિલકુલ થર્ડ ક્લાસ. માણસ તો શું ગધેડા પણ ન ખાય ! બાદશાહે કહ્યું, “કમાલ છે નસીરુદ્દીન ! હમણાં બે દિવસ અગાઉ તમે અમૃત કહેતા હતા એ જ વસ્તુ આજે ઝેર થઈ ગઈ?! આખરે વાત શું છે? !! મુલ્લાએ કહ્યું! હુજૂર !” હું આપનો ગુલામ છું. ભીંડાનો નહીં ! માલિકને પસંદ છે તો ભીંડો અમૃત છે, નાપસંદ છે તો ઝેર છે! ચાપલૂસી હંમેશા કામ આવતી નથી. અમુક લોકોને ચાપલૂસી ગમે તો અમુક એવા પણ હોય છે કે તેમને ચાપલૂસી પસંદ હોતી નથી. એક જંગલની વાર્તા છે. વનરાજ સિંહને પ્રધાનમંત્રી પદે કોઈની નિયુક્તિ કરવાની હતી. પ્રાણીઓને એકઠા કર્યા. નિયુક્તિ પૂર્વે પરીક્ષા જરૂરી હતી. એમણે સર્વપ્રથમ ઘોડાને બોલાવ્યો. પૂછ્યું, “જણાવ કે મારા મુખમાંથી કેવી ગંધ આવે છે? ઘોડાએ કહ્યું, “શું પૂછો છો મહારાજ!ભીની-ભીની સુગંધ આવી રહી છે, બિલકુલ એવી જાણે ગુલાબના ફૂલમાંથી આવતી હોય. પ્રધાનમંત્રીની પોસ્ટ પર નિયુક્તિ કરવાની હતી એટલે ઘોડો પૂરેપૂરી ચમચાગીરી પર ઉતરી આવ્યો હતો. ૪૮ મહાપ્રજ્ઞ વાણી -૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ સિંહે કહ્યું, “તું અસત્ય બોલે છે. સચ્ચાઈ વ્યક્ત કરવામાં તું સમર્થ નથી એટલે તું પ્રધાનમંત્રી પદની યોગ્યતા ધરાવતો નથી” એટલું કહીને પંજાના પ્રહારથી ઘોડાનું જડબું તોડી નાખ્યું. પછી બળદને પૂછ્યું, “તમે બતાવો વૃષભજી ! મારા મુખમાંથી કેવી ગંધ આવે છે? બળદે થોડી વાર પહેલાં જ નજર સામે ઘોડાની હાલત જોઈ હતી એટલે સત્ય બોલવાનું જ યોગ્ય સમજીને તેણે કહ્યું, મહારાજ ! આપના મુખમાંથી ખૂબ દુર્ગધ આવે છે.” સિંહે અપ્રસન્નતા સાથે કહ્યું, “તું પ્રધાનમંત્રી બનવાની યોગ્યતા ધરાવતો નથી, કારણકે તારામાં ખોટ કાઢવાની આદત છે. હું જંગલનો રાજા છું અને તને મારામાં ખોટ દેખાય છે. કાંઈ નહિ તો આ વાત શાલીનતાથી, સભ્યતાથી કહી શક્યો હોત. જેમાં રાજાનું સન્માન જળવાય. તું પણ ગેરલાયક છો.” - અને આટલું કહીને બળદને પણ એક થપ્પડ મારી દીધી. હવે વારો આવ્યો શિયાળનો. એને પણ એ જ સવાલ પૂછાયો. જે બીજાં પ્રાણીઓને પૂછવામાં આવેલો. “બોલ ! મારા મોંમાંથી કેવી ગંધ આવે છે?” શિયાળે બે-ત્રણ વખત નાક સંકોરીને કહ્યું, “શું કહું મહારાજ! હજી કોઈ પૂરી ખબર પડતી નથી. મને ખૂબ શરદી થઈ છે તેથી ખ્યાલ આવતો નથી.” સિંહ તેની ચતુરાઈ પર પ્રસન્ન થઈ ગયો અને એને પ્રધાનમંત્રી બનાવી દીધો. આપણે યથાર્થને યથાર્થ સ્વરૂપે રજૂ કરીએ. સાથે સાથે સત્યની રજૂઆતની રીત પણ સમજીએ. આપણું સત્ય પ્રિય હોવું જોઈએ. માનદંડ પણ એમ જ બદલી શકાય છે. મોટો એને જ માનીએ જેનું આચરણ-વિચાર અને ચિંતન સાચું છે. ધન-સત્તા, ઐશ્વર્ય, બળ - આદિને મોટા હોવાનો આધાર ન માનીએ. લોકતંત્ર ખૂબ સારી શાસન પ્રણાલી છે. અગર યોગ્ય વ્યક્તિને પ્રજા પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલે તો દેશની કાયાપલટ થઈ જાય. પણ વિડંબના છે કે સદાચારી માણસોને પ્રજાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળતી નથી. અહીં અવસર એવા લોકોને મળે છે જે પોતાના સ્વાર્થ સિદ્ધ કરવામાં કુશળ હિંસાનું દ્વાર વાણીનો અસંયમ ૪૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ હોય છે, જેઓ હવાની લહેર પ્રમાણે પીઠ ફેરવે છે, જે લોકો દેશ કે સમાજ વિષે નહિ માત્ર પોતાનો જ વિચાર કરે છે. લોકતંત્રની આ મોટી સમસ્યા છે. આ સમસ્યા પર વિચાર કરતા અહિંસાના પરિપ્રેક્ષ્યમાં સમગ્ર ચિંતન કરીએ તો જણાશે કે માનદંડ બદલવા જરૂરી છે. પરિવર્તન વિવેકથી કરવામાં આવે. કઈ વ્યક્તિને, કેવા ગુણોને આધારે કર્યું સ્થાન આપવું તેનો વિવેકનિર્ધારણ જરૂરી છે. જેની પાસે સત્તા છે એને ગૌણ કરવામાં આવે તો પણ કામ નહીં ચાલે. ધનવાનને મહત્ત્વ ન મળે તો પણ સમાજનું કામ ચાલતું નથી. સહુની જરૂર છે. કોઈને અવગણી શકાય નહિ પણ જ્યાં વ્યક્તિની મહત્તાનો પ્રશ્ન છે ત્યાં વ્યક્તિ મૂલ્યાંકન માટે સદાચારને જ આવશ્યક ગુણ ગણીએ. ધન, વૈભવ એ મહાનતા કે શ્રેષ્ઠતાના માપદંડ ન હોય, ન હોવા જોઈએ. બીમારી હોય તો ડૉક્ટર કે વૈદનું માર્ગદર્શન જ કામ આવશે, પંડિત કે પુરોહિતનું નહિ. ક્યાં કઈ વ્યક્તિનું માર્ગદર્શન લેવું, એના પૃથફ માનદંડ છે. આપણે પાછા એ જ વિષય હિંસા અને અહિંસા પર આવીએ. એ સંદર્ભમાં વ્યક્તિ અને સમાજ બંનેની સમસ્યા પર વિચાર કરીએ તો સહુથી પહેલા આપણે ભાષા-વિવેકનો વિચાર કરીએ. ભાષાનો વિવેક જ આપણને અહિંસા તરફ લઈ જશે. બીજી વાત-આચરણ. એ પણ કસોટી બની શકે. જેનું આચરણ નૈતિકતાયુક્ત છે એ અહિંસાની દિશામાં લઈ જઈ શકે છે. વાણીવ્યવહાર અને આચરણ - આ બંનેનું સમ્યફ પ્રશિક્ષણ ખૂબ જરૂરી છે. હું ઇચ્છું છું કે આપણા સમાજના લોકોમાં અને અન્ય સમાજોમાં પણ આ પ્રકારના પ્રશિક્ષણની શરૂઆત થાય. આ પ્રશિક્ષણ જીવનના દરેક ક્ષેત્રને પ્રભાવિત કરનારું છે. એના પર ધ્યાન આપવામાં આવે તો જીવનની ઘણી મૂંઝવણોને સરળતાથી, સહેલાઈથી ઉકેલી શકાય છે. ૬ જૂન ૫૦ મહાપ્રજ્ઞ વાણી -૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ અને પરિણામ કેળવણી દરેકને માટે જરૂરી છે. શાળામાં જઈને ભણવાથી પણ શીખવા મળે છે. જ્ઞાન વધે છે. કોઈ કામ કરતાં કરતાં પણ શીખે છે. જૂના જમાનામાં શાળાશિક્ષણની પ્રથા આટલી માત્રામાં ન હતી પણ ખેડૂતનો પુત્ર કામ કરતાં કરતાં ખેડૂત બનતો. શિલ્પીનો પુત્ર શિલ્પી બનતો. અનુભવ માણસને ઘણું શીખવે છે. આજે પણ ગામના માણસ પાસે જેટલા અનુભવ છે, એટલા કદાચ શહેરના માણસ પાસે નથી. નવી નવી ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે છતાં પણ જૂના માણસોના અનુભવ નકામા નથી થયા, બલકે વધારે કામ આવે છે. શીખવાનું કોઈ એક સાધન નથી હોતું. પુસ્તક વાંચવું એ સાધન છે તો અનુભવ અને સંચિત જ્ઞાન પણ એક સાધન છે. પ્રાચીન સાહિત્યમાં કોકાસ નામના એક મિસ્ત્રીનો પ્રસંગ આવે છે. તે પોતાના કામમાં એટલો કુશળ થઈ ગયો હતો કે વિમાન બનાવી આકાશમાં ઉડાડ્યું. હવાઈ જહાજના શોધક વિલ્વર અને ઓરવિલ પણ મિસ્ત્રી હતા. સાઈકલ રિપેરિંગનું કામ કરતા હતા. અનુભવે એમને પ્રેરણા આપી અને એક દિવસ એમણે જાતે બનાવેલા હવાઈ જહાજનું પ્રદર્શન કર્યું. એમણે બનાવેલું હવાઈ જહાજ વધારે સમય સુધી ઊડી શક્યું નહિ પણ યાન બનાવવાની પ્રવૃત્તિ અને પરિણામ પ૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠભૂમિ તો એમણે તૈયાર કરી. પેટ્રોલ વગર વાયુયાન ઉડાડવું એ કાંઈ સહેલી વાત નથી. શીખવાના અનેક સાધન છે. શીખવાના એક સાધન, જેના પર આજે આપણે વિચાર કરીએ, એ છે પરિણામ. પરિણામ અર્થાત્ ફળ શું હશે? મનોવિજ્ઞાનમાં એને કહેવાય છે, “નોલેજ ઓવરિઝલ્ટ' – પરિણામનું જ્ઞાન હોવું જરૂરી છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી હતો અને તેનો ભાઈ સાધુ હતો. એણે ભાઈને કહ્યું, વિષયો પ્રત્યે તારી આસક્તિ વધારે છે જે તારા માટે હિતકર નથી એટલે તું આ આસક્તિ છોડી દે.” બ્રહ્મદરે કહ્યું, હું તેમાં રમમાણ છું. હવે તે મારાથી છૂટે એ સંભવ નથી એટલે સાધુચરિત ભાઈએ કહ્યું, “પ્રિય તો તને લાગી રહ્યું છે, પણ એના પરિણામને વિષે વિચાર કર.' અત્યારે ગરમીની ઋતુ છે. પાણીમાં બરફ મેળવીને પીવાનું સારું લાગે છે. ઘણા લોકો બરફના પાણી વગર ચલાવી શકતા નથી. પરિણામ એ આવે છે કે ડૉક્ટરના શરણે જવું પડે છે. બરફના કારણે શારીરિક વિકાર ઉત્પન્ન થાય છે પણ પ્રિયતાના કારણે માણસ પરિણામની પરવા કર્યા વગર આચરણ કરે છે. ગુરુદેવશ્રી તુલસીજી સરદાર શહેરમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન હતા. એ સમયે આપણા સંઘમાં એક તપસ્વી સાધુ મુનિ સુખલાલજી વિદ્યમાન હતા. તેઓ ગુરુદેવની સેવામાં રહેતા હતા. તેઓ ગુરુદેવ માટે જલપાનની સેવા કરતા. તેઓ પાણી લાવતા અને ઠંડું કરીને લાવતા. પરિણામ એ આવ્યું કે થોડા દિવસમાં ગુરુદેવનો શ્વાસ ભારે થવા લાગ્યો. જે લોકો શ્વાસમાં ભારેપણું અનુભવે છે એમણે ઠંડા પાણીથી બચવું જોઈએ. ઠંડું પાણી સારું લાગે પણ તેનું પરિણામ પ્રતિકૂળ હોય છે. આવેશમાં ગાળ આપીને મન હળવું કરનારે અનુકૂળ પરિણામોની આશા રખાય નહિ. પરિણામ સ્વરૂપે પ્રતિપક્ષના પ્રતિકાર માટે તૈયારી રાખવી પડે. મારપીટ શરૂ થઈ જાય. માથા ફૂટે, હાડકાં તૂટે અને મામલો પોલીસ સ્ટેશન પહોંચે. વર્ષો સુધી કોર્ટ-કચેરી થાય અને વકીલને પૈસા આપવાના થાય એ વધારાનું. ક્યારેક તો તાત્કાલિક પરિણામ નથી આવતું, પણ અંદરથી ૫૨ મહાપ્રજ્ઞ વાણી -૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ જ માણસ પ્રતિશોધની આગમાં બળે છે અને ક્યારેક તક મળતા હત્યા સુધી વાત પહોંચે છે. એવી ઘણી ઘટનાઓ છે કે જેમાં સાધારણ બોલચાલ – વિસંવાદના પરિણામે દસ-પંદર વર્ષ સુધી વેર પોષવામાં આવે અને પછી હત્યા કરીને બદલો લેવામાં આવે. એટલે આવેશ અને ઉત્તેજનાથી કોઈ પણ ભોગે બચવું જ રહ્યું. તેનું પરિણામ સારું નથી આવતું. એના પર વિચાર કરતાં બે શબ્દ અમારી સમક્ષ આવે છે - પ્રવૃત્તિ અને પરિણામ. કોઈ પણ પ્રવૃત્તિ કરો તો એના પરિણામનો વિચાર કરો. પરિણામ વિચાર્યા વગર જે પ્રવૃત્તિ આંખ બંધ કરીને થાય એનું ફળ સંદિગ્ધ હોય છે. ઘણા લોકો રિસાય છે, નારાજ થાય છે, કામ કરવાનું બંધ કરી દે છે. આ બધી પ્રવૃત્તિઓ ગુસ્સામાં થાય છે. પરિણામની બાબતમાં શાંત ચિત્તે બે ઘડી વિચાર કરવામાં આવે તે જરૂરી છે. મુનિએ ચક્રવર્તી બ્રહ્મદત્તને કહ્યું, ‘તું સુખ અને ભોગમાં એટલો વધારે પડતો લિપ્ત થઈ ગયો છે કે પરિણામ તરફ વિચારવાનું, જોવાનું જ બંધ કરી દીધું. આ ભોગાસક્તિ તારા માટે ખૂબ દુઃખદાયક નીવડશે.’ મુનિએ ઉદાહરણ આપતા કહ્યું, જહા કિંપાગફૂલાણું, પરિણામો ન સુન્દરો । એવં ભુત્તાણ ભોગાણું પરિણામો ન સુન્દરો જે રીતે કિંપાક ફળ સુંદરતા અને સ્વાદને કારણે સારું લાગે છે પણ આરોગનારને મૃત્યુ પ્રાપ્ત થાય છે.એ જ રીતે ભોગકાળમાં ભોગ સારા લાગે છે પણ તેનાં પરિણામ સુંદર હોતાં નથી. જે પરિણામ વિષે વિચાર કરે છે એની દિશા બદલાઈ જાય છે. કહેવાય છે કે એક વખત આકાશવાણી થઈ કે હવે બાર વરસ સુધી વરસાદ નહિ પડે. ખેડૂતોએ સાંભળ્યું તો એમને ચિંતા થઈ પણ તેમના વશની વાત ન હતી. તેઓ આખરે શું કરી શકે ? ઘણા દિવસો પસાર થયા. અષાઢ મહિનો આવી ગયો. વાવણીનો સમય ગણાય. ખેડૂતો ખભા પર હળ નાખીને નીકળી પડ્યા. ખેતરે પ્રવૃત્તિ અને પરિણામ પ૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ પહોંચીને સૂકી ધરતી પર હળ ચલાવવાનું શરૂ કરી દીધું ત્યાં આકાશવાણી થઈ. ઇન્દ્રદેવ બોલ્યા, ‘ખેડૂતો ! કેમ વ્યર્થ શ્રમ કરી રહ્યાં છો ?હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે બાર વર્ષ સુધી વરસાદ નહિ થાય. શું તમે સાંભળ્યું નથી ?' ખેડૂતોએ કહ્યું, ‘અમે આપની ઘોષણા સાંભળી છે. આપ વરસો કે ન વરસો. અમે અમારું કર્મ કેમ કરી છોડીએ ? અગર અમે ખેતરમાં હળ ચલાવવાનું છોડી દઈશું તો અમારી ભાવિ પેઢી હળ ચલાવવાનું જ ભૂલી જશે. હળ ચલાવવાની તાલીમ એમને કઈ રીતે મળશે ? એટલે અમે અમારું કામ કરીશું. આપ આપની મરજીના માલિક છો. વરસો કે ન વરસો.’ ખેડૂતોનો દૃઢ સંકલ્પ જોઈને ઇન્દ્રએ પોતાની ઘોષણા પાછી લીધી. વરસાદ શરૂ થઈ ગયો. પરિણામનો વિચાર કરો અને સંકલ્પનો ત્યાગ ન કરો. સંકલ્પ છોડી દેવો એટલે નિષ્ફળતાનો સ્વીકાર. પરિણામનો વિચાર થશે તો આદતોમાં પરિવર્તન આવશે. ક્રોધના કારણે વિવાદ અને લડાઈ ઝઘડા થાય છે. શારીરિક-માનસિક બીમારીઓનું કારણ પણ ક્રોધ જ છે. આજનું મેડિકલ સાયન્સ કહે છે કે એક વખતનો તીવ્ર ગુસ્સો માણસનું નવ કલાકનું આયુષ્ય ઘટાડે છે. ક્રોધનો હાર્ટ, લીવર અને સ્નાયુઓ પર વિપરીત પ્રભાવ પડે છે. લોહીનું દબાણ વધી જાય છે અને વિવિધ મનોકાયિક બીમારીઓ પેદા થાય છે. પરિણામે આપણી શારીરિક અને માનસિક શક્તિ કમજોર થઈ જાય છે એટલે પરિણામ પર વિચાર કરવો આવશ્યક છે. પરિણામ તો અવશ્યભાવી છે. કદાચ તે અન્યએ ભોગવવું પડે. એમ પણ કહેવાયું છે કે જિવા ઐસી બાવરી, કહ ગઈ સરગ-પતાલ. આપહિ તો ભીતર ગઈ, જૂની ખાત કપાલ. જીભ તો અનાપ-શનાપ કહીને અંદર જતી રહી પરિણામ ભોગવવાનું આવે છે હાથ, પગ અને કપાળને. ગાળ બોલે જીભ અને માર ખાય માથું. અમુક લોકો વિઘ્નસંતોષી હોય છે. લડાઈ-ઝઘડામાં એમને આનંદ આવે છે. વિવાદ ૫૪ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ શરૂ કરી ઝઘડાની ભૂમિકા સર્જી પોતે પીછેહઠ કરે છે અને સાથેના લોકો માર ખાય છે. ક્રોધમાં માણસ ભાન ગુમાવે છે. પતિ પત્નીને કહી દે છે “જતી રહે તારા ઘેર. મારે તારી જરૂર નથી.” બાપ દીકરાને કહી દે છે, “જા ડૂબી મર.” હું સમજીશ કે મારે સંતાન જ નહોતું, તું ચાલ્યો જા.” - પણ બે ચાર-દિવસ થાય અને આવેશ શાંત થાય કે પસ્તાવો શરૂ થાય છે. ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગ આવે છે કે રાજાએ આવેશમાં આવીને મંત્રીને દેશનિકાલની સજા કરી હોય પછી આખી વ્યવસ્થામાં અરાજક્તા થાય કે અનુભવી મંત્રીની યાદ આવે અને વળી પાછા બોલાવવા માટે તપાસ થાય. રાજા બનવીરે રાજ્યના લોભમાં પોતાના પિતરાઈલઘુબંધુને, જે રાજ્યનો સ્વાભાવિક ઉત્તરાધિકારી હતો એની હત્યાનું પડ્યુંત્ર રચ્યું. છલપૂર્વક રાજ્યને હસ્તગત કરી પોતાના ભાઈને વધ કરનારાના હાથમાં સોંપી કહ્યું કે, “આને લઈ જાવ અને ઘોર જંગલમાં જઈ એનો વધ કરી દેજો.” જલ્લાદો તો આદેશાનુસાર લઈ ગયા. કિશોર ભાઈએ કહ્યું કે, “મરતા પહેલાં હું મારા ભાઈને સંદેશો આપવા ઇચ્છું છું. મને કાગળ અને કલમ આપો.” જલ્લાદોએ બંને વસ્તુ આપી. ભાઈએ લખ્યું, “પૃથ્વી પરથી અનેક સમ્રાટો, મહારાજાઓ આવીને જતા રહ્યા છે. સમુદ્ર પર પુલ બાંધનાર મહારાજા રામ પણ જતા રહ્યા. પૃથ્વી કોઈની સાથે નથી ગઈ. લાગે છે કે આપની સાથે જશે. અન્યથા આ ધરતી માટે આટલું મોટું જઘન્ય પાપ શું કામ કરો?” કહેવાય છે કે ત્રણ-ચાર પંક્તિના અંતિમ સંદેશથી રાજાની આંખ ખૂલી ગઈ. પોતાના કૃત્યને યાદ કરીને તે ખૂબ કલ્પાંત કરવા લાગ્યો. પરિણામનો વિચાર કર્યા વગર થયેલું કાર્ય હંમેશાં દુઃખદાયક હોય છે. એટલે જરૂરી એ છે કે કોઈ કાર્ય કર્યા પહેલાં એના પર વિચાર કરવો જોઈએ. અત્યારે ગરમીની ઋતુ છે. ગરમી અનિવાર્યપણે આવેશમાં વૃદ્ધિ કરે છે. પરસેવે રેબઝેબ થઈને આવેલા કોઈ શ્રમિકને કોઈ સહેજ અપ્રિય વાત કરે તો તેને ગુસ્સો આવવાનો છે. નશીલી વસ્તુઓનું સેવન પણ આવેશ વધારે છે. પણ જે પરિણામનો વિચાર પ્રવૃત્તિ અને પરિણામ પપ Page #57 -------------------------------------------------------------------------- ________________ કરે છે એ પોતાના આવેશને નિયંત્રિત કરવામાં સફળ થાય છે. જર્મનીની બાબતમાં કહેવાય છે કે ત્યાં કોઈ ગુસ્સામાં કે આવેશમાં આવીને ક્રિમિનલ કેસ કરે તો ત્યાંના ન્યાયાધીશ તત્કાળ તેનો સ્વીકાર કરતા નથી. એકબે દિવસ મોડું કરીને એના પર ફેરવિચાર કરવાનો આદેશ આપે છે. એક-બે દિવસ પછી વ્યક્તિની માનસિક સ્થિતિમાં પરિવર્તન આવે છે. ગુસ્સો શાંત થઈ જાય પછી તે કેસ દાખલ કરતો નથી. ભારતની અદાલતોમાં કેસોની ભરમાર છે. મોટા ભાગના કેસ આવેશજનિત કાર્યોના કારણે છે. લગભગ ચાલીસપિસ્તાલીસ ટકા મામલા તો એવા જ હોય છે, જે ક્રોધ અને આવેશના કારણે જ કોર્ટ સુધી પહોંચે છે. પ્રશ્ન થાય છે કે આવેશ પર નિયંત્રણ કઈ રીતે કરીએ? એની એક સરળ વિધિ છે. શ્વાસ લેવાની કળા. શ્વાસ તો બધા જ લે છે પણ તેની એક વિશેષ કળા છે. ટૂંકો શ્વાસ ગુસ્સો વધારે છે. દીર્ઘ શ્વાસ લેવાથી ગુસ્સો શાંત થાય છે. શ્વાસ લાંબો લેવો અને છોડવો. આ કોઈ કષ્ટસાધ્ય પ્રયોગ નથી. કોઈ પણ વ્યક્તિ સરળતાથી આ પ્રયોગ કરી શકે છે. લાંબા શ્વાસની એક મિનિટમાં વધારામાં વધારે દસ શ્વાસની આવૃત્તિ થાય છે. લાંબો શ્વાસ આપણા મસ્તિષ્ક પર લગામ રાખે છે. મસ્તિષ્કને નિયંત્રણમાં લેવા માટે ગુસ્સો આવે ત્યારે જમણી બાજુના નાકને બંધ કરી લાંબા શ્વાસ લેવા. બે મિનિટ આમ કરવાથી ગુસ્સો શાંત થઈ જશે. આ પ્રયોગને રોજ એકાધિક વખત કરવાથી ગુસ્સો આવવાનો જ બંધ થઈ જશે. આ એક સીધો - સરળ પ્રયોગ છે. આ ગરમીની સિઝન છે. જમણા નાકનો જે સૂર્ય સ્વર છે એને બંધ કરો અને ડાબા નાકનો જે ચંદ્ર સ્વર છે, ત્યાંથી શ્વાસ લેવાનું શરૂ કરીએ. થોડી વારમાં આરામનો અનુભવ થશે. એરકન્ડિશન ભલે આરામદાયક લાગે, પણ તે નુકસાનકારક છે કારણ કે તે પ્રકૃતિજન્ય નથી. કૂલર અને એ.સી.ના પ્લાન્ટ તો આપણા શરીરમાં જ છે. જરૂર છે આપણે તેનો પ્રયોગ કરતા શીખીએ. એ આપણા શરીરને દરેક રીતે લાભ પહોંચાડશે. શરીર અને મન બંનેને શાંત અને સ્વસ્થ રાખશે. કૃત્રિમ સાધન સારા અને સુખકર લાગે છે, પણ વાસ્તવમાં તે મહાપ્રજ્ઞ વાણી -૬ Page #58 -------------------------------------------------------------------------- ________________ લાભદાયક નથી. લોકો ગરમીમાં ફ્રિજનો ઉપયોગ કરે છે. આ એક ઉપકર છે જે વસ્તુને સારી રીતે જાળવી રાખે છે, પણ તે અનેક પ્રકારની બીમારીઓ પણ ઊભી કરે છે. ફ્રિજ બીમારીનો અડ્ડો છે. તે અનેક પ્રકારના જીવાણુઓ અને બેક્ટેરિયાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે. આપ ઇચ્છો તો આપના મસ્તિષ્ક દ્વારા આ ફ્રિજ શરીરમાં જ બનાવી શકો છો. આ ફ્રિજ પૂરેપૂરું રોગના અણુઓથી મુક્ત હશે. મનની શાલિનતા વધારવા શ્વાસ લેવાની પ્રક્રિયાને પદ્ધતિસર, હમણાં જણાવ્યું તેમ દોહરાવવામાં આવશે તો અપૂર્વ શાંતિનો અનુભવ થશે. મુશ્કેલી એ છે કે સાધનોની આદત માણસને એટલી હદે પડી ગઈ છે કે એ શરીરને કોઈ પણ પ્રકારની ઝંઝટમાં મૂકવા માગતો જ નથી. શારીરિક ક્રિયા કર્યા વગર સીધો જ આરામ અને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. રૂપિયાથી સગવડતા ખરીદનાર માણસ શ૨ી૨ને શ્રમ દ્વારા સહેજ પણ સ્વસ્થ રાખવા ઇચ્છતો નથી. શરીરને કેળવવાની તેને કોઈ તમા જ નથી. અતિશય ધન કમાવવા માટે એ સ્વાસ્થ્ય ગુમાવે છે અને સ્વાસ્થ્ય પાછું મેળવવા પાછો ધન વેડફે છે. આપણે ત્યાં યોગવિદ્યા ખૂબ પ્રાચીન છે. આપણા શરીરમાં જ એવી વ્યવસ્થા છે કે આપણે રોગમુક્ત રહી શકીએ. આપણે આજે પણ એવા ઘણા માણસોને જોઈએ છીએ કે જેઓ ડૉક્ટર પાસે જીવનમાં ક્યારેય ગયા ન હોય. ઘણી લાંબી આયુ પ્રાપ્ત કરી હોય અને આ દુનિયામાંથી યોગીની જેમ વિદાય લીધી હોય. ગામડાંઓમાં પણ પ્રેક્ષાધ્યાન અને અહિંસા પ્રશિક્ષણનાં કેન્દ્ર ચાલવા જોઈએ. આનાથી મોટો ફાયદો મળી શકે છે. સહુને ખબર છે કે આજની ચિકિત્સા પદ્ધતિ કેટલી ખર્ચાળ છે. એક સાધારણ ગોળી પણ એક રૂપિયાથી ઓછી કિંમતની નથી. પંદર-સોળ હજારની કિંમતના તો ઇન્જેક્શન આવે છે. શહેરનાં મોંઘા ચિકિત્સાલયોમાં સારવાર લેવાનું સાધારણ વ્યક્તિ માટે મુશ્કેલ છે. એક દિવસનો ખર્ચ હજારો રૂપિયામાં આવે છે. ગામડાંનો સાધારણ માણસ તો વિચાર પણ ન કરી શકે. અગર વગર પૈસાનું આ પ્રશિક્ષણ અને પ્રયોગ પ્રવૃત્તિ અને પરિણામ ૫૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ કરવાનું આપ શીખી જાવ તો સંજીવની સાબિત થશે. કોઈ અધ્યયન નહીં, શાળાએ જવાનું નથી. માત્ર ઘરે બેઠા પ્રયોગ કરવાનો છે. એમાં શ્વાસ પહેલું સાધન બનશે. શ્વાસમાં મોટો ચમત્કાર છે. શ્વાસ ગરમ પણ હોય છે, ઠંડો પણ હોય છે. ડાબા નાકથી શ્વાસ લઈએ તો જમણું મસ્તિષ્ક સક્રિય થશે અને જમણા નાકથી લઈએ તો ડાબુ મસ્તિષ્ક સક્રિય થઈ. હું માનું છું કે એટલી સમજ તો હોવી જોઈએ કે જીવન મૂલ્યવાન છે. મહાતપસ્યાનું ફળ છે આ માનવજીવન. એને અણસમજમાં ગુમાવી દેવાનું નથી. જીવનની સાથે જુલમ કરવાનો નથી. આ શરીર દ્વારા જ સઘળા પુરુષાર્થ સિદ્ધ કરવા છે. જ્યારે આ શરીરની જ ઉપેક્ષા કે અવહેલના થશે તો સાથી અને સહાયક કોણ બનશે? આજની સમસ્યાએ છે કે બધું સરકાર અને વિદ્યાલયો પર નિર્ભર થઈ ગયું છે. રોજી-રોટી કમાવવા માટે વિદ્યાલયોનું ભણતર કામ આવી શકે પણ જીવન-નિર્માણનું ઘડતર તો આપણને બાહ્ય જીવનમાંથી, રોજ-બરોજના અનુભવોમાંથી શીખવાનું છે. સ્કૂલનું શિક્ષણ ઘણી વિસંગતિ જન્માવે છે. સ્કૂલ અને કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી માણસ જાણે ગામડાનો રહેતો નથી. ખેતી કે પશુપાલનનું કામ કરવામાં નાનમ લાગે છે. સ્ટેટસ બદલાઈ જાય છે. ઉચ્ચ શિક્ષિત માણસ ઘરેલું કામ કરવામાં પણ પછી નાનપ અનુભવે છે. ડોક્ટર કે એન્જિનિયરની પત્ની કે પરિવારના લોકો ખેતીવિષયક કામ કરવામાં પોતાની પ્રતિષ્ઠાની વિરુદ્ધ ગણે છે. દરેક કામ માટે નોકરચાકર હોય છે. શરીરશ્રમ ઓછો થઈ જાય છે અને જાતજાતની બીમારીઓ શરીરને ઘેરી વળે છે. હમણાં જ એક સર્વે મુજબ એવું તારણ નીકળ્યું છે કે દર વર્ષે ચાલીસ હજાર શિક્ષિત બેરોજગાર બહાર પડે છે. સરકાર સહુને રોજગારી કઈ રીતે પૂરી પાડે ? આ તો રાજસ્થાનની વાત છે. દેશમાં શિક્ષિત બેરોજગારની સંખ્યા લાખોમાં છે. બેરોજગારોની બહુ મોટી ફોજ છે, જે કામની તલાશમાં છે. નોકરી શોધે છે. શ્રમિકનું કામ જે કરી શકતા નથી કે કરવા ઇચ્છતા નથી તે ગેરમાર્ગે દોરાય એવી પણ સંભાવના છે અથવા તો હતાશ થઈ જશે. પૈસા માટે થઈને ખોટે મહાપ્રજ્ઞ વાણી - ૫૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ રસ્તે વળવાનો આસાન જણાતો રસ્તો અપનાવનાર યુવકોની સંખ્યા ઓછી નથી. ગામડાનો માણસ ગામમાં જ સુખી થાય, સ્થિર થાય એવી વિકાસ યોજના બનાવવી જોઈએ. એમ થશે તો ઘણી સમસ્યા હલ થઈ જશે. ગામડાં તૂટશે નહિ અને શહેર તરફ ધસારો ઓછો થશે. અહિંસાયાત્રા દરમિયાન એ વાત પર ધ્યાન આપવામાં આવે છે કે ગામમાં પ્રશિક્ષણ આપવામાં આવે. એની શરૂઆત થઈ ગઈ છે. ગામડાના લોકો આપણા અભિયાનમાં સહયોગ આપે અને સહભાગી બને તો જીવનનિર્માણનો આ ઉપક્રમ સફળ અને સાર્થક થઈ શકે છે. ૭ જૂન પ્રવૃત્તિ અને પરિણામ Page #61 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ : મોલિક મનોવૃત્તિ માણસનું બધું કામ વ્યવહારના આધારે ચાલે છે. એક માણસ પોતાને માટે કે અન્યને માટે વ્યવહાર કરે છે. એક પ્રશ્ન છે - માણસ વ્યવહાર કેમ કરે છે? સામાજિક વ્યવહારનો હેતુ શો છે? આ પ્રશ્નો પર વિચાર કરીએ તો બે શબ્દ આપણી સામે આવે છે - કેમ કરે છે અને કઈ રીતે વ્યવહાર કરે છે? આ સંદર્ભમાં ધર્મના લોકોએ પણ ખૂબ વિચાર્યું છે. સમાજશાસ્ત્રીઓ અને માનસશાસ્ત્રીઓએ પણ ખૂબ વિચાર્યું છે. ઉદાહરણ તરીકે આપણે વિચારીએ કે માણસ સંગ્રહ કેમ કરે છે? મનુષ્યની વાત છોડીએ કીડી પણ સંગ્રહ કરે છે. કીડી સંગ્રહ કેમ કરે છે? સંગ્રહ એક સમસ્યા છે, છતાં પણ માણસ સંગ્રહ કરે છે. આવશ્યકતા પૂર્તિ એક સામાજિક ન્યાય છે પણ અનાવશ્યક સંગ્રહની બાબતમાં પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે. ધાર્મિક કે દાર્શનિક દૃષ્ટિએ એવું સમાધાન શોધાયું કે મનુષ્યમાં લોભની વૃત્તિ છે. માણસ લોભવશ સંગ્રહ કરે છે. મનુષ્ય આવશ્યક્તાવશ સંગ્રહ કરે છે એ સમાજશાસ્ત્રીય અભિગમ છે પણ બને છે એમ કે આવશ્યકતા ન હોવા છતાં માણસ બિનજરૂરી સંગ્રહ કરે છે. આવશ્યકતા પ્રમાણે જ સંગ્રહ થતો હોત તો કોઈ અબજપતિ-ખર્વપતિ ન હોત. જીવનવ્યવહાર ચલાવવા કરોડોની સંપત્તિની આવશ્યકતા મહાપ્રજ્ઞા વાણી - ૬ ૬૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ નથી એ આપણે જાણીએ છીએ તો પછી આવશ્યક્તા શું છે ? એટલે આપણે એમ કહી શકીએ કે માણસ આવશ્યકતાવશ સંગ્રહ કરે છે એ વાત જ ગૌણ છે. સંગ્રહનું સહુથી મોટું કારણ છે લોભ કે ઇચ્છા. ઇચ્છા લોભનો જ એક પ્રકાર છે. વ્યક્તિના મનમાં અને એથી પણ આગળ ચેતનાના સ્તર પર એક ઇચ્છા છે, આકાંક્ષા છે. માણસ કંઈક મેળવવા ઇચ્છે છે. ઇચ્છા પ્રાણીનું લક્ષણ છે. જેનામાં ઈચ્છા નથી એ પ્રાણી નથી. રેલ પાટા પર ચાલે છે. પાટાથી નીચે ઉતરી જાય તો દુર્ઘટના થાય છે. એક કીડી પણ પાટા પર ચાલતી હોય પણ ઈચ્છા થાય ત્યારે તે પાટા પરથી ઉતરીને પણ ચાલી શકે છે કારણ કે એ પ્રાણી છે અને પ્રાણીમાં ઇચ્છા છે. આવશ્યકતા, ઈચ્છા, લોભ - આ સામાજિક વ્યવહારના કારણ બને છે. લોભ એક સંજ્ઞા છે, એ સંગ્રહનું કારણ છે. આ સંદર્ભમાં એક જૂની ઘટના છે. વાદળોથી ઘેરાયેલી અંધારી રાત. વરસાદ ચાલુ હતો. વીજળી પણ ચમકતી હતી. સમ્રાટે પોતાની અટારીએથી જોયું કે દૂર જંગલમાં એક માણસ ઝાડ પર ચઢીને લાકડું કાપી રહ્યો છે. સમ્રાટને વિચાર આવ્યો કે મારા રાજયમાં સામાન્ય માણસની આ તે કેવી સ્થિતિ છે કે અંધારી વરસાદી રાતે જીવનનિર્વાહ માટે કામ કરવું પડે છે. અગર આમ જ હોય તો તો પછી મારું શાસક હોવું વ્યર્થ છે. પ્રાચીનકાળમાં શાસકો આવું ચિંતન કરતા હતા કે મારા રાજયમાં લોકો દુઃખી હોય તો મારું રાજા હોવું વ્યર્થ છે. આજે એવી ચિંતા કોણ કરે છે?રાજા શ્રેણિકે એવું વિચાર્યું કે અગર મારી પ્રજાની સ્થિતિ આટલી દયનીય છે તો પછી મારા શાસક હોવાનો અર્થ નથી. જે રાજ્યમાં પ્રજાને પેટપૂરતું ભોજન ન મળે તો એને સંવેદનશીલ રાજ્ય ન કહી શકાય. એવા રાજ્યને નિર્દયી રાજય જ કહેવાય. કાલે અમે જે ગામમાં હતા, ત્યાંના સરપંચ અને બીજા લોકો આવ્યા. અમે એમને પૂછ્યું કે આપના ગામની સ્થિતિ શી છે? એમણે જણાવ્યું કે અમારા ગામમાં કોઈ ભૂખ્યું સૂતું નથી. આ એક સારા ગામનું લક્ષણ છે. સમ્રાટે તત્કાળ મહામાત્ય અભયકુમારને બોલાવ્યા. તેઓ આવ્યા. સમ્રાટે કહ્યું, “મંત્રીવર્ય! હું આપણા રાજયની સ્થિતિથી ચિંતિત છું. પ્રજા સુખી છે એમ સંગ્રહ મૌલિક મનોવૃત્તિ ૬૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ માનવું એ મારો ભ્રમ હતો. અહીંથી હું જે દશ્ય જોઈ રહ્યો છું, એ મારા મનમાં પીડા અને કરુણા જન્માવે છે. અહીંથી જુઓ. જંગલમાં લાકડું કાપવા જે ખટ ખટ અવાજ આવી રહ્યો છે, તેનાથી એટલું સ્પષ્ટ થાય છે કે ગરીબ કઠિયારો વરસાદી રાત્રે ઘોર અંધકારમાં પણ જીવનનિર્વાહ કરવા લાકડું કાપી રહ્યો છે. હમણાં વીજળીના ચમકારામાં તમે એને જોઈ શકો છો. મારી પ્રજાની આ સ્થિતિ છે કે દિવસના ઉજાસમાં પણ તે પોતાના માટે રોજી-રોટીનો પ્રબંધ ન કરી શકે, ઘોર રાત્રિએ પણ આવું કામ કરવું પડે તો મને રાજ્ય કરવાનો કોઈ અધિકાર નથી. મહામાત્ય અભયકુમારે રાજાની વાત ધ્યાનથી સાંભળી, પછી ગંભીરતાથી કહ્યું, ‘રાજન ! આપ જે વિચારી રહ્યા છો, એવી વાત નથી. અગર એમ વાત હોત તો હું એટલો કઠોર હૃદયનો મંત્રી નથી કે મારી જવાબદારી ન નિભાવું. એમ હોત તો મેં જાતે મારી જાતને જવાબદારીમાંથી મુક્ત કરવાની આપને વિનંતી કરી હોત. એ કઠિયારાને વીજળીના પ્રકાશમાં મેં જોઈ લીધો છે. એ માણસ ગરીબીના કારણે આ કામ કરે છે એમ નથી. સવારે હું જાતે આપને એની પાસે લઈ જઈશ.’ રાજાએ મંત્રીની વાત સાંભળી. તેમને ખબર હતી કે મંત્રીની વાતમાં ચોક્કસ કોઈ મોટો અર્થ છુપાયો છે. તે કોઈ વાત વગર વિચાર્યે કરતા નથી. સવારને ક્યાં વા૨ છે? જોઈશું કે વાસ્તવિકતા શું છે ? સવાર થઈ. મંત્રી અભયકુમાર સમ્રાટને એ વ્યક્તિના દરવાજે લઈ ગયો. એનું નામ હતું મમ્મણ. સમ્રાટ અને મહામાત્યને પોતાના દરવાજે જોઈ તેની નવાઈનો પાર ન રહ્યો. મહામાત્યએ સમ્રાટને કહ્યું, રાજન ! રાતે જે વ્યક્તિને લાકડાં કાપતા જોયો હતો એ જ આ માણસ છે ! હવે આશ્ચર્યચકિત થવાનો વારો રાજાનો હતો. રાજા અચંબિત થયો. વિશાળ અને ભવ્ય ભવનનો માલિક હતો મમ્મણ. જેની પાસે નોકર-ચાકરોની કોઈ કમી ન હતી. તે રાત્રે એક ગરીબ કઠિયારાની જેમ લાકડી કાપી રહ્યો હતો. સમ્રાટે કહ્યું, ‘તારો આ ભવ્ય મહેલ અને ઉન્નત જીવન તારી સંપત્તિનો મહાપ્રજ્ઞ વાણી - ૬ ૬૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ નિર્દેશ કરે છે. તને એવો કેવો અભાવ છે કે રાત્રિના સમયે તારે એક ગરીબ કઠિયારાની જેમ લાકડાં કાપવા પડે છે.' મમ્મણે કહ્યું, “માફ કરજો મહારાજ ! અભાવ તો મને કોઈ વાતનો નથી. આપની કૃપાથી મારી પાસે બધું જ છે, પણ એક વાત માટે હું સંકલ્પિ છું. એ સંકલ્પની પૂર્તિ માટે રાત્રે હું વધારાની મહેનત કરું છું.” રાજાએ પૂછ્યું, “કેવો સંકલ્પ મારે બળદની એક જોડ જોઈએ.” રાજાને આશ્ચર્ય થયું. એ બોલ્યો, તારા ધન-સંપત્તિ એટલાં બધાં છે કે એક નહિ તો બળદની જોડ તારી પશુશાળામાં બાંધી શકે છે છતાં તારાથી શક્ય ન હોય તો રાજ્ય દ્વારા પણ બળદની જોડી તને સુલભ થાય એવી વ્યવસ્થા થઈ શકે છે એના માટે થઈને રાત્રે લાકડાં કાપવાની શી જરૂર છે? મમ્મણે કહ્યું, “મહારાજ! મારે ખેતીકામના બળદ નહિ જુદી જાતના બળદ જોઈએ છે. એમાંથી એક બળદનું નિર્માણ તો હું કરી ચૂક્યો છું. બીજાના નિર્માણનો પ્રયાસ કરું છું. કૃપા કરી આપ મારા મહેલના ભોંયરામાં પધારો.” સમ્રાટ શ્રેણિક અને મહામાત્યને મમ્મટ પોતાના આવાસના ભોંયરામાં લઈ ગયો. ત્યાં એક સુવર્ણ બળદ જોઈ રાજાની આંખો અંજાઈ ગઈ. બીજો બળદ નિર્માણની પ્રક્રિયામાં હતો. મમ્મણે કહ્યું, “આ બળદની જોડીના નિર્માણમાં જ હું પ્રયાસરત છું.' આ કથાથી આપ નિષ્કર્ષ કાઢો કે એવી કઈ શક્તિ છે જે મહાધનાઢ્ય માણસ પાસે સામાન્ય મજૂર જેવું કાર્ય કરાવે છે? એ છે લોભ, તૃષ્ણા, આકાંક્ષા. અપાર ધન હોવા છતાં પણ આ લોભની પ્રેરણા મમ્મણ પાસે એક સાવ સામાન્ય કામ કરાવતી હતી. ઈચ્છા છે સુવર્ણ બળદની જોડીની અને પ્રેરણા અતિ ધનાઢ્યા બનવાની. હાસ્યાસ્પદ વાત છે કે લાકડાં કાપીને ધનકુબેર બનવાની. એક શિક્ષકે કહ્યું, “અગર મને તાતા, બિરલા, અંબાણીની સઘળી સંગ્રહ મૌલિક મનોવૃત્તિ Page #65 -------------------------------------------------------------------------- ________________ ફેકટરીઓ મળી જાય તો હું એમના કરતાં વધારે કમાઈને બતાવું.” લોકોએ પૂછ્યું - “કઈ રીતે? એણે જવાબ આપ્યો, “ભાઈ ! ચાર ટ્યૂશન પણ કરું છું.' ચાલીસ-પચાસ કિલો લાકડાં કે ચાર-પાંચ ટ્યૂશનના પૈસાથી માણસ અબજપતિ ન થઈ શકે, પણ લોભની પ્રેરણા આમ કરાવે છે. સામાજિક વ્યવહારમાં એક હેતુ બને છે આવશ્યકતા. ઘણા લોકો આવશ્યકતાના કારણે વ્યવહાર કરે છે. વેપાર-ધંધો અને બીજા કામ આવશ્યકતાના કારણે કરે છે. જીવનની પ્રાથમિક આવશ્યકતાઓની પૂર્તિ કામ વગર થતી નથી એટલે માણસ કામ કરે છે, વ્યવહાર કરે છે. આ આપણી સામાન્ય ભૂમિકા છે. આવશ્યકતાના કારણે દરેક માણસ કામ કરે છે, વહેવાર કરે છે. એક સંસ્કૃત કવિએ લખ્યું, “સર્વોરંભા તંદુલપ્રસ્થમૂલા'. આપણી જેટલી પ્રવૃત્તિઓ છે એ મુઠ્ઠી ચોખા માટે છે. લખનારો પંડિત બંગાળનો હશે તેથી મુઠ્ઠીભર ચોખા એમ લખ્યું. રાજસ્થાનનો હોત તો એમ લખ્યું હોત કે “મુઠ્ઠીભર બાજરા માટે.” આવશ્યકતા તો સીમિત હોય છે. આવશ્યકતા માટે સોનાના બળદની જરૂર નથી. બે સામાન્ય બળદ જે ખેતરમાં હળ ચલાવે, એટલાથી કામ ચાલી જાય છે પણ લોભ અને આકાંક્ષા સુવર્ણના કે રત્નોના બળદની જરૂરિયાત ઊભી કરે છે. જેની પાસે વ્યાવસાયિક બુદ્ધિ છે, કલ્પના છે, જેની પાસે યોજના છે, એ એટલો વધારે સંગ્રહ કરે છે કે હજાર વ્યક્તિઓને કામ આવનારું ધન પણ તેના લોભનો ખાડો ભરી શકે નહીં. આજે બધી સમસ્યા સંગ્રહની છે. અગર અસંગ્રહની ચેતનાનો વિકાસ થાય તો ગરીબી કે વસ્તુના અભાવની સમસ્યા નહિ રહે. સંગ્રહ કરનારાનાં ગોદામોમાં હજારો ટન ખાદ્ય સામગ્રી ભરી હોય અને બજારમાં માલની અછત હોય. આ કૃત્રિમ અભાવ સંગ્રહ દ્વારા ઊભો કરવામાં આવે છે, જેથી વધારે ભાવ પડાવી શકાય. ન તો સંગ્રહની ભાવના એટલી બળવાન થઈ હોત કે ન ૬૪ મહાપજ્ઞ વાણી -૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ તો પ્રતિક્રિયાત્મક હિંસાને ઉભરવાની તક મળી હોત. પ્રતિક્રિયાત્મક હિંસા એટલા માટે ઉભરે છે કે એક વર્ગ એવો છે કે એની પાસે એટલું બધું છે કે ક્યાં રાખવું એ એક મોટો પ્રશ્ન છે અને એક વર્ગ એવો છે કે જીવનની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ માટે પણ કાંઈ નથી. વિચિત્ર વાત છે કે માણસ ખાય છે અનાજ અને સંગ્રહ કરે છે ધનનો. જેની પાસે ખાઘસામગ્રીનો ભંડાર છે, એ પણ સોના-ચાંદીના ભંડાર ભરવાના પ્રયાસમાં મગ્ન છે. શેખ સાદીએ લખ્યું છે, ‘એક વખત હું બસરાના રણમાં અટવાયો. ઘણા દિવસ ભૂખ-તરસના કારણે હેરાન થયો. ખૂબ ભટક્યો પછી એક દિવસ મને એક મોટો થેલો મળ્યો. હું તો ખૂબ પ્રસન્ન થઈ ગયો એ વિચારે કે એમાં ઘઉંના દાણા હશે, પણ જોયું તો મોતી અને સુવર્ણમહોરો હતી. હું નિરાશ થયો.’ માણસ હીરા, પન્ના, માણેક, મોતી ખાતો નથી, પણ એનો સંગ્રહ કરે છે. સંગ્રહ માણસ કેમ કરે છે ? આવશ્યક્તા ઉપરાંતનો સંગ્રહ કરવાનું કારણ છે લોભ. ઇચ્છા અને લોભ પર નિયંત્રણ કઈ રીતે થાય ? અમુક મનોવૃત્તિઓ પર નિયંત્રણ કઈ રીતે થાય ? તેનો પરિષ્કાર કઈ રીતે થાય ? પરિષ્કારનો ઉપાય છે અધ્યાત્મવિદ્યા અને યોગવિદ્યા. એના દ્વારા પરિષ્કાર થઈ શકે છે. જે વ્યક્તિએ પ્રેક્ષાધ્યાન કરેલ છે એ પરિષ્કાર કરી શકે છે. નિયંત્રણની ચાવી આપણી અંદર છે. મસ્તિષ્ક્રિય પ્રશિક્ષણ દ્વારા આ ચાવી આપણે હાથ લાગી શકે છે. મસ્તિષ્કમાં ઘણા પ્રકોષ્ઠ છે. આપણે અસંખ્ય કામ મસ્તિષ્ક દ્વારા કરાવી શકીએ છીએ. સામાન્ય રીતે મનુષ્યનું મસ્તિષ્ક એટલું વિકસિત હોતું નથી. ક્રિયાશીલ હોતું નથી. એને ક્રિયાશીલ કરવાની કલા અમારી પાસે છે. મસ્તિષ્કના ઘણા પ્રકોષ્ઠ સુપ્ત અવસ્થામાં રહી જાય છે. પ્રયોગ દ્વારા મસ્તિષ્કના પ્રકોષ્ઠને જાગૃત કરવાની વિધિ શીખીએ. દરેક જણ જાણે છે મનુષ્યના મસ્તિષ્કનો વિકાસ ચાર-પાંચ ટકાથી વધારે થયો હોતો નથી. હું સરેરાશ મનુષ્યની વાત કરી રહ્યો છું. માનવચિત્તની ક્ષમતા અને ઉપયોગિતા પાંચ ટકા કરતાં વધી જાય તો તો માણસ પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો માલિક ગણાય. વૈજ્ઞાનિક કે વિચારક બને. મસ્તિષ્કનો બહુ મોટો ભાગ તો સુષુપ્ત રહે છે. આપણે કઈ રીતે આપણી સુષુપ્ત સંગ્રહ : મૌલિક મનોવૃત્તિ ૬૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ શક્તિઓને જાગૃત કરી શકીએ અને કઈ રીતે સુષુપ્ત પ્રકોઠોને જાગૃત કરી શકીએ એ વિધિ સમજવાની છે. જે વ્યક્તિઓએ શ્વાસપેક્ષાનો અભ્યાસ કર્યો, કાયોત્સર્ગનો અભ્યાસ કર્યો છે અને અનુપ્રેક્ષાનો અભ્યાસ કર્યો છે. તે મસ્તિષ્કને સક્રિય અને જાગૃત કરવાની દિશામાં પ્રસ્થાન કરી શકે છે. પ્રથમ વાત તો એ છે કે આપણી એક અવધારણા થાય કે આપણા મસ્તિષ્કમાં અસીમ શક્તિઓ છે. આપણે તેનાથી પરિચિત ન હોઈએ એટલે તેનો વિકાસ થતો નથી એટલે જ સુષુપ્તાવસ્થામાં રહે છે. પ્રથમ તો આ દષ્ટિ સાફ હોવી જોઈએ. જયારે દૃષ્ટિ સાફ થઈ જાય તો પછી એ પ્રયત્ન થવો જોઈએ કે મસ્તિષ્કની શક્તિ કઈ રીતે પ્રગટ કરું? એના માટે પ્રશિક્ષણની જરૂર હોય છે. આપણે જાણીએ છીએ કે હાથીને પણ પ્રશિક્ષિત કરી શકાય છે. સિંહ, વાઘ આદિ પ્રાણીઓને પણ પ્રશિક્ષિત કરી શકાય છે. આજે તો વૈજ્ઞાનિકો ઉંદરોને પણ તાલીમ આપે છે. બિલાડી, વાંદરા, કૂતરાં અને ઘોડાને પણ તાલીમ આપી શકાય છે. હમણાં એક સમાચાર વાંચ્યા કે વિદેશી નસ્લનો એક કૂતરો વીસ લાખ ડૉલરમાં એક જાસૂસી સંસ્થાએ ખરીદ્યો. ઉંદરોના માથે ન્યૂટ્રોન લગાડીને જોયું તો તે એટલો આક્રમક થઈ ગયો કે બિલાડી પણ પૂંછડી દબાવીને ભાગી ગઈ. શક્તિમાં ખૂબ વધારે વૃદ્ધિ કરી શકાય છે, પ્રયોગ અને પ્રશિક્ષણ દ્વારા. માણસના મસ્તિષ્કમાં એટલી વધારે શક્તિ છે કે તે કલ્પનાતીત વિકાસ કરી શકે છે. જે વ્યક્તિએ અનુપ્રેક્ષા દ્વારા મસ્તિષ્કની શક્તિઓને જાગૃત કરી છે, એ કદી દુઃખનું રુદન નહિ કરે. માણસની આદત છે કે થોડી પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો એ દુઃખી થઈ જાય છે. જેની પાસે શક્તિનો અસીમ ભંડાર છુપાયેલો છે, શક્તિશાળી મસ્તિષ્ક છે, એ દુઃખનાં રોદણાં રડે તો આ એક વિડંબનાપૂર્ણ વાત છે, કારણ એ જ છે કે માણસ પોતાની શક્તિથી અજાણ છે. જ્યારે એમ કહેવામાં આવે છે કે પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરો, એનું તાત્પર્ય એ જ છે કે શક્તિ અને સામર્થ્યને સમજવાનો પ્રયત્ન કરો. અગર આપણને એ જાણ થાય કે આપણા મસ્તિષ્કના કથા પ્રકોષ્ઠમાં કઈ શક્તિ છે અને તેને કઈ ૬૬ મહાપ્રજ્ઞ વાણી - Page #68 -------------------------------------------------------------------------- ________________ રીતે જાગૃત કરી શકાય છે તો મોટો ચમત્કાર થઈ શકે. પણ એમ થતું નથી કારણ કે આપણી ઈચ્છા અને આપણો વ્યવહાર લોભ જેવી બાબતો દ્વારા આપણું મસ્તિષ્ક દોરવાય છે. જ્યાં સુધી લોભ અને મોહ દ્વારા આપણું મસ્તિષ્ક દોરવાય છે ત્યાં સુધી શક્તિનો વિકાસ થઈ શકતો નથી. આજે એમ મનાય છે કે જેની પાસે વધારે ધન છે એ સુખી છે. એ વાતનું પૂર્ણ ખંડન કરવાની મારી ઇચ્છા નથી કારણ કે જેમની પાસે ધનનો અભાવ છે તે દુઃખી છે. જેની પાસે ધન નથી તે અભાવના કારણે દુઃખી છે અને જેની પાસે ધન છે તે ભાવના કારણે દુઃખી છે. એક વચલો રસ્તો શોધવામાં આવે તો સામાજિક વ્યવહાર ખૂબ સારો થઈ શકે છે. ન તો અભાવ સ્થિતિ, ન અતિભાવની સ્થિતિ, બંને સ્થિતિ ઇચ્છનીય નથી, ન ધનનો અભાવ, ન ધનનો પ્રભાવ, આવી સ્થિતિ બને તો એક સંતુલન નિર્માણ થાય. પણ પ્રયોગ અને મસ્તિષ્કિય પ્રશિક્ષણ વગર આ વાત સંભવ નથી, સમજી શકાતી નથી. સંગ્રહ વ્યક્તિને સમાજમાં ઊંચું સ્થાન આપે છે, એના અહંકારને પુષ્ટ કરે છે. ઊંચા અને પ્રથમકોટિના માણસ હોવાની વાત માણસના અહમને એટલી હદે પોષે છે કે બધી સમસ્યાઓને એ ભૂલાવી દે છે. મોટા બનવાની આ ભૂખ બીજા લોકોમાં પણ પ્રતિસ્પર્ધાને જન્મ આપે છે. લોકો પ્રથમ નંબરની દોડમાં સામેલ થઈ જાય છે. મને દઢ વિશ્વાસ છે કે કોઈ પણ સંગ્રહ બીજાના શોષણ વગર ન થાય. માત્ર બૌદ્ધિકતાના આધારે સંગ્રહ ન થાય. બુદ્ધિનો ઉપયોગ માણસ બીજાના હક અને અધિકાર છીનવવાની દિશામાં કરે છે ત્યારે વિશાળ સંગ્રહની કલ્પના સાકાર થઈ શકે છે. આ પ્રશ્ન નૈતિકતા અને અનૈતિકતા સાથે પણ સંબંધ ધરાવે છે. જે માણસ એમ વિચારે કે મારા દ્વારા કોઈ એવું કાર્યન થાય, જેનાથી બીજાનાં હિત અને અધિકારોનું અતિક્રમણ થાય, એ પક્ષનૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. કોઈ પણ ભોગે મારું કામ થઈ જવું જોઈએ એમ વિચારનાર અનૈતિક છે. કોઈ પણ ભોગે ધનપ્રાપ્તિ કરવી એમ વિચારનારની સંખ્યા આજે બહુમતિમાં છે. આજે આર્થિક જગતમાં ઘણી અરાજકતા છે. એમ પણ કહી શકાય કે ધન માટે સંગ્રહ મૌલિક મનોવૃત્તિ ૬૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ આજે ઘણાં અપરાધો થાય છે. ચોરી, ધાડ તો સાધારણ વાત છે. જાતજાતનાં નાણાકીય કૌભાંડ કરનારાઓ સીધા અર્થમાં ચોર-લૂંટારાની શ્રેણીમાં આવતા નથી. આવા લોકોને સફેદ ઠગ કહેવાનો રિવાજ છે. ઊજળાં વસ્ત્રોમાં શેતાનીયત છુપાવીને ફરનારા લોકો સમાજમાં, દેશમાં આવા સફેદપોશ લોકોની સંખ્યા નિરંતર વધતી જાય છે. સંગ્રહ કઈ રીતે કરવો? એનો એક ન્યાયિક પક્ષ છે. સંગ્રહ એટલો થાય કે જેનાથી તે પોતાનું જીવન ચલાવી શકે, બીજાને પણ યથાશક્તિ મદદ કરી શકે. આ દૃષ્ટિએ થયેલો સંગ્રહ કંઈક અંશે ન્યાયોચિત્ત ગણાય. પણ માણસની સહજ વૃત્તિ છે કે સંગ્રહની આકાંક્ષા ઉત્તરોત્તર વધતી જાય છે. શરૂ થયા પછી બેલગામ થતી જાય છે. જેમ-તેમ ધન કમાવવાની ફોર્મ્યુલા શરૂ થાય છે. સાધનશુદ્ધિની વાત ગૌણ થઈ જાય છે. સાધ્ય તો શુદ્ધ હોવું જોઈએ, સાથે સાથે સાધન પણ શુદ્ધ હોવું જોઈએ. ધનપ્રાપ્તિ કોઈ પણ ભોગે કરવી તે રીત નીતિ મુજબ માન્ય નથી. ઉદ્દેશ સેવાનો હોય તો પણ સેવા અર્થે અર્જિત થયેલું ધન નીતિમાન્ય હોવું જોઈએ. સાચા રસ્તે આવેલું ધન સત્કાર્યમાં વપરાવું જોઈએ. ધન યોગ્ય માર્ગેથી આવેલું હોવું જોઈએ એટલે જ સાધનશુદ્ધિની વાત મહત્ત્વની થઈ જાય છે. સાધ્ય શુદ્ધ તેમ સાધન પણ શુદ્ધ એવો આગ્રહ મનુષ્યની સાચી પરીક્ષા કરનારો છે. આપણા સામાજિક વ્યવહાર માટે આપણે બે પ્રશ્નો પર વિચાર કરીએ કે માણસ સંગ્રહ કેમ કરે છે? અને કઈ રીતે કરે છે? આ બંનેની વ્યાપક મીમાંસા જરૂરી છે. આજે તો સર્વક્ષેત્રે નૈતિકતાનું વિસ્મરણ થઈ રહ્યું છે. અનૈતિકતાની જ બોલબાલા છે. વિષમતાની આવી સ્થિતિમાં આવા પ્રશ્નો થાય તે જરૂરી છે. આપણે આવા મૂળગામી પ્રશ્નો પર વિચાર કરીએ. સંગ્રહનો ઉદ્દેશ, સંગ્રહની રીત અને સંગ્રહ એક સમસ્યા તરીકે આપણી વિચારણાનો ભાગ બને તે જરૂરી છે. ઉપરોક્ત બે પ્રશ્નો પર અમારે અને આપે ગંભીરતાથી વિચાર કરવાનો છે. ૮ જૂન ૬૮ મહાપ્રજ્ઞ વાણી - Page #70 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૧) આયુર્વેદના ચાર સત્ય છે - રોગ, રોગનું કારણ, આરોગ્ય અને આરોગ્યનું કારણ. પહેલી વાત - રોગ છે. ભાગ્યે જ એવું ગામ મળે કે જ્યાં કોઈ રોગ ન હોય. જન્મ અને મૃત્યુ અનિવાર્ય છે. જે જન્મે છે તે મૃત્યુ પામે છે, આ સત્ય સહુ કોઈ જાણે છે. મૃત્યુને રોકી શકાય નહિ. અનવરત ચાલતું આ ચક્ર છે. ક્રમ છે. રોગ પણ એક વાસ્તવિકતા છે. ઘણાં ઓછા લોકો એવા છે જે જીવનભર નીરોગી રહ્યા હોય. કોઈને કોઈ રોગથી માણસ પીડાતો હોય છે. એવા માણસો ગામમાં પણ મળે, શહેરમાં પણ મળે. ગામમાં ઓછા હોય અને શહેરમાં વધારે હોય એમ બને પણ મળશે દરેક જગ્યાએ. ધરતીનો કોઈ ખૂણો એવો નથી, જ્યાં રોગી ન હોય. એ પણ હકીકત છે કે જેટલો આરામ વધારે, રોગ એટલો જ આક્રાંત હશે. જે શ્રમ કરશે તે મોટે ભાગે વ્યાધિથી બચી જશે. બહારથી જોઈએ તો રોગનું કારણ ગંદકી અને અસ્વચ્છતા છે. કીટાણુઓને વિકસવાની અને પ્રસરવાની તક મળે છે. ભીતર જોઈએ તો રાગ, દ્વેષ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, મોહ આ રોગના કારણ છે. આ સર્વ મહારોગના જન્મદાતા છે. બહારનાં કારણોથી તો નાના રોગ થાય છે. મેલેરિયા, કોલેરા, શરદી, તાવ આદિતો બહારની ગંદકીથી આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૧) ૬૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ થતા રોગ છે. કેન્સર આક્રમક બીમારી છે જેનો વિશેષ સંબંધ મન સાથે છે. એક માણસ ગધેડા પર સામાન લાદીને જઈ રહ્યો હતો. રસ્તામાં કોઈ બીજું મળ્યું. તેને પૂછ્યું, ‘ક્યાં જઈ રહ્યો છે ?’ ‘માલ વેચવા જઈ રહ્યો છું.’ ‘કેવો માલ ?’ ‘કોઈ એક હોય તો બતાવું. મારી પાસે જાત જાતનો માલ છે. જરૂરત મુજબ બધું જ છે. ઇર્ષા, દ્વેષ, લોભ, કલહ, જૂઠ, બેઇમાની, દગાબાજી, વિશ્વાસઘાત બધાનો પૂરો સ્ટોક છે.’ છળ, ‘પણ આ બધું ખરીદશે કોણ ?' આપ પૂછી રહ્યા છો કે ખરીદશે કોણ ? પણ લોકોમાં આ માલની એટલી ડિમાન્ડ છે કે અત્યારે લઈ જઈ રહ્યો છું. બે દિવસ પછી અહીં જ મળજો. ખાલી થઈ જશે. બે દિવસ બાદ એ વ્યક્તિ બરાબર એ જ જગ્યાએ મળ્યો અને જોયું તો વેપારીનો બધો માલ ખલાસ થઈ ગયો હતો. પેલાએ પૂછ્યું, ‘આ તો આશ્ચર્યની વાત છે. કોણ હતું ખરીદનાર ?' વેપારીએ કહ્યું, ‘સ્ત્રીઓ, વેપારીઓ, રાજનેતાઓ અને ધર્મગુરુઓ - સહુએ ખરીદી કરી. મારા માલના ગ્રાહકો બધા છે.' માણસમાં ક્રોધ, ઇર્ષ્યા, દ્વેષ છે. ઇર્ષ્યાના કારણે ઘણી બીમારીઓ થાય છે. માણસની પ્રકૃતિ જ એવી છે કે બીજાનો ઉત્કર્ષ જોઈ શકતો નથી. એવા પાડોશી બહુ ઓછા મળશે જે પોતાનાં પાડોશીની પ્રગતિથી રાજી હોય. એક યુવકે વેપાર શરૂ કર્યો. જોતજોતામાં ખૂબ પ્રગતિ થઈ. વેપાર જગતમાં એનું નામ થઈ ગયું. બીજા વેપા૨ીઓની આંખમાં આ યુવકની પ્રગતિ ખટકવા લાગી. બધા વેપારીઓએ ભેગા મળી ષમંત્ર કર્યું અને યુવાનને દુનિયામાંથી જ વિદાય આપી દીધી. હત્યા માટે હવે સોપારી આપવાની પ્રથા છે. માફિયાઓ સોપારી એટલે મહાપ્રજ્ઞ વાણી - ૬ 90 Page #72 -------------------------------------------------------------------------- ________________ કે કોઈને મારી નાખવાનો આ રીતે અમુક રૂપિયામાં ઠેકો લે છે. ધર્મના ઠેકેદારોમાં પણ ઇર્ષ્યા ઓછી નથી હોતી. ધર્મક્ષેત્રે બીજા કોઈનું નામ થાય તો પોતાના માટે જોખમ સમજનારો પણ ધાર્મિક ગણાય છે. એક જંગલમાં એક મહાત્મા પોતાની કુટિરની બહાર આવી નજીકની નદીમાંથી કમંડળમાં પાણી ભરી રહ્યા હતા. જંગલમાં જોયું તો વૃક્ષની નીચે એક માણસ આરામ કરી રહ્યો હતો. મહાત્માજીએ વિચાર્યું કે કદાચ કોઈ વટેમાર્ગુ જંગલમાં ભટકીને ભૂલો પડ્યો લાગે છે. એમને દયા આવી. એને જગાડ્યો અને બોલ્યા ‘તમે કોણ છો ભાઈ. આ ઘોર જંગલમાં એકલા કઈ રીતે ?’ પેલાએ આળસ મરડીને કહ્યું, ‘બાબાજી ! હું ધરતીનો શેતાન છું. અહીં આરામ કરી રહ્યો છું.’ મહાત્માજીએ કહ્યું, ‘ધરતી પર અનાચાર ફેલાવવાથી તને નવરાશ કઈ રીતે મળી કે અહીં આરામ ફરમાવી રહ્યો છે ?’ શેતાને હસતાં હસતાં કહ્યું, ‘ધરતીના માણસો ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. દગો, છળ, બેઇમાનીની નવી-નવી ટેકિનક વિકસાવી રહ્યા છે. ધર્મ-કર્મ કરનાર વિચારકો અને સત્યનો માર્ગ સમજાવનારા તથાકથિત ધાર્મિકોએ ધરતી પર પોતાનો વેપાર ખૂબ ફેલાવી દીધો છે. તેઓ બધા છે પછી મારે કાંઈ કરવાની જરૂર ખરી ?’ માણસમાં ઘણી દુર્બળતા છે. થવું તો એમ જોઈએ કે અન્યને પ્રસન્ન જોઈને મન પ્રસન્ન થઈ જાય, પણ થાય છે ઊલટું. કોઈના ચહેરા પર પ્રસન્નતા જણાતી નથી. કોઈના ચહેરાને પ્રસન્ન જોવાની પણ જાણે આપણી તૈયારી નથી. ખીલેલા પુષ્પને જોઈ લોકો પ્રસન્ન થાય છે અને માણસને પ્રસન્ન જોઈને નારાજ થાય છે. આ એક મોટી માનવીય દુર્બળતા છે. આ થાય છે ઇર્ષ્યાના કારણે. બહુ મોટી બીમારી છે ઇર્ષ્યા. રોગનાં કારણો પર વિચાર કરીએ તો આ એક મુખ્ય કારણ છે. ક્રોધ પણ રોગનું કારણ છે. બહારના રોગોને તો લોકો જાણે છે, એનાથી બચવાનો પ્રયત્ન કરે છે પણ જ્યાં સુધી રોગોના અંદરનાં કારણોને નહિ આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૧) ૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ જાણે ત્યાં સુધી આરોગ્ય અને સ્વાથ્યની વાત દૂર જ રહી જશે. ક્રોધ પણ રોગનું એક મોટું કારણ છે. એ જાત-જાતની બીમારીઓને જન્મ આપે છે. ખબર પણ ન પડે તેમ માણસ કમજોર થઈ જાય છે. એની અસર લીવર પર અને પાચનતંત્ર પર ખૂબ પડે છે. ધર્મને માત્ર ભક્તિ સુધી જ સીમિત ન કરીએ. ભક્તિ તો પ્રારંભે એક સારી વાત છે. સાથે સાથે ધર્મના વાસ્તવિક રૂપને પણ સમજીએ. ધર્મનું એક રૂપ છે ક્ષમા આપવી. સહન કરવું. અગર આ ક્ષમતા હશે તો આરોગ્ય સચવાય છે. જે વ્યક્તિ ક્ષમા કરવાનું જાણતો નથી એ દરેક વખતે અન્યના દોષો જુએ છે. વાતે વાતે ગુસ્સો કરે છે. એ કદી શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ ન રહી શકે. મેં એક વખત સભામાં પ્રશ્ન પૂછ્યો કે દિવસમાં બે વખત-ત્રણ વખત ગુસ્સો કેટલા લોકો કરે છે? દિવસમાં દસ વખત ગુસ્સો કરનાર લોકોની સંખ્યા વધારે હતી. દિવસમાં દસ વખત ગુસ્સો કરનાર શરીર અને મનથી સ્વસ્થ કઈ રીતે રહી શકે ? અસ્વસ્થતાનું મોટું કારણ છે ક્રોધ. આયુર્વેદની દૃષ્ટિએ વિચાર કરીએ તો જણાશે કે ક્રોધની સ્થિતિમાં પિત્ત પ્રકુપિત થાય છે. રોગના ત્રણ પ્રકાર છે. વાત, પિત્ત અને કફ, પિત્ત પ્રકુપિત થાય કે માથું ભમે, પેટ દુઃખે અને ભોજન પ્રત્યે અરુચિ જન્મે. અહંકાર પણ રોગનું કારણ છે. સામાન્ય માણસ એ સમજી શકતો નથી કે અહંકાર પણ બીમારી જન્માવે છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈશું તો જણાશે કે અહંકારના કારણે પણ બીમારી થાય છે. ઈતિહાસની એક પ્રાચીન ઘટના છે. ચક્રવર્તી સનતકુમારને પોતાના રૂપનું અભિમાન હતું. એક દિવસ ઇન્દ્રની સભા ચાલુ હતી. એ સભામાં રૂપ અને સૌંદર્યની ચર્ચા ચાલતી હતી. ઇન્દ્રએ કહ્યું, “અત્યારે ત્રણેય લોકમાં સનતકુમાર ચક્રવર્તી કરતાં રૂપવાન કોઈ નથી.' સહુએ ઇન્દ્રના કથનનું સમર્થન કર્યું. બધાની મતિ સરખી હોતી નથી. બધા દેવોએ ઇન્દ્રની વાત માની લીધી પણ એક દેવે આ કથનને પોતાનું સમર્થન આપ્યું નહિ. ઈન્દ્રની સામે તો પોતાનો વિરોધ વ્યક્ત કર્યો નહિ પણ મનોમન એણે મહાપ્રજ્ઞ વાણી - ૬ ૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રની વાતને ખોટી માની. ઈન્દ્રના કથનની પરીક્ષા કરવા તે ધરતી પર આવ્યા. એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એ ચક્રવર્તી સનસ્કુમારના ઘરે પહોંચ્યા અને ચક્રવર્તીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. ચોકીદારે આ સમાચાર ચક્રવર્તીને આપ્યા. એમણે મળવા માટે આજ્ઞા આપી. બ્રાહ્મણ વેશધારી દેવ સનકુમાર પાસે આવ્યા. સનકુમારનું રૂપ જોઈ ચકિત થઈ ગયા. સાચે જ ઈન્દ્રના કથન મુજબ ચક્રવર્તી સ્વરૂપવાન હતા. બ્રાહ્મણે કહ્યું, “ઓહ! આટલો સુંદર અને સ્વરૂપવાન માણસ મેં જીવનમાં પ્રથમ વખત જોયો. મેં ખૂબ પ્રશંસા સાંભળી હતી આપના સૌન્દર્યની. આપને જોવા હું યુવાવસ્થામાં નીકળ્યો હતો. આજે વૃદ્ધાવસ્થામાં આપની પાસે પહોંચ્યો છું. આપ જેવા સૌન્દર્યવાનને જોઈ હું ધન્ય થઈ ગયો છું.” પોતાની પ્રશંસા સાંભળી કોણ પ્રસન્ન ન થાય. ચક્રવર્તી સનકુમાર પણ ખૂબ પ્રસન્નતાથી ફૂલાયા. તેમણે કહ્યું “આ તો આપે હજી કાંઈ જોયું નથી વિપ્રવર ! હજી તો સૂઈને જાગ્યો છું. હજી તો મેં સ્નાન કર્યું નથી. આવતી કાલે હું તૈયાર થઈ રાજસભામાં આવીશ ત્યાં આપ પધારજો.” બીજા દિવસે બ્રાહ્મણ રાજસભામાં ગયો. ચક્રવર્તીએ રોજ કરતાં વધારે . શૃંગાર કરેલો. સુંદર અને મૂલ્યવાન વસ્ત્રો પહેર્યો. બધી રીતે સુસજ્જ થઈને રાજસભામાં પહોંચ્યો અને વૃદ્ધ બ્રાહ્મણની પ્રતીક્ષા કરવા લાગ્યો ત્યાં બ્રાહ્મણે પ્રવેશ કર્યો. ખરેખર ચક્રવર્તીનું રૂપ તેની આભાને દ્વિગુણિત કરી રહ્યું હતું. ચક્રવર્તીએ કહ્યું, “તમને મારું રૂપ હવે કેવું લાગી રહ્યું છે.” બ્રાહ્મણને થયું, જાણે સનકુમાર નહિ તેમનો મૂર્તિમંત અહંકાર બોલી રહ્યો છે. બ્રાહ્મણે કહ્યું, એ વખતે તો આપ સુંદર લાગતા હતા પણ આ શું? હવે આપનું રૂપ મને કુરૂપ લાગી રહ્યું છે. આટલી કુરૂપતા મને અગાઉ ક્યાંય જોવા મળી નથી. સનકુમારે કહ્યું, “ખરાબી મારા સૌન્દર્યમાં નથી વિપ્ર, તમારી આંખોમાં છે. આપ દષ્ટિદોષ દૂર કરીને આવો, પછી મને જુઓ.’ બ્રાહ્મણે કહ્યું, મારી દષ્ટિમાં દોષ નથી રાજન! હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આ વખતે આપ સોળ મહાવ્યાધિથી ગ્રસ્ત છો. સનકુમારને તો ઝટકો લાગ્યો. આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૧) 3 Page #75 -------------------------------------------------------------------------- ________________ તેમણે કહ્યું, “આનું પ્રમાણ?” “પ્રમાણ જોવા માટે પાત્ર મગાવો.” સંકેત થયો કે પાત્ર હાજર થયું. બ્રાહ્મણે કહ્યું, “આ પાત્રમાં ઘૂંકો રાજન ' ચક્રવર્તી સૂચના મુજબ ઘૂંક્યા. બ્રાહ્મણે કહ્યું, “ધ્યાનથી જુઓ રાજન ! આમાં આપને શું જણાય છે રાજન!?' - સનકુમારે જોયું તો ઘૂંકમાં કીડા હતા. સનકુમારનો અહંકાર ચૂર-ચૂર થઈ ગયો. એણે બ્રાહ્મણના પગ પકડી લીધા. અહંકાર પણ રોગ પેદા કરે છે. ક્રોધ કરનારને ખબર નથી હોતી કે તે ક્રોધ નથી કરી રહ્યો પણ નવા રોગને જન્મ આપી રહ્યો છે. અહંકાર કરનાર સમજી શકતો નથી કે અહંકાર દ્વારા એ કેટલું મોટું નુકસાન કરે છે. માયા અને છળ-કપટ પણ રોગનું મોટું કારણ બને છે. આજે તનાવ શબ્દ અને રોગ બંને ખૂબ પ્રચલિત છે. આ તનાવ ઘણા પ્રકારની ખરાબી અને રોગ પેદા કરે છે. તનાવ ભય પેદા કરે છે. લોભમાં ભય વિદ્યમાન છે. માણસ જેમજેમ ધન કમાઈ લે છે અને તેના ચિત્તમાં ભય ઘર કરી જાય છે કે કમાયેલું ધન ક્યાંય જતું ન રહે. એને એ ભાન નથી રહેતું કે શરીર જ જતું રહેવાનું છે તો પછી ધન ક્યાં અશ્રુષ્ણ રહી શકે છે. શી ખબર લોભનો આ તે કેવો આવે છે કે મરણ નિશ્ચિત છે એ ખબર હોવા છતાં માણસ ખુદને અમર માનીને ચાલે છે. લોભ અનેક બીમારીઓનું કારણ છે, જનક છે. આજકાલ લોહીના ઊંચા દબાણની વ્યાધિથી ઘણા પીડાય છે. એનું કારણ છે લોભની વૃત્તિ. રોગનાં કારણો પર વિચાર થવો જોઈએ કે રોગ કેમ વધે છે. આજકાલ તો નવા પ્રકારની બીમારીઓ જન્મે છે. પૂર્વે કદી જોવામાં ન આવ્યા હોય એવા રોગો અસ્તિત્વમાં આવ્યા છે. બીમારીઓ વધવાનું કારણ શું છે? જ્યાં સુધી આના પર વિચાર નહિ થાય સમસ્યાનું સમાધાન નહિ થાય. આપણે ભીતર તરફ જોઈને રોગનાં કારણો જાણવાના છે. અગર ભીતર જઈને જોઈશું તો જણાશે કે બીમારીનું કારણ છે કષાય. કષાયમાં ક્રોધ, માન, માયા, લોભ - ચારેય આવે છે. આ ચારેય વિષે તુલનાત્મક દૃષ્ટિએ વિચાર કરીએ તો જણાશે કે બીમારીનું મોટું કારણ છે મહપજ્ઞ વાણી - ૬ Page #76 -------------------------------------------------------------------------- ________________ લોભ, લોભ શરીર અને મનથી માણસને બીમાર બનાવી દે છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે હૃદયરોગની બીમારીનું મોટું કારણ છે લોભ. આપણી માંસપેશીઓને, સ્નાયુઓને આપણી વૃત્તિઓ પ્રભાવિત કરે છે. એની સીધી અસર પડે છે આપણા હૃદય પર છતાં પણ કોઈ લોભ છોડવા તૈયાર નથી. કોઈ ધનપતિને કહેવામાં આવે કે હવે બહુ કમાઈ લીધું, સંયમ કરો, વધારે એકઠું કરીને શું કરશો? આમ સાંભળીને તે આનાકાની કરી દેશે કારણ કે તેને તો આગળની સાત પેઢીની ચિંતા છે. લોભની વૃત્તિ માણસ સહજ રીતે છોડી શકતો નથી. રોગ છે અને રોગનું કારણ છે, એના વિષે અમે વિચાર કર્યો. હવે આરોગ્ય છે અને આરોગ્યનું કારણ છે. આ વાતો પર આપણે આગળ વિચાર કરીશું. ૯ જૂન આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૧) ૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૨) વિદ્યાલયના પ્રાંગણમાં એક ભાગમાં પ્રવચનનું આયોજન અને બીજા ભાગમાં ચિકિત્સા શિબિર છે. આરોગ્ય સહુને પ્રિય છે. સહુ સ્વસ્થ રહેવા ઇચ્છે છે. રોગી હોવું કોઈને પસંદ નથી. ચિકિત્સા શિબિર એટલા માટે જરૂરી છે કે ત્યાં રોગનું નિદાન થાય છે. આમ જોઈએ તો સહુથી મોટો રોગ છે માનસિક વિકાર. અગર માનસિક વિકૃતિ અને ભાવાત્મક વિકૃતિથી મુક્તિ મેળવવાનો ઉપાય મળી જાય તો આરોગ્ય સિદ્ધ થાય છે. માણસ શરીરની બીમારીથી પણ પ્રસન્ન રહી શકે છે પણ જો મનની બીમારી થઈ જાય તો શરીર સ્વસ્થ હોવા છતાં પણ એ પ્રસન્ન રહી શકતો નથી કારણ કે શરીર કરતાં મન વધારે શક્તિશાળી અને સંવેદનશીલ છે. મન કરતાં વધારે શક્તિશાળી છે ભાવ. આપણો પ્રયત્ન એવો હોય કે મન સ્વસ્થ રહે અને આપણી ભાવધારા સ્વસ્થ રહે. અગર એમ થઈ શકે તો શરીર આપોઆપ સ્વસ્થ રહેશે. ક્યારેક થોડું અસ્વસ્થ થાય તો પણ સંભાળ લઈ શકાય. આરોગ્યની સ્થિતિ ક્યારે અને કેવી હોય છે? એના વિષે એક સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનાઓ ઘણી છે અને સારી છે પણ આવશ્યક સૂત્રમાં જે એક પ્રાર્થના છે તેને હું ઉત્તમ પ્રાર્થના માનું છું. મેં સંત ફ્રાન્સિસની પ્રાર્થના સાંભળી છે, મહાપજ્ઞ વાણી - ૬ થ૬ Page #78 -------------------------------------------------------------------------- ________________ એક બ્રિટિશ સમ્રાટની પણ સુંદર પ્રાર્થના સાંભળી છે. આપણી પરંપરામાં તો ઘણી સુંદર પ્રાર્થનાઓ છે પણ આવશ્યક સૂત્રની પ્રાર્થના અલગ તરી આવે છે. આરોગ્યે બોરિલાભ સમાવિરમુત્તમ દિતુ' પ્રભુ મને ત્રણ વરદાન આપો - આરોગ્ય, બોધિ અને સમાધિ. મને આરોગ્ય જોઈએ. હું રોગમુક્ત રહેવા ઇચ્છું છું કારણ કે રોગ અવરોધ ઊભો કરે છે. શરીરનો રોગ તો બાધક છે પણ મનનો રોગ તો વિશેષ બાધક છે. પ્રાર્થનાનું પ્રથમ લક્ષ છે આરોગ્યની ભાવના. બીજી ભાવના બોધિની છે. મને બોધિ મળે. અગરબોધિનથી તો આરોગ્ય ટકશે નહીં. બોધિ અર્થાત્ અંતજ્ઞન મળે. વાંચવું એક અલગ વાત છે પણ વાંચ્યા પછી અંતરચક્ષુ ઉદ્ઘાટિત થાય એ સાવ અલગ વાત છે. ભીતરની આંખનું ખૂલી જવું એ કઠિન અને જટિલ વાત છે. બહારની આંખ તો ખુલ્લી રહે છે, પણ ભીતરની આંખ સહજ રીતે ખૂલતી નથી. જો અંતરચક્ષુ જાગૃત ન થાય તો માણસ વિચારી શકતો નથી કે સાચું શું છે અને ખોટું શું છે. આજે આ વાતની ખૂબ આવશ્યકતા છે કે જે લોકો મોટાં પદો પર બેઠા છે, તેઓ મોટા અધિકારી હોય કે મોટા ઉદ્યોગપતિ, વેપારી હોય કે મોટા ધર્મગુરુ હોય, જરૂરી એ છે કે તેમની ભીતરની આંખ ખૂલે, આંધળો આંધળાને રસ્તો બતાવે તો બંને ખાડામાં પડે. - ભીતરની આંખ ખૂલી જાય તો વ્યક્તિની ચેતના પવિત્ર બની જાય. ભ્રાંતિઓ કેમ પોષાય છે? તર્કશાસ્ત્રમાં એને વિપર્યય કહેવાય છે. અધ્યાત્મમાં એને ભ્રાંતિ કહે છે. ભ્રાંતિઓ ત્યારે જ પોષાય છે, જ્યારે ભીતરની આંખ બંધ હોય છે. આ વાતને સહુ જાણે છે કે પોતે કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવાનું નથી. આ સત્ય જાણવા છતાં માણસ જાત સાથે છળ કરીને પણ ભ્રમને પોષે છે, ભ્રમને જીવે છે. આ ધરતી પર એવા એવા સમ્રાટો, શાસકો થઈ ગયા છે જેમની સત્તાનો સૂર્ય અસ્ત નહોતો પામતો તેવાઓ પણ કાળની ગર્તામાં લીન થઈ ગયા છે. કાળ કોઈને છોડતો નથી. સ્વાંગસે જે ચીનના એક મહાન દાર્શનિક થઈ ગયા. એક વખત તેઓ સ્મશાનના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. અચાનક તેમના પગમાં એક ખોપરી આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૨) • Page #79 -------------------------------------------------------------------------- ________________ અથડાઈ. તેમણે ખોપરી ઉઠાવી અને વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યા. તેઓ ખોપરીને પોતાના ઘરે લઈ ગયા. મિત્રોએ કહ્યું કે, “સ્વાંગસે! તમે પાગલ તો નથી થઈ ગયા ને? આ માનવ ખોપરી પાસે વારંવાર ક્ષમા માગવાનો કોઈ અર્થ ખરો? આ તો હાડકું છે.' સ્વાંગસે કહ્યું, ‘તમે લોકો કદાચ જાણતા નથી કે આ કોઈ સમ્રાટની ખોપરી છે. આ સમ્રાટની ખોપરીને મારા પગની ઠોકર વાગી. વિચારો, અગર આજે આ સમ્રાટ જીવિત હોત તો મને કેટલો કઠોર દંડ મળ્યો હોત ! એમના જીવનકાળ દરિમયાન કેટલા લોકો ભયભીત રહ્યા હશે?! કેટલા લોકો એમના ઇશારે નાચ્યા હશે. એમણે તો કલ્પના પણ નહિ કરી હોય કે એક દિવસ એમની ખોપરી સ્મશાનમાં લાવારિસની જેમ રઝળતી હશે અને લોકોના પગની ઠોકર ખાતી હશે અને પોતે કશું નહિ કરી શકે. મૃત્યુ એક ચિરંતન સત્ય છે. એનાથી આજ સુધી કોઈ બચી શક્યું નથી, કોઈ બચી શકવાનું નથી. એમ નથી કે નાના માણસો જ મરી જશે અને મોટા માણસો બચી જશે. બધા જ કાળગ્રસ્ત થવા નિર્માયા છે. એક રીતે જોઈએ તો મોટા લોકો જલદી આ દુનિયામાંથી વિદાય લે છે કારણ કે એમનામાં લોભ, અહંકાર ઈર્ષ્યા આદિની ભાવના વધારે પ્રબળ હોય છે. આ સર્વ કષાય આયુષ્ય ઘટાડનાર છે એટલે જ મોટા માણસોના તીવ્ર કષાય એમને આ દુનિયામાંથી જલદી ઉઠાવી લે છે. એમનું આયુષ્ય છે મોટા બનવાની સ્પર્ધામાં, દોડમાં. તેમણે આ કષાયોને જીવનભર તીવ્ર કર્યા છે, તીવ્ર થવા દીધાં છે તેથી એમનું સ્વાથ્ય બગડતું રહ્યું હોય છે. સ્વાથ્ય આંતરિક બાબત છે. શરીરનું સત્ય બાહ્ય પ્રતિષ્ઠાને લક્ષમાં લેતું નથી. બહારના જગતમાં પ્રતિષ્ઠા હોવાના કારણે કે “મોટા' હોવાના કારણે શરીરના રોગોથી બચી શકાય એવી કોઈ વ્યવસ્થા શરીરમાં નથી. શરીરનું શાસ્ત્ર અને શરીરનો ધર્મ નાના-મોટા સહુને વિષે એકસરખો લાગુ પડે છે. શરીર કહો કે સ્વાસ્થ કોઈને છોડતું નથી. માણસ નાનો હોય કે મોટો ભીતરની આંખ ખૂલવી જોઈએ. ભીતરની આંખ ખૂલી જાય તો આયુષ્યને ક્ષીણ થતું બચાવી શકાય છે. વિવેક જાગૃત થાય મહાપજ્ઞ વાણી - ૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ તો ભીતરની આંખ ખૂલવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. કહેવાયું છે કે : એકોઽહિ ચક્ષુરમલં સહજો વિવેકઃ । વિવેક આપણું ત્રીજું નેત્ર છે. માણસ જાણે છે પણ વિવેક કરવાનું જાણતો નથી કે ક્યારે, ક્યાં અને શું કરવું જોઈએ તો એનું કાર્ય સમ્યક્ નથી હોતું. વિવેકને સમજવા માટે એક સીધું-સાદું ઉદાહરણ આપી શકાય કે અગર વિવેક નથી તો સમ્યક્દર્શન નથી થતું. કામ યોગ્ય રીતે થતું નથી. કિસાન ખૂબ વિવેકી હોય છે, એને ખબર છે કે કઈ ભૂમિમાં કયા બીજ વાવવાથી શું ઊગશે ! જેનામાં આવિવેક નથી તે ખેડૂત અસફળ રહે છે. જેવી જમીન એવો પાક થાય છે. શેરડી, બાજરી, કપાસ, ચોખા આદિ માટે જમીનના ગુણધર્મો નિર્ધારીત કરે એવા વિવેકની જરૂર છે કારણ કે દરેક પ્રકારની ભૂમિમાં દરેક પ્રકારનો પાક થતો નથી. જેનામાં વિવેક નથી, એ જીવનમાં સફળ થઈ શકતો નથી. કોઈ પણ કામ કરતી વખતે વિવેકને કામે લગાડીએ, એના લાભ-હાનિ બાબતે વિચાર કરીએ. આ બધું બોધિનું કામ છે. આરોગ્ય પણ ત્યારે આવે છે, જો સાથે બોધિ હોય. માત્ર આરોગ્ય માગીએ અને સાથે બોધિ નથી તો આરોગ્ય ટકતું નથી. આંતરિક સમજ હશે તો જ આરોગ્ય થશે. ત્રીજી વાત – મને સમાધિ મળે. દરેક માણસ સમાધિ ઇચ્છે છે. માત્ર ધ્યાની કે યોગી જ નહીં, દરેક માણસ સમાધિ ઇચ્છે છે કે હું સમાધિમાં રહું. સમાધિની અવસ્થામાં ન તો કોઈ ખરાબ વિચાર આવે છે, ન ભાવનાઓ અને કલ્પનાઓ જોર કરે છે, ન કોઈ ઇચ્છા વિસ્તરે છે. કાંઈ નહિ, માત્ર નિર્વિચારતાની સ્થિતિ હોય છે. કોઈ સમાધાનની જરૂર નથી. પ્રશ્ન ઊઠવાનો કોઈ સવાલ જ નથી. સમાધિની સ્થિતિ પૂર્ણ શાંતિની સ્થિતિ છે. દરેક માણસ તેની આકાંક્ષા કરે છે. પ્રયત્ન ભલે તેને અનુરૂપ ન કરે પણ આ વાતને યોગ્ય રીતે સમજી લેવાની છે કે આરોગ્ય અને બોધિ નથી તો સમાધિ કદી મળી શકતી નથી. શરીર સ્વસ્થ, મન સ્વસ્થ અને સાથે અંતર્થાન, અને ત્યાર પછી માણસ સમાધિમાં રહી શકે છે. જે આયુર્વેદમાં એક પ્રકરણ કે અધ્યાય છે રસાયણશાસ્ત્રનું. રસાયણ એ છે પુષ્ટ કરે છે. રોગનું શમન કરે અને સાથે સાથે પુષ્ટ પણ કરે. સાથે સાથે આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૨) ૭૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદમાં એક મહત્ત્વની વાત આવે છે – “આચારઃ રસાયન' આચાર રસાયણ છે. અગર આ રસાયણ છે તો દવા ખૂબ સારી રીતે કામ કરશે. અગર આચાર રૂપી રસાયણ નથી તો દવા વધારે કારગર નહીં નીવડે. હૃદયરોગ અને કોલેસ્ટ્રોલ વધે એવી વસ્તુઓ ખાતા રહીએ છીએ, ડાયાબિટીસ છે અને ગળી વસ્તુનો મોહ છૂટતો નથી. દમ છે અને ભોગ-વિલાસમાં માણસ મગ્ન છે તો પછી ગમે તેટલી દવા લેતા રહીએ, કોઈ ફાયદો થવાનો નથી. રોગ ઉભરતો જશે. જરૂરી છે સમ્યફ આચાર. આચાર એટલે પથ્ય અને પરહેજ. શેનો ઉપયોગ કરવાનો છે અને શું છોડી દેવાનું છે એ બાબતો આચાર અંતર્ગત આવે છે. આચાર છે પથ્ય. આયુર્વેદના આચાર્યોએ કહ્યું : પથ્ય સતિ કિમૌષધમ્ | પથ્થડસતિ કિમૌષધમ્ | પથ્ય છે તો પછી દવા લેવાનો અર્થ શો? અને પથ્ય નથી તો પછી દવા લેવાનો કોઈ અર્થ નથી. બધું વ્યર્થ છે. આચાર એ રસાયણ છે જે પથ્યનું કામ કરે છે. નૈતિકતા એક દવા છે. લોકો એનું મૂલ્યાંકન કરતા નથી, પણ તે એક મહત્ત્વની ઔષધિ છે જે અમૂલ્ય છે. જેને નૈતિકતામાં વિશ્વાસ છે, એ કદી અપ્રામાણિક કામ નહીં કરે, એ કદી ડરશે નહીં. જો ડર નહીં હોય તો તનાવ નહીં હોય અને તનાવ નહીં થાય તો બીમારી નહીં થાય. આપણે સ્વીકારવું જોઈએ કે બીમારી નાની હોય કે મોટી, એનું બહું મોટું કારણ છે ડર કે ભય.. ડરથી ઘણાં લોકો મરી જાય છે. ચીનના એક તાત્વિક સંત થયા. એમણે એક વખત જોયું તો ઘોડા પર કોઈ જઈ રહ્યું છે. એમણે પૂછ્યું, ‘તમે કોણ છો?' હું મહામારી છું.” અહીં કેમ? મારે શાંઘાઈ જવાનું છે.” કેમ? મહાપા વાણી -૬ Page #82 -------------------------------------------------------------------------- ________________ યમરાજાએ ત્યાંના બે હજાર માણસોને મારવા માટે મને આદેશ આપ્યો છે.' તત્ત્વવેત્તાએ મૃત્યુને અટલ નિયમ માની મૌન સાધી લીધું. મહામારીએ શાંઘાઈમાં પ્રવેશ કર્યો અને ત્યાં પાંચ દિવસ રહી એક દિવસ સંતે જોયું કે એ જ મહામારી ઘોડા પર સવાર થઈને જઈ રહી છે. તેઓ એને ઓળખી ગયા. બોલ્યા, “મને એવી આશા નહોતી કે તું અસત્ય બોલીશ તે તો બે હજાર કહ્યા હતા પણ શાંઘાઈમાં તો પાંચ હજાર માણસો મૃત્યુ પામ્યા છે.” મૃત્યુએ જવાબ આપ્યો, “મેં તો આજ્ઞાનુસાર બે હજારને જ માર્યા છે, ત્રણ હજાર તો ભય અને ગભરાટથી મરી ગયા છે. એમાં મારો શો દોષ?” લોકો નામથી ડરે છે. કોઈને ડૉક્ટર એમ કહે કે તમને કેન્સર કે એઈસ થયો છે તો પેલો તરત અધમૂઓ થઈ જશે. જીવનની આશા તત્કાળ ખલાસ થઈ જશે. જે ડરતો નથી એ બીમારી પર પચાસ ટકા નિયંત્રણ મેળવી લે છે. મહાવીરે એટલે જ કહ્યું છે કે, “મા ભૂતવ્યં” – ડરો નહિ. ઉપનિષદમાં પણ કહેવાયું છે: “મા મૈષી - ડરો નહિ. અધ્યાત્મના ઘણા ઉદ્ઘોષકએ, આચાર્યોએ કહ્યું છે – ડરો નહિ, - પણ દુનિયામાં ડરવાનો એટલો સામાન છે, બલકે એમ કહીએ કે માણસના મનમાં ભય ઉત્પન્ન કરનાર એટલા કારકો-કારણો છે કે એ ભયથી મુક્તિ મેળવી શકતો નથી. દરેક ક્ષણે મનમાં ભય સમાયેલો રહે છે. ધનવાનને નિર્ધન થવાનો ડર. કર્મચારીને ઉપરી અધિકારીનો ડર. નેતાને ચૂંટણી હારવાનો ડર, મંત્રીને ખુરશી છિનવાઈ જવાનો ડર, ભયભીત બધા લોકો છે. મોટા મોટા માફિયાઓ પણ સુરક્ષા કમાન્ડો વગર નીકળ્યા નથી. મનમાં ભય રહે છે કે આટલી બધી સુરક્ષાને ભેદીને હરીફ ટોળકી હુમલો ન કરી દે. માણસ એટલો ડરે છે કેમ? એટલે કે એનું મનોબળ કમજોર છે. મનોબળ એટલે કમજોર છે, કારણ કે નૈતિકતા નથી, આચરણ શુદ્ધ નથી, એનું મનોબળ સ્વાભાવિક રીતે કમજોર થઈ જશે. એ પછી ડગલે ને પગલે ડરતો જ રહેશે. અમે એક સંન્યાસીને પૂછ્યું, “આપને આટલી સુરક્ષાની શી જરૂર? આપ તો સંન્યાસી છે.” આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૨) ૮૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ એમણે કહ્યું, ‘જ્યારથી મેં આલીશાન આશ્રમ બનાવ્યો, મારા ઘણા દુશ્મનો પેદા થયા. જેવી તક મળશે તેવા એ લોકો મારી હત્યા કરવાની નહિ ચૂકે, એટલે આત્મરક્ષા માટે સરકાર પાસે સુરક્ષા માગવી પડી.' સાધુ-સંન્યાસી તો માણસનો ભય દૂર કરી એને નિર્ભય બનાવે છે. જો સાધુઓ જ ભયભીત રહેશે અને હથિયારોથી ઘેરાયેલા રહેશે તો બીજાને શું કહીએ ? ડર એટલો બધો છે કે મારું જે છે તે છિનવાઈ ન જાય. નૈતિકતાના અભાવે ડર જન્મે છે. આરોગ્યની ઇચ્છા રાખનારાએ આવાં કારણો પર પણ વિચાર કરવો જોઈએ. રોગમુક્ત રહેવાનું સહુથી મોટું સાધન છે નૈતિકતા. દવાનો નંબર પછીના ક્રમે આવે. મનોબળ અને નૈતિકતા તો પ્રથમ નંબર ૫૨ છે. અનેક શોધો પછી એમ નિષ્કર્ષ નીકળ્યો કે જેનું ચારિત્ર્ય મજબૂત છે, એની રોગ-પ્રતિરોધક શક્તિ ખૂબ વધી જાય છે. જેનું ચારિત્ર્ય કમજોર છે, નૈતિકતા જેનામાં નથી, એની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય છે. બીમારીઓ ખૂબ ઝડપથી એને ગ્રસી લે છે. આપણા ધર્મનો મૂળાધાર છે નૈતિકતા પણ નૈતિકતા અને ધર્મની બાબતે લોકોએ જબરી ઘાલમેલ કરી છે. કોઈને પૂછીએ કે ધર્મ કરો છો ? તો કહેશે દિવસમાં ત્રણ-ચાર વખત કરું છું. બે વખત નિયમિત મંદિરે જાઉં છું. ભજન કીર્તનમાં રુચિ છે. એના કહેવાનો અર્થ એવો જ હોય કે ધર્મની બાબતમાં તે સક્રિય છે, જાગરુક છે. પણ જીવન-વ્યવહારમાં નૈતિકતા અને પ્રામાણિકતાથી તે જોજનો દૂર છે. આવા માણસને ધાર્મિક કઈ રીતે કહી શકાય ? નૈતિક કઈ રીતે કહી શકાય ? ધાર્મિક ક્રિયાકાંડને નૈતિકતા સાથે કોઈ લેવા-દેવા નથી. એક સંવાદ જોઈએ. ૮૨ બાપે બેટાને કહ્યું, ‘લોટમાં ભેળસેળ કરી લીધી ?’ ‘હા ! પિતાજી ! કરી દીધી.’ ‘સિમેન્ટની બોરીઓમાં રાખ ભેળવી દીધી ?’ ‘કાલે જ ભેળવી !' ‘મસાલાના પેકેટોમાં લાકડાનું ભૂસું ભેળવ્યું ? મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ ‘મેળવી દીધું.’ ‘સરસ ! બેટા ! ચાલ મંદિરે જઈને દર્શન કરી આવીએ.' આ છે આજના માણસની ધાર્મિકતા અને આવી ધાર્મિકતા એ કદી શુદ્ધ પરિણામ આપી શકે એ સંભવ નથી. આ રીતે જ ધર્મનું પાલન થાય છે, તેથી હિન્દુસ્તાન કમજોર થતું જાય છે. આ વિકૃતિએ ઘણી સમસ્યા જન્માવી છે. ડૉક્ટર શરીરનું પરીક્ષણ કરી દવા લખી આપે પણ એ વાતની કોઈ ખાતરી નથી કે મેડિકલ સ્ટોર પર દવા અસલી મળી જશે. એક-એક દવાની કેટલી બ્રાન્ડ બજારમાં આવે છે. રંગ, રૂપ, આકાર અને સ્વાદ અસલી જેવો જ હોય છે. જેવી અસલી દવા એવી જ નકલી દવા. દવાઓની કેટલી યે ફેક્ટરી પકડાય છે જેમાં નકલી દવા બને છે. કયું ક્ષેત્ર અછૂત રહ્યું છે મોતના સોદાગરોથી ? નૈતિકતા આજે લઘુમતિમાં આવી ગઈ છે. બહુ ઓછા લોકો નૈતિકતાની કાળજી રાખવાના પક્ષે છે. લોકો મજાકમાં એમ કહે છે કે, ‘સોમાંથી નેવું બેઇમાન, છતાં મેરા ભારત મહાન.' ચરિત્રમાં ખૂબ પતનની સ્થિતિ છે. હમણાં અમે અલવર જિલ્લામાં પ્રવેશ કર્યો તો અહિંસાયાત્રાની સાથે ચાલનારા યાત્રિકો ગામમાં દૂધ લેવા ગયા. ત્યાં ગામ લોકોએ દૂધના પૈસા લેવાની ના પાડી. તેમણે કહ્યું, ‘અમે દૂધ વેચતા નથી.’ અગાઉ એવી પ્રથા હતી કે દૂધનું વેચાણ થતું નહિ. આજે એવો સમય છે કે શુદ્ધ દૂધ મળવાનું મુશ્કેલ છે. નકલી કે પાઉડરનું દૂધ વેચાય છે. પાણીમાં દૂધ ભેળવવા સુધીની વાત સ્વીકૃત થઈ છે, પણ નકલી દૂધ, સિન્થેટિક દૂધ વેચાઈ રહ્યું છે. દૂધની ફેટ વધારવા તેમાં યુરિયા ભેળવવામાં આવે છે. આ અધઃપતનની સીમા છે. શહેરના લોકો શહેરની બુરાઈ ગામમાં પણ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ગામડાંઓ હજી પણ એક હદ સુધી પ્રચલિત ખરાબીથી બચેલાં છે પણ સંક્રમણની બીમારી કંઈક એવી છે કે શહેરના બેક્ટેરિયા હવે ગામની શુદ્ધ હવાને પણ વિષાક્ત બનાવે છે. જ્યાં આ રીતની અનૈતિકતા છે, ત્યાં આચાર નથી હોતો, અને જ્યાં આચાર નથી હોતો ત્યાં સ્વાસ્થ્ય હોતું નથી, ત્યાં બીમારીઓની બોલબાલા હોય આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૨) ૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ છે. સ્વાથ્યની બાબતમાં આજે આરોગ્ય કેન્દ્રો પર ખૂબ જાણકારી આપવામાં આવે છે. એમાં એક સલાહ આપવી જોઈએ કે અગર ચરિત્ર યોગ્ય છે તો સ્વાથ્ય સારું રહેશે. ચરિત્રનું પતન, સ્વાથ્યમાં પણ પતન લાવશે. મેડિકલ સાયન્સમાં બે ઉપાય બતાવવામાં આવ્યા છે – પ્રિવેન્શન અને કયોર પ્રિવેન્શન એટલે કે રક્ષા કરો જેથી રોગ નહીં થાય. એનાથી ચિકિત્સાની અપેક્ષાએ અગ્રતા આપવામાં આવે છે. આયુર્વેદમાં પણ આ ફોર્મ્યુલા છે કે દવાથી જૂની બીમારી મટાડે છે અને કોઈ નવી બીમારી પેદા ન કરે. રોગથી બચવાનું પ્રશિક્ષણ હોવું જોઈએ. ગામના લોકોએ પણ આ વાત જાણવી જોઈએ કે અગર આપણું મન સ્વચ્છ છે, ચારિત્ર્ય શુદ્ધ છે તો આપણે કદી બીમાર નહીં થઈએ. આપણાં ખાનપાન અને આદતો, પ્રવૃત્તિઓ સાત્ત્વિક હશે તો આપણું શરીર સ્વસ્થ રહેશે. શાકાહાર સારા સ્વાથ્યમાં ખૂબ સહાયક છે. એનો ખૂબ પ્રચાર થવો જોઈએ. હું ઇચ્છું કે ચિકિત્સા શિબિરોમાં આ વાત શીખવવામાં આવે કે રોગમુક્ત થવાની ચેતના કઈ રીતે વિકસિત કરવામાં આવે? માણસના ધ્યાનમાં એક વાત અવશ્ય રહેવી જોઈએ કે એક દિવસ બધું છોડીને જવાનું છે. આપણે જિંદગીમાં લોભથી, મોહથી, ઈર્ષ્યાથી એવું કામ શું કામ કરીએ કે જેનાથી આપણને કે આપણા દ્વારા કોઈને કષ્ટ થાય. આ રીતે ચિંતન થાય તો પછી માણસથી કોઈ અનૈતિક કામ નહીં થાય. આવી અવસ્થામાં પછી આરોગ્ય, બોધિ અને સમાધિની પ્રાપ્તિ થશે. નૈતિકતા મહત્ત્વનું પરિબળ છે. નૈતિકતા ધર્મ છે અને નૈતિક આચરણ મનુષ્ય જીવનમાં અનિવાર્ય છે એટલું સહુને સમજાય તે જરૂરી છે. નૈતિક આચરણ કરનારની આંતરિક સ્વસ્થતા, માનસિક સ્વસ્થતા માણસને રોગમુક્ત કરે છે. ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને ભાવશુદ્ધિ નૈતિક-આચરણના પોષક છે. નૈતિક આચરણ દ્વારા હૃદય-મન-ભાવ પણ શુદ્ધ રહે છે. હવે આપ પ્રાર્થના કરો ત્યારે આ ત્રણ શબ્દોને સ્મૃતિમાં રાખો અને ત્રણ માટેની યાચના કરજો - આરોગ્ય, બોધિ અને સમાધિ. ૧૧ જૂન ८४ મહાપ્રજ્ઞ વાણી -૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ સહુથી મુશ્કેલ કાર્ય ૯ સહુથી મુશ્કેલ કાર્ય આજે અમે શાજહાંપુરથી નીકળ્યા અને હરિયાણા પહોંચી ગયા. સાધનથી ચાલતી વખતે પણ ધ્યાનનો પ્રયોગ ચાલુ હતો. મને ખબર પણ ન રહી કે ક્યારે રાજસ્થાન છૂટી ગયું અને હરિયાણા આવી ગયું. સહયાત્રીઓએ બતાવ્યું કે આપણે હરિયાણામાં પ્રવેશી ચૂક્યા છીએ. અમે સહુને છૂટા પાડ્યા. ભૂમિ અખંડ હોય છે પણ ટુકડા કરી એને હરિયાણા, રાજસ્થાન, પંજાબ, દિલ્હી એવું નામ આપી દેવામાં આવેછે. એક કિલોમીટર પહેલાં રાજસ્થાનમાં હતા, હવે હરિયાણામાં છીએ, ફરક શો પડે છે. ભૂમિ તો એ જ છે, અવિભાજિત, પછી સ્થાનનું નામ બદલી નાખવાથી શું થાય ? અવધારણા અને સીમા આપણા મસ્તિષ્કની દેણ છે. અહીંથી રાજસ્થાનની સીમા અને ત્યાંથી હરિયાણાની સીમા, આપણા વિચારો, માન્યતાઓ અને અવધારણાઓના કારણ છે. માણસને આવાં કામોમાં સીમાબદ્ધ થવામાં રસ છે પણ જ્યાં સીમા કરવાની છે, ત્યાં કોઈ સીમા સ્વીકારતું નથી. ધન કમાવવાની બાબતમાં કોઈ મર્યાદાની પાળ બાંધતું નથી. ઉપભોગના મામલે કોઈ સીમા બાંધતું નથી. અધિકારની પણ કોઈ સીમા નથી. ઇચ્છા પણ અમર્યાદ છે. પણ પોતાનાપારકાની વાત હોય તો એવી સીમારેખા ખેંચાય છે કે આ મારું છે, આ તમારું છે. ૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ જમીનને કોઈ પૂછે કે તું રાજસ્થાનની છો કે હરિયાણાની? અગર એ બોલી શકતી હોત તો કહેત કે ન રાજસ્થાનની છું, ન હરિયાણાની છું. હું તો સહુની છું. વિભાજન કે ભેદનીતિ આપણા મસ્તિષ્કનું કારણ છે. જેના માટે આખી પૃથ્વી કુટુંબ છે, એના માટે ભૂમિની સીમા કે સરહદ માન્ય નથી. ભૂમિ કે જમીન તો બદલાઈ ગઈ, માણસ બદલાયો કે નથી બદલાયો? અગર એમ હોય તો રાજસ્થાનનો માણસ ખરાબ અને હરિયાણાનો માણસ જાણે દેવતા છે તો અમે સમજીશું કે અમે કોઈ જુદા પ્રદેશમાં આવ્યા છીએ. ભૂમિ શબ્દ છોડીને જયારે આપણે નૈતિકતાને માનદંડ બનાવીએ ત્યારે જણાય કે બંને પ્રાંતોમાં કોઈ ફરક નથી. સારા અને ખરાબ માણસો બંને પ્રાંતોમાં લગભગ સરખા છે. વસ્તીમાં ફરક હોઈ શકે, માનવની પ્રકૃતિમાં કોઈ ફરક નથી. થોડા સારા માણસો, થોડા ખરાબ માણસો, બંને પ્રદેશોમાં લગભગ બરાબર છે. આપણી સામે સહુથી મોટો પ્રશ્ન એ છે કે માણસ કઈ રીતે બદલાય? વર્તમાનમાં માનવીના સંવેગોને મોકળું મેદાન મળ્યું છે. સંવેગો – આવેગો ખૂબ પ્રબળ થઈ ગયા છે કે કાંઈ કહી શકાતું નથી. અગાઉ પણ હિંસા અને અપરાધ થતા હતા, પણ આજે તેમાં એટલો વધારો થયો છે કે અખબારોનાં ઘણાં પૃષ્ઠો હિંસાના સમાચારથી જ ભરેલાં હોય છે. ધરતી - જમીનમાં બહુ ફરક નથી. માટીનો રંગ જુદો હોય છે પણ નૈતિકતા-અનૈતિકતાના મામલે પણ બહુ ફરક નથી. વેશભૂષા અને ભાષા જુદી પણ સ્વભાવ?! સ્વભાવમાં પરિવર્તન એ ખૂબ જટિલ પ્રશ્ન છે. ઇચ્છા અને આકાંક્ષાઓ એટલી વધી ગઈ છે કે સહુ પ્રથમ નંબરની દોડમાં સામેલ થઈ ગયા છે. પ્રથમ નંબરનો અધિકારી, પ્રથમ નંબરનો ધનવાન, પ્રથમ નંબરનો નેતા, પ્રથમ નંબરનો માફિયા. કોઈ ડાકુ પર એક લાખનું ઇનામ ઘોષિત થાય તો તેની પ્રતિસ્પર્ધી ટોળી એવો પ્રયત્ન કરશે, એવી લૂંટફાટ મચાવશે કે એમને માથે દોઢ લાખનું ઈનામ ઘોષિત થાય. એક નંબર મેળવવાની રેસ ખૂબ વિચિત્ર છે. અમે અહીં આવ્યા તો હરિયાણાના લોકોએ અમારું ભવ્ય સ્વાગત કર્યું. આ સ્વાગત અને અભિનંદનનું કામ ખૂબ સરળ છે. સરળ કામમાં માણસની મહાપ્રજ્ઞ વાણી - ૬ ૮૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ વિશેષ રુચિ હોય છે. પ્રશ્ન એ છે કે મુશ્કેલ કામનું બીડું કોણ ઉઠાવશે ? પોંડિચેરીના અરવિંદ આશ્રમમાં એક વિદેશી આવીને શ્રી માને કહ્યું, ‘હું અહીં એટલા માટે આવ્યો છું કે મને સહુથી કઠિન કામ આપવામાં આવે.’ માએ કહ્યું, ‘કઠિન કામ છે જાતને નીરખવી. હું ઇચ્છું છું કે તમે આ કામ જ કરો.' દરેક માણસ પોતાના તરફ આંખ બંધ કરી અન્યની તરફ જુએ છે. એ બીજાની આલોચના કરે છે, સમીક્ષા કરે છે, ક્યારેક નીંદા પણ કરે છે. પોતાની સમીક્ષા અને આલોચના કરનાર લોકો કેટલા મળે ? આટલા માણસો સામે બેઠા છે. એમને અગર હું પૂછું કે સવાર-સાંજ આપનામાંથી કેટલા પોતાના આચારવિચારની સમીક્ષા કરે છે તો કદાચ એક પણ નહીં મળે. અધિકાંશ લોકો એવા મળે જે કરણીય નથી કરતા અને અકરણીય કરે છે. હજારમાં નવસો નવ્વાણું લોકો એવા મળશે જે પોતાની સમીક્ષા કે આલોચના કરતા નથી. સહુથી મુશ્કેલ કામ છે આત્મદર્શન, આત્મનિરીક્ષણ. સ્વાગત કરવાનું સરળ છે પણ સ્વાગત સ્વીકારવું એ મોટી જવાબદારી છે. અગર આપ કોઈ પૈસા લેવાવાળાનું સ્વાગત કરવા ઇચ્છો તો તે ખૂબ આસાનીથી થઈ શકે છે. કંઈક આપ્યું અને આપનું કામ થઈ ગયું પણ ત્યાગ અને સંયમનું સ્વાગત કરવું એ કઠિન છે. આ પ્રકારનું સ્વાગત કરનારે દસ-વીસ વખત વિચાર કરવો જોઈએ કે અમે કોનું સ્વાગત કરી રહ્યા છીએ. અગર સંયમનું, નૈતિકતાનું સ્વાગત કરી રહ્યા છો તો સ્વાગત કરનાર પર એ જવાબદારી આવે છે કે તે પોતે સંયમની સાધના કરે, નૈતિકતાનું આચરણ કરે અને ત્યાગમાં અગ્રણી બને. અગર આમ થાય તો ઠીક નહીં તો માત્ર આયોજન જેવું થઈ જાય છે. જે લોકો સચ્ચાઈને જાણતા નથી તેઓ માત્ર કલ્પનાની વાત માની લે છે. ગામડાનો એક વૃદ્ધ માણસ પ્રથમ વખત શહેર આવ્યો. શહેરમાં એક આલિશાન હોટેલની ઇમારત જોઈ તે આશ્ચર્યચકિત રહી ગયો. હોટેલના ગેટ પર ઊભો રહી તેની ભવ્યતાનું દર્શન કરતો હતો ત્યારે એક વૃદ્ધ મહિલા હોટેલની સ્વચાલિત સીડીઓ પર ઊભી અને જોત-જોતામાં ઉપર જતી રહી. ગામડાંના માણસ માટે આ જાદુ જેવું હતું. માણસ સીડી પર પગ મૂકે અને ચાલ્યા સહુથી મુશ્કેલ કાર્ય ૮૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ વગર ઊભા ઊભા ઉપર પહોંચી જાય એ તેના માટે એક આશ્ચર્યની વાત હતી. ત્યારે એણે જોયું કે પાછી વળતી સીડીઓ પરથી એક સુંદર યુવતી નીચે ઉતરી. પેલો ગામડિયો તો અચંબામાં પડી ગયો. એને થયું, ‘અદ્ભુત છે આ ઇમારત. કોઈ वृद्ध અંદર જાય છે તો યુવાન થઈને બહાર આવે છે. મને અગાઉથી ખબર હોત તો મારી ઘરડી પત્નીને સાથે લઈ આવત. સીડી ચડાવી દેત અને જુવાન થયેલી પત્નીને ઘરે લઈ જાત.’ આ કલ્પના આધારિત વિચાર છે. જેને હકીકત સાથે કોઈ લેવા-દેવા નથી. આપણે કલ્પનાના જગતમાં જીવીએ છીએ. આપણે વાસ્તવિકતાના જગતમાં પ્રવેશવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરિવર્તન તો જ શક્ય છે. હું માનું છું કે હરિયાણાના માણસો ભાવુક જરૂર છે, પણ પરિવર્તન માટે સક્ષમ છે. અહીંના લોકોમાં સહજ ભાવુકતા છે અને ભાવુકતા તથા ગ્રહણશીલતામાં ખૂબ નિકટતા છે. જેનામાં ભાવુકતા છે તેનામાં ગ્રહણશીલતા ચોક્કસ હશે જ. અગર સાચું માર્ગદર્શન મળી જાય તો હરિયાણાને ખૂબ સારો પ્રદેશ બનાવી શકાય. એક ઉદાહરણ આપની સમક્ષ પ્રસ્તુત કરીશ. થોડા દિવસો બાદ જ ગુરુદેવની પુણ્યતિથિ આવી રહી છે. એમણે સમાજને નૈતિકતાની આચારસંહિતા આપી હતી. અગર નૈતિકતાની આચારસંહિતાને વ્યક્તિ અને સમાજ અંગીકાર કરી લે અને તે જીવનમાં આવી જાય તો સારો જ માણસ બદલાઈ શકે છે, પણ થોડી મુશ્કેલીઓ છે. મુશ્કેલી એ છે કે ભીતર એવા અવરોધ છે, જે નૈતિકતામાં જીવનને પરિવર્તિત થવા દેતા નથી. લોભ, મહત્ત્વાકાંક્ષા આજે એટલા વધતા જાય છે કે એ યુગીન સમસ્યાનું રૂપ લઈ રહ્યા છે. પદ અને અધિકારના સંદર્ભમાં માનવીની મહત્ત્વાકાંક્ષાઓ વિસ્તરતી જાય છે. ઇચ્છીત સર્વ કાંઈ પ્રાપ્ત કરવા માણસ કોઈ પણ રસ્તો અપનાવે છે. આજનો માણસ એ કારણે જ કૃત્રિમ જીવન જીવી રહ્યો છે. જીવનયાપનના તેના માટે બધાં સાધન પણ કૃત્રિમ છે. એક માણસ સાઇકલ પર જઈ રહ્યો હતો. આગળ બેઠેલું બાળક જોરજોરથી રડી રહ્યું હતું. એક માણસે એને રોકીને કહ્યું, ‘ભલા આદમી ! સાઇકલ ૮ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ ચલાવતો જઈ રહ્યો છે પણ એ તો જો કે બાળક કેટલું રડી રહ્યું છે.' એણે કહ્યું, “બાળક રડી રહ્યું છે, અને હું જાતે રડાવી રહ્યો છું. મારી સાઈકલમાં ઘંટડી નથી. બાળકનું રડવું હોર્નનું કામ કરી રહ્યું છે.' માણસની જીવનશૈલી કૃત્રિમ, જીવનના સઘળાં સાધન કૃત્રિમ, એની હિંસા કૃત્રિમ, એનું રડવું કૃત્રિમ બધું બનાવટી. જ્યાં યથાર્થ અને વાસ્તવિકતા જ કૃત્રિમ હોય ત્યાં અસલીની આશા રાખી શકાય નહીં. આપણે જીવનની વાસ્તવિક્તાને સમજીએ અને એમાં પ્રાકૃતિક તત્ત્વોનો સમાવેશ કરીએ. અમે આપને ત્યાં આવ્યા છીએ. આપને અમારી પાસેથી એવી આશા તો ન જ રાખતા હોય કે આપ ધન માગો અને અમારા “તથાસ્તુ' કહી દેવાથી આપને ધન મળી જાય અને આપને કોઈ પણ પ્રકારની ભૌતિક વસ્તુ પ્રદાન કરી શકીએ નહીં. અમે તો આપને તેમાંથી મુક્ત કરાવવા આવ્યા છીએ. અમારો બધો સંદેશ જ ત્યાગ અને સંયમનો સંદેશ છે. ત્યાગ અને વિસર્જનનો મંત્ર જોઈએ તો એ મંત્ર અમે આપને પ્રદાન કરી શકીએ છીએ. રાજા ભોજ જંગલના રસ્તે જઈ રહ્યા હતા. સાથે એમનો રાજકવિ પંડિત ધનપાલ હતો. ભોજે જંગલમાં એક મોટા વૃક્ષની ડાળથી લટકતાં મધમાખીના એક વૃન્દને જોયું. રાજા ભોજે એ મધપુડાને જોયો. જે છત પરથી પડવાની તૈયારીમાં હતો. એમણે ધ્યાનથી જોયું તો રાજકવિ મધમાખીઓને પોતાના હાથેપગે ઘસી રહ્યો હતો. એમણે કવિને પૂછ્યું, “કવિવર ! આમ કેમ થઈ રહ્યું છે?!” કવિની કલ્પના તો આગવી હોય છે. કવિએ કહ્યું, દેયં ભો ધંધને ધન સુકૃતિભિનેં સન્યિતં સર્વદા, શ્રીકર્ણસ્ય બલેશ્ચ વિક્રમપતેરેદ્યાપિ કીર્તિઃ સ્થિતા/ આશ્ચર્ય મધુદાનભોગરહિત નષ્ટ ચિશસંચિતમ, નિર્વેદાદિતિ પાણિપાદયુગલ ધર્ષ7હો મક્ષિકા: // દાનની કીર્તિ અમર હોય છે. આ ધરતી પર આજે પણ શિબિ, દધીચિ, સહુથી મુશ્કેલ કાર્ય Page #91 -------------------------------------------------------------------------- ________________ કર્ણ, બલિ અને વિક્રમનું નામ ચાલી રહ્યું છે. જેમણે પોતાના જીવનમાં હંમેશા સંચય જ કરવાનું કામ કર્યું છે તેમનું નામ લેનાર આજે કોઈ નથી. માખીઓ કહી રહી છે કે અમે સંગ્રહ કરવામાં જ આખું જીવન પસાર કરી દીધું.એ સંચિત ધન અમારા કામમાં ન આવ્યું ન તો અમે એ કોઈને દાનમાં આપી શક્યા, ન તો પોતે ભોગવી શક્યા. હવે આ છત્ત પડું પડું થઈ રહી છે એટલે માખીઓ જ પોતાના હાથ-પગ ઘસી રહી છે. આ તો કવિની કલ્પના છે. મહત્ત્વપૂર્ણ કલ્પના છે. જે સચ્ચાઈનું ઉદ્ઘાટન કરી રહી છે. જે લોકો પોતે ન તો દાન આપી શકે છે, ન તો સ્વયં ભોગવી શકે છે, એમના હાથમાં અંતે પસ્તાવો જ આવે છે. કંજૂસ માણસ દેવાનું જાણતો નથી, સ્વયં ભોગવવાનું પણ જાણતો નથી. પત્નીએ પતિને પૂછ્યું, “આપ ઉદાસ કેમ છો?” કોઈને આજ કાંઈ આપી દિીધું છે કે શું? એ પતિના કંજૂસ સ્વભાવને જાણતી હતી. વિચાર્યું કે પતિએ ભૂલથી કોઈને કંઈ આપી દીધું હશે અને હવે પસ્તાવો થઈ રહ્યો છે. ઉદાસીનું કદાચ આ જ કારણ હોય. પતિએ કહ્યું, “આપ્યું તો કોઈને નથી પણ બીજો આપતો હતો એ જોઈ ગયો છું એટલે ઉદાસ છું.” આવી વૃત્તિના લોકો પણ હોય છે. જે કોઈને આપતા જોઈ જાય તો પણ એમનું ખાવું-પીવું હરામ થઈ જાય છે. દરેક માણસે વર્તમાનની સમસ્યા પર વિચાર કરવાનો છે. વર્તમાનની સમાજવ્યવસ્થા પર, સમાજની દશા પર ચિંતન કરવાનું છે, જ્યાં એક તરફ અમીર લોકો હિંસાને ઉત્તેજન આપી રહ્યાં છે અને બીજી તરફ એવા લોકો છે, જેમને ભોજન માટે રોટી નથી. તેઓ પણ હિંસા વધારી રહ્યા છે. હિંસા બંને દ્વારા વધારવામાં આવી રહી છે. અહિંસાની વાતને આગળ વધારવાની છે તો હિંસાનાં જે કારણો છે, એ કારણોને ઓળખીને એમનું સમાધાન કરવાનું છે. સ્વાગત કરનારે વિચારવાનું છે કે તેઓ અહિંસાયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. બધા ઈચ્છે છે કે અમે હરિયાણામાં વધારે સમય રહીએ. કદાચ આપને જે જોઈએ છીએ કે જેના માટે આપના મનમાં અમારા મહાપ્રજ્ઞ વાણી -૬ co Page #92 -------------------------------------------------------------------------- ________________ આશીર્વાદની અપેક્ષા છે. વસ્તુ એટલે ધન નથી, ભૌતિક સુખ-સુવિધાની કામનાની પૂર્તિ અમારા દ્વારા શક્ય નથી. આપની અપીલ કે યાચના, અપેક્ષા સાંસારિક હોઈ શકે. અમે તો આપવા ને છોડવાની અપીલ કરીએ છીએ. જ્યાં સુધી આપણે સચ્ચાઈ સુધી પહોંચવાની કોશિશ નહીં કરીએ ત્યાં સુધી સમાજ સારો નહિ બને. વ્યક્તિ પણ સારો નહિ બને, હિંસા પણ ઓછી નહિ થાય. હિંસા કોઈ આકાશથી ટપકનારી વસ્તુ નથી કે પાતાળથી ફૂટનારી વસ્તુ નથી. આ ધરતીનો માણસ જ હિંસા પેદા કરે છે. સમાધાનનો ઉપાય પણ એણે શોધવાનો છે. ધૈર્ય, સહિષ્ણુતા, ઉદારતા, ક્ષમા, કરુણા - આ બધા ભાવ સમાપ્ત થતા જાય છે અથવા ઓછા થતા જાય છે. કોઈ કોઈને સહન કરવા તૈયાર નથી. ઘણી વિષય સ્થિતિ બને છે. અગર આ સ્થિતિ પર ધ્યાન ન અપાયું તો દરેક માણસ પોતાને અસુરક્ષિત અનુભવશે. આ સમસ્યા પર આખા સમાજે ચિંતન કરવાનું છે. આ પ્રકારના ચિંતનથી જ અમારું સાચા અર્થમાં સ્વાગત થશે. માત્ર શબ્દ અને ઔપચારિક સ્વાગત બહુ કામનું નથી. અમે બોલીને આપને રાજી કરીએ, આપ સ્વાગત વચનોથી અમને રાજી કરી દો, એનાથી કોઈ સાર નીકળવાનો નથી. હું કાર્યની સાર્થકતામાં જ રસ ધરાવું છું. એક ચોક્કસ લક્ષ્યની સાથે અમે નીકળ્યા છીએ અને લક્ષ્ય પ્રાપ્તિ જ અભીષ્ટ છે. હું અહીં આવ્યો છું તેનું સાર્થક પરિણામ પ્રાપ્ત થાય એ વાત પર જ મારી નજર છે. મારા આવવાથી આપને શો લાભ થયો? અને આપને ત્યાં આવવાથી અમને શો લાભ થયો? મૂળ વાત તો એ છે કે લાભ બંનેને થવો જોઈએ. અહિંસાની દૃષ્ટિએ અગર હરિયાણામાં કોઈ વિશિષ્ટ કાર્ય થાય તો હું એને લાભની સંજ્ઞા આપીશ. આપ અહિંસાની વાતને હૃદયંગમ કરો તો આપને લાભ થશે. જીવનમાં આપને પોતાને એનો અનુભવ થશે. એનો પ્રભાવ આપના જીવન પર પડશે જ. અહિંસાની સાધના જીવનને સંતોષ આપશે. આપને પણ સંતોષ થશે અને અમને પણ સંતોષ થશે કે અહિંસાના કામથી લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. અહિંસક જીવનશૈલી પરિવર્તન વગર શક્ય નથી. એ જ મોટું પરિવર્તન છે. હરિયાણા વિસ્તાર પાસે સહુથી મુશ્કેલ કાર્ય ૯૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ અહિંસાના કામની મને અપેક્ષા છે. આ કસોટી છે. અહિંસા મૂલ્યની વાત હૃદયે ધરવા જેવી છે. અમે આવ્યા છીએ ત્યારે સ્વાભાવિક છે કે હરિયાણામાં પણ અહિંસાની બાબતમાં પ્રગતિની અમને અપેક્ષા છે. સ્વાગત કરનાર સહુને અમે મોટી વાત કહી દીધી છે. એક અર્થમાં જવાબદારી સોંપી છે. સ્વનિરીક્ષણનું કામ સોંપ્યું છે. આત્મમંથનનું કામ સોંપ્યું છે. આ શરત ખૂબ મુશ્કેલ છે. આવી મુશ્કેલ વાતને અન્યથા ન લેશો. જાત સુધારણા માટે અને પરિવર્તન માટે આ વાતોનું મહત્ત્વ સમજશો. આત્મમંથન કરશો તો આપને આપનું દાયિત્વ સમજાશે. ઔપચારિક સ્વાગત વિધિ કરતાં આપનું દાયિત્વ વધારે છે. શાબ્દિક સ્વાગતની ઔપચારિકતા પછી જ સાચું કામ શરૂ થાય છે. સ્વાગતના સ્ટેજ પર તો ભીડ રહે છે સ્વાગત કરવા માટે, પણ કામ કરવાના મેદાનમાં આ સંખ્યા ઓછી થઈ જાય એમ પણ બને. સાચી જવાબદારી છે કામની. કામ થવું જોઈએ. અહિંસાયાત્રા પાછળનો ઉદ્દેશ જ એ છે કે અહિંસાની ભાવનાનો દરેક ક્ષેત્રમાં વિસ્તાર થાય. અમે એ ભાવનાનો પ્રસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો આવતા જાય છે, ભળતા જાય છે અને અમારા પ્રયાસનો પ્રવાહ પ્રસરતો જાય છે. આપને સોંપાયેલું આ દાયિત્વ છે. દાયિત્વ બોજ આપ સમજી શકો છો. આપના માથે, સ્વાગત કરનાર સહુના માથે અમે દાયિત્વ બોજ લાદી દીધો છે. જેમને જે બોજ સોંપાયો છે તેઓ તેનો નિર્વાહ કરશે તેવી આશા છે. ૧૧ જૂન ૯૨ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રહો અંદર, જીવો બહાર જીવનના બે પક્ષ છે – જ્ઞાન અને ક્રિયા. એક માણસ જાણતો ન હોય તેથી કાંઈ ન કરે એ અલગ વાત છે – એમાં નવાઈ નથી. એક માણસ જાણે છે, છતાં કાંઈ કરતો નથી એ આશ્ચર્યની વાત છે. આમ કેમ થાય છે? આ એક પ્રશ્ન છે અને આ પ્રશ્ન દરેક વ્યક્તિએ ચિંતન કરવું જોઈએ. જ્ઞાન માટે અમુક બિંદુ પ્રસ્તુત કરેલ છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી પદાર્થમાં ખૂબ મગ્ન રહેતો, ચેતના સ્તરે ક્યારે જીવતો ન હતો. જગત બે પ્રકારનું છે – પદાર્થનું જગત અને ચેતનાનું જગત, પદાર્થજગત પ્રત્યે આકર્ષણ હોવાનું કારણ છે જીવનયાત્રા તેના કારણે ચાલે છે. જીવનયાત્રાનો નિર્વાહ અને જીવનવિકાસનું ઉત્થાન - એ બંને દિશાઓ પર પદાર્થથી જ ચાલી શકાય છે. રોટી અને પાણીની મૂળભૂત આવશ્યકતા છે, પણ અમુક પદાર્થ એવા છે જે જીવનનિર્વાહ માટે આવશ્યક ન હોવા છતાં એ પદાર્થો માણસ માટે મજબૂરી બની જાય છે. એ માણસના મનને સહજ રીતે આકર્ષિત કરે છે અને એક વાર ઉપભોગ કરીએ તો કાલાન્તરે પણ બહુ મોટી જરૂરિયાત બની જાય છે. સુપરમાર્કેટમાં કે શૉરૂમમાં ઘણી વસ્તુઓ આપણું મન આકર્ષિત કરે છે. મન લલચાય એવા વિવિધ ઉપાયો વેપારીઓ શોધી કાઢે છે. રહો અંદર, જીવો બહાર ૯૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ અમે જયપુરમાં હતા. સામે ગૌરવ ટાવરમાં શોપિંગ કોમ્લેક્સ અને શો રૂમ હતા. પ્રશ્ન થયો કે અહીં આવનાર માણસ કેટલી વસ્તુઓ ખરીદે છે? કોઈએ જવાબ આપ્યો કે, “એ તો અંદર જઈએ એટલે ખબર પડે એટલી બધી વસ્તુઓ છે કે સહજ રીતે ગણતરી શક્ય નથી. ખાવા-પીવાનીદૈનિક ઉપયોગની આટલી વસ્તુઓ જોઈને આશ્ચર્ય થાય કે માણસે પોતાની જરૂરિયાત કેટલી વધારી લીધી છે. વસ્તુઓનું આકર્ષણ વધારે છે. આપણી ચેતના પરિસ્કૃત નથી, ત્યારે માણસ આકર્ષણમાં બંધાઈ જાય છે. કોઈ પણ માર્કેટ આજે એવું નથી કે જ્યાં ચેતનાને નિષ્ક્રિય અને પંગુ બનાવવાના સાધન મળતા ન હોય. જે પ્રત્યક્ષ લાભ આપે છે, એના પ્રત્યે વધારે આકર્ષણ થાય છે. જે પરોક્ષ પણ દૂરગામી લાભ આપે છે, જેનો લાભ સ્થાયી હોય છે, વિશેષ હિતકર હોય છે એના માટે આકર્ષણ થતું નથી. થાય તો પણ બહુ ઓછું હોય છે. મુનિએ બ્રહ્મદત્તને કહ્યું, ‘તમારી ચેતના પદાર્થ પ્રત્યે બહુ આકર્ષિત છે. આ સ્થિતિ તમારા માટે હિતકર નથી. તને ખબર છે કે એક દિવસ બધું છોડીને જવાનું છે.' ચક્રવર્તીએ કહ્યું, “મહારાજ! હું વાતને જાણું છું કે એક દિવસ બધું છોડીને જવાનું છે પણ પદાર્થમાં હું એવો બંધાઈ ગયો છું અને ભોગો પ્રત્યે એટલો આસક્ત છું કે હવે મારા વશમાં કશું નથી.” આ વાતને સહુ જાણે છે. એક માણસ ખૂબ અનૈતિક્તાથી ધન અર્જિત કરે, છળ-કપટ, દગાબાજી, બેઇમાની, સર્વ દૂષણોના સરવાળાથી ધન એકઠું કરે, એ માણસને શું જાણ નથી હોતી કે તે જે કરે છે તે ખોટું છે? શું તે બેખબર હોય છે? એવી વાત નથી. એને ખબર હોય છે કે બેઇમાની અને છળથી કમાયેલું ધન બહુ કામમાં નહિ આવે. એમાંથી એક પાઈ પણ તે સાથે લઈ જઈ શકવાનો નથી પણ એની ચેતના પર મોહનું, પરિગ્રહનું આવરણ છવાઈ જાય છે જે તેની સંવેદનશીલતાને પૂરેપૂરી નિષ્ક્રિય કરે છે. એવો માણસ જાણે પોતે અમર રહેવાનો છે એવી ધારણામાં જ સંચય કરે છે. એની લાલસા, ભોગવટાની કામના ખૂબ તીવ્ર હોય છે. ૯૪ મહાપ્રજ્ઞ વાણી -૬ Page #96 -------------------------------------------------------------------------- ________________ પદાર્થજગતમાં જીવનાર વ્યક્તિ પદાર્થ પ્રત્યે આસક્ત થાય છે. એ વિચારે છે કે બીજા તો બધા જતા રહેશે પણ પોતે તો અહીં જ રહી જવાનો છે. પદાર્થ વગર માણસ જીવી ન શકે એ વાતને આપણે સ્વીકારવી જ રહી પણ પદાર્થ વગર માણસ જીવી શકતો નથી એ સત્યનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો. પદાર્થસંગ્રહ કર્યા વિના, અપરાધ કર્યા વગર, અનર્થ કર્યા વગર પણ મેળવી શકાય છે એ પણ એક સત્ય છે. એ જરૂરી નથી કે ધન માટે અનૈતિક આચરણ કરવું પડે. જે વ્યક્તિ અનૈતિક આચરણ નથી કરતો, એ પણ જીવે છે. નૈતિક આચરણ કરનાર કદાચ બહુ મોજ/શોખ પૂરા ન કરી શકે, જાહોજલાલીથી જીવી ન શકે એ સંભવ છે પણ તેની જીવનશૈલીમાં સાત્ત્વિકતા હોય છે, પવિત્રતા હોય છે. અનૈતિકતા એક નશો છે, જેને જીવનમાં સ્થાન આપી દીધા પછી વ્યક્તિ જાણે તેના વગર રહી શકતો નથી. એ તેની આદત બની જાય છે. ખબર છે કે એક દિવસ બધું જ છોડીને જવાનું છે છતાં મન માનતું નથી. જાણવા છતાં છોડી શકાતું નથી. આજે વ્યવસાયમાં અનૈતિકતાને માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. એમ નથી મનાતું કે અનૈતિકતા કરી ખોટું કામ કર્યું છે. ક્યારેક તો બુરાઈને પણ વ્યાપક સ્વીકૃતિ મળે છે. પદાર્થનું મૂલ્ય એટલું પ્રતિષ્ઠિત થઈ જાય છે કે પદાર્થની પ્રાપ્તિના કુમાર્ગો પણ ઘણા લોકોની સ્વીકૃતિ પામે છે. જેની ચેતના જાગૃત ! છે તે પદાર્થની આસક્તિથી મુક્ત થઈ જાય છે. એક વખત નગરમાં સંન્યાસી આવ્યા. તેમની દિનચર્યા અનોખી હતી. એ ઘરોમાં ભિક્ષા માગતા ન હતા પણ ખેતરોમાં વેરવિખેર દાણા વીણીને પોતાનું કામ ચલાવતા. જૈન વિશ્વભારતી પરિસરમાં વાટિકાઓ અને બીજાં સ્થળોએ સુંદર વાક્યો લખ્યાં છે. સેવાભાવી મુનિ ચંપાલાલજીના સમાધિ સ્થળે ચાર પંક્તિઓ છે : સ્વર્ણ ભસ્મ કો ખાને વાલે ઇસી ઘાટ પર આએ, દાને બીન ચબાને વાલે ઇસી ઘાટ પર આએ, ગગન ધ્વની ફહરાને વાલે ઇસી ઘાટ પર આએ, બિના કફન મર જાને વાલે ઇસી ઘાટ પર આએ. રહો અંદર, જીવો બહાર ૯૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ણભસ્મ ખાનાર હોય કે દાણા વીણીને ખાનાર સહુએ આ ઘાટ પર જ આવવાનું છે. સહુએ એક ઘાટ પર જવાનું છે. સહુની મંજિલ એક છે. મંજિલ સહુની સ્મશાન છે એ જાણીને પણ અજાણ બને છે. એ સંન્યાસી આ રીતે દાણા વીણીને પોતાનું જીવન પસાર કરતા હતા. એમની મજબૂરી કે શોખ નહીં જીવનવ્રત હતું. રાજાએ તે સાધુ વિષે સાંભળ્યું. એમણે વિચાર્યું કે મારા રાજયમાં ધન-ધાન્યનો અભાવ નથી છતાં પણ રાજ્યમાં આવા ભિક્ષુ કે સંન્યાસી છે જે દાણા વણીને પોતાના ઉદરનું પોષણ કરે છે. રાજાને આ વાત જચી નહિ. તેઓ જાતે સંન્યાસી પાસે ગયા. જોયું તો સંન્યાસી એમને ખૂબ તેજસ્વી લાગ્યા. સંન્યાસીને પ્રણામ કરી રાજાએ કહ્યું, “ક્ષમા કરો મહારાજ!મને ખબર પડી છે કે જીવનનિર્વાહ માટે આપે દાણા વીણવા પડે છે. આ મારા માટે શરમની વાત છે. હું આપના માટે રાજ્ય તરફથી બધી જ વ્યવસ્થા કરીશ. આપ જેવા તેજસ્વી પુરુષે આ રીતે હેરાન થવાની જરૂર નથી. ત્યારે કોઈએ સંન્યાસીનો પરિચય આપતા કહ્યું, મહારાજ ! આ કોઈ ભિક્ષુ નથી, એ કણાદ ઋષિ છે. ભારતીય દર્શનોમાં એક વૈશેષિક દર્શન છે. એ દર્શનના એક પ્રવર્તક થયા, તેમનું નામ કણાદ. પરિચય આપનારે કહ્યું, મહારાજ! આ કોઈ સાધારણ સંન્યાસી નથી, કે નથી એમને અનો અભાવ. એમની પાસે સ્વર્ણ-નિર્માણની વિદ્યા છે, ઇચ્છે તો પોતાની વિદ્યા દ્વારા સોનાનો પહાડ નિર્માણ કરી શકે છે. રાજા તો પદાર્થવાદી ચેતનાવાળો હતો. આ વાત સાંભળીને તે અવાફ રહી ગયો. એનું દિમાગ ચકરાઈ ગયું. સંન્યાસીની નજીક જઈને બોલ્યો. મહારાજ! હું ધન્ય થઈ ગયો, આપના દર્શન થયા. હું એક મોટા રાજ્યનો શાસક છું. અત્યારે રાજ્યની નાણાકીય સ્થિતિ ડામાડોળ છે. અર્થવ્યવસ્થા ખૂબ ખરાબ છે. બે યુદ્ધોએ રાજ્યની અર્થવ્યવસ્થાને બહુ નુકસાન પહોંચાડ્યું છે. ભંડાર ખાલી છે. આપ કૃપા કરી મને સ્વર્ણસિદ્ધિ વિદ્યા શીખવશો તો આપનો અનુગ્રહ થશે.' તપસ્વી સંન્યાસીએ કહ્યું, રાજન! હમણાં તો થોડી વાર પહેલાં આપે મને મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #98 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુક સંન્યાસી કહીને સંબોધન કરેલું. આપે મારા માટે જીવનનિર્વાહની વ્યવસ્થા કરવાની વાત કરેલી. હવે આપ મારી પાસેથી કંઈક માગી રહ્યા છો, જણાવો હું ભિખારી છું કે આપ? રાજાનો ચહેરો ધૂમિલ થઈ ગયો. આંખો નીચી થઈ ગઈ. કંઈ બોલી ન શક્યો. પદાર્થજગતમાં જીવનાર કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જે ભિખારી ન હોય. કાલે કે પરમદિવસે એક પુસ્તક વાંચી રહ્યો હતો. એમાં એક કહાની હતી. એક ભિખારી ધનપતિ પાસે કંઈક માગવા ગયો તો એણે કહ્યું, “હમણાં નહીં બે કલાક પછી આવજે, અત્યારે તો હું મંદિર જઈ રહ્યો છું એટલું કહીને એ ધનિક મંદિર તરફ આગળ વધ્યો. યાચક તેની પાછળ-પાછળ ગયો. ત્યાં જઈને મંદિરમાં જોયું તો ધનપતિ દેવતાની મૂર્તિ સમક્ષ યાચના કરી રહ્યો હતો.' - “પ્રભુ! હું તમારા દ્વારે આવેલો એક દિન યાચક છું. સહુને આપનાર છે સર્જનહાર ! કૃપા કરી મારી ઝોળી પણ ભરી દો.” ભિખારીએ વિચાર્યું, “હું તો આ વળી કેવા ભિખારીના પનારે પડ્યો. આ પોતે બિચારો નાક રગડી રગંડીને કરગરી રહ્યો છે, મને શું આપશે?” એણે તત્કાળ રસ્તો બદલી નાખ્યો. આમ જુઓ તો ભિખારી કોણ નથી? બધા છે, કારણ કે ધન-વૈભવની બધાને જરૂરત છે. પણ એ વ્યક્તિ જે પોતાની ચેતનાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે, એ મહાન હોય છે. કોઈ એમ કહે કે પદાર્થજગતને હું છોડી દઈશ, એનાથી કોઈ સંબંધ નહિ રાખું તે બિલકુલ જૂઠી વાત છે. શરીરધારી પદાર્થથી પોતાની જાતને પૂરી દૂર કરવાનો સંકલ્પ કરે અને આત્માના સાંનિધ્યમાં રહે તો એને પદાર્થની ચેતના કદી મૂચ્છિત કરી શકતી નથી. શરીરમાં પણ રહેવાનું છે, આત્મામાં પણ રહેવાનું છે, બંનેમાં રહેવાની કળા સાધી લીધી, એ કદી જીવ અને જગતના સંગ્રામમાં ઉલઝશે નહીં. માત્ર શરીર અને શરીરમાં જ રહેનાર હંમેશા દુઃખી રહે છે. માત્ર આત્મામાં રહેવાથી શરીર ચાલતું નથી, એટલે શરીરની સાથેસાથે આત્માના સાંનિધ્યમાં રહેવાનો પ્રયાસ કરવો પડે છે. જે માત્ર શરીરમાં જ રહે છે, એને તનાવ, ચિંતા, ભય, દરેક સમયે ઘેરાયેલો રહે છે. રહો અંદર, જીવો બહાર ૯૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ એક નવો રસ્તો શોધવાનો છે. ન પદાર્થનો અતિવાદ, ન ચેતનાનો અતિવાદ. અગર પદાર્થમાં જ બધું સુખ શોધવાનો પ્રયત્ન કરીશું તો પરિણામમાં મળશે દુ:ખ અને દુષ્ચિતા. કેવળ ચેતનામાં જ રહીશું તો શરીર નહીં ચાલી શકે. શરીરધારીએ શરીર ચલાવવા માટે એને પોષણ આપવું પડે છે, એના માટે પદાર્થનું શરણ લેવું અનિવાર્ય છે. જ્ઞાતાસૂત્રનો એક પ્રસંગ છે. એક બહુ ધનવાન શેઠના નોકરે આભૂષણોની લાલચમાં શેઠના પુત્રની હત્યા કરી. સંજોગો એવા થયા કે કોઈ ગુનામાં શેઠે પણ જેલ જવાનું થયું.જેલની એક જ કોટડીમાં બંનેને રહેવાનું થયું. બંનેને હાથકડી પહેરાવવામાં આવી. પગ બેડીઓથી જકડાઈ ગયા. બંનેના એક-એક પગને ભેગા બાંધવામાં આવ્યા. સહવાસ અનિવાર્ય થયો. પુત્રના હત્યારા સાથે શેઠને પરાણે જીવવાનો વારો આવ્યો. શેઠને ઘરનું ભોજન ખાવાની વિશેષ છૂટ હતી. ભોજન પછી શેઠને ટોયલેટ જવાનું થયું. હત્યારા કેદીએ સાથે આવવાની ના પાડી. પગ એક સાથે બંધાયેલા હતા. આખરે શેઠે તેની સાથે વિનંતીપૂર્વક સમાધાન કરવું પડ્યું કે ઘરેથી જે જમવાનું આવશે એમાં અરધો હિસ્સો એને આપવામાં આવશે. બીજા દિવસથી સાથી કેદીને ભોજનમાં ભાગ મળવા લાગ્યો. આ વાત શેઠાણી સુધી પહોંચી તો તેના ક્રોધનો પાર ન રહ્યો. સજાની અવિધ પૂરી થઈ કે શેઠ ઘરે પહોંચ્યા. શેઠાણી તો બરાબર નારાજ હતાં અને કહ્યું, ‘પુત્રના હત્યારાને ભોજન આપનાર સાથે હું વાત કરવા ઇચ્છતી નથી.’ શેઠે નારાજ પત્નીને સમજાવવા ખૂબ મહેનત કરી પછી કહ્યું, ‘ભાઈ ! ગુસ્સે થતાં પહેલાં મારી વાત તો સાંભળ ! મેં કઈ પરિસ્થિતિમાં એ હત્યારાને જમાડ્યો છે તે તો સાંભળવાની કૃપા કર. પછી તું નારાજ થજે.' આખરે શેઠની વાત સાંભળ્યા પછી શેઠાણીની નારાજગી દૂર થઈ. જીવનમાં સમજૂતી કરવી જરૂરી થઈ જાય છે. સહુની સાથે અલિખિત સમજૂતી કરવી પડે છે. સમજૂતી જરૂર પૂરતી. આપણે રહીએ આત્મામાં અને જીવીએ પદાર્થજગતમાં. આ બે સૂત્રોને પકડી લઈએ કે જીવવાનું છે પદાર્થજગતમાં અને રહેવાનું છે આત્મામાં કે ચેતનાના જગતમાં. જ્યાં મહાપ્રજ્ઞ વાણી - ૬ EC Page #100 -------------------------------------------------------------------------- ________________ જીવવાનો પ્રશ્ન છે, ત્યાં પદાર્થની સાથે પણ જ્યાં રહેવાનો પ્રશ્ન છે, ત્યાં આત્મા સાથે રહીશું. જે આ પ્રકારે સમજૂતી કરી લે છે, એનું જીવન સમાધિનું જીવન હોય છે. પ્રેક્ષાધ્યાનનું એક સૂત્ર છે – રહો અંદર, જીવો બહાર. આ સૂત્ર પર પૂરો અમલ થાય તો શાંતિ અને સમજદારીનું જીવન જીવી શકાય છે. જે સમાધાનકારી મનોવલણ ધરાવતા નથી, જેનામાં આગ્રહ છે, અતિવાદ છે, એકાંગી જીવન જીવે છે, એ સુખમય જીવન જીવે છે. ચેતનાના મૂલ્યને ભૂલીને જે કેવળ પદાર્થમાં જ અટકી જાય છે, એનું ચિંતન પણ બીજી રીતનું થઈ જાય છે. ગામડાનો એક જાટ શહેરમાં આવ્યો. ત્યાં એક કંદોઈની દુકાન પાસેથી પસાર થઈ રહ્યો હતો. જોયું તો ગરમ-ગરમ જલેબી ઉતરી રહી છે. મન લલચાયું. એણે કહ્યું, “મારે જલેબી જોઈએ છે.' . “કેટલી ?' ભરપેટ “પાંચ રૂપિયા થશે.' - એ વખતે પાંચ રૂપિયાની કિંમત હતી. જાટે કહ્યું, આપી દઈશ.” કંદોઈએ દોઢ કિલો જલેબી તોળી દીધી. એક માણસ માટે પૂરતી ગણાય. પણ જાટતો જોતજોતામાં દોઢ કિલો જલેબી ખાઈ ગયો. એણે થોડી વધારે માગી તો કંદોઈએ આપી. ફરી વધારે માગી તો કંદોઈ અકળાયો. “બે કિલો તો ખાઈ ગયો, હવે કેટલી ખાઈશ?” જાટે કહ્યું, “હું ગામડાનો માણસ છું.” આ જલેબી તો ભારે મજાની છે. હુંછમણ ખાઈ શકું છું. આ તો દસ મણ ખાઈશ. “કંદોઈએ હાથ જોડ્યા, ભાઈ ! તું અહીંથી જા. મારે તારા પાંચ રૂપિયા પણ જોઈતા નથી. જે ખાધી તે ભલે ખાધી પણ રવાના થઈ જા.” માત્ર પદાર્થજગતમાં જે જીવે છે, એનો એક અલગ વ્યવહાર, અલગ દષ્ટિ રહો અંદર, જીવો બહાર Page #101 -------------------------------------------------------------------------- ________________ હોય છે. સમજૂતી કરનાર, મધ્યમ માર્ગ અપનાવનારની સમ્યફ દૃષ્ટિ હોય છે. એ દષ્ટિ એ છે કે ન તો પદાર્થથી ધૃણા કરો અને ન તો ચેતનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. આપણે ચેતનાની સાથે પણ રહીએ અને પદાર્થની સાથે પણ રહીએ. પ્રેક્ષાધ્યાનનું આ સૂત્ર છે, “રહો ભીતર, જીવો બહાર' – આ સૂત્ર કામનું છે. નવી જીવનશૈલીનું નિર્માણ આ સૂત્ર દ્વારા થઈ શકે છે. આપણી આ નવી જીવનશૈલી એ પ્રકારની હશે કે ચોવીસ કલાક પદાર્થનો ઉપભોગ કરવા છતાં પણ ચેતના સાથે રહેશે. ચોવીસ કલાક નહીં તો પાંચ-સાત કલાક પણ ચેતનાની સાથે રહેવાનો અભ્યાસ તો અવશ્ય કરો. ચેતનાની સાથે રહેનાર કદી આસક્ત નથી થતો, બંધનમાં બંધાયેલો રહેતો નથી. એક માણસ ગાયને દોરડેથી દોરીને લઈ જઈ રહ્યો હતો. ગાય આગળ આગળ દોડતી હતી. એ પાછળ પાછળ દોરડું પકડીને દોડતો હતો. બે દાર્શનિક રસ્તેથી પસાર થયા. તેમણે આ રીતે પેલા માણસને દોડતો જોયો.એક દાર્શનિકે બીજા દાર્શનિકને પૂછ્યું, “કહો ગાય અને માણસમાં બંધાયેલી કોણ છે?' ગાય કે માણસ ? બીજાએ કહ્યું, “દેખાતું નથી? ગાય જ રસ્સીથી બંધાયેલો છે.” પ્રશ્ન પૂછનારે કહ્યું, “જો તો ખરો. માણસ ગાયની પાછળ દોડે છે. ગાય તો મુક્ત થવા ઇચ્છે છે, બંધનગ્રસ્ત તો માણસ છે જે છોડવા તૈયાર નથી.” આપણે બંધાઈએ નહીં. આસક્ત ન બનીએ. પદાર્થ પ્રત્યે આસક્તિ ન થાય. આ પ્રકારની ચેતના ત્યારે જ બની શકે જ્યારે એવો વિવેક જાગૃત થાય કે મારે સુખી રહેવા માટે ચેતના સાથે રહેવાનું છે. ચેતનાની સાથે જ રહે છે, એ દુઃખ, તનાવ, સમસ્યા આદિથી મુક્ત રહે છે. સમન્વય અને સમજૂતીની જીવનશૈલી નિર્માણ થાય તો જીવન આનંદપૂર્વક જીવી શકાય છે. ૧૪ જૂન ૧૦૦ મહપ્રજ્ઞ વાણી- ૬ Page #102 -------------------------------------------------------------------------- ________________ આત્મવિધ સર્વવિધ ૧૧ આત્મવિધ સર્વવિધ ભારતીય દર્શનમાં ‘સર્વજ્ઞ' શબ્દનું ઘણું મહત્ત્વ છે. માણસની જાણકારીની એક મર્યાદા હોય છે. જે ઘણું જાણે છે એ નહિ પણ બધું જ જાણે છે તે સર્વજ્ઞ છે. જાણવાનું કશું બાકી નથી તે સર્વજ્ઞ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ-બધું જાણે છે. એક વાક્ય ઉપનિષદોમાં પણ છે અને જૈન સાહિત્યમાં પણ છે - યે આત્મવિદ તે સર્વવિદ’ સર્વજ્ઞ કોણ ? જવાબ મળ્યો – જે આત્માને જાણે છે, તે સર્વજ્ઞ છે. જટિલ પ્રશ્ન છે કે એક આત્માને જાણનાર બધું કેવી રીતે જાણે છે ? એમ હોય તો ભણવા-ગણવાની જરૂર ખરી ? એક આત્માની જાણકારી થઈ ગઈ, બધું આવી ગયું એમાં. સાધના દ્વારા આત્માનો બોધ કરી લીધો, બધું જ્ઞાનમાં આવી ગયું. પ્રશ્ન પણ જટિલ છે અને એનો ઉત્તર આપવો પણ કઠિન છે. આત્મવિધ સર્વવિધ કઈ રીતે થઈ શકે છે ? આ પ્રશ્ન પર અનેક રીતે વિચારી શકાય. એક દૃષ્ટિ બહુ સહજ હોઈ શકે કે બધું જ્ઞાન આત્મામાં છે. પદાર્થમાં જ્ઞાન નથી. અનાત્મમાં જ્ઞાન નથી. જે અનાત્મ છે, અચેતન છે, એમાં જ્ઞાન નહીં. જ્ઞાનનું કેન્દ્ર છે આત્મા. એમાં જ્ઞાન છે. જે વ્યક્તિ આત્માને જાણે છે, જે વ્યક્તિ આત્માને વિશુદ્ધ કરે છે, અને જે જ્ઞાનને અનાવૃત કરે છે, એ સર્વજ્ઞ કહેવાય છે. જ્યાં સુધી આત્મા પર આવરણ છે, જ્ઞાન જીવિત રહેશે. ૧૦૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ પડદો હટી જાય તો આવરણ દૂર થઈ જાય, જ્ઞાન નિરાવરણ થઈ જાય તો બધું આંખો આગળ આવી જાય, વ્યક્તિ સર્વજ્ઞ થઈ જાય. જ્ઞાન અનેક છે, જ્ઞાનના અલગ-અલગ વર્ગીકરણ થયા. દાર્શનિકોએ ઘણા પ્રકારનાં વર્ગીકરણ કર્યા છે પણ વાસ્તવમાં જ્ઞાન એક છે. જયાચાર્યએ આ વાત સમજાવવા બહુ સરળ ઉદાહરણ આપ્યું છે. તેઓ તત્ત્વજ્ઞ આચાર્ય હતા. મહાન તત્ત્વવેત્તા હતા. તેમની સમક્ષ જ્ઞાનનું આ વર્ગીકરણ આવ્યું કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. પણ એમણે કહ્યું કે જ્ઞાન કેવળ એક છે - કેવલજ્ઞાન. શેષ બધા કેવળજ્ઞાનના આવરણના કારણે છે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું, “આ ચોકી છે જે રેતીમાં દબાયેલી છે. રેતીમાં તો મકાન પણ ઢંકાઈ જાય છે. સાધારણ ચોકીનું દબાવવું કાંઈ અસ્વાભાવિક છે? સહરાના રણમાં ખોદકામ ચાલતું હતું. તોપનું નાળચું દેખાયું. તરત શોર મચી ગયો કે નીચે તો તોપ દબાયેલી છે. તરત ક્ષીણ અવાજ આવ્યો કે માત્ર તોપ જ નથી, મારા જેવા ઘણા ઘોડેસવાર પણ આ રેતી નીચે દબાયા છે.” * જયાચાર્યએ કહ્યું, “ચોકી રેતીમાં દબાઈ ગઈ. એનો એક ખૂણો દેખાવા લાગ્યો તો એને કોઈ નામ આપી દીધું, બીજો, ત્રીજો, ચોથો ખૂણો દેખાયો તો એનું પણ અલગ-અલગ નામ આપી દેવાશે. પૂરી ચોકી જ્યાં સુધી નહીં દેખાય, અનાવૃત નહીં થાય, એની ઓળખ નહીં થાય. ઉપરથી બધી રેતી હટી જશે પછી જ એ ઓળખાશે.' આપણું જ્ઞાન પણ એક છે પણ કર્મની ધૂળ આવૃત્ત થઈ જવાના કારણે તે અલગ-અલગ નામથી ઓળખાય છે. જરૂર છે આવરણને નિરાવરણ કરવાની. આવરણ હટી જાય તો સ્પષ્ટ થઈ જાય કે જે આત્માને જાણે છે એ બધાને જાણી લે છે. આ સાધના દ્વારા સંભવ છે. વિકાસના અનેક સાધન છે. વાતચીતથી પણ જાણકારી મળે છે. બીજાના વ્યવહારથી પણ જાણકારી વધે છે. બીજાને કામ કરતા જોઈને પણ જાણકારી મળે છે. પારિવારિક આનુવંશિકતાના કારણે પણ જાણકારી મળે છે. જાણકારીના અનેક સ્ત્રોત છે. કેળવણીથી પણ Page #104 -------------------------------------------------------------------------- ________________ જાણકારી મળે છે પણ જાણકારીના વિકાસનો બહુ મોટો સ્ત્રોત છે સાધના. મનની ચંચળતાને દૂર કરી જે અતીન્દ્રિય ચેતનાને જાગૃત કરે છે, એ જ્ઞાની છે. જ્ઞાનનો સહુથી મોટો સ્ત્રોત છે અતીન્દ્રિય ચેતનાનો વિકાસ અને તે મનની ચંચળતાની સ્થિતિમાં થતો નથી. જયારે મનની ચંચળતા ઓછી થાય છે ત્યારે ભીતરની શક્તિઓ જાગૃત થાય છે. કાચમાં માં જોઈ શકાય પણ કાચને જોરથી ઘુમાવીએ તો મોં નહિ દેખાય. લોકો સમસ્યાનો હલ લાવવા અનેક સાધન શોધે છે પણ મનની ચંચળતા દૂર કરવા વિષે એમનું ધ્યાન જતું નથી. મનની ચંચળતા કઈ રીતે દૂર થાય, એ એક પ્રશ્ન છે. જયાં સુધી અહંકાર છે ત્યાં સુધી મનની ચંચળતા દૂર થતી નથી. અહંકાર વિકલ્પ અને તર્ક જન્માવે છે એટલે ચંચળતા વધે છે. શિષ્યએ ગુરુ પાસે રહી અધ્યયન કર્યું. અધ્યયનની સમાપ્તિ બાદ દક્ષિણાનો સમય આવ્યો તો શિષ્ય બોલ્યો, “હું દક્ષિણા માટે પ્રસ્તુત છું. આપ કૃપા કરી જણાવો કે હું શું આપું?” ગુરુએ કહ્યું, “આ દુનિયામાં જે સવાધિક અનુપયોગી વસ્તુ હોય તે મને આપો.' શિષ્ય મૂંઝાયો. ખૂબ વિચાર કરવા છતાં પણ એવી કોઈ ચીજ તેના ધ્યાનમાં આવી નહીં, જેનો કોઈ ઉપયોગ ન હોય. એકેએક નાની-મોટી વસ્તુ પર તે ધ્યાન આપતો ગયો પણ કોઈ પણ વસ્તુ તેના ધ્યાનમાં આવી નહીં, જે અનુપયોગી હોય, વ્યર્થ હોય. ધૂળ અને માટી પણ ઉપયોગી જણાઈ. બહુવિચાર કર્યા બાદ તેને લાગ્યું કે, અહંકાર એ વસ્તુ છે, જેનો કોઈ ઉપયોગ નથી. તે ગુરુ પાસે ગયો અને બોલ્યો, “ગુરુદેવ! બહુ વિચાર કરવા છતાં મને કોઈ અનુપયોગી વસ્તુ દેખાઈ નથી. એક અહંકાર છે જેને હું અનુપયોગી માનું છું. અને એ જ આપને દક્ષિણામાં આપવા ઇચ્છું છું.” ગુરુએ શિષ્યની દક્ષિણા સ્વીકારી લીધી. અહંકાર એવી વસ્તુ છે જે ઉપયોગી નથી. મેં ઘણીવાર કહ્યું છે કે જે કોઈ શ્રોતા પ્રવચન સાંભળવા આવે તે અહંકારને પોટલીમાં બાંધીને પોતાના ઘરે છોડીને આવે, ત્યારે જ્ઞાન મળશે. અન્યથા અહંકાર માથે ભરાયો હશે તો આત્મવિઘસર્વવિધ ૧૦૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ સાંભળેલું કશું કામ નહિ આવે. પ્રવચન સાંભળવું એ સમય બરબાદ કરવા જેવું થશે. અહંનો વિલય બહુ મોટી વાત છે પણ મુશ્કેલી એ છે કે અહંકાર વ્યક્તિની સાથે જોડાયેલો છે. એ વ્યક્તિની અંદર બેઠો છે. અહંકારનો વિલય કઠિન છે. આપણી સંસ્કૃતિમાં અભિવાદન તરીકે સાષ્ટાંગ પ્રણામની જે રીત છે એ કદાચ દુનિયાની કોઈ સંસ્કૃતિમાં નહિ મળે. એનો પ્રયોગ કેમ થયો અભિવાદનમાં ? એટલા માટે કે માથું ઉત્તમાંગ છે. બધા અંગોમાં ઉત્તમ અંગ છે આપણું માથું અને લલાટ. માથું બધી વિદ્યાઓ, કલાઓનું કેન્દ્ર છે, ઉદ્ગમ સ્થળ છે. માથું નમાવવું અઘરું કામ છે. કોઈના પગમાં લલાટ ટેકવવું એ વધારે મુશ્કેલ છે. કોઈ મહાપુરુષ પાસે જવાનું થાય ત્યારે અહંકારનો વિલય કરીને જવાય. જો કે અમારા માટે આ એક સમસ્યા છે. અમે લોકોના ઝુકાવ-આદરથી બચવાનો પ્રયાસ કરીએ છીએ. રાજસ્થાનના એક પ્રસિદ્ધ જ્યોતિર્વિદ પ્રતાપજી ચૌહાણે એક વખત આચાર્ય તુલસી અને મને કહ્યું હતું કે આપ એક વાતનું ધ્યાન રાખો કે કોઈ આપના ચરણસ્પર્શ ન કરે. અમે યથાસંભવ બચવાનો પ્રયત્ન કરીએ છીએ, છતાં લોકો માનતા નથી. ચરણસ્પર્શ કરી લે છે. માથું ટેકવવું અવિલયનો બહુ મોટો પ્રયોગ છે. સમર્પણનું પ્રતીક છે. મુગલ સમ્રાટ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે લાંબો સમય સંઘર્ષ રહ્યો. અકબર મહારાણા પ્રતાપના સ્વાભિમાનથી પરિચિત અને બહાદુરીનો પ્રશંસક. છેવટે તેણે મહારાણાને પ્રસ્તાવ મોકલ્યો કે આપ આપનું રાજ્ય કરો. મને કોઈ વાંધો નથી. હું તો માત્ર એટલું ઇચ્છું છું કે એક વખત આપ માથું નમાવી મને બાદશાહ તરીકે સ્વીકારો. પણ મહારાજાએ પોતાના સમગ્ર જીવન દરમિયાન અકબરની આ ઇચ્છા ક્યારેય પૂરી કરી નહીં. મહેલ છોડ્યો, જંગલમાં ભટકવાનું થયું. લૂખી, સૂકી રોટી ખાધી, પણ કોઈની આગળ માથું નમાવ્યું નહિ. અહીં માથું નમાવવાનો અર્થ છે કે માથું નમે ત્યાગ, તપસ્યા અને સંયમની સામે. ધન, બળ, અને ઐશ્વર્યની સામે માથું ન નમે. બધો અહંકાર તો ધન અને ૧૦૪ મહપ્રજ્ઞ વાણી - ૬ Page #106 -------------------------------------------------------------------------- ________________ સત્તાની સાથે જોડાયેલ છે. રાત્રિના સમયે રામકૃષ્ણ પરમહંસ ગુરુ તોતાપુરીની સાથે અધ્યાત્મની ચર્ચા કરી રહ્યા હતા. ઠંડીનો સમય હતો. પાસે જ ધૂણી ધખાવી હતી. બાગની દેખભાળ કરનાર માળી આવ્યો અને ધૂણીમાંથી આગ લઈને પોતાની ચલમ ભરવા લાગ્યો. એમણે તેને ધમકાવ્યો અને એક લાફો મારી દીધો. માળી રડમસ થઈને જતો રહ્યો. પરમહંસ એકાએક હસી પડ્યા. તોતાપુરીએ કહ્યું, “આ અસ્પૃશ્ય નોકરે ધૂણીની આગને સ્પર્શવાની ધૃષ્ટતા કરી, જેનો મેં ઉચિત દંડ આપ્યો, પણ તમને હસવું શી વાતનું આવ્યું? રામકૃષ્ણ પરમહંસ બોલ્યા, “મને તો આજે જીવનમાં પહેલી વખત એ ખબર પડી છે કે કોઈ ચીજ માત્ર સ્પર્શ કરવાથી અસ્પૃશ્ય થઈ જાય. એની સાથોસાથ આપના બ્રહ્મજ્ઞાનની વાસ્તવિકતાની પણ જાણ થઈ. હમણાં ચર્ચા દરમિયાન આપ, “એકોડહં દ્વિતીયોનાસ્ત”નો પ્રબળ પક્ષ લઈને દલીલ કરી રહ્યા હતા કે સમગ્ર જીવ-જગત એક બ્રહ્મના પ્રતિબિંબ સિવાય કાંઈ નથી અને બીજી તરફ ધૂણીની આગને સ્પર્શ કરનાર નિર્દોષ માળીને આપે ફટકારી દીધો. આ વાત મારી સમજમાં આવી નહિ. મને માત્ર એટલું સમજાયું કે દોષ આપનો નથી. આમ થવાનું કારણ આપની અંદર આસનસ્થ અહંકારના કારણે થયું છે. જેથી આપના માટે સહન કરવાનું સંભવ જ રહ્યું નથી.” તોતાપુરીને પોતાની ભૂલનું ભાન થયું. તેઓ પોતાના કૃત્ય પર લજ્જિત થયા અને રામકૃષ્ણને આ ઘટના ભૂલી જવા માટે કહ્યું. - જે તત્ત્વ અહંકારને પોષણ આપનાર છે, એને નષ્ટ કર્યા વગર અહંકારનો વિલય કઈ રીતે થાય? અહંનો વિલય ત્યાગની સામે થાય. એક સત્ય ઘટના છે. એક શેઠે પંડિતજીને કથાપૂજા કરવા આમંત્રિત કર્યા. પંડિતજી આવ્યા અને અનુષ્ઠાન પૂરું કરાવ્યું. પૂજા-પાઠ તો એક બહાનું હતું ખરેખર તો પૂજા-પાઠની આડશે શેઠને પોતાના અહંકારનું પ્રદર્શન કરવાનું હતું. નગરના સંભ્રાંત આત્મવિધવવિધ ૧૦૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ નાગિરકોને શેઠે ભોજન માટે આમંત્રિત કર્યા. તેઓ સંગેમરમર અને કાચની કારીગરીથી નિર્માણ પામેલ પોતાનું ભવ્ય ભવન બધાને બતાવવા ઇચ્છતા હતા. પુરોહિત પંડિતજીને તેમણે દક્ષિણામાં સોનાની સાંકળી ભેટ આપી. શેઠને એમ હતું કે પંડિતજી મારી ઉદારતા અને કૃપા પર ગદ્ગદ્ થઈ જશે પણ પંડિતના ચહેરા પર કોઈ ભાવ ન આવ્યો. શેઠે કહ્યું, “ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન કરાવવાની દક્ષિણા સ્વરૂપે આ સોનાની સાંકળી હું આપને પ્રદાન કરું છું.” - ત્યાં ઉપસ્થિત મહેમાન સમુદાયે તાળીઓનો ગડગડાટ કર્યો. - પંડિતજીની મુદ્રા તો પણ અપ્રભાવિત રહી. કોઈ જ્ઞાની પંડિત હોવો જોઈએ. અન્યથા યજમાન દ્વારા સો-સવાસો રૂપિયા મળે કે પંડિતજી આશીર્વાદ આપવા તત્પર થઈ જાય છે. પંડિતજીને નિરુત્સાહ જોઈ શેઠ તો અહંકારથી બોલ્યા, “પંડિતજી ! આપે આજ સુધી ઘણાને ત્યાં પૂજા-પાઠ કર્યા હશે. કોઈ એવો દાની આપને મળ્યો છે આજ સુધી કે જેણે સોનાની સાંકળી ભેટ કરી હોય? પંડિતજીથી આખરે રહેવાયું નહીં. શેઠજીને એમની ભાષામાં જવાબ આપવો જરૂરી હતો. તરત પોતાના ખિસ્સામાં હાથ નાખી એક રૂપિયો કાઢ્યો અને શેઠ સમક્ષ મૂકી કહ્યું, “શેઠ આપની સુવર્ણ સાંકળમાં એક રૂપિયો ઉમેરી આપને સાભાર પરત કરું છું અને આપને એક પ્રશ્ન પૂછું છું કે શું આજ સુધી આપને આવો કોઈ પંડિત મળ્યો છે કે નહિ?” શેઠનો બધો અહંકાર ચૂરચૂર થઈ ગયો. અહંકારના વિલયનું સ્થાન છે માત્ર ત્યાગ અને સંયમ. સામાજિક ક્ષેત્રમાં, ધાર્મિક ક્ષેત્રમાં, વ્યાપારિક ક્ષેત્રમાં અને રાજનૈતિક ક્ષેત્રમાં કામ કરનાર લોકો આ અહંકારના રોગથી ગ્રસ્ત છે. એમની સામે ઘણી સમસ્યા છે. એનાથી મુક્તિ મેળવવાનો કોઈ રસ્તો સૂઝતો નથી. ભારતની સંત પરંપરામાં ઘણા વિદ્યુત સંત થયા છે જેમનું જીવન પૂર્ણતઃ અહંકારશૂન્ય હતું. એમની પાસે જ્ઞાન હતું, અહંકાર ન હતો. એક વાત નક્કી છે કે ઘણી સમસ્યાઓ, ઘણા તર્ક અને પ્રશ્ન તથા મૂંઝવણો અહંકારના કારણે પેદા થાય છે. અહં માણસની અંદરથી નીકળી જાય તો પછી એની સરળતા અને મહાપ્રજ્ઞા વાણી -૬ ૧૦૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ એક બાળકની સરળતામાં કોઈ ફરક હોતો નથી. ઈસુએ કહ્યું છે કે ઈશ્વર સમક્ષ જવાનો સાચો અધિકાર એક માત્ર બાળકને છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યું છે કે – “ધમ્મો સુદ્ધસ્ટ ચિટલઈ ધર્મ ક્યાં ટકે છે? શુદ્ધ ચિત્તમાં ટકે છે. ચિત્ત શુદ્ધ છે તો પરિવારમાં શાંતિ રહે છે, સમાજ અને દેશમાં શાંતિ રહે છે. મુશ્કેલી એ છે કે માણસ બધું છોડી શકે છે પણ અહંકારને છોડી શકતો નથી. ખરેખર છોડવા યોગ્ય હોય તો અહંકાર જ છે. અમુક લોકો સ્વાભિમાની હોવાનો દાવો કરે છે. સ્વાભિમાની હોવું એ અલગ વાત છે અને અભિમાની હોવું અલગ વાત છે. સ્વાભિમાનની આડશે અહંકારને પોષવો એ અજ્ઞાન છે, અવિવેક છે. સાચી વાત તો એમ છે કે જ્યાં સુધી અહંની ભાવના છે, સ્વાભિમાન જાગૃત જ નહીં થાય. આપણે કઈ રીતે અહ વિલયની સાધના કરવી? કઈ રીતે આપણી નમ્રતાનો વિકાસ કરવો? વિનમ્રતાનો મતલબ જ છે અહંકારનો વિલય. બહારથી આવેલી બધી વસ્તુનો વિલય, માત્ર શુદ્ધ ચેતના રહે, બસ. આ શુદ્ધ ચેતના જાગૃત થાય તો આપણે કહી શકીએ કે – આત્મવિદૂ સઃ સર્વવિદ્ ૧૫ જૂના આત્મવિધસર્વવિધ ૧૦૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શિક્ષણ સમસ્યા કેમ ? પ્રાચીન સાહિત્યમાં કથન છે - ગામાણુગામે દુઇજ઼માણે – એક ગામથી બીજા ગામ મુનિ વિહાર કરે અને પ્રવચન કરે. લાંબા સમયથી અમારો આ ક્રમ-ઉપક્રમ ચાલુ છે. પગપાળા એક ગામથી બીજા ગામે જઈ રહ્યાં છીએ. જયપુરથી માનેસર પહોંચ્યા. રસ્તામાં ખબર નથી કેટલાં ગામ આવ્યાં ?! યાત્રામાં અધ્યયન કરવાનો મોકો બરાબર મળે છે. એક ગામથી બીજા ગામની યાત્રા દરમિયાન અધ્યયન કરવાનો અનુભવ મને એક જગ્યાએ બેસીને થતા અધ્યયન કરતાં શ્રેષ્ઠ જણાયો છે. જનતાનો સંપર્ક, જનતાની સમસ્યા અને એમની પાસેથી પ્રાપ્ત થતો અનુભવ ખૂબ કામ લાગે છે. પ્રશ્ન થાય કે રસ્તામાં આટલાં બધાં ગામ આવ્યાં. એમાં કયું ગામ સારું? આ એક મુશ્કેલ પ્રશ્ન છે પણ એનો જવાબ લાક્ષણિક રીતે આપી શકાય. આચાર્ય ભિક્ષુની પાસે એક વ્યક્તિએ આવીને પૂછ્યું, “આપની પાસે ઘણાં સાધુ છે એમાં કયા સાધુ ઉત્તમ છે? આચાર્ય ભિક્ષુએ કહ્યું, કોઈને સાધુ કે કોઈને અસાધુ કહેવાનું કામ મારું નથી. હું તમને સાચા સાધુનાં લક્ષણ જણાવી શકું. તમે પોતે નિર્ણય કરી શકો કે કોણ સારું નથી, કોણ સારું છે? એમ કહી આચાર્ય ભિક્ષુએ સાધુનાં લક્ષણ મહાપ્રજ્ઞ વાણી - ૬ ૧0૮ Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નકર્તાને જણાવ્યા. આપણી સામે પણ એવો પ્રશ્ન છે કે કયું ગામ સારું ? ! કયા ગામને હું સારું ગામ કહું ? અને કોને ખરાબ ? સારા અને ખરાબનાં લક્ષણ બતાવી શકાય. એના આધારે આપ નિર્ણય કરો. કસોટીના આધારે સારા-ખરાબનો નિર્ણય શક્ય છે. મારી દૃષ્ટિએ સારા ગામનું લક્ષણ છે જ્યાં શરાબ ન હોય. જે ગામના લોકો માદક પદાર્થોનું સેવન ન કરતા હોય એ અમારી દૃષ્ટિએ આદર્શ ગામ છે. નશો અપરાધનો જન્મદાતા છે. નશો અને અપરાધ વચ્ચે એકતા છે. જ્યાં એક છે, ત્યાં બીજાની ઉપસ્થિતિ અનિવાર્ય રૂપે હોય છે. બંનેમાં એકતા છે. શબ્દકોશમાં અગર નશાનો અર્થ બીજો છે, અપરાધનો અર્થ બીજો છે, પણ તાત્પર્યની દૃષ્ટિએ નશો અને અપરાધ બંનેમાં કોઈ મુશ્કેલી નથી. રાજસ્થાનમાં પહેલાં બહુ સારાં-સારાં ગામ હતાં. જ્યાં નશાનું પ્રમાણ નહોતું ત્યાં અત્યારે પ્રોત્સાહન મળે છે. કોઈ અધિકારી ગામમાં આવી નશાનો પ્રચાર કરતો નથી, પણ લાઇસન્સ ઉદારતાથી વિતરિત કરે છે અને પત્રપત્રિકાઓમાં જે આકર્ષક ઢંગથી શરાબનું વિજ્ઞાપન છપાય છે, પરોક્ષ રૂપે સરકારનું પ્રોત્સાહન જ કહી શકાય. નશાની કથા અને અપરાધની કથા એક સાથે શરૂ થાય છે. સારા ગામનું પ્રથમ લક્ષણ એ છે જ્યાં આવી પ્રવૃત્તિ ન થાય. બીજું લક્ષણ છે શિક્ષણનો વિકાસ. આજે લગભગ દરેક ગામમાં શાળા છે. શિક્ષણની વ્યવસ્થા અને શિક્ષણનું સ્તર પણ વધી ગયું છે પણ શિક્ષણ માત્ર વિદ્યાર્થીઓ માટે જ હોવું જોઈએ. વીસ-બાવીસ વર્ષ થઈ જાય, સ્નાતક થવાય, અનુસ્નાતક થવાય, પીએચ.ડી. થવાય એટલે શિક્ષણનું કામ પતી ન જાય. શિક્ષણને સ્થાન, અવસ્થા અને શ્રેણીની સાથે જોડી બહુ મોટી ભૂલ થઈ છે. પરીક્ષા સાથે શિક્ષણને જોડવું એ પણ ભૂલ છે. શિક્ષણ તો જીવનભર ચાલતી પ્રક્રિયા છે. માણસ ચાલીસ, પચાસ કે પંચોતરનો થાય ત્યારે પણ એનું શિક્ષણ ચાલતું રહેવું જોઈએ. સાઠ વર્ષ પછી કેળવણી તેનો અસલી રંગ બતાવે છે. એ સમયે પરિપક્વતા આવે છે. શિક્ષણ સમસ્યા કેમ ? ૧૦૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણના બે સ્ત્રોત છે. શબ્દ અને જીવન વ્યવહાર. અમુક વાતો શબ્દોના માધ્યમથી શીખવાય છે. એને માણસ ગ્રહણ પણ કરે છે, શબ્દના માધ્યમથી. આ કામ સારું કામ છે, આ ખરાબ કામ છે. આ કેળવણીનું શાબ્દિક માધ્યમ છે. આજથી પાંચ-સાત સદી પહેલાં ગામેગામ શાળાઓ ન હતી ગુરુકૂળો હતાં. છતાં આપણે એમ ન કહી શકીએ કે એ વખતે લોકો ઓછું ભણેલા હતા. એમણે શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ ખૂબ વિકાસ કર્યો હતો. શબ્દોના માધ્યમથી અને પોતાના અનુભવોથી એમણે શિક્ષણનો ખૂબ વિકાસ કર્યો. એક ખેડૂત કે કારીગરનો છોકરો પોતાના કામમાં એટલી કુશળતા પ્રાપ્ત કરે છે કે આજની આઈ.ટી.આઈ કે અન્ય એન્જિનિયરિંગ સંસ્થાના પ્રશિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાન કરતા વિશેષ કુશળતા ધરાવતો હોય છે. આપણી સામે એવા ઢગલાબંધ ઉદાહરણો છે કે એમણે ઘણા આશ્ચર્યકારી કામ કર્યા હોય. આ કેળવણી એમને વારસાની સાથે ગળથુથીમાંથી મળતી હતી. - શિક્ષણનું એક મોટું માધ્યમ છે. કર્મની, કાર્મિક શિક્ષણ એટલે કે માણસ કામ કરતાં કરતાં એ કામમાં દક્ષતા પ્રાપ્ત કરે છે. બે-ત્રણ દિવસ પહેલાંની વાત છે. અમારા સાધુઓ મકાનના ઉપલા માળે રોકાયા હતા. ઉપરથી એમનાં પાત્રો પડ્યાં. પાત્રોના ટુકડા થઈ ગયા. ફેંકી દીધા સિવાય કોઈ આરો ન હતો. સાધ્વી પ્રમુખાએ કહ્યું, “આને સાંધીને ફરી ઉપયોગમાં લઈ શકાય છે. મને આ વાત અઘરી લાગી, પણ કાલે એક પાત્ર મને બતાવવામાં આવ્યું જે તૂટી ગયું હતું તે સાંધીને બતાવ્યું. એ જોઈને મને આશ્ચર્ય થયું. આવી કેળવણી શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાંથી મળતી નથી. આપણા સંઘમાં આ કૌશલ શીખીને પ્રાપ્ત થાય છે. રંગકામ, લખાવટ, નિર્માણ આદિ માટે સાધુ-સાધ્વીઓને કોઈ પણ સંસ્થામાં પ્રશિક્ષણ આપવામાં આવતું નથી. આ કૌશલ આપણે ત્યાં પરંપરામાં છે. વરિષ્ઠ અને બુઝુર્ગ સાધુ-સાધ્વીઓ નાની વયના સાધુ-સાધ્વીઓને શિલ્પકલા અને બીજી વાતોનું પ્રશિક્ષણ આપે છે. આપણી આ પરંપરાને આજે લોકો ભૂલતા જાય છે. જે ગામના લોકોને સહજ રીતે પ્રાપ્ત હોય છે. આજે ન તો મા-બાપને ફુરસદ છે કે ન તો સંતાનોને. મહાપ્રજ્ઞ વાણી -૬ ૧૧૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ મોટા ઘરની દીકરી પરણીને જાય ત્યારે ચૂલો-ચોકડી તો સંભાળવાની હોતી નથી, તો પછી શીખીને શું કામ? આજે એક એવી સંસ્કૃતિ વિકસિત થઈ છે કે રાત્રે નવ-દસ વાગે ઘરેથી ગાડી લઈને નીકળી પડવાનું અને કોઈ મોટી હોટેલમાં જઈને જમીને મોડી રાત્રે ઘરે પાછા ફરે છે. ઘરના નોકર-નોકરાણી રસોઈ રાંધીને જમી લે છે. એ જ રીતે દાદીની વાતો, નાનીની વાતો, વીતેલા જમાનાની વાતો થઈ ગઈ છે. આજની મોડર્ન પેઢી એમની વાતો પર ધ્યાન આપશે? એમની વાતોને હસી કાઢવાનું વલણ છે. અમારી પાસે એવી ઘણી વાતો આવે છે કે નાનાનાના બાળકોને અભ્યાસ માટે પૂના, દહેરાદૂન, મૈસુર મોકલી દેવામાં આવે છે. હજી તો માંડ ચાલતા શીખ્યું હોય એ બાળકને ઘરમાંથી કાઢી મુકાય ખરું? આ તે કેવી સમજ! આ તે કેવી ઘેલછા ! “કમાઉ બનવાની લાલસાએ મા-બાપના મનમાં સંવેદનહીનતા ભરી દીધી છે કે એમની સામે ઉચિત-અનુચિતનો પ્રશ્ન ગૌણ થઈ જાય છે. દેશની કે વિદેશની મોંઘી ડિગ્રી લઈને ડૉક્ટર, વકીલ કે ટેક્નોક્રેટ બને પણ જીવનમાં સરસતા નામની કોઈ ચીજ નહીં હોય. પરિવારથી લાંબા સમય સુધી દૂર રહેવાના કારણે દયા, વાત્સલ્ય અને પોતાપણાનો જે ભાવ હોવો જોઈએ એનો તેના જીવનમાં પૂર્ણતયા અભાવ હશે, પણ એ વાતોની કોણ પરવા કરે છે? મા-બાપને તો એ ગૌરવ હોવું જોવું જોઈએ કે એમના સંતાને હાર્વર્ડ યુનિવિર્સિટીની ડિગ્રી લીધી છે. પણ સમરસતાના અભાવે આ ડિગ્રી જીવનમાં ભાવાત્મક ઘડતર ન થવાના કારણે ખાસ ઉપયોગી થતી નથી. એમને માત્ર સ્ટેટસની પરવા છે બીજી કોઈ વાતની નહીં. આજે ઘણા કરુણાજનક દશ્યો જોવા મળે છે. ચાર પુત્રો છે. બધા બરાબર કમાઈ રહ્યા છે પણ વૃદ્ધ મા-બાપની સંભાળ કરનાર કોઈ નથી. જેમણે બાળકોના જીવન-ઘડતર માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું, જીવનભરની કમાણી જેમને ગોઠવવામાં, મોટા કરવામાં ખર્ચી નાખી તેઓ જીવનના અંતિમ સમયમાં ઘણી યાતના અને એકલતા ભોગવી રહ્યા છે. અમુક સંતાનો પોતાનાં માતા-પિતા માટે શિક્ષણ સમસ્યા કેમ? ૧૧૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ નોકરની વ્યવસ્થા કરી દે છે. પ્રથમ જીવન વ્યવહારથી શિક્ષણ મળતું હતું. આજે શિક્ષણનો જે ક્રમ અને સ્થિતિ ચાલે છે, એના વિષે કાંઈ કહેવા જેવું નથી. શું કહેવું?! શિક્ષણનો સહુથી મોટો સ્ત્રોત છે જીવનનો વ્યવહાર. એ નથી તો પછી અનુપમ જેવી સ્થિતિ થઈ જાય છે. એના માટે કોઈ તુલના નથી, કોઈ ઉપમા નથી. એક એવી ધારણા છે કે મોંઘી અને લોકપ્રિય શિક્ષણ સંસ્થામાં ભણવાથી, ત્યાંથી સારી ડિગ્રી લઈને નીકળશે તો ઊંચા દરજ્જાની નોકરી મળી જાય. એમનું જીવન અને વ્યવહાર કેવા હશે? એ વાત પર વિચાર થતો નથી. પારિવારિક જીવનના પ્રશિક્ષણના અભાવમાં એમની દિશા કેવી હશે? આ પ્રશ્ન ગૌણ થઈ જાય છે. સંતાનો માબાપ સાથે રહે એ ઇચ્છનીય છે. જીવનોપયોગી ઘણી બાબતો તેમને શીખવા મળે છે. આપણી સાધુ-સંસ્થામાં તો એ પરંપરા જ રહી છે કે નવા સાધુ કે મુનિને ગીતાર્થ મુનિની પાસે રાખવામાં આવે. એ જાતે સ્વયં જીવન-વ્યવહારથી શીખી જશે. આચાર્ય તુલસી સાથે કોઈ મુનિ રહે તો એ આચાર્યશ્રીનું અનુકરણ કરી ઘણું બધું શીખી લેતો. દરેક સમ્યફ ક્રિયા શીખવ્યા વગર શીખી જતો. એક પરોક્ષ શિક્ષણ અને દરેક વખતે મળી રહેતું હતું. અમને એવું પ્રશિક્ષણ પૂજય કાલગણી પાસેથી મળતું હતું. ઉત્તેજનાની ક્ષણોમાં શાંત અને મૌન રહેવાની કળા તેઓ પોતાના જીવન-વ્યવહારથી શીખવી દેતા. જીવનથી જે બોધપાઠ મળે છે, એ શિક્ષણનું સર્વોત્તમ માધ્યમ છે પણ વર્તમાનમાં આ વાતાવરણમાં કોઈ કોઈની પાસેથી કશું શીખતા નથી. શીખવાની કોઈની માનસિકતા પણ નથી. જ્યોમેટ્રી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની ફોર્મ્યુલા એમને યાદ છે પણ પરિવારના વરિષ્ઠોના નામ યાદ નથી. મેં એક સાત વર્ષના બાળકને એના દાદાનું નામ પૂછ્યું તો બતાવી શક્યો નહીં. એના પિતાએ મધ્યસ્થી કરવી પડી. મેં એના પિતાને કહ્યું, “ભલા માણસ ! બારમાંથી દસ મહિના આ છોકરાને હોસ્ટેલમાં રાખીને શું કામ છે?' મોટો થઈને તમારું નામ પણ ભૂલી જાય તો આશ્ચર્ય ન થવું જોઈએ. સામાજિક સંબંધોમાં એટલું અંતર વધી ગયું છે કે સંવેદનાનો સ્ત્રોત હવે મહાપ્રજ્ઞ વાણી -૬ ૧૧૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ સુકાતો જાય છે. એના વિષે થોડું ચિંતન કરવાની જરૂરત છે. આપણો વ્યવહાર બદલાવો જોઈએ, દૃષ્ટિકોણ, અભિગમ બદલાવો જોઈએ. પરિવાર, ગામ, સમાજથી કપાઈને જીવનમાં કોઈ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થતી નથી. પ્રાપ્ત થઈ જાય તો પણ જીવનમાં એનો અર્થ હોતો નથી. સંતાન પૈસા કમાવાનું મશીન ન બની જાય અને માણસ બને તે જોવાની જવાબદારી મા-બાપની છે. એક ગૃહસ્થનો છોકરો ગાળ બોલતો હતો. અમે તરત ગાળ બોલતા છોકરાને સાંભળીને કહ્યું, “આને ગાળ શીખવવાનું પ્રશિક્ષણ આપી રહ્યા છો કે શું?” પિતાએ કહ્યું, “નહીં મહારાજ! છોકરો થોડો ક્રોધી પ્રકૃતિનો છે. હું તો બિઝનેસના કામમાં મોટા ભાગનો સમય ઘરથી બહાર રહું છું. ઘરમાં બે નોકરી છે, એમની સંગતિએ આને ગાળ બોલતા શીખવ્યું છે.' કહો, કોને દોષ આપવો? બાળકને? નોકરને? કે માતા-પિતાને? એના જીવન-નિર્માણ તરફ આંખો બંધ કરીને પોતાના વેપારની ઉન્નતિમાં લાગ્યા હોય? કેળવણીમાં, ઘડતરમાં વાતાવરણ, પરિસ્થિતિઓ અને સંગતિનો પણ પ્રભાવ પડે છે. સારા માણસોના સંગથી સદ્ગુણ વિકસે છે, દુર્જનના સંગથી દુર્ગુણ વિકસે છે. જૂના જમાનામાં બાળકો ગુરુકુળમાં અભ્યાસ કરતા હતા. પુસ્તકિયા જ્ઞાનથી તેમને પ્રારંભનાં વર્ષોમાં દૂર રાખવામાં આવતા. ગુરુકુળ અને આશ્રમની સફાઈ-સ્વચ્છતાનું કામ શીખવવામાં આવતું. બાળકો ગાયો ચરાવવા જતા. જંગલમાંથી લાકડાં વીણી લાવતા. ગુરુ એમને જીવનવ્યવહારની તાલીમ આપતા. યોગ્ય સમયે તેમનો શાસ્ત્રનો અભ્યાસ શરૂ થતો અને એક વર્ષમાં તેઓ દસ વર્ષની સમજ કેળવી લેતા. સમયની શિસ્ત, સ્વચ્છતા, વાણી-વ્યવહાર વિવેક, વડીલોનો આદર વગેરેથી તેઓ સભર રહેતા. જવાબદારીની સભાનતા અને પરિપક્વ વ્યક્તિત્વની તાલીમ મળતી. * આજે એ જૂની શિક્ષણ પદ્ધતિ ભુલાવી દેવામાં આવી છે. સાવ વિસ્તૃત થઈ ગઈ છે. આજે કોઈ અધ્યાપક વિદ્યાર્થી પાસેથી શારીરિક શ્રમ કરાવવા ઇચ્છે તો વિદ્યાર્થી જ ના પાડી દે અથવા તો વિદ્યાર્થીના વાલી જ ફરિયાદ કરે કે મારા પુત્ર પાસેથી તમે આવું કામ કેમ લો છો? અમે ભણવા માટે ફી ભરીએ છીએ શિક્ષણ સમસ્યા કેમ? ૧૧૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ બાકીનું કામ તમારા પટાવાળા પાસેથી કરાવી લો. હું નહીં કરું. મને ભણાવીને તમે અહેસાન નથી કરતા. આપને ભણાવવાનો પૂરો પગાર મળે છે. આ છે આજના વિદ્યાર્થીની માનસિકતા. વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા પકડાય એ ઘટના સાવ સામાન્ય થઈ ગઈ છે. પરીક્ષકને, નિરીક્ષકને જોઈ લેવાની ધમકી વિદ્યાર્થીઓ આપે છે. પરીક્ષાખંડમાં હથિયાર સાથે બેસનાર વિદ્યાર્થીઓના સમાચાર પણ છાપામાં આવે છે. પરીક્ષામાં નકલ કરતા પકડાઈ ગયેલ વિદ્યાર્થી નિરીક્ષક પર હુમલો કરે એ ઘટનાની હવે કોઈને નવાઈ લાગતી નથી. ગુરુશિષ્યના સંબંધમાં આજે તો ખૂબ પરિવર્તન આવી ગયું છે. આજે માત્ર શાબ્દિક શિક્ષણ ચાલે છે. એ જ શીખવવામાં આવે છે જે પુસ્તકોમાં લખ્યું હોય છે. એનાથી જાણકારી મળે છે પણ માણસ કેળવાતો નથી. શબ્દોનો વ્યવહાર આવડે છે હૃદયની ભાષા આવડતી નથી. પતિ ઘરે આવ્યો. પત્નીને કહ્યું, ‘મારે જલદી જવાનું છે. અગત્યની મિટિંગ છે. તરત જમવાનું આપી દે.’ પત્નીએ કહ્યું, ‘દસ મિનિટ રાહ જુઓ. હમણા લાવું છું.' પંદર મિનિટ બાદ પતિએ વળી પોતાને જલદી જવાનું છે - ની યાદ અપાવી. પત્નીએ કહ્યું, ‘પ્લીઝ, પાંચ મિનિટ.’ એમ કરતાં-કરતાં એક કલાક થઈ ગયો. પતિ અકળાયો, ‘કેટલી વાર છે હવે ?’ પત્નીએ સામે અકળાઈને કહ્યું, ‘એક કલાકથી કહું છું કે પાંચ મિનિટ રાહ જુઓ સંભળાતું નથી ?’ આ છે શબ્દોનો અસમ્યક્ વ્યવહાર. શબ્દોનો દુરુપયોગ રાજકારણમાં તો ખૂબ થાય છે. એક બેજવાબદાર વિધાન પ્રગટ થાય. છાપે ચડેલી વાત વિવાદ પકડે. એ જ નેતા પ્રેસ કોન્ફરન્સ બોલાવે અને પોતાના જ વિધાનને ફેરવી તોળે. ‘અભી બોલા, અભી ફોક.' મેં આમ કહ્યું જ નથી, મારાં વિધાનોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. પોતાની જ કહેલી વાતનું ખંડન કરવાની કળામાં આ નેતાઓ ખૂબ પાવરધા હોય છે. ૧૧૪ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #116 -------------------------------------------------------------------------- ________________ ‘સમ્યક્ શબ્દપ્રયોગ’ શિક્ષણનું માધ્યમ બની શકે છે. સમ્યક્ શબ્દપ્રયોગમાં સચ્ચાઈ હોય, નિશ્ચલ વ્યવહાર હોય, મૃદુતા હોય, સ્પષ્ટતા હોય, છળ ના હોય. એવો શબ્દ શિક્ષણનું માધ્યમ બની શકે. રાજનીતિ અને કૂટનીતિમાં જ નહીં. આજે તો દર્શનના ક્ષેત્રમાં પણ છળપૂર્વક શબ્દોનો ભરપૂર ઉપયોગ થાય છે. ન આપણે માત્ર શાબ્દિક શિક્ષણ પર નિર્ભર ન રહીએ. એની સાથે જીવનવ્યવહારને પણ જોડીએ. જીવન-વ્યવહારના શિક્ષણનો ઉપક્રમ ધ્યાનમાં લેવો જોઈએ. જીવનમાં પરિવર્તન આવે એવા પ્રયોગને શિક્ષણ સાથે જોડવા જોઈએ. જ્યાં જ્યાં આપણા જીવનવિજ્ઞાનને શિક્ષણ સાથે જોડવાનું શક્ય થયું છે, વિદ્યાર્થીઓને જીવનવિજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવ્યું છે ત્યાં ત્યાં આશ્ચર્યજનક પરિણામ મળ્યાં છે. જીવનનિર્માણ થાય એવા શિક્ષણની આજે તાતી જરૂર છે. સ્વસ્થ સમાજ સંરચના માટે સ્વસ્થ તાલીમબદ્ધ નાગરિક ઘડતર જરૂરી છે. શિક્ષણ દ્વારા સમાજમાં વ્યાપક જાગૃતિ અને પરિવર્તન આવી શકે છે. હમણાં આપના ગામના સરપંચે અમારું સ્વાગત કર્યું. તેઓ વિદ્યાલયનું સંચાલન પણ કરે છે. તેમને જીવનવિજ્ઞાન બાબતે જાણવાની ઇચ્છા છે. વિદ્યાર્થીના જીવનમાં તેની ઉપયોગિતા વિષે તેઓ માહિતી મેળવવા માગે છે. સ્વસ્થ અને સંતુલિત જીવન માટે જીવન-નિર્માણનું શિક્ષણ આપણી વ્યવસ્થામાં અગ્રતા પામે એ જરૂરી છે. ૧૬ જૂન, શિક્ષણ સમસ્યા કેમ ? માતેસર ૧૧૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ૧૩ જૈનદર્શન અને અનેકાન્ત મને પ્રસન્નતા છે કે અમે સિદ્ધાંત ક્ષેત્ર તીર્થમાં આવ્યા છીએ. આચાર્ય બાહુબલીજી અહીં બિરાજમાન છે. એમના માર્ગદર્શનમાં અહીં ઘણું કામ થાય છે. આ સ્થાનનું નામ ખૂબ સુંદર છે. જ્યાં સિદ્ધાંત હોય છે, ત્યાં જીવનની દિશાઓ આપોઆપ વિસ્તરે છે. બંધન તૂટી જાય છે. જ્યાં સિદ્ધાંતની સાથે એક સિદ્ધાંતવિદ્ આચાર્ય હોય ત્યાં તો વિશેષ આનંદ. આચાર્ય બાહુબલીજી સિદ્ધાંતવિદ્ આચાર્ય છે. સિદ્ધાંતનો એ સ્વાધ્યાય કરે છે. મેં એમના હાથમાં એક પુસ્તક જોયું. એનું નામ છે ષખણ્ડાગમ. આ એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે, જૈનદર્શનનાં રહસ્યોને સૂક્ષ્મતાથી પ્રતિપાદિત કરનાર ગ્રંથ છે. અમારો દષ્ટિકોણ એ છે કે અમે સિદ્ધાંત, સત્ય અને તથ્યને સામે રાખીએ ત્યાં કોઈ પરંપરા ભેદ સામે ન આવે. પરંપરાઓ અને સંપ્રદાયનું હોવું સ્વાભાવિક છે. એમાં અમને કોઈ આપત્તિ નથી. અનેકાન્તનો દૃષ્ટિકોણ સામે રાખનાર સામે કોઈ મુશ્કેલી નથી. જે વીતરાગને સામે રાખે છે એને કોઈ મુશ્કેલી નથી થતી. સાધના ક્ષેત્રે અનેકાન્ત અને વીતરાગના ક્ષેત્રમાં અનેકાન્ત અને વીતરાગ. આ બે શબ્દોથી વધારે સાર્થક શબ્દ શોધવો મુશ્કેલ છે. જે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશે એ વ્યક્તિનો પ્રયત્ન હોવો જોઈએ કે મારે મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #118 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ થવું છે. એનાથી આગળ કોઈ લક્ષ્ય નથી. પરમ છે વીતરાગ અને વીતરાગથી આપણી ચેતના શુદ્ધ બને છે. ધાર્મિક લોકો શુદ્ધ ચેતનાની વાત કરે તો સારું. આ શબ્દના તાત્પર્યને સમજીને આપણે ત્રૈકાલિક અને વર્તમાનની સમસ્યાઓને સારી રીતે ઉકેલી શકીએ છીએ. હું તો એને મહત્ત્વ આપું જે વર્તમાનની સમસ્યાનું સમાધાન આપી શકે. જે વર્તમાનની સમસ્યાનું સમાધાન ન આપી શકે, એને આગળ લઈ જવાનું ખૂબ મુશ્કેલ છે. એક સંન્યાસીએ પોસ્ટમેનને પૂછ્યું, શું કરે છે ? ‘હું તો ટપાલ વહેંચી રહ્યો છું.’ અને આપ શું કરો છો ? ટપાલીએ પૂછ્યું. ‘હું મોક્ષનો માર્ગ બતાવી રહ્યો છું.' સંન્યાસીએ કહ્યું, ‘પોસ્ટ ઓફિસ જવાનો રસ્તો કયો છે ?' સંન્યાસીએ પૂછ્યું. પોસ્ટમેને કહ્યું, ‘જેને પોસ્ટઓફિસનો રસ્તો પણ ખબર નથી એ મોક્ષનો રસ્તો કઈ રીતે બતાવે ?’ આપણે વર્તમાનને સમજીએ. દર્શનનો ઉપયોગ વર્તમાનની સમસ્યાના ઉકેલ માટે નથી થયો. દુનિયામાં ઘણાં દર્શન છે. જૈનદર્શનનું અનેકાન્ત દર્શન પણ છે. જે દર્શન જીવન-વ્યવહારમાં લાગુ ન પાડી શકાય, જે માનવીય સમસ્યાઓને સુલઝાવવામાં ઉપયોગી ન બની શકે, એનું સમાજ માટે કોઈ વધારે મૂલ્ય હોતું નથી. કોઈ વ્યક્તિ માટે એનું થોડું કે વધારે મૂલ્ય હોઈ શકે છે, સમાજને માટે એ વિશેષ કામનું હોતું નથી. આજે ઘણી સમસ્યાઓ છે. સમસ્યાઓ કેમ ઉકેલવી ? વર્તમાન યુગમાં આવેશ એટલો વધી રહ્યો છે કે તે આજની મુખ્ય સમસ્યા તરીકે ઉભરી રહ્યો છે. આવેશ તો જૂનો દુર્ગુણ છે પણ વર્તમાનમાં તેની માત્રા વધી છે. પદાર્થવાદી મનોવૃત્તિ આજે ખૂબ વધી ગઈ છે. અનૈતિકતા પણ વધી છે. પદાર્થની આસક્તિના આ યુગમાં અનૈતિકતા પણ વધી છે. પદાર્થની આસક્તિના આ યુગમાં અનૈતિકતાનું વધવું સ્વાભાવિક છે. હમણાં એક ભાઈએ કહ્યું, ‘દરેક જૈનદર્શન અને અનેકાન્ત ૧૧૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ જૈન વ્યક્તિએ પોતાના નામની સાથે “જૈન” અનિવાર્ય પણ જોડવું જોઈએ. બધા જાણે છે કે ધર્મની ઓળખ વ્યવહાર અને આવરણની દૃષ્ટિએ થાય છે. માત્ર શબ્દપ્રયોગથી નથી થતી. થોડા મહિના પહેલાં અખબારોમાં આવ્યું હતું કે લાંચના મામલે અમુક-અમુક જૈન જેલમાં ગયા ત્યારે મને થયું કે જે વ્યક્તિ નૈતિકતા-પ્રામાણિકતાનું આચરણ ન કરે છતાં પોતાના નામની સાથે “જૈન” શબ્દ લગાડે એનાથી જૈન શબ્દનું અવમૂલ્યન થાય છે. જૈન શબ્દની ગરિમા ઘટશે, વધશે નહીં.” ધર્મની ઓળખ આચરણ દ્વારા થવી જોઈએ. એક સમય હતો જ્યારે જૈનની ઓળખ તેના આચરણ અને વ્યવહાર દ્વારા થતી હતી. એનું પ્રમાણ છે ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારતના મુખ્ય રાજ્યો અને રિયાસતોના સંચાલનમાં જૈનોનું પ્રમુખ યોગદાન. વિશેષ કરીને રાજસ્થાન, જોધપુર, બીકાનેર, જયપુર વગેરેમાં જાગીરો - રિયાસતોમાં પેઢીઓ સુધી અર્થવ્યવસ્થાનું સંચાલન જૈનોના હાથમાં હતું. એ સમયે દીવાન'નું પદ હતું. આજના “પ્રધાનમંત્રી જેવો એ પદભાર. દીવાન રાજ્યનો સર્વેસર્વા ગણાતો હતો. જૈનોએ પેઢીઓ સુધી રાજ્યની દીવાની કરી હતી. એમના પર રાજાને પ્રબળ વિશ્વાસ હતો. પ્રજાની પણ એ જ ધારણા હતી કે જેનો કદી ખોટું કામ કરે નહીં. વિશ્વાસથી વધીને દુનિયામાં કોઈ સંપત્તિ નથી. કફ્યુશિયસની સામે એક પ્રશ્ન આવ્યો કે રાજ્યમાં સહુથી વધારે મહત્ત્વપૂર્ણ વસ્તુ કઈ છે? કફ્યુશિયસે કહ્યું, ત્રણ વસ્તુઓ રાજ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. એના દ્વારા રાજયના શાસનને પ્રભાવશાળી બનાવી શકાય છે. એ છે – રોટી, શસ્ત્ર અને વિશ્વાસ. આમાંથી કોઈ એકને છોડીએ તો કોને છોડીએ?” અસ્ત્ર-શસ્ત્રને બાકીના બેમાંથી ?” ૧૧૮ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ “એવી સ્થિતિમાં રોટી છોડી શકાય. અનંત કાળથી મનુષ્ય મૃત્યુના મુખમાં ધકેલાતો રહ્યો છે. ભોજનના અભાવે અમુક લોકો કાળગ્રસ્ત થશે.” અગર જનતાનો વિશ્વાસ ઊડી જાય તો?' કફ્યુશિયસે ખૂબ ગંભીરતાથી કહ્યું, “એવી સ્થિતિમાં સર્વનાશ થશે. ભોજન અને હથિયારના અભાવમાં શાસન ચાલી શકે છે, પણ જનતાના વિશ્વાસના અભાવમાં એક ક્ષણ પણ ટકી શકાય નહીં.” વિશ્વાસ બહુ મોટી સંપત્તિ છે, પણ પદાર્થવાદ અને ઉપભોગવાદ વધી ગયો. માણસ એટલો સત્તાપક અને અર્થપરક થઈ ગયો કે એની સામે વિશ્વાસનું કોઈ મૂલ્ય નથી. આચાર્ય સોમપ્રભજીએ એક સુંદર ગ્રંથ લખ્યો છે – સિજૂરપ્રકર. એમાં લખ્યું છે – વિશ્વાસાયતન વિપત્તિદલનું. સત્ય શું કરે છે? વિશ્વાસ જન્માવે છે. જ્યાં પ્રામાણિક્તા છે, ત્યાં વિશ્વાસ છે. જૈન શ્રાવકોના ચરિત્ર ઇતિહાસમાં ઉપલબ્ધ છે. એમણે દરેક પ્રકારની તકલીફ સહન કરીને પણ વિશ્વાસની રક્ષા કરી. પોતાનું સર્વસ્વ ગુમાવીને પણ એમણે વિશ્વાસનું જનત કર્યું. હું ઇચ્છું છું કે જૈનોની ઓળખ એમની પ્રામાણિકતા અને નૈતિકતા બંને, શબ્દ નહીં. ચારિત્ર અને શુદ્ધ આચરણ એક જૈન તરીકે એમની ઓળખ કરાવે. આહારની શુદ્ધતા પણ જૈનોની એક પ્રમુખ ઓળખ હતી. આજના સંજોગોમાં આહારશુદ્ધિના વિષયમાં કાંઈ કહી શકાય નહીં. જૈનોમાં પણ આહારની અશુદ્ધિ આવતી જાય છે. સમાજ એવો સંક્રમણશીલ થઈ ગયો છે કે પોતાની મુખ્ય ઓળખ જાળવી શક્યો નથી. કોઈ ને કોઈ સ્થાન પર બંધ કરી રાખી શકવાનું શક્ય નથી. દેશ-વિદેશમાં નિબંધ રૂપે આવાગમન ચાલુ છે, દરેક પ્રકારના લોકોનો સંપર્ક છે. આવી સ્થિતિમાં પોતાની આસ્થા ટકાવી રાખવી, ચરિત્રને જાળવી રાખવું એક પડકારભર્યું કામ છે. એવા સંજોગોમાં એ જ માણસ પોતાને સુદઢ રાખી શકે છે જેની પાસે સમ્યક્દર્શન છે, જેને ઉચિત-અનુચિત્તનો વિવેક જૈનદર્શન અને અનેકાન્ત ૧૧૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ છે. અન્યથા આ સંક્રમણકાળમાં જાતીને શુદ્ધ રાખવાનું ખૂબ મુશ્કેલ છે. ત્રણ વર્ષ પહેલાં અમે બીકાનેર હતા. ત્યાં કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ દર્શન કરવા આવ્યાં. વાતચીતના ક્રમમાં એમણે એક પ્રસંગ સંભળાવ્યો જે સાંભળીને મારા મનમાં એક વિચાર આવ્યો. એમણે કહ્યું, “આચાર્યજી! હું શુદ્ધ શાકાહારી છું. થોડા દિવસો પૂર્વે હું લંડન ગઈ હતી. ત્યાં એક ડિનર દરમિયાન મેં શુદ્ધ શાકાહારનો આગ્રહ રાખ્યો. મારા માટે તેની વ્યવસ્થા થઈ. ત્યાંથી હું દિલ્હી પાછી ફરી. દિલ્હીની તાજ હોટેલમાં એક કાર્યક્રમ બાદ જમવાનું હતું. મારી બેઠકની પાસે એક જૈન ભાઈ હતા. વેઈટરે આવીને પૂછ્યું કે વેજ કે નોનવેજ?!" મેં કહ્યું, ‘વેજ! ઓન્લી વેજ.” મારી પાસે બેઠેલા જૈન બંધુએ કહ્યું, “બંને ચાલશે.” સુષમાજીએ એ જૈન ભાઈને કહ્યું, “હું જૈન નથી પણ જીવનમાં આજ સુધી ક્યારેય માંસાહાર નથી કર્યો. આપ જૈન થઈને પણ ખાનપાનની શુદ્ધિમાં ધ્યાન આપતા નથી. આ આશ્ચર્યની તો ઠીક એનાથી વિશેષ શરમની વાત છે.' કોઈ અજૈન વ્યક્તિને જૈનની બાબતે આ રીતે વાત કરતા સાંભળીએ ત્યારે મનમાં થાય છે કે આપણે કેવી રીતે પોતાની અસ્મિતાને ખોઈ રહ્યા છીએ. આજે એ વિષય પર ચિંતનની જરૂર છે કે એવી કેળવણી અપનાવીએ કે જેનાથી આચરણ અને સંસ્કારની પવિત્રતા અક્ષુણ્ણ રહે. વિરાસતને સુરક્ષિત સાચવી રાખવાની જવાબદારી દરેક જાતિ અને લોકની હોય છે. આપણે આપણી વિરાસતને, અસ્મિતાને ઝાંખી પાડી રહ્યા છીએ, એ ચિંતાની વાત છે. મારો અભિમત છે કે ઉચિત શિક્ષણ વગર સંસ્કારોનું નિર્માણ થઈ શકે નહીં. એક વ્યક્તિ સાધુ બને એના માટે પણ યોગ્ય શિક્ષણ-પ્રશિક્ષણની જરૂર હોય છે. અવિરત તાલીમની આવશ્યકતા છે. મુનિ થયા પૂર્વે, મુનિ થયા પછી પણ. સ્વાધ્યાય કરવો એ સાધુનો ધર્મ છે. ધ્યાન એની દિનચર્યામાં સામેલ છે. આ બંને – સ્વાધ્યાય અને ધ્યાન તેની સાધનાનાં મોટા સાધન છે. આગમની મહાપ્રજ્ઞ વાણી-૬ - ૧ર૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ ભાષામાં કહીએ તો મોક્ષના સાધન અને આજની ભાષામાં કહીએ તો ભાવાત્મક સમસ્યાઓને સુલઝાવવાના બહુ મોટાં સાધન. આચાર્ય બાહુબલીજીને મેં એક સ્વાધ્યાયશીલ આચાર્ય તરીકે જોયા. આચાર્ય વિદ્યાનંદજી સાથે તો અમારો નિકટનો સંપર્ક છે. એમને નજીકથી જાણું છું. એમના જેવા સ્વાધ્યાયશીલ સંત ખૂબ ઓછા જોયા છે. આચાર્ય બાહુબલીજીએ એમની સ્મૃતિ કરાવી. સ્વાધ્યાયના રૂપે આ શિક્ષણ મુનિને આજીવન મળતું રહે છે. આપણી મુશ્કેલી એ છે કે શ્રાવક સમાજ ધનઅર્જનમાં એટલો લિપ્ત થઈ ગયો છે કે સ્વાધ્યાય જેવી વાતોને ગૌણ કરી દીધી છે. કોઈને નવરાશ નથી, કલાક-અડધી કલાક સ્વાધ્યાયની, વાંચનની. હમણાં જયપુરમાં અમેરિકાથી પાછા ફરેલા અમુક જૈનોને મળવાનું થયું. તેઓ તેરાપંથી ન હતા. મને એ જાણીને આનંદ થયો કે વિદેશમાં જૈન શ્વેતામ્બર, દિગમ્બર, મૂર્તિપૂજક, સ્થાનકવાસી એવી ભેદદષ્ટિથી રહેતા નથી. માત્ર જૈન તરીકે રહે છે. એમણે કહ્યું, “આપે સમણિઓને મોકલી અમારા કલ્યાણનું કાર્ય કર્યું. અમારાં બાળકોને જૈનત્વના સંસ્કાર મળ્યા એટલે હવે અમે નિશ્ચિંત થઈ ગયા છીએ. અમારી ભાવિ પેઢી સંસ્કારોની દૃષ્ટિએ ખાલીપો કે દરિદ્રતા નહિ અનુભવે. આ વાતની અમને ખૂબ પ્રસન્નતા છે.” મને થયું કે વિદેશમાં વસતા જૈનોને સંસ્કારની આટલી ખેવના છે અને આપણા દેશના લોકો આ વાતને વિષે જરા પણ વિચાર કરતા નથી. અર્થપ્રાપ્તિની દોડધામમાં જાણે એમને અન્ય ચિંતા માટે અવકાશ જ નથી. આ બે-ત્રણ મહિનામાં અમારી પાસે કેટલાયે યુવક-યુવતીઓ આવ્યાં. બિઝનેસ મેનેજમેન્ટ કોર્સ કરવા અમુક ઓસ્ટ્રેલિયા, શિકાગો, કોઈ ન્યૂયોર્ક, બર્લિન આદિ વિશ્વના ખ્યાતનામ શહેરોમાં જઈ રહ્યાં હતાં. કોઈ પોતાના સંતાનને પોતાનાથી દૂર રાખવા ઇચ્છે નહીં પણ ધન કમાવવાની લાલસાથી કાંઈ પણ કરવાની તૈયારી હતી. કહેવાનું તાત્પર્ય એટલું જ કે સમાજનું ધ્યાન જેટલું ધનકેન્દ્રિત છે એટલું સમય દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચરિત્ર પર નથી. આવી સ્થિતિમાં જૈન જૈનદર્શન અને અનેકાન્ત ૧૨૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ શબ્દના, જૈન મૂલ્યના જતનની જાળવણી બહુ મુશ્કેલ કામ છે. જૈનદર્શન પાસે અનેકાન્ત જેવું દર્શન છે. અમદાવાદથી અમે મુંબઈ જતા હતા ત્યારે રસ્તામાં પ્રથમ વડોદરા આવ્યું, ત્યાં જૈન વિશ્વભારતી (માન્ય વિશ્વવિદ્યાલય)ના ઉપક્રમે અનેકાન્ત પર એક આંતરરાષ્ટ્રીય સંગોષ્ટીનું આયોજન કરવામાં આવ્યું. એમાં ઘણા દેશી-વિદેશી વિદ્વાનોએ ભાગ લીધો. મેક્સિકોના એક પ્રોફેસર એ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા. એમણે અનેકાન્ત પર શોધપત્ર વાંચ્યું. મને આશ્ચર્ય થયું કે વિદેશની ધરતી પર ઉછરેલો માણસ અનેકાન્ત દર્શનને આટલા ઊંડાણથી કઈ રીતે સમજ્યા? એમના ગહન અધ્યયને મને પ્રભાવિત કર્યો. ત્યારબાદ તેમની સાથે અમારો સંપર્ક સારી રીતે વધ્યો. હજી પણ એમના પત્રો આવે છે. એમની પ્રબળ ઈચ્છા છે કે અનેકાન્ત દર્શનનો પૂરા વિશ્વમાં પ્રચાર થાય. આ દિશામાં ફ્રાંસ, જર્મની જેવા દેશો પણ પ્રયાસ કરી રહ્યા છે. એમણે મને કહ્યું, “આચાર્યજી ! વર્તમાન સમયની જાગતિક સમસ્યાઓના સમાધાન માટે અનેકાન્તનો દૃષ્ટિકોણ ખૂબ સહાયક સિદ્ધ થઈ શકે છે એટલે મેં અનેકાન્તના પ્રચાર-પ્રસારને જીવનનું મિશન બનાવી દીધું છે.” એક બીજી વાતનું પણ મને સ્મરણ થાય છે. આચાર્ય તુલસી હિસાર મુકામે ચાતુર્માસ સંદર્ભે બિરાજમાન હતા. ૧૯૭૩ની વાત છે. ત્યાં એક દિવસ બપોરના સમયે અચાનક કાકા કાલેલકર આવ્યા. આચાર્યએ કહ્યું, “આપ આ રીતે અચાનક આ ભરબપોરે અહીં ક્યાંથી ?” કાકા કાલેલકરે કહ્યું, “આચાર્યશ્રી! એક વાત મારા મનમાં ઘુમરાયા કરે છે. જૈનોની પાસે અનેકાન્ત જેવું દર્શન છે. આ દર્શન આજે વિશ્વની ઘણી બધી સમસ્યાઓના સમાધાન માટે સામર્થ્ય ધરાવે છે પણ ખેદની વાત છે કે સમાજ આટલી અસાધારણ પૂંજીનો માલિક હોવા છતાં સુષુપ્ત અવસ્થામાં છે. અનેકાન્ત બાબતે જૈન સમાજ નિદ્રાધીન છે. મારા મનમાં આ વાતને લઈને દર્દ છે અને મારું આ દર્દ કહેવા માટે જ હું આપની પાસે આવ્યો છું. આપ એક સમર્થ આચાર્ય છો. આશા છે કે આપ મારા આ દર્દને સમજશો. આપ આ બાબતે કંઈક કરો.” જૈન સમાજ ગહનતાપૂર્વક વિચાર કરે કે કઈ રીતે અનેકાન્તને વ્યાપક ૧૨૨ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ ક્ષિતિજે લઈ જઈ શકાય. જૈનોમાં ઘણા સંપ્રદાય છે, પણ જૈનદર્શનમાં સંપ્રદાયની કોઈ વાત નથી. અનેકાન્ત દર્શન શક્તિનું પ્રતિપાદક છે, સમન્વયનું મંત્રદાતા છે. દર્શનમાં સંપ્રદાયની વાત નથી. આગમમાં પંદર પ્રકારના સિદ્ધ બતાવ્યા છે. એમાં એક છે અન્ય લિંગ સિદ્ધિ. અન્ય લિંગમાં પણ કોઈ સિદ્ધ હોઈ શકે છે, મુક્ત હોઈ શકે છે. માત્ર જૈનોમાં જ નહિ, અન્ય લિંગમાં પણ કોઈ સિદ્ધ-મુક્ત હોઈ શકે છે. ગૃહસ્થ જીવનમાં પણ કોઈ સિદ્ધ હોઈ શકે છે. આટલો ઉદાર અને વ્યાપક દૃષ્ટિકોણ એક સંન્યાસીની આત્માશુદ્ધિ પામતા-પામતા સિદ્ધિ અને મુક્તિને વરે છે. વીતરાગપણું પ્રાપ્ત કરી શકે છે. સિદ્ધિ-મુક્તિ કોઈ ખાસ વેશધારીને પ્રાપ્ત થાય એવું નથી. શ્વેત વસ્ત્રધારી કે ભગવાધારીને ત્યાં ભેદ નથી. આવો વ્યાપક દૃષ્ટિકોણ આપ્યો ભગવાન મહાવીરે. અગર આ દૃષ્ટિકોણ આપણે વ્યાપક સ્તર પર પ્રસ્તુત કરી શકીએ તો માનવજાતિના કલ્યાણમાં ખૂબ સહાયભૂત બની શકીએ. મેં અનેકાન્તનો પ્રયોગ કરી જોયો છે. ગુજરાતમાં મુશ્કેલ સમયમાં, ગોધરાના બનાવ પછી હિંસા ફાટી નીકળી ત્યારે, શાંતિ સ્થાપનમાં અનેકાન્તનો પ્રયોગ કર્યો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ અહિંસાયાત્રા દરમિયાન અનેકાન્ત પ્રયોગ થયા છે. રાજસ્થાનમાં તો લાંબા સમયથી આ પ્રયોગ ચાલે છે. વિવિધ સમસ્યાઓના સમાધાનમાં, સંઘર્ષમાં અનેકાન્ત દર્શને લોકોને દિશા આપી છે, માર્ગદર્શન આપ્યું છે. વ્યવહારમાં અનેકાન્તનું આચરણ લોકોને સમ્યક્ વિવેક શીખવે છે. હું ઇચ્છું છું કે જૈનો અનેકાન્ત દર્શન દ્વારા વર્તમાનની સમસ્યાઓને સુલઝાવવામાં પોતાની શક્તિનું નિયોજન કરે. આપણે આ બાબતમાં ક્યાં પાછળ પડીએ છીએ તેનો વિચાર કરીએ. આજે હું સિદ્ધાંત ક્ષેત્રમાં આવ્યો છું. અહીં ધ્યાન, સ્વાધ્યાય, સાધનાનો વિશિષ્ટ ઉપક્રમ ચાલી રહ્યો છે, એ જાણીને અમને ખૂબ પ્રસન્નતા થઈ છે. અમે જે કહ્યું તેની ક્રિયાન્વિતિમાં આ સંસ્થાન પોતાની પ્રભાવક ભૂમિકા ભજવી શકે છે. આજે તો ધર્મના ક્ષેત્રમાં પણ સર્ટિફિકેટની વાતો થાય છે. જૈનદર્શન અને અનેકાન્ત ૧૨૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ એક બહુ ભણેલો-ગણેલો યુવક એક સંન્યાસી પાસે ગયો. સંન્યાસીએ વિચાર્યું કે ભણેલો-ગણેલો તેજસ્વી યુવક છે. આને શિષ્ય બનાવવો જોઈએ એમ વિચારી સંન્યાસીએ યુવકને કહ્યું, ‘તું મારો શિષ્ય થઈ જા !' કેમ ? ‘હું તને મુક્તિનું રાજ્ય આપીશ.’ યુવકે તત્કાળ કહ્યું, ‘આપ પોતે મારા શિષ્ય કેમ બનતા નથી ?’ કેમ ? સંન્યાસીએ પૂછ્યું. ‘હું આપને દિલ્હીનું રાજ્ય આપીશ.' યુવકે કહ્યું. સંન્યાસીના અહંકારને ઠેસ વાગી, થોડો ગુસ્સો પણ આવ્યો. તેણે કહ્યું, ‘દિલ્હીનું રાજ્ય તારા બાપનું છે ?’ યુવકે સંન્યાસીને પણ તરત જ પૂછ્યું, ‘મુક્તિનું રાજ્ય તમારા બાપનું છે ?’ જ્યાં ચાલાકી અને સ્વાર્થની વાત થાય છે ત્યાં સમસ્યાના સમાધાન માટે કોઈ ઉપક્રમ રચાતો નથી. જ્યાં ચિંતન, મનન, નિદિધ્યાસન આદિ આવે છે ત્યાં આપણે સમસ્યાના ઉકેલનો કોઈ રસ્તો કાઢી શકીએ. હું પુનઃ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપણે એક મહાન ક્ષેત્રમાં આવ્યા. આવતા જ નામ જોઈને પ્રસન્નતા વધી. જ્યાં સિદ્ધાંત છે, ત્યાં વિકાસની અનંત સંભાવના છે. મારી મંગલભાવના છે કે આ સિદ્ધાંતનો વિકાસ થાય, અને એ વિકાસ વ્યક્તિ, સમાજ, દેશ અને દુનિયાની સમસ્યાઓના ઉકેલ માટે સક્ષમ બને. ૧૭ જૂન ૧૨૪ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અહિંસા પ્રશિક્ષણ અમે અહિંસાયાત્રા કરી રહ્યા છીએ. જ્યાં પણ જઈએ છીએ, ત્યાં અહિંસાની ચર્ચા થાય છે. અહિંસાયાત્રા તો કહીએ છીએ પણ મને લાગે છે કે આ હિંસાની યાત્રા છે કારણ કે હું હિંસાનાં કારણોની શોધ કરી રહ્યો છું. હિંસાને અને તેની પ્રવૃત્તિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું. માત્ર અહિંસાની ચર્ચા અને તેના ગુણગાન કરવાથી બહુ મોટું પરિવર્તન આવવાનું નથી. આ વાતને હું સારી રીતે સમજું છું અને આપ લોકોએ પણ સમજી લેવી જોઈએ. આ સંબંધમાં કોઈ પ્રકારનો ભ્રમ ન રહેવો જોઈએ. આપણે હિંસાનાં કારણોની શોધ કરવાની છે. જે કારણોથી હિંસા વધી રહી છે, એ કારણો કેવાં છે? મારી સામે એક વર્ગ બેઠો છે, જે અહિંસા પ્રશિક્ષણની શિબિરમાં ભાગ લેવા આવ્યો છે. આ લોકો બિહારથી જે હિંસાગ્રસ્ત પ્રાંત કહેવાય ત્યાંથી આવ્યા છે. અહિંસા પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા ઇચ્છે છે. બિહાર અને ઝારખંડમાં વ્યાપક સ્તરે આવા પ્રશિક્ષણ કેન્દ્રો ચલાવવામાં આવે છે. અહીંથી પ્રશિક્ષણ મેળવીને આ લોકો પોતપોતાના ક્ષેત્રમાં પ્રશિક્ષણનું કામ કરશે. જ્યાં સુધી સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન નહીં કરીએ, માત્ર શબ્દપાઠ અને સ્તુતિપાઠથી કામ ચાલવાનું નથી. મેવાડના મહારાણા નિદ્રાધીન હતા. એમના અહિંસા પ્રશિક્ષણ ૧૨૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ જ એક અંગરક્ષકે મહારાણાની નિદ્રાવસ્થાનો ગેરલાભ લઈ પગમાં પહેરેલી સોનાની વીંટી ધીરેથી કાઢી લીધી. મહારાણા અર્બનિદ્રામાં હતા. એમને ખબર પડી ગઈ કે કોઈ વીંટી કાઢી રહ્યું છે પણ જાણી જોઈને તે મૌન રહ્યા. જાગ્યા ત્યારે ભાળ કાઢી કે વીંટી ચોરનાર કોણ છે? એક શાસક માટે ચોરની ભાળ મેળવવી એ કાંઈ મુશ્કેલ ન હતું. રાજાની કોઈ ચીજ ચોરાઈ જાય અને ખબર ન પડે એમ તો બને નહિ. ચોરની ખબર પડી ગઈ. મહારાણા વિચારમાં પડી ગયા કે એવું કયું કારણ હતું કે જેથી મારા પોતાના જ અંગરક્ષકે ચોરી કરવા માટે વિવશ થવું પડ્યું. એમણે કારણની તપાસ કરી તો ખબર પડી કે અંગરક્ષકની પત્નીને પ્રસવના દિવસો હતા અને તેથી પૈસાની ખૂબ જરૂર હતી એટલે ચોરી કરવા મજબૂર બન્યો. મહારાણા પ્રજાવત્સલ રાજા હતા. ચોરની ઓળખ થઈ ગઈ છતાં તેને દંડિત ન કર્યો. કારણોની ખબર પડવાથી ચોરની વિવશતા જોઈ તેને ક્ષમા આપી. થોડા દિવસ પસાર થયા. એક દિવસ શયનકક્ષમાં રાજાને ફરીને પગમાંથી કશુંક નીકળી રહ્યું હોય એવો આભાસ થયો. રાજાએ અધબીડેલી આંખે પૂછ્યું, “શું આજે બીજી વીંટી લેવા આવ્યો છે?” અંગરક્ષકે ધ્રૂજતા અવાજે કહ્યું, “નહીં અન્નદાતા ! અગાઉ જે લઈ ગયો હતો તે પાછી આપવા આવ્યો છું.' મહારાણાએ કહ્યું, “ભાઈ ! મને ખબર પડી ગઈ હતી કે આર્થિક સમસ્યા અને જરૂરિયાતના કારણે વીંટી તું લઈ ગયો છે. તારી આ વિવશતાને ધ્યાને લઈને મને ખબર પડી જવા છતાં મેં ક્યારનો તને માફ કરી દીધો છે. હા ! તારી આ ચેષ્ટાનો તને દંડ અવશ્ય આપીશ. આજથી તારું વેતન બમણું થઈ જશે.” અંગરક્ષક તો દિમૂઢ થઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એના મુખમાંથી એટલું જ નીકળ્યું “મહારાજ! અને તે મહારાણાના કદમોમાં પડી ગયો.” આ છે સમસ્યાનું સમાધાન. આજે લોકો આમ કરતા નથી. આવી વાતો ૧૨૬ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #128 -------------------------------------------------------------------------- ________________ નાના માણસોને ગમે છે, મોટા માણસોને ગમતી નથી. હું કહેવા એમ માગું છું કે જો મોટા ગણાતા લોકો નાના થઈ જાય તો હિંસાની સમસ્યાનું સમાધાન મળે. હિંસાના મુખ્ય બે કારણો છે - ગરીબી અને ભૂખ. અમે હિંસા-અહિંસા વિષે માત્ર ઉપદેશ નથી આપ્યો. અહિંસા પ્રશિક્ષણનું કામ શરૂ કર્યું. એ પ્રશિક્ષણની સાથે રોજગાર પ્રશિક્ષણના આયામને જોડ્યો. મારી સામે અણુવ્રત અને અહિંસા પ્રશિક્ષણના કાર્યકર્તા બેઠા છે. આ લોકોએ અહિંસા પ્રશિક્ષણની સાથે સાથે એક લાખ બેરોજગારોને રોજગારીનું પ્રશિક્ષણ આપ્યું. આ ઉપક્રમ હજી પણ ચાલુ છે, ચાલુ રહેશે. ગરીબી હિંસાનું પ્રમુખ કારણ છે. હિંસાનું બીજું કારણ છે અમીરી. મોટા અને અમીર લોકો પોતાની અમીરીનું પ્રદર્શન કરી હિંસાને ખૂબ વકરાવે છે. તેઓ ઉદ્યોગપતિ હોય કે વેપારી હોય કે વહીવટમાં ઊંચા હોદ્દા પર બેઠેલા અધિકારી કે જાહેર જીવનના અગ્રણીઓ, દરેક ક્ષેત્રના કહેવાતા મોટા માણસો, હિંસાને વિકસાવવામાં, હિંસાની પ્રગતિમાં બહુ મોટું પ્રોત્સાહક - પોષક પરિબળ બની રહ્યા છે. જ્યાં સુધી આ મોટા કહેવાતા લોકો સાચા અર્થમાં નાના નહીં બને, ગરીબોની મદદમાં આગળ નહીં આવે. હિંસાનું પૂર અટકે એવું મને લાગતું નથી. આંધ્રપ્રદેશ જેવા રાજ્યમાં કમ્પ્યુટરનું જાળું પથરાયેલું છે. આ ઉન્નતિ જોઈને અમેરિકા જેવા દેશને પણ આશ્ચર્ય થયું. ત્યાંના મુખ્યમંત્રીને દેશના અત્યંત સફળ મુખ્યમંત્રી તરીકે જોવામાં આવ્યા. આંધ્રપ્રદેશને વિકાસની નવી ક્ષિતિજો અને શિખરોને આંબનાર મુખ્યમંત્રી તરીકે તેમની નોંધ લેવામાં આવી. પણ બીજી બાજુ આંધ્રનાં ગામડાંઓમાં લોકો ભૂખે મર્યા, ખેડૂતોએ આત્મહત્યા કરી. ગરીબો કુપોષણનો શિકાર થયા. આજે ત્યાં નકસલવાદ ચરમસીમાએ છે. મોટા માણસોનું ધ્યાન નાના માણસોની સમસ્યા પર જતું જ નથી. વર્ગભેદની ખાઈ વધુને વધુ પહોળી થતી ગઈ. એક ગરીબોની પંક્તિ, બીજી અમીરોની પંક્તિ. બંને એકબીજાને ધૃણા કરે છે. એક વર્ગ બીજા વર્ગને કીડીમકોડા કરતાં વધુ મહત્ત્વ આપતો નથી. બીજો વર્ગ લોહી ચૂસનાર વર્ગ તરીકે પ્રથમ વર્ગને જુએ છે. આ વર્ગભેદ વધતો જ જાય છે. અહિંસા પ્રશિક્ષણ ૧૨૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ જયાં સુધી બંને વચ્ચેનું અંતર ઘટતું નથી, સમાજવ્યવસ્થામાં બદલાવ આવતો નથી, ત્યાં સુધી હિંસા પર બ્રેક લગાવવી મુશ્કેલ છે. યાત્રા દરમિયાન દરેક જગ્યાએ અને આજે અહીં પણ) ધર્મની અને બીજી વાતો કરવાનું ઓછું પસંદ કરું છું. અર્થનીતિ પર જનતા અને સરકારનું ધ્યાન આકૃષ્ટ કરું છું. જયાં સુધી અર્થ-વ્યવસ્થા બરાબર નહીં થાય, ત્યાં સુધી હિંસા ઓછી નહીં થાય, એમ માનીને ચાલવું જોઈએ. આ સચ્ચાઈથી ઇન્કાર ન થઈ શકે. આ સંદર્ભમાં મેં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને પણ મારા વિચારો જણાવ્યા છે. રાષ્ટ્રપતિજીએ ઈ.સ. ૨૦૨૦ સુધી ભારતને દુનિયાનું સહુથી વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું જોયું છે. આ સંદર્ભે એમની સાથે દીર્ઘ ચર્ચા થઈ છે. વિચારોનું આદાન-પ્રદાન હજી પણ ચાલુ છે. જ્યાં સુધી અર્થવ્યવસ્થા નહીં બદલાય, આર્થિક ક્રાંતિ નહીં થાય અને જ્યાં સુધી હિંસાનાં કારણો ઓછા નહીં થાય, ત્યાં સુધી પ્રથમ કોટિનું રાષ્ટ્ર બનવું મુશ્કેલ છે. જે રાષ્ટ્રમાં અનૈતિકતા, ભ્રષ્ટાચાર ઉપરથી નીચે સુધી વ્યાપ્ત હોય, એને મજબૂત કરવાના માત્ર સપનાં જોઈ શકાય. એને પૂરા કરવા એ આસાન વાત ન હોય. ૧૯૮૭ની વાત છે, આચાર્યશ્રી તુલસી દિલ્હીમાં ચાતુર્માસ કરી રહ્યા હતા. અણુવ્રત ભવનમાં બિરાજમાન હતા. એક વખત તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી મળવા આવ્યા. એમની સાથે ધર્મ નિરપેક્ષતા વિષે વાત થઈ. આચાર્યશ્રીએ કહ્યું, “આ ધર્મનિરપેક્ષતા' શબ્દ ભ્રમ ઊભો કરે છે. એના બદલે “પંથ નિરપેક્ષ શબ્દ હોવો જોઈએ. રાજીવ ગાંધીએ આ વાત પર પોતાની સહમતિ વ્યક્ત કરી. કોઈ પણ રાષ્ટ્ર “પંથ નિરપેક્ષ હોઈ શકે છે, ધર્મનિરપેક્ષ' કઈ રીતે હોય? ધર્મનિરપેક્ષતા થાય તો અનૈતિકતાને જ જન્મ આપે. એનાથી રાષ્ટ્રનો વિકાસ અટકી જાય. બીજી વાત આર્થિક સમસ્યા વિષે થઈ. ગુરુદેવે એમને પૂછ્યું, “આપ ગરીબો માટે શું કરી રહ્યા છો ? રાજીવ ગાંધીએ કહ્યું, “આચાર્યશ્રી ! દેશમાં ખૂબ ગરીબી છે. અમે આ સમસ્યાથી અજાણ નથી પણ ગરીબી દૂર કરવામાં ખૂબ અવરોધો આવી રહ્યા ૧૨૮ મહાપ્રજ્ઞ વાણી -૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ છે. અમે ગરીબો માટે ઘણી યોજનાઓ કરીએ છીએ, પણ ભ્રષ્ટાચાર અમારા પ્રયત્નોને નિષ્ફળ કરે છે. ગરીબો માટે અમે કેન્દ્રમાંથી એક રૂપિયો મોકલીએ છીએ પણ છેક છેલ્લે તો પંદર પૈસા જ પહોંચે છે.’ આ વાત સત્તર-અઢાર વર્ષ જૂની છે. આજે ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે કેટલા પૈસા પહોંચતા હશે એ એક સવાલ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અહિંસાયાત્રાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું. નૈતિકતા વગર અહિંસાનો વિકાસ શક્ય નથી, અહિંસા વગર નૈતિકતાનો વિકાસ શક્ય નથી. જે રાષ્ટ્રમાં નૈતિકતાનો અભાવ હોય, જે રાષ્ટ્ર ભ્રષ્ટ દેશોની સૂચિમાં અગ્રસ્થાને હોય, એ રાષ્ટ્રને ઉત્તમ રાષ્ટ્ર કહી શકાય ? ભારતમાં ધર્મ અને અધ્યાત્મનો ખૂબ ઉત્કર્ષ રહ્યો. એનો મૂળ આધાર હતો નૈતિકતા. આજે ધર્મ પૂજાપાઠ અને ઉપાસના સ્વરૂપે ચાલે છે, પણ તેના મૂળ આત્માનું જતન થતું નથી. અહિંસાયાત્રાનો ઉદ્દેશ છે અહિંસક ચેતનાનું જાગરણ અને નૈતિક મૂલ્યોનો વિકાસ. આ બંનેના આધારે અમારા કામનો પ્રારંભ થયો. અમે ચિંતન કર્યું કે ગરીબ માણસને હિંસા-અહિંસાની વાત સમજાવવામાં આવે તો તે પાત્ર એક પક્ષીય વાત થઈ એટલે એમને માટે આવશ્યક રોજગારી પ્રશિક્ષણને જોડવાનું પણ વિચાર્યું. રોજી-રોટી પ્રાપ્ત થયા બાદ જ અહિંસાની વાત ગરીબને સમજાય. બિહાર અને ઝારખંડના નક્સલવાદી લોકો સાથે અમારા કાર્યકર્તાઓની વાત થઈ, અને તેમને રોજગાર પ્રશિક્ષણની વાત જણાવી તો એમણે કહ્યું કે, ‘આ તો આપ અમારા હિતનું કામ જ કરી રહ્યા છો. અમે લોકો આચાર્યશ્રીને મળવા ઇચ્છીએ છીએ.’ ઝારખંડમાં અમારા કાર્યકર્તાઓનું નક્સલવાદી લોકોએ અપહરણ કર્યું. એમને આપણી પ્રવૃત્તિની જાણ થઈ અને કાર્યકર્તાઓને મુક્ત કરી દીધા. કાર્યકર્તાઓ છૂટી ગયા તો પોલીસે એમને ઉત્પીડિત કર્યા કે આપ લોકો નક્સલવાદીઓથી મળેલા છો. આમ કાર્યકર્તાઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પણ દરેક મોટા કામમાં મુશ્કેલીઓ આવે છે. આપણા કાર્યકરોનું મનોબળ અહિંસા પ્રશિક્ષણ ૧૨૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ કમજોર ન થયું અને આજે પણ તેઓ પોતાનું કામ કરી રહ્યા છે. હિંસા અને અપરાધનું શમન દંડાત્મક નીતિથી આવતું નથી. ધરપકડ કરવી, જેલ મોકલવા, ન્યાયાલયમાં લાંબા સમય સુધી કેસ ચલાવવો, સજા સંભળાવવી, આ બધાથી સમાધાન થાય તો આજે દેશની જેલ અપરાધીઓથી ભરેલી ન હોત. સ્પષ્ટ છે કે આ નક્કર સમાધાન નથી. આ સાધારણ ઉપચાર છે, અલ્પકાલિક વ્યવસ્થા છે. અહિંસાયાત્રા દરમિયાન અમે લોકોને આ વાતો સમજાવીએ છીએ. મધ્યપ્રદેશની યાત્રા દરમિયાન રતલામ પ્રવાસમાં ત્યાંના એક ઉદ્યોગપતિ ચૈતન્ય કશ્યપે અમારી વાતને હૃદયમાં ઉતારી અને સંકલ્પ કર્યો કે સો ગરીબ પરિવારનાં રોટી, કપડાં, મકાન અને ચિકિત્સાની બધી વ્યવસ્થાની જવાબદારી લઉં છું. રતલામમાં સો પરિવારના આવાસ અને રોજગારની એમણે વ્યવસ્થા કરી. આવું કામ આખા મધ્યપ્રદેશમાં થઈ રહ્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બાબુલાલ ગોરે સમાજ વ્યવસ્થાનો આ ઉપક્રમ જોયો અને એમને ખૂબ પસંદ આવ્યો. એમણે શ્રી કશ્યપને ગ્રામીણ રોજગાર વ્યવસ્થાના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. અડવાણીજીએ આ ઉપક્રમની સરાહના કરી. શ્રી ગીર સાથે આની ચર્ચા કરી. ત્યારબાદ મુખ્યમંત્રીએ એવી ઘોષણા કરી કે આ પ્રકારનાં કાર્યો ખાનગી સેવાભાવી સંસ્થાઓ તરફથી થશે તો સરકાર તરફથી મફત જમીન મળશે. ત્યાં એક વાતાવરણ નિર્માણ થયું. અહીંબેઠેલા તમામને મારી વાતઅનુકૂળનપણ આવે.જેલોકોમોટા માણસો તરીકે ઓળખાય છે એમની જવાબદારી છે વધુ મોટા થવાની. ઇચ્છાએ આશીર્વાદની અપેક્ષા રાખવા કરતાં સાચા અર્થમાં મોટા બને. જે લોકો પાસે કાંઈ નથી તેઓ આશાભરી મીટ માંડીને બેઠા છે. છેવાડાના માણસને હજી આપના પ્રત્યે ભરોસો છે. આ એક જવાબદારી છે. ઘણા ગામડાંઓમાં અમે જઈએ ત્યારે ત્યાંના મુખ્ય માણસ, સરપંચવગેરેને અમે ખાસ પૂછીએ કેતમારા ગામમાં ગરીબીના કારણે ભૂખે મરતા માણસો તો નથી ને? કારણ કે આ જવાબદારી છે આપણી, ગામની. આપણે ધારીએ તો સુચારુ, સમાજવ્યવસ્થા નિર્માણ કરી શકીએ. મહાપ્રજ્ઞ વાણી - ૬ ૧૩૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ કોઈ ગામ ત્યાં સુધી સારું નહિ માની શકાય જ્યાં સુધી ગામનો એક પણ માણસ ભૂખ્યો સૂતો હોય. બધા સમાન થઈ જાય એવી વાત નથી પણ બધાની પ્રાથમિક આવશ્યકતા સંતોષાવી જોઈએ. બધાંને સમાન કરવાની વાત, ખાસ કરીને આર્થિક રીતે સમાન કરવાની રીતે જેમણે વિચારી છે તે સહુ નિષ્ફળ ગયા છે, કલ્પના સારી છે, આદર્શ ઊંચો છે પણ વાસ્તવમાં શક્ય નથી. પણ કમ સે કમ એટલું તો થવું જોઈએ કે ભૂખના કારણે કોઈ માણસ મરવો ન જોઈએ. ગુડગાંવના કમિશનર અહીં ઉપસ્થિત છે. એમને પણ આપણે એ પ્રશ્ન જ પૂછી શકીએ કે આપના તંત્ર હેઠળ શહેરમાં કોઈ ભૂખ્યો માણસ તો નથી ને? અગર નથી તો માનીશ કે ગુડગાંવ એક સારું શહેર છે. મોટાં-મોટાં ઉદ્યોગો-કારખાનાંઓ આપણા વિકાસનાં પ્રતીક નથી. હું વિકાસનું અંકન એના દ્વારા નથી કરતો. સાચો વિકાસ એ છે કે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધારે પહોળી ન થાય. સમાજવ્યવસ્થામાં પરિવર્તન ત્યાં સુધી આવતું નથી, જયાં સુધી વિકાસની અવધારણા સાચી અને સમ્યક્ સ્વરૂપ લેતી નથી. સમાજ વ્યવસ્થાના અસંતુલનમાં ધર્મ પણ તેજસ્વીતા જાળવી શકતો નથી. ધર્મની પણ મંદિરમાં અને બજારમાં વિભાવના બદલાઈ જાય છે. ઘણા સમય પહેલાં મહારાષ્ટ્રની યાત્રા દરમિયાન એક વ્યક્તિ ગુરુદેવ પાસે આવી. વાતચીતમાં તેણે કહ્યું, “શું કરું? મને ધર્મમાં રુચિ છે પણ એના માટે મને સમય નથી મળતો.' - આચાર્યશ્રીએ એમને સ્મિતપૂર્વક કહ્યું, “હું આપને એવો ધર્મ બતાવું છું કે જેના માટે સમયની જરૂર નહિ પડે અને ધર્મનું પાલન પણ સારી રીતે થશે. તમે વરિષ્ઠ અધિકારી છો. તમારી પાસે ઘણી ફાઇલો આવે છે. એનો ઇમાનદારી અને નૈતિકતાની સાથે નિકાલ કરો, ધર્મ સચવાઈ જશે.” આજે એવા જ ધર્મની જરૂર છે. ધર્મનું પાલન ઓફિસમાં થાય, દુકાનમાં થાય, રોજ-બરોજના વ્યવહારમાં આવે. અગર એમ થાય તો હિંદુસ્તાનને એક અહિંસા પ્રશિક્ષણ ૧૩૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક અને નૈતિક દેશ કહેવામાં વાંધો નથી. અગર એમ ન થાય તો પછી એ જ પ્રતિક્રિયા થશે જે અગાઉ અમે મુંબઈમાં એક વિદેશી વ્યક્તિ દ્વારા જોઈ. વાત એ સમયની છે જયારે ગુરુદેવશ્રી તુલસી મુંબઈમાં પ્રવાસ કરી રહ્યા હતા. એક દિવસ એક વિદેશી, કદાચ હંગેરીનો નિવાસી હતો અને બોલ્યો, “આચાર્યશ્રી ! હું આજે જ આવ્યો છું અને બપોરે પાછો જઈ રહ્યો છું.' આચાર્યશ્રીએ કહ્યું, “કેમ આટલી જલદી કેમ?' એમણે કહ્યું, મેં હિન્દુસ્તાનની ધાર્મિકતા વિષે ખૂબ સાંભળેલું. અહીંના લોકો ખૂબ ધાર્મિક પ્રકૃતિના છે પણ આજે ભ્રમ તૂટી ગયો. એરપોર્ટથી નીકળી ટેક્સી સ્ટેન્ડ તરફ ગયો. ત્યાં મને ટાંગા સ્ટેન્ડ પણ મળ્યું. મેં જોયું તો ગાડી સાથે જોતરેલા એક મુડદાલ ઘોડાને ગાડીવાળો નિર્મમતાથી ચાબુક ફટકારી રહ્યો હતો. ઘોડો પૂરું જોર લગાવીને ગાડી ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ નિષ્ફળ થતો કારણ કે ગાડીમાં સાત મુસાફરો હતા. આવું હિન્દુસ્તાનમાં જ શક્ય બને. મારા દેશમાં ઘોડા પર આટલો જુલમ ગુજારવામાં આવે તો ઘોડાગાડી વાળો સીધો જેલ ભેગો થઈ જાય. આપણે ઘણા પ્રશ્નો પર વિચાર કરવાનો છે. ધર્મનો આપણા વિચાર, આચરણ અને ક્રિયા પર કેવો પ્રભાવ છે? કેટલો પ્રભાવ છે? આ કસોટી પર આપણી જાતને કસવાની છે. પોતાની જાતને ધાર્મિક ઘોષિત કરી દેવાથી કોઈ ધાર્મિક થઈ જતું નથી. અમે અહીં આવ્યા છીએ. અમારું ચાતુર્માસ ગુડગાંવની પાસે જ થશે. આપ આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા ઇચ્છો તો અમે અને અમારો ધર્મ પરિવાર હંમેશા સહયોગ આપવા તૈયાર રહેશે. અમે જૈન છીએ, પણ અમારા કાર્યક્રમ બહુ વ્યાપક છે. જૈન-અજૈનનો અમારી સામે કોઈ પ્રશ્ન નથી. અમે હંમેશાં માનવધર્મને અગ્રતા આપી છે અને એ દષ્ટિએ જ અમે અહિંસાનું અભિયાન ચલાવી રહ્યા છીએ. ૧૮ જૂન, ગુડગાંવ (હરિયાણા) ૧૩૨ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હિંસા કેમ વધી રહી છે? દાયકાથી દર્શનશાસ્ત્રનો અભ્યાસ ચાલે છે. સાથે-સાથે એમ પણ કહી શકું કે ત્રણ દાયકાથી વિજ્ઞાનનો પણ અભ્યાસ કરું છું. મેં જોયું કે સત્યની શોધના જેટલા પ્રયત્ન થઈ રહ્યા છે, તે બધા એક જ દિશામાં થઈ રહ્યા છે. આ પ્રયોગો વચ્ચે ભેદરેખા ખેંચવી કદાચ સારી વાત નથી. હું દીર્ઘકાળથી પ્રયોગ પણ કરું છું. આ પ્રયોગની વાત હું આચાર્ય તુલસી પાસેથી શીખ્યો છું. માત્ર વાચિક વ્યવહાર નહીં, માત્ર સિદ્ધાંતની વાત નહિ, પ્રયોગ પણ થવા જોઈએ. અહિંસાયાત્રામાં પણ કેવળ અહિંસાના સિદ્ધાંતોની વ્યાખ્યા નહિ, માત્ર અહિંસાનો અર્થ સમજાવવાનો પ્રયત્ન નથી કર્યો, એના કારણોની શોધ પણ કરી. કોઈને ન મારવું અહિંસા છે, આ સામાન્ય માણસ પણ જાણે છે. માત્ર આટલું સમજાવવા માટે અહિંસાયાત્રા કરવી જરૂરી નથી. આપણા દ્વારા અહિંસાનો વિકાસ કેમ થતો નથી, એની તપાસ કરી. હિંસા કેમ વધી રહી છે,એ કારણો પર આપણું ધ્યાન જવું જોઈએ. મને એવો દઢ વિશ્વાસ છે કે અહિંસાનો વિકાસ માત્ર સિદ્ધાંતના આધારે થઈ શકતો નથી. એનું કોઈ પ્રાયોગિક રૂપ હોવું જોઈએ. અમે પ્રયોગ બહુ કર્યા છે, પ્રયોગ પર અમને વિશ્વાસ પણ છે. પ્રયોગો દ્વારા આપણે માણસને બદલવાનો છે. માણસને બદલ્યો છે. માત્ર , હિંસા કેમ વધી રહી છે? ૧૩૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતના આધારે કદાચ મહામુશ્કેલીએ દસ ટકા લોકો બદલાય. પ્રયોગના કારણે સીત્તેર-પંચોતેર ટકા માણસોને બદલી શકાય, આ અનુભવે અમે શીખ્યા છીએ, જોયું છે. અમે અનેકાન્તનો પ્રયોગ કર્યો. અનેકાન્તનું એક દર્શન તો છે જ, અમે એનો પ્રયોગ પણ કર્યો. સૂરતથી પહેલાં અમે મુંબઈમાં હતા. ધર્મગુરુ જ્યાં પણ જાય ત્યાં ધર્મગુરુના સ્વાગતમાં તૈયાર રહેતો આ એક રૂઢ પરંપરા છે. હું મુંબઈ અને ત્યારબાદ થાણા ગયો. ત્યાં મારી આગેવાનીમાં સેંકડો મુસલમાન આવ્યા. કાર્યક્રમની સંપન્નતા બાદ મુંબઈના ગૃહરાજ્યમંત્રી મારી પાસે આવ્યા. બોલ્યા - “આચાર્યશ્રી ! મને એ જોઈને ખૂબ આશ્ચર્ય થાય છે કે આપની આગેવાનીમાં મુસલમાન પણ આવે છે.' મેં કહ્યું, “આજે ઓછા આવ્યા છે, ઘણી વખત તો ઘણા વધારે આવે છે.” એમણે કહ્યું, “આવું બહુ ઓછું થાય છે. મુસલમાન ભાઈઓ બીજા ધર્મગુરુઓની પાસે ઓછા જાય છે. આ કઈ રીતે સંભવ થયું?' મેં કહ્યું, “આ પ્રયોગથી સંભવ થયું. હું મારી આ યાત્રામાં સાંપ્રદાયિક સૌહાર્દ અને સર્વધર્મ સમભાવનો પ્રયોગ પૂરી ગંભીરતાથી કરું છું. સહુની સાથે બેસીને, ચિંતન બેઠક કરીએ છીએ. એમના પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમના વિચારોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.” એમના મનની શંકાનું સમાધાન કરીએ છીએ. આ પ્રક્રિયા ગત એક વર્ષથી ચાલુ છે. એનાથી એક વાતાવરણ નિર્માણ થયું છે. મુંબઈથી અહિંસાયાત્રા નીકળી ત્યારે ચારસો મુસલમાન બંધુઓ અમારી આગળ અહિંસાનો ધ્વજ લઈને ચાલતા હતા. મુંબઈ જેવા મહાનગરમાં સાંપ્રદાયિક સૌહાર્દનું આવું દશ્ય લોકોએ પ્રથમ વખત જોયું હતું. મુસલમાન પ્રતિનિધિઓએ મને એક માર્મિક વાત કરી કે આચાર્યજી! આજ સુધી જે કોઈ ધર્મગુરુ આવ્યા એમણે તોડવાની વાત કરી. એમની વાણીમાં સાંપ્રદાયિકતાને જ પ્રોત્સાહન આપવાનો સંદેશ હતો. આપ પહેલા ધર્મગુરુ છો જે જોડવાની વાત કરો છો, એટલે અમે આપનું અભિવાદન કરીએ છીએ. ૧૩૪ મહાપા વાણી - ૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ વ્યક્તિ અગર સાચા મનથી માનવીય એકતાનો પ્રયત્ન કરે તો મને વિશ્વાસ છે કે એ જરૂર સફળ થાય. માનવીય એકતાની વાતમાં ન તો કોઈ ધર્મ આડો આવે છે,ન જાતિ, ન વર્ણ. અઢી હજાર વર્ષ પહેલાં મહાવીરે જે કહ્યું, ‘એગા મણસ્સુ જાઈ’ – એ સંદેશને લઈને જ ચાલીએ છીએ. મહાવીરે એકતાનો પ્રયોગ કર્યો હતો, એટલે એમના સંઘમાં ચંડાળ ગણાતા પણ દીક્ષિત થયા, અનેકવિધ જ્ઞાતિના લોકો અનુયાયી થયા. હમણાં જ ગિરિજા વ્યાસે કહ્યું, ‘હું બ્રાહ્મણ છું.’ મેં કહ્યું, ‘અમે જેનો અભ્યાસ કરીએ છીએ એ બ્રાહ્મણોના શાસ્ત્રીઓ પણ વાંચે છે.' મહાવીરના અગિયાર મુખ્ય શિષ્યો, જેઓ ગણધર તરીકે ઓળખાય છે. તે ઇંદ્રભૂતિ ગૌતમ, સુધર્મા આદિ સર્વ બ્રાહ્મણ હતા. મહાવીર પોતે ક્ષત્રિય હતા એટલે શ્રમણ પરંપરાને એક રીતે ક્ષત્રિયોની પરંપરા કહી શકાય. શી ખબર જાતિઓને અલગ અલગ-દષ્ટિઓથી જોવાની વાત ક્યાંથી આવી ? એ સમયે કોઈની અવગણના કે પ્રતિબંધ ન હતો. અગિયાર ગણધર બ્રાહ્મણ અને સ્વયં પ્રભુ મહાવીર ક્ષત્રિય હતા. એ વાત આજે કોઈને વિચિત્ર લાગે પણ સમતાનું જ આ સૌંદર્ય છે. સ્વસ્થ અભિગમનો અને અનેકાન્તનો જ આ પ્રયોગ છે. સમન્વય અને માનવીય એકતાનો આ ભગવાન મહાવીરનો મહાપ્રયોગ ગણી શકાય. જાતિઓની વ્યવસ્થા તો માત્ર સુવિધા ખાતર, ઓળખ ખાતર હતી. મુખ્ય વાત છે માનવીય એકતાની. અમે અહિંસાયાત્રા દરમિયાન માનવીય એકતાનો પ્રયોગ કર્યો. બીજો એક પ્રસંગ છે સૂરતનો. રાષ્ટ્રપતિજી તરફથી સંદેશો આવ્યો કે તેઓ એમનો જન્મદિન મનાવવા સૂરત આવી રહ્યા છે. તારીખ નક્કી થઈ. કાર્યકર્તાઓએ પૂરો કાર્યક્રમ રાષ્ટ્રપતિજીને મોકલ્યો. એમના તરફથી સંદેશો આવ્યો કે હું આચાર્યશ્રી પાસે માર્ગદર્શન લેવા અને વિચાર-વિમર્શ કરવા આવી રહ્યો છું. મારે કોઈ ભાષણ કરવાનું નથી. રાષ્ટ્રપતિજી સૂરત આવ્યા અને અમારી પાસે ચાર કલાક રહ્યા. એમની ઇચ્છા હતી કે સૂરતમાં એમની મુલાકાત વખતે વિવિધ ધર્મના ગુરુઓને મળવાનું હિંસા કેમ વધી રહી છે ? ૧૩૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ થાય. સદ્દભાગ્યે સૂચના પાઠવતી વખતે બહુ ઓછા સમયમાં વ્યવસ્થા થઈ શકી અને પંદર જેટલા મુખ્ય ધર્મગુરુઓ કાર્યક્રમમાં પહોંચ્યા એમાં હિંદુધર્મના મોટા સંન્યાસી હતા, મુસ્લિમ ધર્મગુરુ હતા, દાઉદી વહોરા કોમના સૈયદના સાહેબ હતા. શીખ સમાજના સંત, પારસી અને ઇસાઈ સમાજના ધર્મગુરુઓ પણ ઉપસ્થિત હતા. બે દિવસ આ ધર્મસંસદ ચાલી. ગહન વિચાર-વિમર્શ થયો અને એકવીસમી સદી માટે કરવા યોગ્ય કાર્યોનો એજન્ડા તૈયાર થયો. જેને “સૂરત સ્પિરિચ્યુંઅલ ડેકલેરેશન' નામ આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિજીએ આ એજન્ડાનું લોકાર્પણ કર્યું. એકવીસમી સદીનો ભારતીય સમાજ કેવો હોય ? દેશનું માળખું કેવું હોય? એનો સમગ્રલક્ષી સમાવેશ આ ડેકલેરેશનમાં છે. આ ઘોષણાપત્ર પર કામગીરી શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમને ગતિ આપવાનો ઉદ્દેશ જ અમારા દિલ્હી પ્રવાસનું મુખ્ય કારણ છે. ઉદયપુરના પ્રતાપસિંહ મુરડિયા આદિ શ્રાવકો અત્રે આવ્યા છે. એમણે કહ્યું, ‘ઉદયપુર આપની પ્રતીક્ષા કરે છે.' - વાત સાચી છે. ચાતુર્માસ ઉદયપુરને મળેલ. આપણે ત્યાં એક વખત થઈ ગયેલી ઘોષણાને બદલવામાં આવતી નથી પણ એક રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાને સામે રાખી પૂર્વ ઘોષણામાં પરિવર્તન જરૂરી થઈ ગયું. ક્યુરેકની ગતિવિધિઓને આગળ વધારવા અને એને સમ્યફ રીતે સંચાલિત કરવા દિલ્હી આવવાનું જરૂરી જણાવ્યું. સન ૨૦૨૦ સુધી હિન્દુસ્તાન દુનિયાનું મુખ્ય રાષ્ટ્ર બને, રાષ્ટ્રપતિજીના આ સપનાને સાકાર કરવામાં અમારું જે કાંઈ યત્કિંચિત યોગદાન આપી શકાય, તે આપવા જ અમે દિલ્હીનો પ્રવાસ નિર્ધારિત કર્યો છે. ઉપદેશ તો ખૂબ અપાયો છે. દેશના ખૂણે-ખૂણે પ્રવચન અને ઉપદેશ થઈ રહ્યા છે. ધર્મસ્થાનોમાં ખૂબ ભીડ છે. માત્ર પ્રવચનોથી કાંઈ થવાનું નથી. સાર્થક પરિણામ માટે પ્રયોગ અનિવાર્ય છે. માત્ર અનુકરણ ફળદાયી નહીં નીવડે. એનાથી ક્યારેક - ક્યારેક લાભને બદલે નુકસાન થાય છે. રાજસ્થાનના એક માણસે પોતાનો મોટા ભાગનો સમય શહેરમાં નોકરીમાં જ પસાર કર્યો હતો. એને ખેતી વિષે કશી ગતાગમ ન હતી. એણે ગોળ ૧૩૬ મહાડા વાણી - ૬ Page #138 -------------------------------------------------------------------------- ________________ બનાવનારને પૂછ્યું, “આ ગોળ કેવી રીતે બને છે?' પેલાએ જવાબ આપ્યો, “આ સામે શેરડીનું ખેતર છે. શેરડીના રસમાંથી ગોળ બને છે.” પૂછનારો તો ખુશ થઈ ગયો. ઘરે પાછો ફર્યો. એના હાથમાં આઠ-દસ શેરડીના સાંઠા હતા. એણે ઘરના લોકોને પૂછ્યું, “ખેતીની શી સ્થિતિ છે? ઘરના લોકોએ કહ્યું, બાજરી વાવી છે. પાક તૈયાર થવામાં થોડી વાર છે.” પેલો તો શેરડીનો ગોળ બનાવવાના મૂડમાં હતો. ખેતી વિષે કાંઈ ખબર પડે નહિ છતાં કહ્યું, “ગવાર-બાજરી જેવો પાક તો સામાન્ય છે. આવો પાક લેવાથી આપણી સ્થિતિમાં સુધારો થવાનો નથી. સિઝન સારી હોય તો ઠીક છે. બાકી બાજરીના પાકથી આપણે ઊંચા આવવાના નથી. હું એક સારી વાત લઈને આવ્યો છું. આ શેરડી છે અને શેરડીનો ગોળ થાય છે. બાજરીનો પાક ઉખાડીને ફેંકી દો. હવે આપણે શેરડીની ખેતી કરીશું.” • ખૂબ પરિશ્રમથી તૈયાર કરેલ બાજરીનો પાક ઉખાડીને ફેંકી દેવાનો પરિવારના મુખિયાનો આદેશ કોઈને ગમ્યો નહિ, પણ મુખિયાનો આદેશ તો ટાળી શકાય નહીં. લહેરાતો પાક કાપીને શેરડીનું વાવેતર કરી દીધું. પણ જમીન શેરડીના પાક માટે પ્રતિકૂળ હતી. મહિનો થઈ ગયો. સહેજ ઝૂંપળ પણ ફૂટી નહીં. બે મહિના પછી જોયું તો શેરડીના વાવેતરના સાંઠા સૂકાઈ ગયા હતા. આખો પરિવાર આર્થિક રીતે સમૃદ્ધ થવાના બદલે તબાહ થઈ ગયો. આવી જ કાંઈક સ્થિતિ આજની છે. લોકો સાંભળે છે પણ સમજતા નથી. પ્રક્રિયા સમજાતી નથી. પ્રયોગની સાર્થક ભૂમિકાએ આપણે લોકો આવતા નથી. પાણીની સમસ્યા આજે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. જેવા અમે મધ્યપ્રદેશથી રાજસ્થાનની સીમામાં પ્રવેશ્યા કે પાણીની સમસ્યાથી પીડાતા લોકો જોયા. થોડા આગળ વધ્યા કે લોકોએ કહ્યું, “મહારાજ ! ઘરમાં અન્ન નથી, રોટીની મોટી સમસ્યા છે.” હિંસા કેમ વધી રહી છે? ૧૩૭. Page #139 -------------------------------------------------------------------------- ________________ મેં અનુભવ કર્યો, દિલ્હીથી જયપુર અને ભોપાલની હવાઈયાત્રા કરનારને ગરીબોની સમસ્યા કેમ સમજાતી નથી ?! ધરતી પર જેના પગ પડતા નથી એવા માત્ર હવામાં ઉડનારાઓ સામાન્ય લોકોનું દુઃખ ક્યાંથી સમજી શકે ? હિન્દુસ્તાનની ગરીબી આઝાદીના સાડાપાંચ દાયકા પછી પણ દૂર નથી થઈ, એનું કારણ એ છે કે સત્તા પર બેઠેલા લોકોને ગામડાંની સાચી સ્થિતિનું ભાન નથી. જ્યાં સુધી ગ્રામ વિસ્તારની સાચી સ્થિતિનું આકલન નહિ થાય, પોતાની આંખોથી પ્રત્યક્ષ રીતે અભાવની પીડા વેઠનારાઓને જોશે નહિ ત્યાં સુધી દેશની સાચી છબી એમની સામે ક્યારેય નહિ આવે. અમે અમારી યાત્રા દરમિયાન ગુજરાતથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન – બધી જગ્યાએ અમે દેશની સાચી તસવીર જોઈએ છીએ. મને નવાઈ લાગે છે કે અભાવની સ્થિતિ હોવા છતાં માણસ જીવે છે, નિરાંતે બેઠો છે, પણ આવી સંતોષની સ્થિતિ કાયમી ચાલવાની નથી. આ સંતોષ ભ્રામક છે. નિષ્ક્રિયતા અને ચિંતનના અભાવે જન્મેલી આળસ છે. જેને આપણે સંતોષ કહીએ છીએ તે સંતોષ નથી, આળસ છે. વિદ્રોહની સ્થિતિ આવતા વાર લાગવાની નથી. આ ગરીબી અને વિષમતા એક દિવસ જરૂર વિદ્રોહ પ્રગટાવશે. એ સ્થિતિ બહુ દૂર નથી. દેશ અને રાજ્યોની સરકારો દિગ્દમિત છે. પ્રાથમિકતા કઈ બાબતોને આપવી એનો એમને પરિચય નથી. લોકસભા અને વિધાનસભાઓમાં દેશ-પ્રદેશની જે સ્થિતિ રજૂ થાય છે તેથી કાંઈક જુદી જ વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા વિષમ છે. વરવી છે. પીવાના પાણી અને અનાજની વ્યવસ્થા નથી અને આપણે મૂડીરોકાણની વાત કરીએ છીએ. બીજા દેશના મૂડીરોકાણ અને ઔદ્યોગિક વિકાસ દર સાથે છેવાડાના માણસને શી લેવા-દેવા? જેમની પાસે મોંઘી ગાડીઓ છે, એમના માટેના ઝળહળાટ રાજમાર્ગો એ વિકાસની તસવીર નથી. ગામડાંઓ સુધી પાકી સડકો થવી જોઈએ. ઉદ્યોગો માટે વીજળી છે અને ઝૂંપડીઓમાં અંધકાર છે. વસાહતોમાં અંધકાર છે. ૧૩૮ મુંબઈ પ્રવાસ વખતે અમુક લોકો મારી પાસે આવ્યા. એક ઉદ્યોગપતિએ મહાપ્રજ્ઞ વાણી – ૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ ખોલેલી નવી શાળાની વાત કરી. તેમણે જણાવ્યું કે આખી શાળા પૂરી વાતાનુકૂલિત છે. દરેક ખંડમાં વિદ્યાર્થીદીઠ કમ્યુટરની વ્યવસ્થા છે. મેં પૂછ્યું, “ફી કેટલી છે?” સંકોચથી તેમણે જણાવ્યું, “આટલા મોટા અને બહુઉદ્દેશીય વિદ્યાલયની ફી વધારે તો થાય જ.” દોઢ લાખ એડમિશન ફી છે. હોસ્ટેલની ફી મહિનાની દસ હજાર છે. પ્રવેશ માટે અત્યારથી જ પડાપડી છે. બધા ફોર્મ અત્યારથી ઉપડી ગયા છે. મેરિટ ઊંચુ હોવા છતાં દૂર-દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓના આવેદનપત્ર આવી રહ્યા છે. મેં કહ્યું કે, “આ વિદ્યાલય નહિ, હિંસાનું એક કેન્દ્ર તૈયાર થઈ રહ્યું છે. આ મોટા લોકોના કારનામાઓ છે. મોટા લોકોની મોટી વાતો અને મોટા કામ. નાના કામ તો તેઓ કરી શક્તા નથી. પાંચ કરોડનું વિદ્યાલય બનાવ્યું. ગામડાંના દૂરદૂરના વિસ્તારોમાં જે મૂડીથી એક સો પ્રાથમિક વિદ્યાલય બની શકે એને એક જગ્યાએ કેન્દ્રિત કરવા એ બુદ્ધિમાન લોકો જ કરી શકે.” દેશમાં દરેક જગ્યાએ આમ થાય છે. જે સમર્થ અને સક્ષમ છે, એમના માટે બધું થાય છે, જે અંતિમ કતારમાં ઊભા છે, એમના તરફ કોઈનું ધ્યાન નથી. જે વહેંચવામાં આવે છે, તે છેવાડાના માણસો સુધી પહોંચતું નથી. સમગ્ર યાત્રા દરમિયાન મેં આવી સમસ્યાઓનો સાક્ષાત્કાર કર્યો છે. સમાધાન કઈ રીતે થાય? કાલે જ મેં આ બાબતે વાત કરેલી, આજે પણ કહું છું કે જ્યાં સુધી મોટા લોકો પોતાના જીવનસ્તરને મધ્યમાં નહીં લઈ જાય, શિખરથી થોડા નીચે નહિ ઉતરે, સમરેખામાં નહિ આવે, ત્યાં સુધી હિંસા, આતંક અને ઉગ્રવાદને રોકી નહિ શકાય. હિંસાની વાળાથી દૂર ઊભા રહીને તમાશો જોનારા પણ પોતાની જાતને આ જવાળાથી મુક્ત રાખી શકવાના નથી. આ આગને અત્યારથી ઓળખી લેવાની જરૂર છે. આગને બુઝાવવાનો એક જ ઉપાય છે કે જ્યાંથી આગ લાગી છે ત્યાં, તેના મૂળમાં પાણીનો પ્રવાહ છોડવો. ધર્મ અને જીવન-વ્યવહારની બાબતમાં આજે એક નવા ચિંતનની જરૂર હિંસા કેમ વધી રહી છે? ૧૩૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ છે. સર્વથા એક નૂતન દર્શનની જરૂર છે. આચાર્ય તુલસીએ અણુવ્રત આંદોલનની શરૂઆત કરી જે એક નવા દર્શનની જ શરૂઆત હતી. લોકોએ ઠીક-ઠીક પ્રયાસ કર્યો, તુલસીજીના આ દર્શનને સમજવાનો પૂરો પ્રયાસ થયો નહિ. અણુવ્રતનો આપણી પ્રજાએ વ્યાપક ભૂમિકાએ સ્વીકાર કર્યો હોત તો આજે દેશની તસવીર જુદી હોત. આપ લોકોની દૃષ્ટિએ હું એક ધર્મગુરુ છું. એ તો ઠીક છે પણ હું સીમારેખામાં જાતને બાંધવામાં માનતો નથી. માત્ર પ્રવચન સુધી જ જાતને સીમિત રાખવાની વાત પણ મને સ્વીકાર્ય નથી. ધર્મનું પ્રવચન માત્ર મનોરંજન માટે નથી. અગર એમ હોત તો ધાર્મિક પ્રવચન અને ફિલ્મોમાં કોઈ ફરક ન રહે. જો જરા પણ પરિવર્તન ન આવવાનું હોય તો મારા બોલવાનો કોઈ અર્થ નથી. ધર્મનું કામ છે ચેતનાનું રૂપાંતરણ કરવાનું. પચાસપચાસ વર્ષ ધર્મકરણી કરવા છતાં ક્રોધ, માન, માયા, લોભ, ઇર્ષ્યા આદિ જેમ-તેમ જળવાઈ રહે, તો પછી સમજવું કે પચાસ વર્ષ નિરર્થક કામમાં પસાર થયાં છે. ચેતનાનું રૂપાંતરણ શક્ય છે. અમે દાવાપૂર્વક કહી શકીએ છીએ કે ચેતનાનું રૂપાંતરણ થઈ શકે છે. મેં પ્રયોગ કરેલા છે. વૈજ્ઞાનિક કસોટી પર પા૨ ઉતરીને જોયું છે. મને આશ્ચર્યજનક પરિણામ પ્રાપ્ત થયાં છે પણ કામ આસાન નથી, મુશ્કેલ છે. આદતોમાં, વૃત્તિઓમાં પરિવર્તન લાવવાનું કામ ખૂબ સૂક્ષ્મ છે અને મુશ્કેલ છે. ખૂબ જ ધીરજ અને સંકલ્પની જરૂર હોય છે. પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનના પ્રયોગોથી પ્રાપ્ત થયેલા પરિણામોએ મારો ઉત્સાહ વધાર્યો છે. પ્રયોગ અને પરીક્ષણ વિદ્યાલયોમાં થયા, ડૉક્ટરો વચ્ચે થયા, અધિકારીઓ વચ્ચે થયા, પરિણામ દરેક રીતે પોઝિટિવ અને પ્રોત્સાહક રહ્યાં. આ વૈજ્ઞાનિક યુગમાં ધર્મને પણ પ્રાયોગિક બનાવવાની જરૂર છે. ધર્મનો પણ સાક્ષાત અનુભવ થાય તે રીતે તેનો પ્રયોગ થવો જોઈએ. ભોજન કરીએ અને ભૂખ ના મટે, પાણી પીવામાં આવે છતાં તરસ ન મટે, દવા લેવામાં આવે અને રોગ ન દૂર થાય તો શો ફાયદો ? પ્રત્યક્ષ રૂપે સકારાત્મક પરિણામ દેખાવું જોઈએ. અનુભવે મારી આ ધારણાને પુષ્ટ કરી કે માત્ર સિદ્ધાંતના આધારે મહાપ્રજ્ઞ વાણી - ૬ ૧૪૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિને બદલી ના શકાય. જ્યાં સુધી પ્રયોગની ભૂમિકા પર નથી આવતા, ત્યાં સુધી એમ થવાનું સંભવ નથી. હું અત્યારે વિદ્યાલયમાં આપની સમક્ષ બોલી રહ્યો છું. અધ્યાપકોને મારું નમ્ર નિવેદન છે કે વિદ્યાર્થીને પુસ્તકના જ્ઞાન સાથે તેનો ભાવાત્મક વિકાસ કરવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. ઇમોશનલ ડેવલપમેન્ટ ન થાય, માત્ર બૌદ્ધિક વિકાસ જ લક્ષ્ય બને તો ઘણું ભણવા છતાં પણ માણસ દુઃખી અને તનાવગ્રસ્ત રહે છે. ભણતર તર્કશક્તિમાં વધારો કરે છે પણ સંવેગ પર નિયંત્રણ કરતા ન શીખવે તો કાંઈ કામનું નથી. જીવન એક સંગ્રામ છે. પળેપળનો સંઘર્ષ છે. એવામાં મોટા અધિકારી કે વેપારી કે સત્તાધીશ પાસે પણ લાગણીઓના નિયંત્રણની સમજ-ચિંતન હોવાં જોઈએ. જીવનમાં ડગલે-પગલે ઘડતર થયેલું વ્યક્તિત્વ સાચી દિશામાં સાચા નિર્ણયો લઈ શકે છે. જરૂર છે કોઠાસૂઝની. હૈયાઉકલતની જરૂર છે. હિંસા પર નિયંત્રણ મેળવવા અને અહિંસક જીવનશૈલીને વિકસાવવા આપણે સર્વાંગી વિચાર કરવો પડશે. શિક્ષણ પણ સુધારણા-પરિવર્તન માગે છે. હિંસા પર નિયંત્રણ જરૂરી છે. ૧૯ જૂન હિંસા કેમ વધી રહી છે ? ૧૪૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શિક્ષાની ત્રિપદી : જીવનવિજ્ઞાન એક દાર્શનિક સિદ્ધાંત પર વિચાર કરો. દરેક વ્યક્તિમાં જ્ઞાનની ક્ષમતા છે, આનંદ છે અને શક્તિ છે. જ્ઞાન, આનંદ અને શક્તિ - આ પ્રાણીનું લક્ષણ છે. માત્રાભેદ હોઈ શકે છે. કોઈનામાં જ્ઞાનનો વધારે વિકાસ થયો હોય પણ કોઈ પ્રાણી એવું નથી જેનામાં જ્ઞાન અને સંવેદના ન હોય. આનંદ માટે પણ આ વાત કહી શકાય. એક વ્યક્તિ સદાય પ્રસન્ન રહેતો હોય અને એક વ્યક્તિ ક્યારેક પ્રસન્ન, ક્યારેક ખિન્ન એમ બને. કોઈ વ્યક્તિ વધારે શક્તિશાળી હોય અને કોઈ ઓછી એમ પણ બને. શિક્ષણ પર વિચાર કરતી વખતે પણ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. આપણું શિક્ષણ આ ત્રિ-પદી આધારિત હોવું જોઈએ. એવું શિક્ષણ - જે જ્ઞાનને વિકસિત કરે, એવું શિક્ષણ જે તેની શક્તિનો અનુભવ કરાવે અને એવું શિક્ષણ જે તેનો વિકાસ કરે. કોઈ પણ રીતે પ્રશિક્ષણ આપવામાં આવે પણ આ ત્રણ બાબતોનો વિચાર થાય તો જાણવું કે શિક્ષણ પદ્ધતિ ખૂબ સારી છે. જ્ઞાન વિકસિત થાય તો એનાથી આપણું અજ્ઞાન દૂર થાય છે, આપણને સત્ય જાણવાનો મોકો મળે છે. આનંદ વિકસિત થાય તો ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે અને દુઃખથી બચી શકાય છે. દુનિયામાં દુઃખ વધારે નથી પણ ઘણા લોકો એટલા માટે મહાપ્રજ્ઞ વાણી -૬ ૧૪૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ દુઃખી હોય છે કારણ કે એમની અંદર આનંદનો સ્ત્રોત પ્રફુટિત થયો હોતો નથી. શિક્ષણની નિષ્પત્તિના આધારે વિશ્લેષણ કરીએ તો ત્રણ શબ્દ આપણી સામે આવે છે. કાર્યકૌશલ, વ્યવહારકૌશલ અને આચરણકૌશલ. આ ત્રણેયમાં શિક્ષણની આખી વાત આવી જાય છે. શિક્ષણથી કાર્યકૌશલમાં વૃદ્ધિ થાય છે. જેનામાં કાર્યકૌશલ નથી એ કયૂટર કે સોફ્ટવેર આદિની બાબતમાં કાંઈ જાણતો નથી. શિક્ષણની વિવિધ શાખાઓ કાર્યકૌશલ વધારવા માટે જ હોય છે. દક્ષતા વધે એટલા માટે જ શિક્ષણની પદ્ધતિઓ અને ટેકનિકોનો વિકાસ થયો છે. શિક્ષણનો એક અન્ય ભાગ છે જે આપણા મસ્તિષ્કના અન્ય પ્રકોઠોને સક્રિય કરે છે. મસ્તિષ્કનો એક પ્રકોષ્ઠ છે કાર્યકૌશલનો પ્રકોઇ, એને કર્મની શક્તિ કે કર્મની બુદ્ધિ કહે છે. મસ્તિષ્કનો એક પ્રકોઇ આપણી પ્રસન્નતાને, આનંદને વિકસિત કરનાર છે. વ્યક્તિનું આવેશ પર નિયંત્રણ હોય તો એનામાં આપોઆપ વ્યવહારકૌશલ આવી જાય છે. બીજાની સાથે કેવો વ્યવહાર કરવો એ શિક્ષણ દ્વારા નિર્ધારિત થાય છે. કોઈ વ્યક્તિ ભણેલ-ગણેલ હોય પણ વ્યવહારકુશળ ન હોય તો ઘર અને ઓફિસમાં તેનો સમય લડવા-ઝઘડવામાં જ પસાર થશે. ઘરમાં માતા-પિતા અને પત્ની મુશ્કેલી અનુભવે છે અને ઓફિસ કે દુકાનમાં હાથ-નીચેના કર્મચારીઓ પણ દુઃખી થાય છે. ઘણા અભિભાવકો એમ કહેતા હોય છે, “શું દુઃખના દિવસો જોવા માટે જ આટલું ભણાવ્યા?” શિક્ષણથી કાર્યકૌશલ આવ્યું પણ વ્યવહાર કૌશલ ન આવે તો શિક્ષણ બહુ કામ આવતું નથી. કાર્યકૌશલ આજીવિકા મેળવવા માટે, ધન કમાવવા માટે છે. પરિવાર માટે વ્યવહારકૌશલની જરૂર પડે છે. સાથે રહેવું અને સૌમનસ્થતા અને સહઅસ્તિત્વની ભાવનાથી રહેવું એ મુશ્કેલ છે. કોઈ શાંતિ અને સહયોગની ભાવનાથી ઘરમાં રહી શકે તો માનવું કે શિક્ષણની બહુ મોટી નિષ્પત્તિ છે. શાળાનું શિક્ષણ ન મેળવ્યું હોય પણ પરિવારને સુંદર રીતે ચલાવતો હોય એ માણસ વધારે મહત્ત્વનો છે. એવા લોકોને પણ જોયા છે કે જેમણે ઊંચી ડિગ્રી મેળવી હોય, યુનિવર્સિટીમાં ઊંચો હોદો મેળવ્યો હોય પણ પરિવારના શિક્ષાની ત્રિપદી: જીવન વિજ્ઞાન ૧૪૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ લોકો એમને પસંદ ન કરતા હોય, તે ઘરની બહાર રહે તો સારું એમ ઈચ્છનારની સંખ્યા વધારે હોય કારણ સ્પષ્ટ છે કે વ્યવહારકૌશલનો અભાવ. - ત્રીજું છે આચરણકૌશલ, જેનામાં આચરણ પ્રત્યે નિષ્ઠા છે એ આચરણકુશળ કહેવાય છે. આનંદમય જીવન એ જ જીવી શકે છે, જેનામાં આચરણ કૌશલનું મસ્તિષ્ક જાગૃત થઈ ગયું છે. જેને આચરણ પ્રત્યે નિષ્ઠા જાગી ગઈ હોય, એ કદી કોઈ ખોટું કામ નહીં કરે. પછી તે કોઈ અન્યાયપૂર્ણ કામ કે જે કામમાં કોઈને નુકસાન થતું હોય એવું કામ નહિ કરે. આચરણકૌશલ મસ્તિષ્કિય પ્રશિક્ષણ દ્વારા કે અહિંસા પ્રશિક્ષણ દ્વારા થઈ શકે છે. બે મહિના પહેલાં અમે જયપુરમાં હતા. સમાચારપત્રોમાં વાંચ્યું કે અમેરિકામાં એક વિદ્યાર્થીએ રાઇફલથી પોતાના પરિવારના સભ્યોને ગોળી મારી. પરિવારનો સફાયો કરી એ શાળામાં ગયો અને શાળામાં પોતાના અધ્યાપક અને વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરી તેમને મારી નાખ્યા. આ છે હિંસાની ચરમસીમા. મને થયું કે અહિંસા પ્રશિક્ષણનું કામ યુવાનોમાં, વયસ્કોમાં ચલાવીએ છે તેમ બાળકોમાં અને વિદ્યાર્થીઓમાં પણ જરૂરી છે. આના વિષે ચિંતન કર્યું અને અહિંસા ઈન્ટરનેશનલના કાર્યકર્તાઓ સાથે વાત કરી. આ સંદર્ભમાં એ લોકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે જે મુખ્ય લોકો કામ કરી રહ્યા છે એમનો સંપર્ક સ્થાપિત કર્યો. સહુને એ વાતની જરૂર લાગી કે બાળપણથી જ અહિંસા પ્રશિક્ષણનું કામ શરૂ થવું જોઈએ. ત્યારબાદ અમે પૂરો કોર્સ તૈયાર કરાવ્યો, વિદ્યાર્થીઓ માટે અને યુવકો માટે પણ. સાધારણ જનતાની વચ્ચે પ્રશિક્ષણની કામગીરી ચાલુ જ છે પણ શિક્ષણના ક્ષેત્રમાં અહિંસા પ્રશિક્ષણની વાત દૂરગામી પરિણામ લાવનારી બની રહેશે અને તેના યથેષ્ટ પરિણામ મળશે. એના માટે એક વિશેષ કોર્સ બનાવેલ છે. સમાજે સુખ-શાંતિથી સહઅસ્તિત્વને સાકાર કરવું હશે તો અહિંસાનું પ્રશિક્ષણ અનિવાર્ય છે. પ્રેક્ષા ધ્યાન અને જીવનવિજ્ઞાન શિક્ષણ સાથે જોડેલ છે, એની સાથે અહિંસા પ્રશિક્ષણને જોડી દેવામાં આવે તો પૂરું કામ થાય. જીવનવિજ્ઞાન અહિંસા પ્રશિક્ષણનો એક એકમ જ છે પણ સ્વતંત્ર રૂપે અહિંસા મહાપ્રજ્ઞ વાણી -૬ ૧૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રશિક્ષણનું કામ થવું જોઈએ, જેનાથી મનુષ્યની હિંસક વૃત્તિ ઓછી થાય. હિંસાની વૃત્તિ વધવાનું મુખ્ય કારણ એ છે કે અર્થ કેન્દ્રમાં છે અને ચેતનાનું મૂલ્ય ઘટી ગયું. થવું એમ જોઈએ કે કેન્દ્રમાં ચેતના રહે અને પરિધિમાં અર્થ, પણ થયું ઊલટું અને પરિણામ પણ ઊલટું આવ્યું. ચેતના કેન્દ્રમાં કેમ આવે? એને શક્ય બનાવે છે અહિંસાનું પ્રશિક્ષણ. આપણા મસ્તિષ્કમાં બે પ્રકારની શક્તિઓ છે - માનવીય અને પાશવિકટ બને બરાબર કામ કરે છે, પણ જે વધારે વિકસિત થાય છે આપણો વ્યવહાર અને કાર્ય પણ એને અનુરૂપ હોય છે. એ આપણી પર નિર્ભર છે કે આપણે બંનેમાંથી કોને જાગૃત કરીએ. ક્રોધની ઉત્તેજનાના પ્રકોઇ પણ મસ્તિષ્કમાં છે અને ક્રોધના નિયંત્રણના પ્રકોઇ પણ આપણા મસ્તિષ્કમાં શોધવાના છે. વર્તમાનમાં જે કેળવણી આપવામાં આવે છે એમાં શિક્ષણના શુભતત્ત્વોને પ્રગટ કરવાની કેળવણી મળતી નથી, એટલે એ સુષુપ્ત છે અને મસ્તિષ્કના એ પ્રકોઇ જે શીધ્ર ઉત્તેજના અને આવેશને પ્રગટ કરે છે, સક્રિય થાય છે. આપણે સમાજવ્યવસ્થા અને અવસ્થાનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરીશું તો જણાશે કે સૂક્ષ્મતાનો ગ્રાફ ધીરે ધીરે નીચે ઉતરતો જાય છે. એક નાનું બાળક પણ માતાપિતાની વાતને સહન કરી શકતું નથી. ગુરુ દ્રોણ અને અર્જુન જેવા ગુરુ-શિષ્યની પરંપરા તો હવે લુપ્ત થઈ ગઈ છે. કદી રામ અને ભરત જેવા ભાઈઓનાં ઉદાહરણ અને આદર્શ આપણે ત્યાં હતાં આજે પરસ્પર પ્રતિસ્પર્ધા છે. બે ભાઈઓની મુલાકાત અદાલતોમાં થાય છે. મસ્તિષ્કના એ પ્રકોઇ, જે આપણા ભાવાત્મક વિકાસ માટે જવાબદાર છે, શિક્ષણમાં તેના સમાવેશની કોઈ વ્યવસ્થા નથી. બૌદ્ધિક વિકાસ તો થાય છે પણ ભાવાત્મક વિકાસની ઉપેક્ષા થાય છે. વર્તમાનમાં જેટલો બૌદ્ધિક અને યાંત્રિક વિકાસ થયો છે, અતીતમાં કદાચ એટલો નથી થયો. નિકટના અતીતમાં આટલો યાંત્રિક વિકાસ નથી થયો. એની સમાંતરે ભાવાત્મક વિકાસ પણ થયો હોત તો યાંત્રિક વિકાસ માણસને અંકુશમાં ન લઈ શક્યો હોત. મનુસ્મૃતિમાં કહ્યું છે: “દશક ધર્મલક્ષણમ્'. ઉમાસ્વામીએ પણ ઉત્તમ દસ ધર્મની વાત કરી. ઇસાઈ અને બીજા ધર્મગ્રંથોમાં પણ સહિષ્ણુતા શિક્ષાપત્રિપદી જીવન વિજ્ઞાન ૧૪૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ અને અહિંસાની વાત પર ખૂબ જોર આપવામાં આવ્યું. કારણ ? એના વગર સમાજ સુખી ન રહી શકે. મેં ઘણા ભણેલા-ગણેલા બૌદ્ધિક કહેવાતા માણસોને સમસ્યાથી ઘેરાયેલા જોયા છે. જયપુર પ્રવાસની વાત છે. પ્રવચન પછી એક વ્યક્તિએ આભારપ્રદર્શન કર્યું. એણે કહ્યું, ‘જીવનવિજ્ઞાન એક કલ્યાણકારી પ્રકલ્પ રૂપે સામે આવેલ છે. અગાઉ આઈ.ક્યૂ.ના આધારે નિયુક્તિ થતી હતી હવે મોટી કંપનીઓ આઈ.ક્યૂ.ના આધારે નહિ ઇ.ક્યૂ.ના આધારે નિયુક્તિ કરે છે. જેનો પોતાના ઇમોશન પર કંટ્રોલ છે, એવા લોકો મોટાં-મોટાં પદ પર છે. જે લોકો પોતાના આવેગો પર નિયંત્રણ ધરાવતા નથી તે લોકો નીચેના પદ પર કામ કરે છે.' જે કેળવણીમાં માણસને પોતાની લાગણીઓ પર, આવેગો પર નિયંત્રણ કરતાં શીખવવામાં આવતું નથી એ કેળવણી કામની નથી. મેં ઘણા લોકોને જોયા છે, જે પ્રારંભથી અનુશાસિત રહ્યા પણ જેવો ધન અને સત્તાના સ્રોત ખૂલ્યા કે અનુશાસનની પરિધિ પણ તેમના માટે તૂટી ગઈ. હમણાં જ એક નિકટતમ · વ્યક્તિ જેઓ મંત્રી બન્યા છે, એમને મેં કહ્યું, ‘પ્રથમ વખત આપ સત્તામાં આવ્યા છો, આપનો વિવેક જળવાય અને આપની ચેતના અંકુશમાં રહે એવી શુભેચ્છા આપું છું.' વૈભવ પચાવવો અઘરો છે. સંપત્તિ પચવી જોઈએ. અંતરાત્માની શુદ્ધિ આવશ્યક છે. આ ભાવશુદ્ધિ ઇમોશનલ ડેવલપમેન્ટ વગર શક્ય નથી. આ ડેવલપમેન્ટ શરૂઆતથી જ થાય તે જરૂરી છે. આવેશ અને આવેગની વૃત્તિને આપ થોડી મિનિટોના સાધારણ પ્રયાસથી સમાપ્ત કરી લેશો. એના માટે પ્રયોગ રૂપે સતત પ્રયાસ કરવાના થશે. ઉપચાર ત્યાં જ કારગર થશે, જ્યારે બીમારી પ્રથમ તબક્કામાં હોય, થર્ડ સ્ટેજમાં પહોંચશે તો પછી ઇલાજ નહિ થાય. એ જ રીતે ઇમોશનલ કંટ્રોલ પણ એક-બે દિવસના પ્રયાસથી નહિ થાય. એના માટે લાંબા ગાળાના પ્રયાસની જરૂર છે. જીવવિજ્ઞાનની પૂરી પદ્ધતિ આના પર આધારિત છે કે વૃત્તિઓનો ઉપચાર માત્ર ઉ૫૨-ઉ૫૨થી ન થાય. સંપૂર્ણ ભાવશુદ્ધિની વાત છે. જૈન તત્ત્વદર્શનમાં મહાપ્રજ્ઞ વાણી - ૬ ૧૪૬ Page #148 -------------------------------------------------------------------------- ________________ એ વાત આવે છે કે નિર્જરાની વાત આવે છે. નિર્જરાનો અર્થ છે મેલનું પ્રક્ષાલન. મલિનતાથી શુદ્ધિ તરફની ગતિ એટલે નિર્જરા, શુદ્ધીકરણ કઈ રીતે થાય ? તેના વિષે વિચાર કરવો ખૂબ આવશ્યક છે. એના માટે અભ્યાસ જરૂરી છે. માત્ર વાચન કરવાથી શુદ્ધીકરણ થતું નથી. જીવનવિજ્ઞાનમાં માત્ર સિદ્ધાંતની વાત નથી. પ્રયોગને પણ મહત્ત્વ આપેલ છે. ચેતનાના સર્વ કેન્દ્ર સક્રિય છે. ચેતનાની સક્રિયતાથી ભય, ક્રોધ, લોભ, ઇર્ષ્યા આદિ દુષ્પ્રવૃત્તિઓ પર આપણું નિયંત્રણ સ્થાપિત થાય છે. ગુસ્સો એક વખત શાંત થાય પણ પુનઃ એ ગુસ્સો જાગૃત ન થાય તેની કાળજી રાખવાની છે. જીવનવિજ્ઞાનની કેળવણીમાં એવો ઉપક્રમ રચાયો કે વ્યક્તિના નકારાત્મક વિચાર જન્માવના૨ પ્રકોષોનું શોધન કરી સકારાત્મક વિચાર ઉત્પન્ન કરનાર પ્રકોષ્ઠોને સક્રિય બનાવવામાં આવે કે દરેક પ્રકારની સ્થિતિનો મુકાબલો થઈ શકે. સામાન્યતયા માણસ પરિસ્થિતિની સાથે જીવે છે. પરિસ્થિતિ મુજબ જીવે છે. એનું આચરણ પરિસ્થિતિ પર નિર્ભર હોય છે. અગર શોધન થઈ જાય તો દુષ્પ્રભાવક પરિસ્થિતિઓ પર આપણે ચેતનાની ઉચ્ચ ભૂમિકા પર પહોંચી જઈએ. સંતોમાં અને ગૃહસ્થોમાં પણ ઘણા લોકો એવા થયા છે, જેમણે પોતાની ચિત્તવૃત્તિઓને એટલી શાંત બનાવી લીધી કે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેઓ અવિચલ રહ્યા હોય. આપણા ધર્મસંઘમાં પાંચમા આચાર્ય થયા મધવાગણી. એમણે સ્વયં વૃત્તિઓ પર નિયંત્રણ કરી લીધું હતું. પ્રારંભથી જ જીવનભર દરેક પરિસ્થિતિઓથી તેઓ અપ્રભાવિત રહ્યા. એમની ઘણી કસોટી થઈ. મુનિ અવસ્થામાં કોઈએ ઝોળીમાં રાખ નાખી દીધી હોય. ધૂળ નાખનાર તરફ પણ તેઓ સ્મિત ફરકાવતા. આપણે એ વાતનો સ્વીકાર કરી લઈએ કે અગર યોગ્ય વિધિ આપણી સામે હોય તો ચેતનાનું રૂપાંતરણ થઈ શકે છે. પ્રશ્ન આપણી સામે છે પ્રક્રિયાનો, પદ્ધતિનો, અગર એ બરાબર હોય તો ચેતનાને રૂપાંતરિત કરવામાં વાર લાગતી નથી. ચેતનાનું રૂપાંતરણ, ભાવશુદ્ધિ જરૂરી છે. એ જ કેળવણી સાચી જેના શિક્ષાની ત્રિપદી : જીવન વિજ્ઞાન ૧૪૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ દ્વારા કાર્યકૌશલ, વ્યવહારકૌશલ અને આચરણકૌશલ વિકસિત થઈ જાય. આજે અપેક્ષા છે સર્વાગીણ વિકાસ કરનારી કેળવણીની. આપણી કેળવણીની ઘણી મર્યાદાઓ છે. સર્વાગી વિકાસ કરે એવી કેળવણીથી જ આંતર-બાહ્ય ઘડતર થાય છે. આપણે જીવનવિજ્ઞાન દ્વારા વ્યક્તિત્વ વિકાસનો ઉપક્રમ રચ્યો છે. ઘણા કેળવણીકારોને અને શિક્ષણ વિભાગને તેમાં રસ પડ્યો છે. જીવનમૂલ્યોનું શિક્ષણ જીવનવિજ્ઞાનમાં સમાવેશ પામ્યું છે. માત્ર રોજગારી અપાવે તેવા શિક્ષણથી સ્વસ્થ મનુષ્યનું નિર્માણ નહિ થાય. સ્વસ્થ મનુષ્ય હશે તો સમાજ સ્વસ્થ હશે. સ્વસ્થ સમાજ સંરચના માટે શિક્ષણની ભૂમિકા ખૂબ મહત્ત્વની બની શકે. શિક્ષણનું મહત્ત્વ સહુને સમજાય અને તેનો સુચારુ વિનિયોગ જીવનક્રમમાં સર્જાય તેવી અપેક્ષા અસ્થાને નથી. ૨૦ જૂન મહા વાણી -૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ચરિત્રશાળાનું નિર્માણ કરીએ આપણો દેશ આઝાદ થયો એ વખતે આચાર્ય તુલસીએ ચિંતન કર્યું કે આઝાદી હમણાં-હમણાં જ મળી છે. એની સાથે સાથે ચરિત્રનો વિકાસ નહિ થાય તો રાષ્ટ્ર અપેક્ષિત પ્રગતિ નહિ કરી શકે. ઘણા ચિંતન-મંથન પછી એમણે અણુવ્રત રૂપે નૈતિકતાની આચારસંહિતા બનાવી અને રાષ્ટ્ર સમક્ષ રજૂ કરી. પ્રથમ દિલ્હી પ્રવાસમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુએ અણુવ્રતને આવકારી પૂરું સમર્થન કર્યું. એમણે પંડિત નહેરુને પત્ર લખ્યો કે આચાર્ય તુલસી દિલ્હી આવ્યા છે, એમની પાસે રાષ્ટ્રના ચરિત્રનિર્માણની યોજના છે. આપ એમને મળવાનું અવશ્ય ગોઠવશો. પૂજય ગુરુદેવશ્રી તુલસીજી અને અમારો પ્રારંભથી જ એવો મત રહ્યો છે કે રાષ્ટ્ર ભલે ગમે તેટલો યંત્રઉદ્યોગ ક્ષેત્રે વિકાસ કરે પણ અગર નૈતિક મૂલ્યોનો વિકાસ નહીં થાય તો વિકાસનો કોઈ અર્થ નથી. પૌરાણિક યુગની વાત છે. નારદ રાવણની નગરી લંકા ગયો. ત્યાં રાવણે એમને શસ્ત્રશાળા, મલ્લશાળા, અશ્વશાળા, ગજશાળા, રથશાળા આદિ બધી શાળાઓ બતાવી. નારદે કહ્યું, “આટલી બધી શાળાઓ મેં જોઈ પણ આપને ત્યાં ચરિત્રશાળા પણ છે કે નહિ? ચશિાળાનું નિર્માણ કરીએ ૧૪૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ રાવણે કહ્યું, “ચરિત્રની તો મારે ત્યાં કોઈ શાળા નથી.” “તો પછી આ બધી શાળાઓનો કોઈ અર્થ નથી. નારદે તો બેધડક કહી દિીધું. જ્યાં ચરિત્રની શાળા નથી હોતી, આચરણનું જ્યાં કોઈ મૂલ્ય નથી હોતું, ત્યાં કોઈ પ્રગતિ થાય તો પણ તે હાનિકારક હોય છે. આઝાદી બાદ શિક્ષણ ક્ષેત્રે સરકારે કોઠારી આયોગનું ગઠન કર્યું. આયોગના સચિવ કે. પી. નાઈક આચાર્યવર અને મારી પાસે શિક્ષણ વિષે વિચાર-વિમર્શ કરવા ઘણી વાર આવતા હતા. એમના પછી ડૉ. ઝાકિર હુસૈન જે રાષ્ટ્રપતિ હોવાની સાથે સાથે મહાન શિક્ષણવિદ્ પણ હતા. એમની સાથે પણ વિચાર-વિમર્શ થતો. આ રીતે કોઠારી આયોગ, મુદાલિયર આયોગ, ડૉ. રાધાકૃષ્ણન આયોગ સર્વએ શિક્ષણના સંદર્ભમાં નૈતિક મૂલ્યોના સમાવેશની વાતને માન્ય કરી. સમયાંતર પછી પ્રેક્ષાધ્યાન પદ્ધતિની શરૂઆત થઈ, અને આખા દેશમાં શિબિરની શરૂઆત થઈ તો અણુવ્રતને વધારે વ્યાપકતા મળી. અણુવ્રત માણસમાં પરિવર્તન લાવવાની દૃષ્ટિથી જ શરૂ થયેલું. પ્રેક્ષાધ્યાનના શિબિરો બાદ જ્યારે સકારાત્મક પરિણામ આવવા લાગ્યા તો એનાથી અણુવ્રતોનો સ્વીકાર ખૂબ સરળ થઈ ગયો. એનાથી પહેલા અમે આચારસંહિતા પ્રસ્તુત કરતા હતા અને લોકોને તે સ્વીકારવાનો આગ્રહ કરતા હતા અને લોકોને તે સ્વીકારવાનો આગ્રહ કરતા હતા. પણ પ્રયોગ વગર પરિવર્તન સંભવ નથી. પ્રેક્ષાધ્યાનના પ્રયોગોએ આમાં ખૂબ મદદ કરી. એક દિવસ આચાર્યશ્રીએ કહ્યું, “પ્રૌઢોને આપણે બદલીએ છીએ, યુવકોમાં પણ બદલાવ આવે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ વિદ્યાર્થી વર્ગ તરફ હજી પર્યાપ્ત ધ્યાન અપાતું નથી. બાળકો અને વિદ્યાર્થીને પરિવર્તનની તાલીમ આપવાની વાત તુલસીજીનું સમયોચિત ચિંતન હતું. આ દિશામાં જ ચિંતનમનન પછી જીવનવિજ્ઞાન ઉપક્રમ શરૂ થયો. મને વિશ્વાસ છે કે માત્ર વાંચવાથી થનારું પરિવર્તન અલ્પકાલિક હોય છે. મસ્તિષ્ક પર એક ઈઝેશન કે પ્રભાવ પડે છે, પણ એ લાંબા સમય સુધી ટકતો નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આના પર ૧૫૦ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરવામાં આવે તો સમજાય કે જે વાત આપણા કોન્સિયસ માઇન્ડને પ્રભાવિત કરે છે, એ વાત વધારે ટકતી નથી. જ્યાં સુધી આ વાત અનકોન્સિયસ માઇન્ડ સુધી પહોંચતી નથી, ત્યાં સુધી સ્થાયી બદલાવ નથી થતો. આદતો અને સ્વભાવનો સ્ટોર અનકોન્સિયસ માઇન્ડ છે. શાબ્દિક ઉપદેશ, પ્રવચન, પાઠ્યપુસ્તકો આનાથી સ્થાયી પરિવર્તન સંભવ નથી. એની સાથે-સાથે પ્રયોગ થવો જોઈએ. મસ્તિષ્ક વિઘાને હું ખૂબ મહત્ત્વ આપું છું. પ્રયોગ મને પ્રિય છે અને પ્રયોગ પણ મને વિશ્વાસ છે. જ્યાં સુધી આપણે મસ્તિષ્ક પટલને છે પ્રભાવિત કરતા નથી લિમ્બિક સિસ્ટમનો એક હિસ્સો હાઇપોથેલેમસ, એને પ્રભાવિત અને સક્રિય કરતા નથી, ત્યાં સુધી ચરિત્રમાં પરિવર્તન નહીં આવે. રાજસ્થાનના તત્કાલીન શિક્ષણમંત્રી ચંદનમલજી બૈદ એક વખત આચાર્યશ્રી પાસે આવ્યા અને કહ્યું, ‘આચાર્યશ્રી ! અમે નૈતિક શિક્ષણને પાઠ્યક્રમોમાં સ્થાન આપી રહ્યા છીએ.’ મેં પૂછ્યું, ‘આ સંદર્ભમાં આપ શું કરી રહ્યા છો ?’ એમણે કહ્યું, ‘અમે એક પુસ્તક તૈયાર કરાવીએ છીએ, જેમાં નૈતિક ચરિત્રને ઉન્નત બનાવનારા પ્રેરક પ્રસંગો અને એવી જ બીજી વાચન સામગ્રી હશે.' મેં કહ્યું, ‘વર્તમાનમાં શું આવાં પાઠ્યપુસ્તકોની કમી છે ?’ આપનો આ પ્રયાસ દફતરને વધારે ભારે બનાવશે. દસ પુસ્તક હશે તો એકનો વધારો થશે ! એમણે કહ્યું, ‘આપ જણાવો કે આ સંદર્ભમાં અમે શું કરીએ ? મારા પરામર્શ પછી એમણે રાજસ્થાનના શીર્ષસ્થ શિક્ષણવિદોની એક સંગોષ્ઠિ બોલાવી. તેઓ આવ્યા અને વિસ્તૃત વિચાર-વિમર્શ થયો. મેં કહ્યું, ‘જે કાંઈ પણ નૈતિક શિક્ષણ બાબતે આપ લાગુ કરવા ઇચ્છો છો, એ પ્રયોગાત્મક હોવું જોઈએ, માત્ર લિખિત નહીં.’ પ્રાચીનકાળમાં અધ્યાત્મ અને યોગમાં પ્રયોગ વિહિત છે. આજે વૈજ્ઞાનિક આધારે પણ આપણે સમજી શકીએ, મનુષ્યના આધારે પણ આપણે સમજી શકીએ કે મનુષ્યના વ્યવહારનું નિયમન કોણ કરી રહ્યું છે ? આપણા મસ્તિષ્કના ન્યૂરોટ્રાન્સમીટર જ મનુષ્યના વ્યવહારને પ્રભાવિત અને સંચાલિત કરે છે. ચત્રિશાળાનું નિર્માણ કરીએ ૧૫૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, તે આપણા વ્યવહારને પ્રભાવિત કરે છે. જ્યાં સુધી રાસાયણિક પરિવર્તન થતું નથી, ત્યાં ચરિત્રનો વિકાસ થઈ શકતો નથી. અમે એક વૈજ્ઞાનિક દૃષ્ટિ, આધ્યાત્મિક દૃષ્ટિ અને યોગદૃષ્ટિનો સમન્વય કરી જીવનવિજ્ઞાનનો ઉપક્રમ શિક્ષણ ક્ષેત્રે પ્રસ્તુત કર્યો અને આજે તેનું પ્રભાવક પરિણામ જોઈ શકાય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ જેવાં હિન્દીભાષી રાજ્યોમાં જીવનવિજ્ઞાનના કાર્યક્રમો ચાલી જ રહ્યા છે. કર્ણાટક જેવા બિનહિન્દીભાષી રાજ્યએ પણ જીવનવિજ્ઞાનને પોતાના પાઠ્યક્રમમાં સ્થાન આપ્યું છે. ત્યાં જીવનવિજ્ઞાનનાં પુસ્તકોનો કન્નડ ભાષામાં અનુવાદ ચાલી રહ્યો છે. અત્યાર સુધી બે લાખ અધ્યાપકોને જીવનવિજ્ઞાનનું પ્રશિક્ષણ અપાઈ ચૂક્યું છે. ત્યાંના મુસ્લિમ સમાજે જીવનવિજ્ઞાનનાં પુસ્તકોનો ઉર્દૂમાં અનુવાદ કરાવી મદરેસાઓમાં ભણાવવાનો નિર્ણય લીધો છે. હું એમ માનું છું કે માત્ર બૌદ્ધિક વિકાસ વ્યક્તિને માટે ઉપયોગી છે, જીવિકા ચલાવવા માટે તેની ઉપયોગિતા છે, પણ જ્યાં પરિવાર, સમાજ, દેશનો પ્રશ્ન આવે છે, ત્યાં તેનો વ્યવહાર અને ચરિત્ર જ મુખ્ય રૂપે જોવામાં આવે છે. બૌદ્ધિક વિકાસથી તર્કશક્તિ વધે છે પણ ચારિત્રની બાબતમાં પણ બુદ્ધિ ઉન્નત બનાવે એમ માની શકાય નહિ. આજે આપણી સામે જે સમસ્યાઓ છે એ ભણેલા-ગણેલા માણસો તરફથી જ વધારે ઊભી થયેલી છે. આ સમસ્યા ચારિત્ર્યશીલ માનવનિર્માણ વગર શક્ય નથી. આપણા મસ્તિષ્કમાં બે પ્રકારના તંત્ર છે. એક છે બૌદ્ધિકતાનું તંત્ર અને બીજું છે ચરિત્રનું તંત્ર. જ્યાં સુધી આ બંનેનો સમન્વય નહીં કરીએ ત્યાં સુધી મસ્તિષ્કનો સંતુલિત વિકાસ નહિં થઈ શકે. આપણે બૌદ્ધિક વિકાસને ગૌણ નહિ કરવો જોઈએ. મસ્તિષ્કની દૃષ્ટિએ જોઈએ તો આપણા મસ્તિષ્કનું જે ડાબું પટલ છે એ લૌકિક વિદ્યા માટે ઉત્તરદાયી છે. ભાષા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ આદિનો વિકાસ તેના દ્વારા થાય છે. જમણું પટલ સ્ફૂરણા, અધ્યાત્મ, ચરિત્ર માટે જવાબદાર છે. જ્યાં સુધી જમણા પટલને જાગૃત નહીં કરીએ ત્યાં સુધી મહાપ્રજ્ઞ વાણી - ૬ ૧૫૨ Page #154 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં દક્ષતા ભલે પ્રાપ્ત કરી લઈએ, જીવન-નિર્માણમાં સહાયક વૃત્તિઓ અને પ્રવૃત્તિઓના સ્વામી નહીં બની શકીએ. ગઈકાલે જ મેં જણાવ્યું હતું કે કાર્યકૌશલ વધી જવાથી વ્યવહારકૌશલ વધી જાય એવું કોઈ સીધુંસાદું સમીકરણ નથી. સમાજ અને દેશની પ્રગતિ વ્યવહારકૌશલ અને ચારિત્રનિર્માણ વગર શક્ય નથી. આ બધી દષ્ટિએ અમે જે પ્રયોગ કર્યા તે ખૂબ કાર્યસાધક નીવડ્યા છે. આ પ્રયોગોને હજી દેશવ્યાપી સ્વરૂપ નથી મળ્યું પણ હું એટલું નમ્રતાપૂર્વક જણાવીશ કે આજે વિવિધ પ્રાંતોમાં પચાસ લાખ જેટલા વિદ્યાર્થીઓ જીવનવિજ્ઞાનના પાઠ્યક્રમ સામે જોડાયેલા છે. હજારો શિક્ષક પ્રશિક્ષિત થયા છે. હજી આ કમ આગળ ને આગળ વધી રહ્યા છે. જીવન-નિર્માણમાં જીવવિજ્ઞાનની ઉપયોગિતા સિદ્ધ થતી જાય છે. જયપુર પ્રવાસમાં અમે એક કોર્સ તૈયાર કર્યો - અહિંસા પ્રશિક્ષણનો. અજમેરમાં સી.આર.પી.ના જવાનોનો એક પ્રશિક્ષણ શિબિર હજી ગઈકાલે જ પૂરો થયો. ડી.આઈ.જી. હીરાસિંહનો કાલે જ એક પત્ર મળ્યો. નસીરાબાદ અને સી.આર.પી.ની બીજી છાવણીઓમાંથી પણ આ પ્રકારની શિબિરની અપેક્ષા રાખવામાં આવે છે. સહુને અનુભૂતિ થઈ રહી છે અને વિશ્વાસ બેઠો છે કે માનસિક વિકાસમાં આ પ્રકારનું પ્રશિક્ષણ ખૂબ લાભદાયક છે. હરિયાણામાં જીવનવિજ્ઞાન અકાદમી સારું કામ કરે છે. બનારસીદાસજી ગુપ્તા સામે જ બેઠા છે. તેઓ હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ પોતે જીવનવિજ્ઞાન અને અહિંસા પ્રશિક્ષણના કાર્યક્રમો સાથે જોડાયેલા છે. સહુનો સહયોગ મળે છે. સંતોષજી અને નરેશજી પણ પૂરા મનોયોગથી આ કાર્યમાં જોડાયેલા છે. સહુના સહિયારા પ્રયાસોથી હરિયાણામાં અહિંસા-પ્રશિક્ષણનો કાર્યક્રમ વધારે વ્યાપક થશે. અમારી બે દિવસની ગોષ્ઠીમાં હરિયાણાના સેંકડો શિક્ષકોએ ભાગ લીધો. સહુએ ઉત્સાહ દાખવ્યો. રાજ્યપાલજી સાથે બહુ જૂનો પરિચય છે. બિહારની વૈશાલી ઇન્સ્ટિટ્યૂટમાં એમની પ્રેરણાથી જીવનવિજ્ઞાનના સંદર્ભમાં ઘણું કામ થયું હતું. ચત્રિશાળાનું નિર્માણ કરીએ ૧૫૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય તુલસીના સમયથી એમની સાથે સંપર્ક છે. જ્યારે મને જાણ થઈ કે રાજ્યપાલજી આવી રહ્યા છે ત્યારે મને ખૂબ પ્રસન્નતા થઈ કે ખૂબ અંતરંગ વ્યક્તિને મળવાનું થશે. તેઓ ખૂબ સમભાવશીલ છે. સમતાશીલ છે. હમણાં જ તેમણે કહ્યું કે, ‘અમે સદાય આપની સાથે છીએ.' હું માનું છું કે સહુના સહયોગથી અહિંસા પ્રશિક્ષણના કાર્યક્રમને ખૂબ ગતિ મળશે. આચાર્ય તુલસી કહેતા હતા કે ‘સમાજને સુધારવાનો અમે ઠેકો લીધો નથી. અમે અમારી મર્યાદા જાણીએ છીએ. અમારું કામ અમારી મર્યાદામાં રહીને અમે કરીએ છીએ. અમારો યથાશક્તિ પ્રયાસ છે કે સમાજસુધારણાના આ અભિયાનમાં માણસ સારો બને. અમારી પરિકલ્પના વ્યક્તિસુધાર દ્વારા સમાજસુધાર અને સમાજસુધાર દ્વારા રાષ્ટ્રસુધારણાનો છે.’ છ વર્ષ પહેલાંની વાત છે, અમે દિલ્હીમાં હતા. એક દિવસ રાષ્ટ્રપતિજીના મિત્ર અને સલાહકાર અને વૈજ્ઞાનિક એવા વાય. એસ. રાજન અમારી પાસે આવ્યા અને કહ્યું કે રક્ષા મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર એ.પી.જે. અબ્દુલ કલામ આપને મળવા ઇચ્છે છે. એ વખતે તેઓ રાષ્ટ્રપતિ ન હતા. મિસાઇલ પરિયોજનાના નિવેશક હતા. એમના નિર્દેશનમાં પૃથ્વી, અગ્નિ, ત્રિશૂલ, નાગ આદિ મિસાઇલોનું નિર્માણ અને પરીક્ષણની પ્રક્રિયા ચાલી રહી હતી. મેં કહ્યું, ‘એમને મળીને અમને પ્રસન્નતા થશે.’ ત્રણચાર દિવસ બાદ સાંજના સમયે તેઓ આવ્યા. અમે ઘણી દીર્ઘ ચર્ચા કરી. ચર્ચા બાદ મેં એમને કહ્યું, ‘કલામસાહેબ, મિસાઇલ જેવાં ઉપકરણો તો આપે ખૂબ બનાવ્યાં, લડાઈ માટે મિસાઈલોનું નિર્માણ તો થયું, હવે આપ શાંતિની કોઈ મિસાઇલ બનાવો.’ અબ્દુલ કલામે આ વાત પકડી. કદાચ આ વાત એમને સ્પર્શી ગઈ. એમણે ઘણી વખત એમનાં ભાષણોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આચાર્યશ્રીએ મિસાઇલ નિર્માણ કરતાં પણ મોટો પડકાર અમારી સમક્ષ મૂક્યો છે. આ પડકાર મેં સ્વીકાર્યો છે અને પાર ઉતરવાની મારી તૈયારી છે. ૫૪ મહાપ્રજ્ઞ વાણી - ૬ - Page #156 -------------------------------------------------------------------------- ________________ હું ઇચ્છીશ કે આપ લોકો પણ મારા આ કથનને પકડો કે અહિંસા રૂપી બ્રહ્માસ્ત્ર કે મિસાઇલના નિર્માણમાં આપનો સહયોગ પ્રાપ્ત થાય. સહુને એટલું સમજાય કે આપણે શાંતિનું જીવન જીવવાનું છે. મુંબઈ પ્રવાસ દરમિયાન મેં મુંબઈના પોલીસ અધિકારીઓના સંમેલનમાં કહ્યું કે આપની કામગીરી એવી છે કે દરેક ક્ષણે તનાવમાંથી પસાર થવું પડે છે. એની કસર આપ લોકો પર કાઢો છો. આપનો આ તનાવ, માનસિક સંઘર્ષનો ભોગ ઘણી વખત લોકો બને છે, આ વાત ઠીક નથી. લોકોમાં પ્રજાની છબિ સારી નથી. પોલીસની છબિ પ્રજામાં સુધરવી જોઈએ. એના માટે અહિંસા પ્રશિક્ષણની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. પરિણામ એ આવ્યું કે પોલીસ અધિકારીઓના પ્રશિક્ષણ કેન્દ્રનું આયોજન થયું. જેમાં ઘણા પોલીસ અધિકારીઓ અને જવાનોએ ભાગ લીધો. હું ઇચ્છું છું કે હરિયાણામાં પણ અહિંસા પ્રશિક્ષણ કેન્દ્ર ખૂલે. આવી પ્રશિક્ષણ શિબિરોમાં ભાગ લેનાર વ્યક્તિ સ્વયં શાંતિપૂર્ણ બને, સમાજને પણ શાંતિથી સભર કરે. હું રાષ્ટ્રપતિજી સાથે એક પુસ્તક લખી રહ્યો છું. એનું એક પ્રકરણ છે, ‘અચ્છા પરિવાર.' આ પુસ્તકના અધ્યાય રાષ્ટ્રપતિજી લખી રહ્યા છે. સારો પરિવાર અને સારું રાષ્ટ્ર કઈ રીતે બને ? આ પ્રશ્નનો જવાબ આ પુસ્તકમાંથી મળશે. સન ૨૦૨૦ સુધી હિન્દુસ્તાનને એક શક્તિશાળી રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન માત્ર ભૌતિક વિકાસથી સિદ્ધ નહિ થાય. ભૌતિક અને આધ્યાત્મિક, ચારિત્રિક અને નૈતિક વિકાસ - આ સર્વના સમન્વયથી જ શક્તિશાળી અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ ૨૦૨૦ સુધીમાં થઈ શકશે. મને પાક્કો વિશ્વાસ છે કે અહિંસા, નૈતિકતા અને ચરિત્રના ક્ષેત્રમાં હિન્દુસ્તાન અગ્રણી બની શકે છે. ભ્રષ્ટાચારની સૂચિમાં ભારતનું નામ જોઉં છું ત્યારે મને ખૂબ કષ્ટ થાય છે. દુઃખ થાય છે. ખૂબ વિચિત્ર લાગે એવી વાત છે કે આખી દુનિયાને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાની ભવ્ય પરંપરા અને ઉજ્જવળ ઇતિહાસ જે દેશ પાસે છે એ દેશમાં નૈતિકતાનું આવું ધોવાણ ? ભ્રષ્ટાચારની આવી તીવ્ર માત્રા ? એટલે આ પ્રશ્નો પીડે છે. સામુદાયિક ચિંતા અને ચિંતનનો વિષય છે. આપણા રાષ્ટ્રની ચત્રિશાળાનું નિર્માણ કરીએ ૧૫૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ છબિ સુધારવી પડશે. નૈતિક મૂલ્યોનાં શાસ્ત્રો અને આધ્યાત્મિક ઉન્નતિના શીર્ષસ્થ પુરુષોએ જે દેશમાં જન્મ લીધો છે એ દેશમાં આ મૂલ્યોનું પુનઃસ્થાપન જરૂરી છે. ગુજરાત સરકાર તરફથી હાલમાં જ એક પ્રસ્તાવ આવ્યો છે કે ગુજરાતની જેલોમાં પ્રેક્ષાધ્યાનના પ્રયોગો થાય. એના માટે ગુજરાતમાં પ્રશિક્ષકોને મોકલવામાં આવે. પ્રેક્ષાધ્યાનના પ્રશિક્ષકો ગુજરાત ગયા. ગુજરાતની જેલોમાં તેમણે કેદીઓને પ્રશિક્ષણ આપ્યું. હવે એ કેદીઓ જ પ્રશિક્ષકની ભૂમિકા નિભાવે છે. પરિવર્તન માત્ર વાતોથી કે વ્યાખ્યાનથી નહિ થાય. પરિવર્તન માટે અનિવાર્ય છે પ્રયોગ. આપણે સહુ પ્રયોગની દિશામાં ગતિ કરીએ. પ્રયોગધમાં બનીએ. પ્રયોગને વ્યાપક બનાવીએ. આંતર-બાહ્ય પરિવર્તન માટે પ્રયોગ જરૂરી છે. વ્યક્તિમાં પરિવર્તન આવશે તો સમાજમાં સહજ રીતે પરિવર્તન આવશે. પ્રયોગનું પરિણામ આ રીતે વ્યાપક પરિવર્તન રૂપે આવશે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર એ ક્રમમાં પરિવર્તનની એક ધરી રચાશે. અહિંસા પ્રશિક્ષણ, શિક્ષણમાં જીવનવિજ્ઞાનનો પાઠ્યક્રમ વગેરે પ્રયોગલક્ષી કાર્યક્રમો, કાર્યશિબિરો દ્વારા આપણે સમાજ સંરચના કરવાની છે. ચારિત્ર્યશીલ માનવનું નિર્માણ કરવા માટે નિરંતર પ્રયોગને ગતિશીલ બનાવીએ. ૨૧ જૂન ૧૫૬ મહાપ્રજ્ઞ વાણી -૬ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સા વિઘા યા વિમુક્તયે આજે આપણે જે પ્રાંગણમાં છીએ,એ વિદ્યાનું પ્રાંગણ છે. વિદ્યાનું મહત્ત્વ સૈકાલિક છે. વિદ્યાનું મહત્ત્વ અતીતમાં પણ હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એનું કારણ છે, જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. દરેક વ્યક્તિમાં અજ્ઞાન હોય છે. કોઈનામાં ઓછું, કોઈનામાં વધારે હોઈ શકે છે. આપણી મોટી સમસ્યા છે અજ્ઞાન અને મૂચ્છ. વિદ્યાલયોનું નિર્માણ અજ્ઞાનની નિવૃત્તિ કરવા અર્થે થયું છે. જ્ઞાનનો વિકાસ કરવા માટે થયું છે. વર્તમાનમાં ઘણાં વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો છે. એની સંખ્યા લગાતાર વધતી જાય છે. વિદ્યાનો ખૂબ વિકાસ થયો છે. એની સરખામણીએ જ્ઞાનનો વિકાસ થયો છે? કદાચ ના. પ્રાચીનકાળમાં વિદ્યાનો ઉદેશ બતાવતા લખ્યું છે કે, વિદ્યામૃતમઝુતે' - વિદ્યા દ્વારા અમૃતની પ્રાપ્તિ થાય છે. એમ પણ કહેવાયું છે કે “સા વિદ્યા યા વિમુક્તયે” – વિદ્યા એ છે જે મુક્તિ અપાવે છે. વિદ્યાથી અમરત્વની પ્રાપ્તિ થાય છે. વિદ્યા મુક્તિ પ્રદાન કરે છે. આ બે બાબતે ભારતીય દર્શનમાં ખૂબ વિચાર થયો છે, એક નશ્વર અને એક અનશ્વર. જે નશ્વર છે તે અસ્થાયી છે. આજે છે કાલે નહિ હોય. જીવન નશ્વર છે. સા વિધા યા વિમુક્તયે ૧૫૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ એક માણસ આપણને મળે, વાતો કરે, સ્વસ્થ હોય અને પાંચ જ મિનિટમાં સમાચાર આવે કે અકસ્માત થયો છે અને તેઓ હવે હયાત નથી. વિદ્યા દ્વારા અમૃતની પ્રાપ્તિ થાય છે, એમ કદાચ અધ્યાત્મવિદ્યાના સંદર્ભમાં લખાયું, જે આપણી ઋષિ પરંપરા હતી, એના સંદર્ભમાં લખાયું. આજે એ સંદર્ભ કદાચ આપણને કામ નહિ લાગે. આજે વિદ્યાનો એ ઉદ્દેશ નથી. આજે શિક્ષણનો ઉદ્દેશ અને અર્થ બદલાઈ ગયા છે. એમાં અજ્ઞાનની નિવૃત્તિ મુખ્ય નથી, મોહનું નિવારણ કે મૂચ્છને તો તોડવાની જ તેમાં વાત નથી. શિક્ષણની સાથે બે શબ્દોનો પ્રયોગ મેં ઘણી વખત કર્યો છે - “મૂર્ખતા અને મૂઢતા. જેનામાં સમજદારીનો અભાવ હોય છે, જેનામાં બુદ્ધિનો વિકાસ ઓછો થાય છે, એને સામાન્ય રીતે મૂર્ખ કહેવામાં આવે છે. બીજો છે મૂઢ, મૂઢ એ છે જે ભણેલો હોવા છતાં મૂર્ખથી વિશેષ મૂર્ખતા કરે છે. એક તો અજાણતા ખોટું કરે છે, બીજો જાણી જોઈને ખોટું કરે છે. મૂઢતાપૂર્વક ખોટું કરે છે તેને મતિમૂઢ કહી શકાય. ન કરવા જેવું કામ જે કરે છે એ મૂર્ખ નહિ મૂઢ છે. આપણી સમક્ષ મૂર્ખતા અને મૂઢતા બંને શબ્દો છે. આપણે આ બંને શબ્દોનો વિચાર કરવાનો છે. વિદ્યાલયનું કામ મૂર્ખતા અને મૂઢતા દૂર કરવાનું છે. કોઈના જીવનમાંથી મૂચ્છ, ભ્રાંતિ દૂર કરીને તે શાંતિ અને આનંદનું જીવન જીવી શકે, તનાવમુક્ત જીવન જીવી શકે એવું ઘડતર કરવાનું હોય છે. મૂચ્છ ઓછી થાય ત્યારે જ એમ થઈ શકે. મૂચ્છની સ્થિતિ હોય ત્યારે માણસ સચ્ચાઈને પકડી શકતો નથી. એક માણસ મૂચ્છિત થઈ ગયો. અચાનક બેહોશ થઈ ગયો. ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો મેડિકલ તપાસ-નિરીક્ષણ કર્યા પછી ડૉક્ટરે તેને મૃત ઘોષિત કર્યો. ખરેખર તે મર્યો ન હતો, મૂચ્છમાં હતો. તેના અવચેતન મને જ્યારે એ સાંભળ્યું કે મને ડૉક્ટરે મૃત ઘોષિત કરી દીધો છે તો એની અંદરની ચેતના જાગ્રત થઈ અને સમસ્ત પ્રાણ-ઊર્જા એકઠી કરીને ક્ષણ સ્વરે પણ બોલ્યો – “ડૉક્ટર ! હું મર્યો નથી.” ૧૫૮ મહાપા વાણી - Page #160 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યમાં જિજીવિષા ખૂબ પ્રબળ હોય છે. દરેક સ્થિતિમાં એ જીવિત રહેવા ઇચ્છે છે. બંને પગ કપાઈ જાય, આંખો જતી રહે છતાં પણ એને જીવવું હોય છે. એ મૂચ્છિત માણસે અવચેતન મનમાં પણ સાંભળ્યું કે ડૉક્ટરે મને મૃત ઘોષિત કર્યો છે તો છેક અવચેતન મનમાં પણ આંદોલન જાગ્યું. મૃત્યુ બાદ માણસનું શું થાય છે? આખું ચિત્ર જાણે તેની સામે આવી ગયું. એને ખ્યાલ આવી ગયો કે સ્મશાન સુધી પહોંચવામાં વધારામાં વધારે અડધો કલાક થશે અને પછી રાખ થઈ જઈશ એટલે જ એણે શક્ય તેટલી ક્ષમતા એકઠી કરીને કહ્યું, હું મર્યો નથી, જીવિત છું.” બાજુમાં ઊભેલા કમ્પાઉન્ડરે ધમકાવીને કહ્યું, ચૂપ રહે ભાઈ ! તને ખબર પડે કે ડૉક્ટરને?! આજે કદાચ સ્થિતિ આવી જ છે. આજે દરેક ક્ષેત્રમાં આવા કમ્પાઉન્ડરો છે જે ડૉક્ટરની વાતને હાજરાહજૂર પ્રમાણ કરતા વિશેષ મહત્ત્વ આપે છે. આ એક મહાપ્રશ્ન છે. જે મહાભારત કાળથી ચાલ્યું આવે છે. ભીષ્મએ દુર્યોધનને સમજાવ્યો અને યુદ્ધનાં પરિણામોથી ચેતવ્યો ત્યારે એણે કહ્યું, જનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિઃ જાનામ્યધર્મ ન ચ મે નિવૃત્તિઃ ' . “પિતામહ! શું આપ એમ માનો છો કે હું ધર્મને જાણતો નથી? જાણું છું કે ધર્મ શું છે? પણ એમાં મારી પ્રવૃત્તિ નથી. હું અધર્મને પણ જાણું છું, પણ એમાં મારી નિવૃત્તિ નથી.” આ એક શાશ્વત પ્રશ્ન છે કે બુરાઈને હું જાણું છું, પણ એને છોડી શકતો નથી. સારપ શું છે તે જાણવા છતાં આચરી શકતો નથી. ચેતનાની આ સ્થિતિ, આ મૂંઝવણ હંમેશા માણસની સામે રહેલી છે. એક માણસને ડાયાબિટીસનો રોગ. મેં એને કહ્યું કે, “તને આટલી બધી માત્રામાં ડાયાબિટીસનો રોગ હોવા છતાં તું મીઠાઈ કેમ ખાય છે? તારે મીઠાઈ છોડવી જોઈએ. આ સ્થિતિ તારા માટે ઠીક નથી. પરેજી પાળવી જોઈએ.' એણે જે જવાબ આપ્યો એ તાર્કિક હતો. એણે કહ્યું, “મહારાજ ! આપ પણ કહો છો કે એક દિવસ મરવાનું છે, મૃત્યુ અવશ્યભાવી છે. મીઠાઈ છોડીને સાવિધા યા વિમુક્તયે ૧૫૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ પાંચ વર્ષ વધારે જીવવું એના કરતાં મીઠાઈ ખાઈને પાંચ વર્ષ વહેલો જતો રહું તો શું ફરક પડે?’ આ માનસિકતાને કેવી ગણવી ? મૂર્છા કે અજ્ઞાનતા ? અજ્ઞાન તો ત્યારે ગણાય જ્યારે માણસને તેના પરિણામની જાણ જ ન હોય. મીઠાઈ ખાવાના દુષ્પરિણામો જાણતા હોવા છતાં આચરે તે મૂઢતા છે, મૂર્છા છે. વિદ્યાલય માત્ર અજ્ઞાન મટાડવાનું કેન્દ્ર ન બને, જાણકારી આપવાની સાથે સાથે તે વિદ્યાર્થીના મૂર્છાચક્રને પણ તોડે, જેનાથી જીવનનો આનંદ પ્રાપ્ત થાય. અભ્યાસ બાદ સારામાં સારી, ઊંચા હોદ્દાની નોકરી મળવા છતાં મોટા ભાગના લોકોના જીવનમાં શાંતિ નથી હોતી. ઉચ્ચ શિક્ષિત એવા ઘણા લોકો મળે છે જેમના જીવનમાં ખૂબ અશાંતિ છે. ઘરમાં, ઓફિસમાં, ક્યાંય પણ એમને શાંતિ નથી હોતી. એનું એક કારણ એ પણ છે કે અધ્યયન તર્ક પેદા કરે છે, તર્ક અને અશાંતિ વચ્ચે ગાઢ સંબંધ છે. આવા લોકો પાસે ધન-સંપત્તિ પ્રચુર માત્રામાં હોવા છતાં તેઓ દુઃખી રહે છે. મારી દૃષ્ટિએ તેઓ આ ધરતીના સહુથી ગરીબ કે વિપન્ન માણસો છે. સહુથી મોટી સંપત્તિ છે શાંતિ. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ એવો શબ્દ આજકાલ ખૂબ પ્રચલિત છે. પ્રશ્ન એ છે કે સહવાસ તો છે પણ શાંતિપૂર્ણ નથી. અગર આપણે એવા વિદ્યાર્થીઓનું નિર્માણ કરી શકીએ, જેમનામાં શાંતિપૂર્ણ સહવાસની નિપૂણતા હોય તો એ શાંતિમય અને સ્વસ્થ સમાજની દિશામાં મોટું ક્રાંતિકારી કદમ ગણાશે. આજે સમય ઘણો બદલાયો છે. એક સમય હતો કે પહેલા આઈ.ક્યુ પર ધ્યાન આપીને નિમણૂક થતી. હવે ઇ.ક્યૂ. પર ધ્યાન આપવામાં આવે છે. વ્યક્તિ પોતાના ઇમોશન પર કેટલો કંટ્રોલ કરી શકે છે એ બાબત મહત્ત્વની છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરે ગહન અધ્યયન અને સર્વે કર્યા પછી એક પુસ્તક લખ્યું – ‘ઇમોશનલ ઇન્ટેલિજન્સી.' નિષ્કર્ષ પ્રગટ કરતાં પ્રોફેસરે લખ્યું છે – ‘ખૂબ ભણેલા હોય એવા માણસો ઓછું ભણેલા માણસોના હાથ નીચે મહાપ્રજ્ઞ વાણી - ૬ ૧૬૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ કામ કરે છે. જે વ્યક્તિનું પોતાના સંવેગો પર પૂરું નિયંત્રણ છે, એ ઓછું ભણેલ હોવા છતાં પોતાને આધિન ઘણા માણસોને રાખી શકે છે. એમની પાસે કામ કરાવી શકે છે.” શિક્ષણના સંદર્ભમાં વિચારણીય વાત એ છે કે ઈમોશનલ ડેવલપમેન્ટ કઈ રીતે થાય? ભાવાત્મક વિકાસ કેમ થાય? એનો શિક્ષણમાં સમાવેશ કેમ થાય? આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. નરેશજી દસ વર્ષથી આ કામમાં લાગેલા છે. કેન્દ્રીય જીવનવિજ્ઞાન અકાદમીમાં હજી સુધી સેંકડો શિક્ષકોને તેઓ જીવનવિજ્ઞાનની ટ્રેનિંગ આપી ચૂક્યા છે. આપ એ વાતને નિશ્ચિત માનો કે જ્યાં સુધી ભાવાત્મક વિકાસ થતો નથી, દુઃખી અને અશાંત માણસોની સંખ્યા વધતી રહેશે. હજારો શાળાઓ નવી ખોલવા છતાં પરિસ્થિતિ સુધરશે નહિ. પરીક્ષાનું પરિણામ સારું નહિ આવે કે નિષ્ફળતાના આઘાતમાં આપઘાતની ઘટનાઓ વધતી રહેશે. સન ૧૯૯૪માં આચાર્ય તુલસી દિલ્હીમાં હતા. દિલ્હીની મૈત્રી કૉલેજમાં જીવનવિજ્ઞાનની શિબિર હતી. જે દિવસે શિબિરનું સમાપન થવાનું હતું એ દિવસે પ્રિન્સિપાલે કહ્યું, શિક્ષણ ક્ષેત્રે ત્રણ દાયકા કામ કર્યું પણ જીવનવિજ્ઞાનના ઉપક્રમથી પરિચિત થયા પછી આજે શિક્ષણનો વાસ્તવિક અર્થ સમજાયો છે. ત્યારબાદ વિદ્યાલયની અધ્યાપિકાઓ અને વિદ્યાર્થિનીઓએ પોતાના અનુભવ સંભળાવ્યા. સર્વએ જીવનવિજ્ઞાનનો એક સુંદર અને પ્રભાવી પ્રકલ્પના સ્વરૂપે સ્વીકાર કર્યો. એક મુસ્લિમ અધ્યાપિકાએ કહ્યું, “મહારાજ ! જીવનવિજ્ઞાન હવે મારા માટે નમાજની જેમ અનિવાર્ય બની ગયું છે. હવે હું જીવનમાં ક્યારેય જીવનવિજ્ઞાનને છોડી નહિ શકું.” જીવનમાં શાંતિ, સમન્વય અને સાપેક્ષતાની ભાવના ત્યારે જ આવશે, જ્યારે આપણા સંવેગો પર નિયંત્રણ આવશે. બધી સમસ્યાઓ સંવેગોના કારણે જન્મે છે. એક માણસ દિવસ આખામાં કેટલાં રૂપ બદલે છે. ક્યારેક તે ક્રોધમાં હોય છે, ક્યારેક તેને ઉદાસી ઘેરી લે છે. ક્યારેક પ્રસન્નતા અનુભવે છે. આ સંવેગ જ તેને દુઃખી કે પ્રસન્ન કરે છે. જીવનમાં સમરસતા અને આનંદ કઈ રીતે આવે? એવી સ્થિતિનું નિર્માણ કઈ રીતે થાય? સંવેગોને નિયંત્રિત કરી સા વિધા યા વિમુક્તયે ૧૬૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ એવી સ્થિતિનું નિર્માણ કરી શકાય છે. કોઈને દુઃખી અને સુખી બનવામાં સમય લાગતો નથી. કોઈ માણસ સામેથી આવતો હોય એનું અપમાન કરો તો તે ઉદાસ થઈ જાય. કોઈ ખુશ ખબર કે શુભસંવાદ થાય તો તે પ્રસન્ન થઈ જાય. કોઈને સુખી કે દુ:ખી બનાવવા એ દરેકના હાથની વાત છે. માણસ કઠપૂતળી જેવો હોય છે, ફાવે તેમ નચાવો. કઠપૂતળીને આપે જોઈ હશે. એક માણસના હાથમાં દોરી હોય છે. એ માણસ તેની આંગળીઓ સાથે બંધાયેલી દોરીથી પૂતળીઓને નચાવે છે. જ્યાં સુધી માણસનું મસ્તિષ્ક્રિય પ્રશિક્ષણ નથી થતું, એ બીજાના હાથની કઠપૂતળી બની રહે છે. જીવનવિજ્ઞાનમાં મસ્તિષ્ક્રિય પ્રશિક્ષણને ખૂબ મહત્ત્વ આપવામાં આવેલ છે. મસ્તિષ્ક વિદ્યાનો એમાં ખૂબ ઉપયોગ થયો છે. અમારો પ્રિય વિષય છે મસ્તિષ્ક વિદ્યા. આપણે મસ્તિષ્કને કઈ રીતે વાંચીએ ? મસ્તિષ્કમાં એટલા પ્રકોષ્ઠ છે, એને સંતુલિત, સંચાલિત કઈ રીતે કરવા? સક્રિય કઈ રીતે કરાય ? જીવનવિજ્ઞાનમાં એની પૂરી પ્રક્રિયા છે. આજે વિદ્યાલયોમાં માત્ર બુદ્ધિના પ્રકોષ્ઠને જાગૃત અને સક્રિય કરવાનો પ્રયત્ન જ થાય છે. આનંદ અને સુખશાંતિના પ્રકોષ્ઠ સુષુપ્ત રહે છે. હમણાં મેં જ્ઞાન અને અજ્ઞાન, મૂર્ખતા અને મૂઢતાની વાત કરી. વિદ્યાલયોમાં આજે મૂઢતા વધારનારું શિક્ષણ અપાય છે. અગર એમ કહીએ કે વિદ્યાલયોમાંથી લોકો મૂઢ બનીને જ બહાર પડે છે, તો વાત કડવી લાગે પણ ખોટી નથી. ખૂબ ભણેલા-ગણેલા લોકો પણ મોહવશ મૂઢતામાં જતા રહે છે. નદીને સામે પાર એક પંડિત રહેતા હતા. ભગવત્કથા સંભળાવવી અને જ્ઞાનચર્ચા કરવી એ જ એમની પ્રવૃત્તિ હતી. એનાથી જ એમનો નિર્વાહ થતો. તેઓ રોજ શ્રેષ્ઠિઓને ધર્મકથા સંભળાવવા જતા. એમાંથી જ જીવન-નિર્વાહ માટે ધન ઉપાર્જિત થતું. એક દિવસ નદી પાર કરતી વખતે એક મગરે પોતાનું માથું બહાર કાઢ્યું અને બોલ્યો – ‘પંડિતજી ! ક્યારેક મને પણ આપની જ્ઞાન-વાણીનો લાભ આપો. શેઠ લોકો દક્ષિણા આપે છે તો હું પણ આપને નિરાશ નહિ કરું. કાંઈને કાંઈ જરૂર આપીશ.' પંડિતજીએ પૂરી કથા ન સંભળાવી, ચાલતા-ચાલતા મહાપ્રજ્ઞ વાણી – ૬ ૧૬૨ Page #164 -------------------------------------------------------------------------- ________________ એક શ્લોક બોલ્યા. મગરે પોતાના મુખેથી એક હીરાનો હાર આપ્યો. સોનાનો હાર મેળવીને પંડિતજીના આનંદનો પાર ન રહ્યો. લોભ એમના પર પૂરો સવાર થઈ ગયો હતો. હવે તેઓ રોજ જલદી જલદી નહાઈ-ધોઈ નદી કિનારે બેસી જતા અને મગરને કથા સંભળાવતા. મગર એમને હીરા-મોતી આપતો. નદી કિનારે ઘાસ ચરતો એક ગધેડો રોજ કથા સંભળાવવાનું આ દશ્ય જોતો. એક દિવસ પંડિતજી પાસેથી પસાર થઈને તે જોરથી હસી પડ્યો. પંડિતજીને અપમાનની લાગણી થઈ. એમણે રોષથી પૂછ્યું, “મૂર્ખ ગર્દભ ! તું કેમ હસે છે?' ગધેડાએ કહ્યું, “પંડિતજી! હું એ જોઈને હસી રહ્યો છું કે એક જ્ઞાની કઈ રીતે પોતાના જ્ઞાનનું અપમાન કરે છે. સાંભળ્યું છે કે તમે કાશીમાં અઢાર વર્ષ રહીને શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યું છે. શું આપે આટલા દિવસો સુધી શાસ્ત્રોનું અધ્યયન મગરને ઉપદેશ આપીને હીરા-મોતી આદિ ઝવેરાત મેળવવા કર્યું હતું? તમારા જ્ઞાનની પરિણતિ અને તેનો દુરુપયોગ જોઈને મને હસવું આવી ગયું. માફ કરજો.” શાસ્ત્રજ્ઞ પંડિતજીને પોતાની મૂર્ખતાનો અહેસાસ, મૂઢતાનો અહેસાસ એક ગધેડાએ કરાવ્યો. તેમને ભાન થયું કે શાસ્ત્રનો ઉપયોગ તેઓ માત્ર ધનપ્રાપ્તિ માટે કરી રહ્યાં છે તે મૂઢતા છે અને એ દિવસથી જ તેમણે મગરને કથા સંભળાવવાનું બંધ કરી દીધું. વિદ્યા વિવેક આપે. પંડિતજીને વિદ્યાભિમુખ કરવાનું કામ ગધેડાએ કર્યું. પંડિતજીમાં સાચી વિદ્યાભિમુખતા ગધેડાએ જગાડી. અહીં જોઈ શકાય છે કે ગધેડાની વિદ્યાપ્રીતિ પંડિતની વિદ્યાપ્રીતિ કરતા સાચી હતી. પંડિતની ચેતનામાં વિદ્યાને ધન કરતાં પ્રાથમિકતા મળે તે જરૂરી છે. પંડિતો અને સાક્ષરોએ ધનના લોભ-મોહથી દૂર રહેવું જોઈએ. લોકો પોતાના અધ્યયન અને યોગ્યતાનો ઉપયોગ આજે કદાચ ધનપ્રાપ્તિ માટે જ કરે છે એટલે જ મૂઢ રહે છે. ધન જીવન માટે આવશ્યક છે, પણ શાંતિ, આનંદ અને સંતોષનું મૂલ્ય ધન કરતાં વધારે છે. હિન્દુસ્તાનમાં બે દર્શન છે – સુખવાદ અને દુઃખવાદ. ભગવાન બુદ્ધને દુઃખ જોઈને વૈરાગ્યે થયો. આપણી સા વિધા યા વિમુક્તયે ૧૬૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ સામે પ્રશ્ન એ જ છે કે દુ:ખને ઓછું કેમ કરવું ? આપણો પ્રયત્ન દુઃખ દૂર કરવાની દિશામાં જ હોવો જોઈએ. હું માનું છું કે જ્યાં સુધી મોહ કે મૂર્છાને દૂર કરવાનો કે ઇમોશનને નિયંત્રિત કરવાનો ઉપાય નહિ શીખવામાં આવે ત્યાં સુધી આપણે દુઃખ દૂર નહિ કરી શકીએ. અમે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના સંપર્કમાં પણ રહીએ છીએ. અમે આ બંને વર્ગને તનાવગ્રસ્ત જોયા છે કારણ એટલું જ છે કે આજનું શિક્ષણ આજીવિકામૂલક છે. માતા-પિતા એમ ઇચ્છે છે કે સંતાન ભણી-ગણીને કમાતું થાય. સારો પગાર મળે. સારી નોકરી મળે. અગર પૈસાને જ સર્વસ્વ માની લઈએ તો આજે શિક્ષણના ક્ષેત્રમાં જે કાંઈ થઈ રહ્યું છે, એના પર પ્રશ્નચિહ્ન લગાવવાની જ જરૂર નહિ રહે. પૈસો સર્વસ્વ નથી, કા૨ણ કે પૈસાવાળા પણ દુ:ખી જ થાય છે. ધનવાનોની પીડા ઓછી નથી હોતી. પૈસો બધાં દુઃખો દૂર કરે છે એમ નથી. કરોડપતિઓને આપણે આંસુ વહાવતા જોયા છે. ધનવાનો પણ દુઃખ અને તનાવથી મુક્ત નથી. આપણો બધો પ્રયત્ન અને પુરુષાર્થ માત્ર ધનપ્રાપ્તિની દિશામાં જ કેમ હોય ? માત્ર આજીવિકા મેળવવા માટે જ કુશળ બનવાની વાત કેમ આપણા દિલ-દિમાગમાં જ આવે છે ? જ્ઞાનકુશળ અને આચરણકુશળ બનવાની વાત કોઈના મનમાં કેમ નથી આવતી ? આ અદ્ભુત વાત છે. આજની યુવા પેઢી પોતાના આદર્શ તરીકે ફિલ્મ સ્ટાર્સને કે ખેલજગતની કોઈ હસ્તિને જ કેમ માને છે ? કારણ સ્પષ્ટ છે કે ગ્લેમર. કોઈ ગાંધી, સુભાષ કે વિવેકાનંદ બનવાનું વિચારતું નથી. રાજસ્થાન યુનિવર્સિટીમાં હું ગયો. ત્યાં ફિલોસોફી વિભાગમાં પ્રોફેસ૨ ભણાવતા હતા અને માત્ર દસ-બાર વિદ્યાર્થીઓ બેઠા હતા. બાયોલોજી, ફિઝિક્સ કે કેમેસ્ટ્રીના વિભાગો અને વર્ગો ભરચક હોય છે કારણ કે તે આજીવિકામાં મદદ કરનાર વિષય છે. આ વિષયોમાં ઘણી સંભાવનાઓ છે. એનું તાત્પર્ય એ છે કે સત્ય અને વાસ્તવિકતાની સાથે માણસને વધારે સંબંધ રહ્યો નથી. જીવન અને તેની જરૂરતોને સમજવાનો પણ પ્રયત્ન થતો નથી. કેન્દ્રમાં પૈસો જ છે. જીવનની સઘળી ગતિવિધિ પૈસાની આસપાસ જ ચાલે છે. જ્યાં આવી સ્થિતિ હોય ત્યાં સમસ્યાઓ વધવી સ્વાભાવિક છે. મોટા લોકોના ૧૬૪ મહાપ્રજ્ઞ વાણી ξ Page #166 -------------------------------------------------------------------------- ________________ કારનામાઓ અખબારોમાં છપાતા હોય છે. મને આશ્ચર્ય થાય છે કે લોકોની પાસે પુષ્કળ ધન-દોલત હોય છતાં કેમ દુષ્કૃત્યો કરતા હશે ? પણ મૂર્છાવશ જ માણસ એમ કરે છે, જે અકરણીય હોય છે. " માત્ર પૈસા માટે જ આપણે સઘળી પ્રવૃત્તિ ન કરવી. પૈસાની સાથે શાંતિપૂર્ણ જીવન જીવવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. આ વિષય પર મેં જેટલો ધર્મશાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કર્યો છે, એટલો જ અર્થશાસ્ત્રીય દૃષ્ટિએ પણ વિચાર કર્યો છે. મને લાગે છે બંનેનું સંતુલન અને સમન્વય થવું જોઈએ. જીવનવિજ્ઞાનની પ્રણાલી બંનેમાં સમન્વય કરવાનું શીખવે છે. એની સાથે હવે અહિંસા પ્રશિક્ષણને પણ હવે જોડી દીધેલ છે. થોડા સમયમાં જ મળેલી આશ્ચર્યજનક સફળતાએ જીવવિજ્ઞાન અને અહિંસા પ્રશિક્ષણ શિબિરોની માંગ વધારી દીધી છે. આજે સમગ્ર વિશ્વમાં લાઇફ સ્ટાઇલ પર વિચાર થઈ રહ્યો છે. જીવનની ઘણી સમસ્યાઓ જીવનશૈલીના કારણે ઊભી થાય છે. આજકાલ જીવનશૈલી ઘણી સમસ્યાઓના મૂળમાં છે. જેના જીવનમાં અહિંસાનો સંસ્કાર છે, એની જીવનશૈલી ખૂબ સુખદ અને પ્રશસ્ત બની જાય છે. સમગ્ર જીવનમાં પૈસાને જ પ્રાધાન્ય આપનારનું જીવન વેરવિખેર હોય છે. પૈસો સુખનું કારણ નથી તેમ તમામ દુઃખોનું નિવારણ પણ નથી. અહિંસક જીવનશૈલી ભોગવાદથી દૂર રાખે છે. આધુનિક માનવની લાઇફ સ્ટાઇલ પુનર્વિચાર માગી લે છે. સ્વસ્થ, શાંત અને નિરામય જીવન જીવવા માટે જરૂરી છે. જીવનશૈલી પરિવર્તનની. સહજ જીવનનો આનંદ પ્રાપ્ત કરવા માટે જીવનશૈલી ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. જીવનમાં સુખી થવાની જેને ઝંખના છે એમણે માત્ર પૈસાને કેન્દ્રમાં ન રખાય. એવી વ્યક્તિ સહુને માટે શાતાકારક, લાભદાયક અને સુખદાયક નીવડે. વિદ્યાવાચસ્પતિના સમગ્ર પ્રવૃત્તિ કેન્દ્રમાં પણ ધન ન હોય એ સ્થિતિ આદર્શ ગણાય. સાચો વિદ્યાનો ઉપાસક ધનની આસક્તિ છોડે તો તે પોતાનું અને અન્યનું કલ્યાણ કરી શકે. ૨૩ જૂન સા વિધા યા વિમુક્તયે ૧૬૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ૧૯ આચાર્ય તુલસીનું સ્મરણ કાર્યક્રમ અહિંસાનો ચાલી રહ્યો છે અને હું જોઈ રહ્યો છું કે સર્વાધિક હિંસા આપણી સામે જ થઈ રહી છે. સેંકડો લોકો બહાર તડકામાં ઊભા છે. આપણે કદાચ બધાનું દુ:ખ દૂર કરી શકતા નથી. પણ જે શક્ય છે તે પણ ન કરીએ તો મોટી સમસ્યા થાય. આચાર્ય તુલસીજી વિષે હમણાં ઘણું કહેવાયું. હું એ વ્યક્તિને જ વધારે મહત્ત્વ આપું જે યુગદષ્ટા હોય. યુગદૃષ્ટા એટલે પોતાના યુગની સમસ્યાઓને જાણે છે અને તેના નિદાન માટે પ્રયત્ન કરે છે. આચાર્ય તુલસીનું સમગ્ર જીવન પોતાના સમયની સમસ્યાઓ સમજવામાં અને તેના ઉકેલમાં પસાર થયું. તેમના આ પ્રયત્નો પાછળ તેમની સામાજિક પ્રતિબદ્ધતા હતી. તેમને ઘણી સફળતા પણ મળી. તેઓ સામાન્ય માણસની પીડા જાણતા હતા. જનસામાન્યની સમસ્યાઓ તેઓ ઉકેલી શકતા હતા કારણ કે જનસંપર્ક સઘન હતો. તેમણે ટ્રેન કે હવાઈ જહાજ કે મોટરકારમાં યાત્રા નહોતી કરી. જીવનભર લાખો કિ.મી.ની પદયાત્રા દ્વારા તેઓ લોકો સાથે ગાઢ સંપર્કમાં હતા. તેમને લોકોના જીવનસંઘર્ષનો પૂરો પરિચય હતો. લોકોની વચ્ચે તેઓ જીવ્યા. અમે લોકો એક ગામથી બીજા ગામની સફર કરીએ છીએ. ગામેગામની આ પદયાત્રા અમને એમની નિકટ લાવે મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #168 -------------------------------------------------------------------------- ________________ છે. લોકોના જીવનને નિકટથી જોવાની તક મળે છે. બે-ત્રણ દિવસ અગાઉ જ મેં કહ્યું, ‘ભારતમાં બહુ મોટી સંખ્યામાં લોકો ભૂખની સમસ્યાથી પીડાય છે.' એ વખતે એક વ્યક્તિએ કહ્યું, ‘પહેલાં કરતાં સ્થિતિ ઘણી સુધરી છે.' આ સ્થિતિ સુધરી છે એવી આપણી સમજ, ખરેખર તો ગેરસમજ છે. દિલ્હી જેવા શહેરના મજૂરો અને શ્રમિકોની સ્થિતિ સુધરી હોઈ શકે. ઝૂંપડપટ્ટીઓ પર ટી.વી.ના એન્ટેના જોઈને આપણને એમ લાગે કે લોકો હવે સુખી થઈ ગયા છે પણ આ એક ભ્રમ છે, છળ છે. એમ સમજીને જાતને છેતરવાની વાત છે. ગરીબી બહુ મોટી સમસ્યા છે. ટી.વી. એન્ટેના સુખશાંતિનું પ્રતીક નથી. ટી.વી. હોય એ ઘર કે ઝૂંપડીમાં સાધન-સંપન્ન લોકો રહે છે એમ માનવાનું કોઈ કારણ નથી. અમે ત્રણ-ચાર પ્રાંતોની યાત્રા કરીને આવ્યા છીએ. લોકોનાં દુઃખ-સુખની વાત એમના મુખેથી સાંભળી છે. લોકોની પીડા શબ્દોમાં વ્યક્ત થાય એવી નથી. એમની હાલત પશુઓથી પણ બદતર છે. ગાંધીજીએ સાચું જ કહ્યું હતું કે સાચું ભણતર ગામડાંઓમાં વસે છે. ગામડું ભારતનું હૃદય છે. જો ગામ આબાદ થશે તો દેશ આબાદ થશે. આચાર્ય તુલસીએ હજારો કિલોમીટરની પદયાત્રા કરી હતી. ગામેગામ ફરીને દેશની સ્થિતિ વિષે તેઓ માહિતગાર થતા હતા. દેશની સાચી સ્થિતિ તેઓ મેળવતા હતા. તેમણે આદર્શ ગ્રામ માટે ચાર સૂત્રો આપ્યાં હતાં. ૧. એવું ગામ - જ્યાં કોઈ ભૂખ્યા પેટે સૂવે નહિ. ૨. એવું ગામ – જ્યાં કોઈએ ખુલ્લા આસમાન નીચે સૂવું પડે. ૩. એવું ગામ - જે ચિકિત્સાથી વંચિત ન હોય. ૪. એવું ગામ - જે વ્યસનમુક્ત હોય, ભયમુક્ત હોય. આવા ગામની આજે ખૂબ જરૂર છે. આટલી લાંબી યાત્રા પછી મારી એવી ધારણા દૃઢ થતી જાય કે મોટા ભાગની સમસ્યા મોટા લોકો દ્વારા જ ઉદ્ભવે છે. લોકો કહે છે, ગરીબી સહુથી મોટી સમસ્યા છે. હું કહું છું કે અમીરી એથી પણ મોટી સમસ્યા છે. અમીરી એ ઘણી મોટી સમસ્યાઓ જન્માવી છે. આ સંદર્ભમાં હું ઘણી વખત એક પ્રસંગનો ઉલ્લેખ કરું છું. આચાર્ય તુલસીનું સ્મરણ ૧૬૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ મુલ્લા નસીરુદીને બાદશાહની નોકરી છોડી દીધી. પાકો સંકલ્પ કરી લીધો કે હવે કોઈની ગુલામી નહીં કરું. આવો નિર્ણય કરી એ દૂર દેશના પ્રવાસે નીકળી પડ્યો. ગરમીની મોસમ અને રણપ્રદેશમાં દૂર-દૂર સુધી પાણીનું નામોનિશાન ન હતું. ખૂબ દૂર સુધી ચાલ્યા પછી એક વૃક્ષ દેખાયું. વૃક્ષની પાસે એક કૂવો અને કૂવા પાસે એક બાલ્ટી પડી હતી. કૂવાની બાજુમાં ત્રણ માણસો માં લટકાવીને બેઠા હતા. મુલ્લાને જોઈને ત્રણેયના કરમાયેલા ચહેરા પર ચમક આવી ગઈ. બોલ્યા, “આવો ભાઈ, અમને તમારી જ રાહ હતી. મુલ્લાએ પૂછ્યું, “રાહ કઈ વાતે?” અમારે પાણી પીવું છે.” “તો પીઓ. કોણે ના પાડી છે? કૂવો અને બાલ્ટી પણ તમારી સામે પડ્યાં છે.” ના તો કોઈએ પાડી નથી. અમારી મજબૂરી એ છે કે અમે પાણી જાતે કાઢી શકતા નથી.” કેમ? “કારણ કે હું નવાબજાદો છું એકે પોતાનો પરિચય આપ્યો.” ‘તમે તો પાણી કાઢી શકો છો. મુલ્લાએ બીજા તરફ જોઈને કહ્યું. “ના હું પણ નહીં કાઢી શકું. હું શાહજાદો છું.” બીજાએ કહ્યું, અને હું અમીરજાદો છું, એટલે હું પણ મજબૂર છું.”ત્રીજાએ પણ પોતાનો પરિચય આપ્યો. મુલ્લાએ ત્રણેયની વાત સાંભળી. દોરડા સાથે બાલ્ટી બાંધી કૂવામાં નાખી. પાણી ઉપર લાવ્યા. પાણી પીધું અને બાકીનું પાણી ઢોળી દીધું અને બાલ્ટી ઊંધી વાળી દીધી. ત્રણેય એક સાથે અધીરતાથી બોલી ઊઠ્યા, “આ શું કર્યું તમે? અમને તો પાણી પીવડાવો.' હું પાણી નહિ પીવરાવી શકું.” કેમ? ૧૬૮ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ ‘કેમ એટલે શું ? તમે ત્રણેય નવાબજાદા, શાહજાદા અને મીરજાદા છો તો હું હરામજાદો છું. હરામજાદો ખાય છે, ખવડાવતો નથી. પીએ છે, પીવરાવતો નથી.' આટલું કહીને મુલ્લા પોતાના રસ્તે આગળ વધ્યા. કામ ન કરવું એ પણ હરામખોરી છે. બેઠાં બેઠાં ખાવું એ હરામખોરી છે. આ નિષ્ક્રિયતા છે. આળસ, અકર્મણ્યતા જેવી સમસ્યાઓ પર ચિંતન આવશ્યક છે. આચાર્ય તુલસીનું મોટું યોગદાન એ રહ્યું કે એમણે યુગ-સમસ્યા સંદર્ભે સર્વથા નવીન દર્શન આપ્યું. અણુવ્રત રૂપે એ દર્શન લોકમાનસમાં પોતાની છાપ છોડવામાં સમર્થ રહ્યું. મને યાદ છે દિલ્હીમાં પ્રથમ અણુવ્રત્ત અધિવેશનમાં રાજેન્દ્રબાબુએ આચાર્યશ્રીને કહ્યું, ‘આચાર્યશ્રી ! અગર આપ મને અણુવ્રતના સંદર્ભમાં કોઈ પદ આપવા ઇચ્છો તો હું ‘અણુવ્રત સમર્થક'નું પદ લેવા ઇચ્છીશ.’ આચાર્યશ્રીએ કહ્યું, ‘રાજેન્દ્રબાબુ ! અમે આપને ‘અણુવ્રતી'નું પદ આપવાનું ઇચ્છીએ. ભારતનો પ્રથમ નાગરિક અણુવ્રતી હોય તો રાષ્ટ્રના નાગરિકો પર આ વાતની બહુ મોટી અસર પડે.’ આજે નૈતિક મૂલ્યો પ્રત્યે માણસને કોઈ આસ્થા રહી નથી. બીજી વાત એ છે કે સંગ્રહાખોરી પ્રત્યે માણસનું આકર્ષણ વધતું જાય છે. આ સંદર્ભે હું કહીશ કે અર્થશાસ્ત્ર મારો પ્રિય વિષય છે. દર્શનશાસ્ત્ર પછી હું અર્થશાસ્રને મહત્ત્વ આપું છું. ધનને કોઈ પણ રીતે અનિષ્ટ ગણી શકાય નહિ. ધન વગર આજે માણસના જીવનની કલ્પના પણ થઈ શકે નહિ પણ આ ધનથી સંગ્રહની ભાવના જન્મે છે. જીવનની આવશ્યકતાને ધ્યાનમાં રાખી કીડીથી લઈને મોટા જીવો સુધી સર્વ જીવન ચલાવવા કાંઈ ને કાંઈ સંગ્રહ કરે છે પણ માનવ પોતાની આવશ્યકતાથી અધિક સંગ્રહ કરે છે. આ સંગ્રહનો જાણે નશો હોય છે. એક વખત સંગ્રહની લત લાગી ગઈ કે પછી એ નિરંતર વધતી જાય છે. બહુ એકઠું કર્યા પછી પણ માણસ દરેક વખતે ઓછપ અનુભવે છે. વધુ ને વધુ ધન મેળવવાની લાલસા તીવ્ર થતી જાય છે. ગમે તેટલું ધન હોય પણ ઓછું જ લાગ્યા કરે છે. એક પછી એક શૂન્ય ઉમેરતા જાવ પણ ઇચ્છા પૂરી થતી નથી. આચાર્ય તુલસીનું સ્મરણ ૧૬૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય તુલસીએ અણુવ્રતના માધ્યમથી આ સ્થિતિને બદલવાનું દર્શન પ્રસ્તુત કર્યું. આજે એ તુલસી-દર્શન પ્રસ્તુત છે. આજે તેની સર્વાધિક ઉપયોગિતા છે. રાષ્ટ્રપતિજી અબ્દુલ કલામે કહ્યું, સન ૨૦૨૦ સુધી હિન્દુસ્તાનને વિશ્વનું પ્રથમ કક્ષાનું શક્તિશાળી રાષ્ટ્ર બનાવવું છે.' મેં કહ્યું, ‘આપનું સપનું સાકાર થાય. આ અમારી પણ ઇચ્છા છે અને અમારો સહયોગ, શુભકામના આપની સાથે છે. પણ આજની અર્થનીતિ અને પ્રચલિત ધર્મની ધારણાઓ દ્વારા આ સંભવ લાગતું નથી. એના માટે એક નવા દર્શનની જરૂરત છે. એવું દર્શન જે પરિવર્તન લાવી શકે.' આજે ધાર્મિક લોકોની મનોદશા કેવી છે ? ધર્મ ભીતર ઉતર્યો નથી. ધર્મ માત્ર બાહ્યાચાર બનીને રહી ગયો છે. વ્યવહાર અને વેપારમાં વિશ્વસનિયતા જેવા સંસ્કારનું કોઈ મૂલ્ય રહ્યું નથી. એક માણસ દવાની દુકાને ગયો અને ડાઘ દૂર કરવાની દવા માંગી. કેમિસ્ટે એને એક ટ્યૂબ આપી. બીજા દિવસે એ.દવાની દુકાને પાછો ગયો અને ટ્યૂબ પાછી આપવા લાગ્યો. દુકાનદારે તેને ટ્યૂબ પાછી આપવાનું કારણ પૂછ્યું, ‘કેમ ભાઈ ! દવા તો બરાબર છે. વાપરી જુઓ. એક દિવસમાં ડાઘ મટે નહિ.’ ‘ડાઘ મટે કે ન મટે પણ નવા ડાઘ તો ન થવા જોઈએને ? હવે મને બીજી દવા આપો જે આ ટ્યૂબથી થયેલા ડાઘ દૂર કરે.' – મૂળ સમસ્યા મટતી નથી અને બીજી-ત્રીજી સમસ્યા ઊભી થાય છે. વીસ કરોડ ભારતીયોની જે સ્થિતિ છે, એમાં સુધારો આવે એમની સમસ્યા હલ થાય તો હિન્દુસ્તાન આજે ખૂબ આગળ વધી શકે. હમણાં જ એક રિપોર્ટ વાંચ્યો જેમાં જણાવ્યું હતું કે ભારતમાં ઘણી બધી બહુરાષ્ટ્રીય કંપનીઓ આવી રહી છે, પણ કિંમતોમાં વધારો જ થતો રહે છે. ચીન જેવા દેશમાં મોંઘવારી પર નિયંત્રણ છે. આપણે ત્યાં નિયંત્રણ અને અનુશાસનની વાત જ કોઈ સમજવા તૈયાર નથી. નિયંત્રણ અને અનુશાસનના અભાવમાં કોઈ પણ રાષ્ટ્ર પ્રગતિ કરી શકે નહીં. અમારા સૂરત પ્રવાસ વખતે એક કેન્દ્રીય મંત્રીને અમે પૂછ્યું, ‘આપ હમણાં ચીનના પ્રવાસે જઈ આવ્યા, ત્યાં આપે શું જોયું ?’ ૧૭૦ મહપ્રજ્ઞ વાણી . *૬ Page #172 -------------------------------------------------------------------------- ________________ તેઓ બોલ્યા, “આચાર્યજી! ત્યાં જે જોયું તે આશ્ચર્યચકિત કરે તેવું છે. ચીન આજે ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહેલો દેશ છે. છેલ્લાં દસ-બાર વર્ષોમાં ચીને અભૂતપૂર્વ કહી શકાય એવી પ્રગતિ કરી છે. એનું એક માત્ર કારણ છે ત્યાંના લોકોમાં ડિસિપ્લિન અને દઢ ઈચ્છાશક્તિ. આ બાબતોનો આપણે ત્યાં અભાવ છે.” આચાર્ય તુલસીને યાદ કરીએ તો એક સંકલ્પની સાથે યાદ કરીએ. એ સંકલ્પ એવો હોય કે હું મારા જીવનમાં નૈતિકતાને અને પ્રામાણિકતાને સર્વોચ્ચ સ્થાન આપીશ. હું મારા જીવનમાં અધિકાધિક અનુશાસન વિકસાવીશ. આપ આજે જ આવો સંકલ્પ કરો અને જુઓ કે થોડા દિવસોમાં જ કેવું ગુણાત્મક પરિવર્તન મોટા લોકોમાં આવે અને નાના લોકો સુધી પહોંચે. આચાર્ય તુલસીના એક વાક્યને આપ પોતાના જીવનમાં સૂત્ર તરીકે અપનાવો - “નિજ પર શાસન, ફિર અનુશાસન મોટા ગણાતા લોકો અસંયમી અવિવેકી બનીને નાના લોકો પર શાસન કરે એ સંભવ નથી. આજની સમસ્યાઓના સંદર્ભમાં આપણે આચાર્ય તુલસીને વાંચવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. એમની જે અંતદષ્ટિ હતી, એમનું જે વિઝન હતું, એમણે જે જોયું અને કહ્યું, એને સમજવાનો અને જાણવાનો પ્રયાસ થાય તો કદાચ સમાજ-પરિવર્તનની દિશામાં ઘણું થઈ શકે. એમની પુણ્યતિથિનો આ દિવસ માત્ર સ્મૃતિદિન તરીકે જ ન ઊજવાય પણ સંકલ્પનો દિવસ બનાવીએ. નરેશજી અને સુરેશજી જૈનના પરિવારે બહુ મોટું વિદ્યાલય અને પ્રેક્ષાધ્યાન જીવનવિજ્ઞાન કેન્દ્ર અહીં ખોલ્યું છે. આચાર્ય તુલસીની સ્મૃતિમાં આ સંકલ્પની વ્યાપક અને સાર્થક પ્રસ્તુતિ છે. અહીંથી પ્રેક્ષાધ્યાનના જે પ્રશિક્ષક તૈયાર થશે, તેઓ પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનના પ્રચાર-પ્રસારમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપશે. અહિંસા પ્રશિક્ષણનો પ્રકલ્પ પણ અહીંથી શરૂ થાય. આજે દેશમાં અહિંસા પ્રશિક્ષણના લગભગ પચાસ જેટલાં કેન્દ્રો એવા પ્રદેશોમાં ચાલે છે જયાં હિંસાની સમસ્યા ખૂબ વ્યાપક છે. આચાર્ય તુલસીનું સ્મરણ ૧૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ ડૉ. મનચંદા મારી સામે બેઠા છે. તેઓ એમ્સના સુપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ છે. એમણે કલ્પના કરી હતી કે જે રીતે ચિકિત્સામાં ફિઝિયોથેરપી કામ કરે છે એ જ રીતે ચિકિત્સાના ક્ષેત્રમાં પ્રેક્ષાથેરપીને ઉપયોગી બનાવી શકાય. આ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હવે એને આગળ વધારવાની જવાબદારી સુરેશજી અને નરેશજીની છે. ગુજરાત રાજ્યની જેલોમાં આપણા પ્રશિક્ષકોએ કેદીઓને પ્રેક્ષાધ્યાનનું પ્રશિક્ષણ આપ્યું. એનું સારું પરિણામ એ આવ્યું કે ગુજરાતની જેલોમાં પ્રેક્ષાધ્યાનનું પ્રશિક્ષણ નિયમિત આપવામાં આવે છે. થોડા દિવસ અગાઉ અજમેરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસદળના જવાનો વચ્ચે શિબિર થયો. હવે નસીરાબાદ અને બીજા શહેરોમાંથી પણ અહિંસા પ્રશિક્ષણની વાત અનિવાર્ય સમજીને પ્રશિક્ષણની માંગ થાય છે. અહિંસા પ્રશિક્ષણની આવી વ્યાપક માંગણી અને જરૂરિયાત અને પૂરી કરી શકીએ અને સમસ્યાગ્રસ્ત માણસને સમસ્યામુક્ત કરવામાં કાંઈ યોગદાન આપી શકીએ તો સમાજઉત્થાનની દિશામાં ઉલ્લેખનીય પ્રદાન ગણાય. નૈતિકતાનું પ્રશિક્ષણ, અહિંસાનું પ્રશિક્ષણ અને રોજગારનું પ્રશિક્ષણઆનો સંકલ્પ કરીએ અને ત્રિઆયામી કાર્યક્રમ થાય તો આચાર્ય તુલસીની સ્મૃતિ સાર્થક થશે. આપણા યુગની સમસ્યાઓ જુદી છે. આ સમસ્યાને સમજવા નૂતન દર્શનની ખોટ હતી. આચાર્ય તુલસીજીએ એ દર્શન આપણને આપ્યું. સમાજની સમસ્યાની તેમણે નાડ પારખી હતી. તુલસીજીએ દર્શાવેલ ઉપાયો થકી જ આપણે ગરીબો, શોષિતો, પીડિતોની પીડા સુધી પહોંચવાનું છે. વંચિતોની આ વ્યથાને આપણે દૂર કરવાની છે. આજે ધનકેન્દ્રી, ભોગવાદી વિચારસરણી અને જીવનશૈલીએ અમીરો અને ગરીબો વચ્ચે અંતર વધાર્યું છે. આર્થિક વિષમતા ખૂબ જોખમી છે. આર્થિક અસમાનતા ભવિષ્યમાં બહુ મોટા સંઘર્ષમાં પરિણમવાની સંભાવના છે. પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે. આચાર્ય તુલસીની સ્મૃતિ ત્યારે જ સાચા અર્થમાં સાર્થક ગણાય જ્યારે આપણે એક પવિત્ર સંકલ્પ સાથે દઢ નિશ્ચય કરીએ. ૨૪ જૂન, હેરિટેજ સ્કૂલ, (ગુડગાંવ) મહાપ્રજ્ઞ વાણી -૬ ૧૭૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દિલ્હી પ્રવાસનો ઉદ્દેશ અહિંસાયાત્રાને ચાર વર્ષ થઈ ગયાં. આજે અમે દિલ્હી પહોંચ્યા છીએ. દિલ્હીમાં તો મોટા લોકો રહે છે, એમનું ધ્યાન એક સાધારણ વાત પ્રત્યે દોરીશ. એક વ્યક્તિ વૈદ્યની પાસે આવ્યો અને બોલ્યો, “મને જુકામ છે, કોઈ દવા આપો.” વૈદ્ય કહ્યું, “તમે યોગ્ય જગ્યાએ આવ્યા નથી. હું કોઈ સાધારણ વૈદ્ય નથી. હું માત્ર મહાબીમારીઓનો જ ઇલાજ કરું છું. જુકામ જેવી સાધારણ બીમારી માટે તારે કોઈ સાધારણ ડૉક્ટર પાસે જવું જોઈએ. ગામમાં એવા ઘણાં ડૉક્ટર મળી જશે. તમે ત્યાં જાવ અને એકાદ ગોળી લઈ લો. મારી પાસે સાધારણ રોગો માટે કોઈ દવા નથી. રોગીએ ખૂબ વિનંતી કરી. વૈદ્ય કહ્યું, “એક વિકલ્પ છે. તને અત્યારે જુકામ છે, તું જુકામને બદલે ન્યુમોનિયાગ્રસ્ત થઈ જા. હું ન્યુમોનિયાનો ઇલાજ કરીશ.” રોગીને વૈદ્યની વાત સમજાણી નહીં. એ બોલ્યો, વૈઘજી, જુકામને ન્યુમોનિયામાં કઈ રીતે બદલી શકાય?” વૈદ્ય કહ્યું, “સાવ સીધી વાત છે. આ ગામની બહાર એક તળાવ છે. વહેલી સવારે જાગીને તળાવના ઠંડા પાણીમાં બે-ત્રણ ડૂબકી લગાવ. બસ ન્યુમોનિયા તૈયાર. દિલ્હી પ્રવાસનો ઉદ્દેશ ૧૭૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ પછી જુઓ મારી રામબાણ દવાની અસર.” મને લાગે છે કે આજે મોટા-મોટા લોકો પણ આમ જ કરે છે. એમની પાસે જુકામની કોઈ દવા નથી. દરેક સાધારણ બીમારીને ન્યુમોનિયા અને બીજી મોટી બીમારીમાં બદલી નાખે છે. સત્તા પર બેઠેલા લોકો મોટી-મોટી બીમારીઓનો ઈલાજ કરવાની યોજનાઓ બનાવે છે. વિકાસના મોટા મોટા ચાર્ટ તૈયાર થાય છે. ચાર રસ્તે મોટા હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે. અખબારોમાં વિજ્ઞાપનો આપવામાં આવે છે, પણ ભૂખ અને ગરીબીની સમસ્યા તો એમ જ છે. રાજનેતાઓ પાસે ભૂખમરા જેવા રોગનો કાંઈ ઈલાજ નથી. ખૂબ વિચિત્ર સ્થિતિ છે. અમે અહિંસાયાત્રા દરમિયાન ગામડાંની સમસ્યાઓ અને ગરીબીને ખૂબ નિકટતાથી જોવાનો પ્રયાસ કર્યો છે. અમારી દૃષ્ટિએ સમાધાનની પ્રક્રિયાનું પ્રથમ ચરણ છે સમસ્યાનું અધ્યયન અને તેનું નિરીક્ષણ. અમે સમસ્યાને જોઈ અને એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી જોઈ. અમે રાષ્ટ્રની સમસ્યા કે વિશ્વની સમસ્યાની વાત નથી કરતા. અમારે માનવીની સમસ્યાને જોવી અને સમજવી છે. અમે અભ્યાસ કર્યો કે જે પ્રતિક્રિયાત્મક હિંસા જન્મી રહી છે, એનું કારણ ભૂખ અને ગરીબી છે. એક ગામમાં એક મહિલાને અમે પૂછ્યું કે તમારું ઘર કઈ રીતે ચાલે છે? એણે કહ્યું, અમે બે અને અમારાં બે સંતાનો છે. અમારી પાસે ખેતી માટે જમીન નથી. અમે છૂટક મજૂરી કરીએ છીએ. જયારે કામ ન મળે ત્યારે ઉપવાસ પણ થઈ જાય છે. બાળકોને ભૂખ્યાં સુવડાવવા એ અમારા માટે મુશ્કેલ પડે છે. શું મોટા લોકો આ સ્થિતિની કલ્પના કરી શકે છે? એટલે મેં કહ્યું કે મોટા લોકોનું નાની વાતો પ્રત્યે ધ્યાન દોરવા અને વિકાસની અસંતુલિત અવધારણાથી અવગત કરાવવા અમે આવ્યા છીએ, એ જ અમારો પ્રયત્ન છે. આ વાત જણાવવા જ હું દિલ્હી આવ્યો છું. મને ખબર નથી કે મોટા લોકો આ નાની વાતને ધ્યાનથી સાંભળશે કે નહીં? બહેરાશ ઘણા પ્રકારની હોય છે. ઘણા લોકો શારીરિક વિકારના કારણે ૧૭૪ મહાપ્રજ્ઞ વાણી-૬ Page #176 -------------------------------------------------------------------------- ________________ બહેરાશનો શિકાર બને છે. અમુક લોકો બહેરા નથી હોતા પણ કોઈ કડવી વાત સાંભળવાનું પસંદ કરતા નથી. અમુક લોકો માત્ર અનુકૂળ વાત જ સાંભળવાનું પસંદ કરે છે. જે એમને રુચે છે, એ વાતને જ કાન દઈને સાંભળે છે. બાકીનું એક કાનથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. સમસ્યાને જોવા, સાંભળવા અને સમજવાનો આપણો એક દૃષ્ટિકોણ હોવો જોઈએ. આપણે જોઈએ અને જોયા પછી આપણો અભિગમ કેળવાય. સમસ્યાના મૂળમાં જઈને તેના ઉકેલ વિષે વિચારવાનું આપણે શીખ્યા જ નથી. મોટા લોકો કદાચ આ બાબતે ચિંતન કરે તો પણ એ ચિંતનને કાર્યાન્વિત કરવાનો એમની પાસે કદાચ સમય જ નથી. એવી માનસિકતા પણ નથી અને પર્યાપ્ત સંકલ્પબળ પણ નથી. એટલી વ્યસ્તતા છે કે ચિંતન થાય તો પણ એને કાર્યમાં પરિણત કરવાનું એમનામાં પર્યાપ્ત સામર્થ્ય પણ નથી. નોકરશાહીના આ યુગમાં યોજના પર અમલ કરાવવાનું મંત્રીઓ માટે પણ મુશ્કેલ છે. હિન્દુસ્તાનમાં ફાઇલોની ગતિ ખૂબ ધીમી હોય છે. દિવસો, મહિનાઓ, વર્ષો બદલાઈ જાય છે. જૂની સરકારની બધી યોજનાઓ કાર્યાન્વિત થાય એ પહેલાં નવી સરકા તે યોજનાની ફાઈલોને માળિયે ચડાવી દે છે. આવી સ્થિતિમાં કામ કઈ રીતે થાય? દૃષ્ટિકોણ, ચિંતન અને ક્રિયાવિતો – આ ત્રણની જે અપેક્ષા છે, એને અનુસાર કામ થતું નથી. હું માનું છું કે આજે દરેક વ્યક્તિએ અહિંસાને યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અમે પણ અહિંસાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. એક તરફ ઉગ્રવાદ વધી રહ્યો છે, આતંકવાદ વધી રહ્યો છે. કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોમાં અલગાવવાદી હિંસા વધી રહી છે. અમુક પ્રાંતોમાં નક્સલવાદી હિંસાનો દૌર ચાલી રહ્યો છે. આ હિંસક સંગઠનોને કોનું સમર્થન છે? એના પર આપણું ધ્યાન નથી. હિંસક સંગઠનોની શક્તિના અનેક સ્રોત છે. એમાં એક છે જાતીય ઉન્માદ, બીજો છે સાંપ્રદાયિક ઉન્માદ અને ત્રીજી છે અસમાનતા અને ગરીબી. આ ત્રણ મોટા સ્રોત છે, જે હિંસક સંગઠનોને પ્રોત્સાહન અને બળ આપે છે. પોલીસ અને સુરક્ષાબળ હિંસક સંગઠનોને પરાસ્ત કરવાનું કામ કરી રહ્યા છે, પણ સમસ્યાનો અંત દેખાતો નથી, એન.સી.સી., દિલ્હી પ્રવાસનો ઉદેશ ૧૭૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ પીપલ્સ વૉર સૂપ, ઉલ્ફા, બોડો જેવાં સંગઠનોના અત્યાર સુધી કેટલાય ઉગ્રવાદી લોકો મરી ચૂક્યા છે પણ આ સંગઠનોનું અસ્તિત્વ હજી સુધી છવાયેલું છે, બલ્ક વધી રહ્યું છે. એક મરે છે અને બે-ત્રણ બીજા ભરતી થાય છે. આખરે અંત ક્યારે? તર્કશાસ્ત્રમાં એક શબ્દ છે અનવસ્થા, જેનો કોઈ અંત નથી, અનલિમિટેડ આ ઉગ્રવાદી, આતંકવાદી પણ અનલિમિટેડ છે. મેં અનુભવ કર્યો કે આ ઉગ્રવાદી, અતિવાદી સંગઠનોને ન તો પોલીસદળ રોકી શકે છે, ન તો સશસ્ત્ર-બળ અને ન તો સેના રોકી શકે છે. જ્યાં સુધી એમના સ્રોત વિદ્યમાન છે, એનાં કારણો મોજૂદ છે, ત્યાં સુધી એમની ગતિવિધિઓ ચાલુ રહેશે. આપણે સ્રોત પર વિચાર કરીએ અને એને બંધ કરવાનો પ્રયત્ન કરીએ. સાંપ્રદાયિક ઉન્માદનું રૂપ અમે બહુ નજીકથી જોયું છે. મને વિશ્વાસ છે કે સાંપ્રદાયિક સૌહાર્દનું વાતાવરણ અગર નિઃસ્વાર્થ ભાવે બનાવવામાં આવે તો હિંસક સંગઠનો જે આવા અવસરો માટે તૈયાર જ હોય છે એમને નિષ્ક્રિય કરી શકાય છે. અમે મહારાષ્ટ્રની યાત્રા કરી રહ્યા હતા. એક એવા ગામમાં પહોંચ્યા જે શિક્ષણનું સારું કેન્દ્ર છે. એક કોલેજના થોડા પ્રોફેસર મારી પાસે આવ્યા. એમણે કહ્યું, “આચાર્યજી !' આપનું અને હાર્દિક સ્વાગત કરીએ છીએ પણ અહીં સમસ્યા છે કે એક વર્ષમાં ત્રણ વખત કોમી તોફાન થઈ ચૂક્યાં છે. વળી પાછાં તોફાનોની તૈયાર થઈ ચૂકી છે. પ્રશાસનને પણ આ વાતની જાણ થઈ ગઈ છે. પોલીસબળ તૈયાર છે, પણ એમ લાગે છે કે તોફાન તો થશે જ. અમે એમની વાત સાંભળી. અમારે આગળના ગામ જવાનું હતું પણ એમની વાત સાંભળી ત્યાં રોકાઈ ગયા. ગામનાં બંને જૂથોના મુખ્ય માણસોને બોલાવ્યા. એમની સાથે વાતો કરી. હિન્દુ અને મુસલમાન બંને પક્ષના લોકોને અમે તોફાનો અને તેનાં પરિણામો વિષે અવગત કરાવ્યા. એમની અંદર સહમતિનું વાતાવરણ નિર્માણ થયું છે. એવો ભરોસો અમને થયો પછી આપણા એક મુનિને ત્યાં મૂકીને અમે આગળના ગામ ગયા. બે કલાક પછી અમે જયાં રોકાયા હતા ત્યાં બસો માણસ અમારી પાસે આવ્યા અને બોલ્યા, “અમે પરસ્પર સમજૂતી કરી લીધી છે. અમે આપને વિશ્વાસ આપીએ છીએ કે હવે અમારા ૧૭૬ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #178 -------------------------------------------------------------------------- ________________ ગામમાં તોફાન નહિ થાય. અમને અમારી ભૂલનો અહેસાસ થયો છે. તોફાનોથી દરેક રીતે અમારું નુકસાન થાય છે. અમે આપસમાં શાંતિથી રહેવા ઇચ્છીએ છીએ. અમારા ગામમાં જ નહિ, આસપાસના ગામમાં પણ અમે તોફાન થવા નહિ દઈએ.’ સાંપ્રદાયિક ઉન્માદનું શમન કરવાનો એકમાત્ર ઉપાય છે, પરસ્પર વિશ્વાસનું વાતાવરણ. સાંપ્રદાયિક તનાવ થવાનું કારણ છે અવિશ્વાસ, શંકા, અસલામતિની ભાવના, પરસ્પર વિશ્વાસ અને સંવાદનો અભાવ. અમને વારંવાર ગુજરાત અને મહારાષ્ટ્રનાં એ દૃશ્યો યાદ આવે છે જ્યારે તનાવની સ્થિતિમાં પણ સેંકડો મુસલમાન બંધુઓ અમારી યાત્રામાં આગળ આગળ ચાલતા હતા. જોડાઈ જતા હતા. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ મને કહ્યું, ‘આ આશ્ચર્યજનક વાત છે. સામાન્ય છાપ એવી છે કે મુસ્લિમ સમાજ મઝહબની બાબતમાં ખૂબ કટ્ટર ગણાય છે. આ લોકો આસાનીથી કોઈની સાથે ભળતા નથી પણ આપની પાસે મોટી સંખ્યામાં મુસલમાન ભાઈઓ આવે છે.’ મેં કહ્યું, ‘આપ કદાચ પહેલી વખત જોઈ રહ્યા છો. અગર આપના મનમાં અહિંસાની ભાવના છે અને આપ હિંસાનાં કારણો સમજવાનો પ્રયત્ન કરી તેને દૂર કરવાની ઇચ્છા રાખશો તો કોઈ કોમ આપનાથી દૂર નહિ ભાગે. સહુ આપની પાસે આવશે. કોઈ પણ કોમ પોતાને અન્યથી દૂર રાખે તો એનાં કારણો હોય છે. કુછ તો સમજબૂરિયાં રહી હોગી યૂં હી કોઈ બેવફા નહીં હોતા દરેક માણસનો એ ધર્મ છે કે સહુને સાથે લઈને ચાલે. અમારો વિશ્વાસ જ સૌહાર્દમાં છે, સમન્વયમાં છે. અમે ગુજરાતની યાત્રા શરૂ કરી ત્યારે પ્રારંભથી જ પડકારની સ્થિતિ હતી. ગુજરાતની સરહદે પહોંચ્યા કે સાંપ્રદાયિક આગ ભડકી-ઊઠી હતી. સમાજના લોકો અને અન્ય સહુએ મારી સમક્ષ એક જ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે યાત્રા આગળ વધારવી કે અટકી જવું ? સૂચન તો યાત્રા સ્થગિત કરવાનું જ મળ્યું પણ મારા મનમાં એક ક્ષણ માટે પણ યાત્રા સ્થગિત કરવાનો દિલ્હી પ્રવાસનો ઉદ્દેશ ૧૭૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ વિચાર આવ્યો નહિ. મને તો યાત્રા માટે આ સમય જ વધુ અનુકૂળ લાગ્યો. અમે અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ સુપ્રસિદ્ધ જગન્નાથની રથયાત્રાનો પ્રસંગ આવ્યો. રથયાત્રા વખતે સાંપ્રદાયિક તનાવ વધવાની ભીતિ હતી. પ્રશાસન દ્વારા અને કેન્દ્ર દ્વારા પણ પ્રદેશ સરકારને સૂચના આપવામાં આવ્યું કે રથયાત્રા ન નીકળે એ જ ઇચ્છનીય છે. મુખ્યમંત્રીએ અમારી સાથે આ બાબતે ચર્ચા કરી અમારો અભિપ્રાય માગ્યો ત્યારે મેં કહ્યું, “અગર રથયાત્રા નહિ નીકળે તો કાયમ માટે એક વર્ગના મનમાં એવી ગ્રંથિ બંધાઈ જશે કે વર્ષોથી જે પરંપરા છે તે માત્ર એક કોમના કારણે તૂટી છે. રથયાત્રા ન કાઢવાથી સાંપ્રદાયિક સૌહાર્દ વધારે ખરાબ થશે.” મેં અમારા સ્તરેથી પ્રયત્ન કરવાની વાત કરી. પ્રયત્ન શરૂ કર્યો. બંને વર્ગના - ધર્મના મુખ્ય પ્રતિનિધિઓ, અગ્રણીઓને મળ્યા. પરસ્પર સંવાદ થયો. વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થયું. રથયાત્રા નીકળી. નિર્વિને રથયાત્રા સંપન્ન થઈ. સહુને આનંદ થયો. પરંપરાનું શાંતિપૂર્વક – ગૌરવપૂર્વક જતન થયું. મેં સૌહાર્દની દિશામાં મારા પ્રયત્નો વધારી દીધા. ત્રીજી સમસ્યા છે ભૂખ. ગરીબી અને ભૂખનું જ્યાં સામ્રાજ્ય છે, એવી જગ્યાએ પણ અમે રહ્યા છીએ. મધ્યપ્રદેશની યાત્રા દરમિયાન અમે આદિવાસી ક્ષેત્રોમાં પણ રહ્યાં છીએ. જે ક્ષેત્રો છૂટી જતા હતા, ત્યાં મહાશ્રમણને મોકલ્યા. એમણે ઝાંબુઆ જિલ્લાની યાત્રા કરી, જે આદિવાસી વિસ્તાર છે. મહારાષ્ટ્રથી લઈ મધ્યપ્રદેશની આખી પટ્ટીનો અમે સ્પર્શ કર્યો. અમે એમની સ્થિતિને ખૂબ નજીકથી જોઈ. એમને જોઈને મને લાગ્યું કે ભૌગોલિક દૃષ્ટિએ હિન્દુસ્તાનના કેટલા ભાગ છે એ તો મને ખબર નથી પણ સામાજિક દૃષ્ટિએ હિન્દુસ્તાના સ્પષ્ટપણે બે ભાગ છે – એક મહેલોમાં રહેનારા અને બીજો ભાગ ઝૂંપડીઓમાં રહેનારાઓનો. એક એવો વર્ગ છે જે ફાઇવસ્ટાર માહોલમાં રહે છે અને બીજો એવો વર્ગ એવો છે જે પેટપૂરતું ભોજન અને માથું છુપાવવા છતા પણ પામતો નથી. આર્થિક અસમાનતા આટલી વિષમ હોય ત્યાં હિંસા અને આતંક વધવાની પૂરી સંભાવના છે. ૧૭૮ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #180 -------------------------------------------------------------------------- ________________ હું ઘણી વખત કહું છું અને આજે પણ અહીં જે કહી રહ્યો છું તે કદાચ મોટા માણસોને નહિ ગમે. કડવું લાગશે. મેં ગરીબીની વિભીષિકાની બાબતમાં અમુક લોકો સાથે વાત કરી તો મને એવું કહેવામાં આવ્યું કે, “હવે પરિસ્થિતિ ઘણી સુધરી છે. સાવ પહેલાં જેવું નથી. ઘણો ફરક પડ્યો છે.” - મને તો કોઈ ફરક દેખાતો નથી. ગરીબોની ઝૂંપડીમાં ટી.વી. એન્ટેના જોઈને તેમનું જીવનધોરણ ઊંચું આવી ગયું છે એમ માનવાની-સમજવાની જરૂર નથી. શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેનારાની ગરીબી પણ જુદા પ્રકારની છે. શહેરમાં નોકરી-ધંધો હોવાના કારણે તેઓને કદાચ ભૂખનું દુઃખ નથી. તેમની સાવ જુદી સમસ્યાઓ છે. મોટાં શહેરોમાં આવાસની સમસ્યાના કારણે જ તેઓ ઝૂંપડીમાં રહે છે. હું એવા લોકોની વાત કરી રહ્યો છું જેઓ નિતાંત ઉપેક્ષિત છે, જેમની પાસે જમીનનો એક ટુકડો પણ નથી. બિહારના પછાત વિસ્તારોમાં પ્રજાનો એક મોટો સમૂહ છે જે નરકની જિંદગી જીવે છે. ગામડાંના અસંખ્ય ખેતમજૂરો એવા છે જે લોકો પેઢીઓથી પચાસ-સો રૂપિયાનું દેવું ચૂકવે છે. ગરીબી અને ભૂખમરો પ્રતિક્રિયાત્મક હિંસાને જન્મ આપે છે. માનવજીવનના બે પક્ષ છે – એક ભૌતિક પક્ષ અને બીજો આધ્યાત્મિક પક્ષ. જૈવિક અને શારીરિક પક્ષ ભૌતિક પણ છે. ભાવાત્મક પક્ષ આધ્યાત્મિક પક્ષ છે. આધ્યાત્મિક પક્ષની બાબતમાં આજકાલ વધુ ધ્યાન અપાઈ રહ્યું છે. જેટલા ધર્મ છે, ધાર્મિક લોકો છે એ સર્વ આધ્યાત્મિકતામાં વધારે રસ લેવા લાગ્યા છે પણ ભૂખ્યો માણસ ધ્યાન કઈ રીતે કરે? જેમની પળેપળ રોટીની ચિંતામાં વીતી રહી છે, એ ધ્યાન ક્યારે અને કઈ રીતે કરશે? ગરીબ માણસની પાસે ધ્યાન, સ્વાધ્યાય આદિની વાત કરવી એ પણ એક પ્રકારની ક્રૂરતા છે. જ્યાં સુધી સામાજિક વિષમતા અને વૈષમ્યના અંતરને ઓછું ન કરી શકાય, સામાજિક સૌહાર્દની વાત માત્ર શાબ્દિક વાત જ રહી જશે. અમારી સાથે ચાલનારા ઘણી વખત “અહિંસા પરમો ધર્મ'નો નારો લગાવે છે એ મને ઠીક લાગતું નથી. મેં ઘણી વખત કાર્યકર્તાઓને કહ્યું કે હવે આ નારો બંધ કરો. દિલ્હી પ્રવાસનો ઉદ્દેશ ૧૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ પહેલા હિંસાનાં કારણોને સમજીને હિંસાની સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરો ત્યારબાદ આવા નારા લગાવો. આજે તો રીત જ એ પ્રકારની થઈ ગઈ છે કે એક સમસ્યાને ઉકેલવા માટે બીજી સમસ્યાઓ ઊભી કરી દેવી, બીજી સમસ્યા ઉકેલવા ત્રીજી ઊભી કરવી અને ત્રીજી ઉકેલવા ચોથી સમસ્યા. દેશમાં સમસ્યાઓ આ રીતે જ વધતી જાય છે. એક સમસ્યા બીજી સમસ્યાની જનક બનતી જાય છે. એક નાટક કંપનીએ એક નગરમાં જઈને નાટક રજૂ કર્યું. લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી એ નાટક જોયું. નાટક સમાપ્ત થયું કે નાટક જોનાર સહુએ નાટકના કારણે માથું દુખ્યાની ફરિયાદ કરી. નાટકના નિર્દેશકે ઊભા થઈને કહ્યું, “ભાઈઓ ! આ નાટક કંપની માત્ર નાટક જ નથી બતાવતી પણ માથાના દુખાવાની દવા પણ આપે છે. એમ જ સમજો કે આ દવાનું વેચાણ કરવા જ અમે નાટક બતાવીએ છીએ. કાઉન્ટર પર માથાના દુખાવાની અમારી બનાવેલી દવા મળશે.” જ્યાં એક સમસ્યાના ઉકેલ માટે બીજી સમસ્યા ઊભી કરી દેવામાં આવે ત્યાં સમસ્યાનું સમાધાન કઈ રીતે થાય? આ વિષય પર સહુએ ચિંતન કરવાનું છે. આજે એક ટી.વી. ચેનલવાળાએ પૂછ્યું, “આપનો દિલ્હી આવવાનો ઉદ્દેશ શો છે? મેં કહ્યું, “કોઈ ઉદ્દેશ નથી. હું કોઈ મોટો ઉદ્દેશ લઈને નથી આવ્યો. માત્ર માણસની સમસ્યાને જોવી, તેના વિષે ચિંતન કરવું અને સમસ્યાનું સમાધાન શોધવું, એ જ એકમાત્ર ઉદ્દેશ છે.' વાસ્તવમાં અમારું આ ચાતુર્માસ ઉદયપુર માટે ઘોષિત થયેલું. દિલ્હીનો કાર્યક્રમ તો વિશિષ્ટ પરિસ્થિતિમાં જ નક્કી થયો છે. સુરતમાં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અમારી પાસે આવ્યા. એમની સાથે પ્રમુખ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં સૂરત સ્પિરિચ્યુંઅલ ડેક્લેરેશન તૈયાર થયું. આ ઘોષણાના આધારે એક સંગઠન થયું - ક્યુરેક. આ કાર્યક્રમને આગળ વધારવાનો હતો. રાષ્ટ્રપતિજીએ ઇચ્છા વ્યક્ત કરી કે મારા દિલ્હીમાં રહેવાથી આ કાર્યક્રમને ગતિ આપવામાં બળ મળશે. એમણે ચાતુર્માસ માટે અનુરોધ કર્યો. એમની ઇચ્છાને માન આપી અને મહાપ્રજ્ઞ વાણી - ૬ ૧૮૦ Page #182 -------------------------------------------------------------------------- ________________ કાર્યક્રમની મહત્તાને જોઈ અમે દિલ્હી આવવાનો નિર્ણય કર્યો. અમે દિલ્હી આવ્યા અને આપે સ્વાગત કર્યું. હજારો લોકો સાથે ચાલ્યા, કોઈએ તાપ સહેવો નથી પડ્યો, કોઈને પરસેવો થયો નથી. પ્રકૃતિએ પણ આ રીતે સ્વાગત કર્યું એટલે સહુથી પહેલા તો પ્રકૃતિને સાધુવાદ. હમણાં દિલ્હીની જનતા તરફથી અભિનંદનપત્ર ભેટ થયો. મને યાદ છે આ મંચ પર આચાર્ય તુલસી પધાર્યા હતા. એમનું સ્વાગત થઈ રહ્યું હતું. સ્વાગતની વચ્ચે આચાર્યશ્રીએ કહ્યું, “આપ લોકો મારું સ્વાગત કરી રહ્યા છો. નૈતિકતાના યોગદાનમાં અણુવ્રત આંદોલનની પ્રશંસા કરી રહ્યા છો. આ પ્રશંસાને અમે સાચવીએ ક્યાં? આ પ્રશંસા સાચવવાની અમારી પાસે જગ્યા નથી એટલે હું કહું છું કે આપ મારા પ્રશંસક નહીં, સમર્થક નહીં, મારા કાર્યમાં સહભાગી બનો. પ્રયત્ન કરો. આપના પ્રયત્નોથી જ અમે આ કામને આગળ વધારી શકીશું. અગર આપણો પ્રયત્ન સામૂહિક નહીં હોય તો આપણે આગળ વધી નહીં શકીએ.' હું માનું છું કે આજે ઊંચા આસને બેઠેલા માણસોથી લઈને નીચેના સ્તરના માણસો - બંને સાથે મળીને સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરે તો સમાધાનની દિશામાં કંઈ થઈ શકે, અન્યથા સંભવ નથી, મેં એક-બે વખત નહીં, અનેક વખત કહ્યું છે કે આજની સમસ્યા એટલી જટિલ છે કે માત્ર સરકાર દ્વારા જ ઉકેલાય એવી નથી. આ સમસ્યા માત્ર ધનવાન અને બૌદ્ધિક વર્ગ પણ ઉકેલી ન શકે. માત્ર ધર્મગુરુઓ પણ નહિ ઉકેલી શકે. આ સમસ્યાના સમાધાન માટે સહુને સહભાગી બનાવવા અને દિલ્હી આવ્યા છીએ. મારી ભાવના છે કે આ કાર્યમાં બધા લોકો ભાગીદાર અને સહયોગી બને. સહુને સહભાગી બનાવવા અમે દિલ્હી આવ્યા છીએ. આગામી ૩૦મી જૂનના રોજ ક્યુરેકના અપેક્સ બોડીની મીટિંગ છે. એમાં દેશના ઘણા ધર્મગુરુ ભાગ લેશે. બધા સંપ્રદાયોનું એમાં પ્રતિનિધિત્વ રહેશે. હિંસાની સમસ્યાના સમાધાનમાં સહુનું સામૂહિક ચિંતન થશે. આપ સર્વ આ કાર્યમાં આપની શક્તિનું નિયોજન કરો, સહભાગી બનો. ૨૭ જૂન, દિલ્હી અધ્યાત્મ સાધતા કેન્દ્ર (મહરૌલી) દિલ્હી પ્રવાસનો ઉદ્દેશ ૧૮૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ધર્મક ઉત્કૃષ્ટ મંગલ અધ્યાત્મ સાધના કેન્દ્રમાં પ્રવાસનો બીજો દિવસ અને મંગળવાર, સભાગારમાં આવ્યા તો નીચે ચિત્રાંકનને જોયું. મેં પૂછ્યું, “આ શું છે?' સંતોએ કહ્યું, “અષ્ટમંગલ મેં કહ્યું, “એક મંગલ પર્યાપ્ત છે, આઠ મંગલ મળી જાય તો પછી ચોતરફ મંગલ જ મંગલ છે.” દરેક માણસ મંગલ જ ઇચ્છે છે, અમંગલ કોઈ ઇચ્છતું નથી. સહુને મંગલ જોઈએ, શિવ જોઈએ, શ્રેયસ જોઈએ, કલ્યાણ જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં કહેવાયું છે. - ધમ્મો મંગલમુક્કિદઠ પ્રશ્ન એ છે કે મંગલમાં ભેદ કેમ કરવામાં આવ્યો? મંગલ, એનાથી મોટો મંગલ અને એનાથી મોટો મંગલ અને સહુથી મોટો અંતિમ મંગલ શું છે? જેની આગળ બધા પ્રશ્ન, બધી જિજ્ઞાસાઓ સમાપ્ત થાય છે. એ ઉત્કૃષ્ટ મંગલ છે ધર્મ. પછી પ્રશ્ન થયો ધર્મ સહુથી મહામંગલ કઈ રીતે? અગર ધર્મ જ મહામંગલ હોય તો દુનિયાની ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ ગયું હોત. પણ આમ થતું નથી. ધર્મના નામે તો લડાઈ-ઝઘડા અને વિવાદ થાય છે. આવી સ્થિતિમાં ધર્મમંગલ કઈ રીતે? આચાર્યોએ જે લખ્યું તે યથાર્થ લખ્યું કે પછી અતિશયોક્તિપૂર્ણ વાત લખી? ૧૮૨ મહાપ્રજ્ઞ વાણી -૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ – વૈદિક સાહિત્યમાં બે શબ્દ પર બહુ વિચાર થયો છે - અર્થવાદ અને યથાર્થવાદ, અર્થવાદ એટલે જ્યાં વાતો વધારીને કહેવામાં આવે છે. બુરાઈને દૂર કરવા માટે જ્યાં ભય બતાવવામાં આવે છે. ધર્મ કરશો તો સ્વર્ગ મળશે, ધર્મ નહીં કરો તો નરક મળશે. આ રીતે ભય દ્વારા ધર્મ પ્રત્યે પ્રીતિ જગાવવાનું કામ થાય છે. આજની દુનિયામાં અને ખાસ કરીને ધર્મસ્થાનોમાં આમ જ ચાલે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવાની જરૂર છે. બીજો છે યથાર્થવાદ. જે જેમ છે એ રીતે જ પ્રસ્તુત કરવો એ યથાર્થવાદ છે. એમાં કશું ઉમેરવાનું હોતું નથી. માણસની પ્રકૃતિ જ એવી થઈ ગઈ છે કે એને સ્વાદમાં ફેરફાર કરીને જે પીરસવામાં આવે છે એ બહુ સ્વાદિષ્ટ લાગે છે. જે વાત વધારીને કહેવામાં આવે છે એને વધારે માફક આવે છે. સીધું કથન ઘણાને ગમતું નથી. યથાર્થવાદની વાત ઘણી કઠિન વાત છે. એ શુષ્ક જણાતી હોવાથી કોઈના દ્વારા પસંદ થતી નથી. દાર્શનિક સત્યની મીમાંસા કરનાર કે તત્ત્વજ્ઞાની યથાર્થવાદનો સ્વીકાર કરી લે છે પણ સામાન્ય માણસ તો અર્થવાદને જ ઉપયોગમાં લાવે છે. જેટલું પણ પૌરાણિક સાહિત્ય લખાયું છે, એમાં અર્થવાદને જ પ્રાધાન્ય છે. આપણે અર્થવાદથી કઈ રીતે બચી શકાય, યથાર્થ સુધી કઈ રીતે પહોંચવું, આપણે તેની મીમાંસા કરવાની છે. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, આ અર્થવાદ છે યથાર્થવાદ ? અગર અર્થવાદ છે, ધર્મ સહુથી મોટું મંગલ છે, તો પછી એક તત્ત્વવેતા માટે આ વાક્યનું કોઈ મૂલ્ય નહીં હોય. એ આ વાતને વધારે મહત્ત્વ નહીં આપી શકે. અગર આ વાત યથાર્થ છે તો પછી એક તત્ત્વવેતા માટે બહુ કામની વાત ગણાય. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, એને આપણે અર્થવાદી દૃષ્ટિએ જોઈએ કે યથાર્થવાદી દૃષ્ટિએ. અગર મને કોઈ પૂછે તો હું કહીશ કે ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, આ યથાર્થવાદના આધારે કહેવાયું છે. આ અતિશયોક્તિપૂર્ણ વાત નથી, આ કોઈ વેપારની વાત નથી. હિન્દુસ્તાનનાં બજારોમાં ભાવ કે મૂલ્યની ચડ-ઉતર બતાવવામાં આવે છે. સો રૂપિયા જેનું મૂલ્ય બતાવવામાં આવે છે, એ અંતે ધર્મઃ ઉત્કૃષ્ટ મંગલ ૧૮૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ પચીસ-ત્રીસ રૂપિયે અટકી જાય છે. આ માણસની મનોવૃત્તિ રહી છે. એની પાછળ છે લોભ. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, એ અતિશયોક્તિપૂર્ણ નથી, આ યથાર્થ છે. એનું કારણ શું ? આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહિંસા સંયમ અને તપપ્રધાન ઉત્કૃષ્ટ મંગલ છે, ‘અહિંસા સંજમો તવો’ એક વાર અહિંસાની વાતને છોડી દઉં, સંયમની વાત કરું છું. આજે દુનિયામાં સહુથી વધુ મંગલ કરનારું તત્ત્વ હોય તો તે છે સંયમ. એથી વધીને મંગલ કરનારું કોઈ તત્ત્વ નથી. આજે ધર્મને ન માનનાર લોકો પણ સંયમને મહત્ત્વ આપે છે. કાલે અમે આવી રહ્યા હતા તો અમારી પાસેથી એક પાણીનું ટેન્કર નીકળ્યું. ટેન્કર ૫૨ એક સૂત્ર લખ્યું હતું. ‘પાણીનું એક એક ટીપું મૂલ્યવાન છે.’ પાણીની સમસ્યા તીવ્ર છે. આ સમસ્યાનો ઉકેલ પણ સંયમમાં છે. પાણીની સમસ્યાનો ઉકેલ માત્ર નહેર બાંધવામાં કે બંધ બાંધવામાં નથી. હિન્દુસ્તાનમાં આઝાદી પછી કેટલીયે નહેરો અને બંધો બાંધવામાં આવ્યા છે, પણ પાણીની સમસ્યાનો અંત નથી, બલકે વધી છે. પાણીનો ખૂબ બગાડ થાય છે. પાણીનો વ્યય તમામ સૂત્રો અને યોજનાઓ પર પાણી ફેરવી દે છે. પાણી સીમિત છે. ધરતીની નીચે પાણીનો કોઈ અક્ષય ભંડાર નથી. ધરતીના ગર્ભમાં પાણીનો જે ભંડાર થાય છે તે ઉપરથી વરસે છે. ત્રણ વર્ષ સતત દુકાળ પડે તો કૂવા સુકાઈ જાય. હિન્દુસ્તાનમાં આજે અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ એક સમસ્યા છે ક્યાંક દુકાળ છે તો ક્યાંક પૂરની સ્થિતિ છે. આ સમસ્યા કેમ થઈ છે ? આ પ્રકૃતિના અસંતુલનથી, પર્યાવરણના અસંતુલનથી જન્મેલી સમસ્યાઓ છે. જંગલો અને પહાડોનું દોહન જે નિર્મમતાથી થયું છે, એ આજે સમસ્યા બની ગઈ છે. સ્પષ્ટ છે કે માણસે પોતાનો સંયમ ગુમાવી સમસ્યા વહોરી લીધી છે. મંગલ ક્યાંથી થાય ? સંયમના અભાવે આપણે મંગળની કલ્પના પણ ન કરીએ. દૂધનું એક ટીપું કે ઘીના એક ટીપાંનું જે મૂલ્ય છે એટલું જ નહિ પણ તેનાથી હજાર ગણું મૂલ્ય પાણીનું છે. પણ સહજ રીતે સુલભ હોવાના કારણે આપણને તેની કિંમત નથી. પ્રાચીન જૈન પરંપરામાં સાધુ-સાલ્વિઓ અને મહાપ્રજ્ઞ વાણી - ૬ ૧૮૪ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-શ્રાવિકાઓ આ વાત હંમેશા દોહરાવતા કે પાણી ઘીની જેમ વાપરો. આટલું અત્યારના સમયમાં દરેકને સમજાઈ જાય તો પછી જરા પણ વાંધો ન આવે. જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ પાણીનો વ્યય વધતો જાય છે. જૂના જમાનાની વાતો હવે કપોલકલ્પિત જેવી લાગે છે. પહેલાં એક લોટા પાણીમાં માણસ સ્નાન કરી લેતો હતો. આજે તો એક લોટા પાણીમાં માણસ પોતાનું મોં પણ ધોઈ શકતો નથી. આ બધા સંદર્ભોથી વિચારીએ તો સમજાશે કે સંયમ મૂલ્યવાન છે. લોકો ઉપવાસ કરે છે. ઉપવાસ પણ એવી ભાવનાથી થવો જોઈએ કે હું આજે સંયમ કરું છું. જમતો નથી એટલું જ નહિ પણ એની પાછળ એક સંકલ્પ હોય, એક ભાવના હોય કે હું આજે અન્ન ન લઈને તેનો સંયમ કરી રહ્યો છું. મારા ભાગનું અન્ન અન્યના માટે ફાળવી રહ્યો છું. આવી ભાવના હોય તો ઉપવાસ ધર્મ ગણાય. એક ગામમાં હજાર માણસ હોય તો એ ગામમાં પેદા થયેલું અન્ન પણ હજાર માણસ માટેનું ગણાય જેને ત્યાં પાક થયો છે એનું જ નહિ. આજે તો સ્થિતિ એવી છે કે જેની પાસે પૈસા છે એનું જ બધું ગણાય. સંયમ દ્વારા આ સમસ્યાઓનું સમાધાન શક્ય છે. સંયમ ધર્મ છે. અને એ અર્થમાં જ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મના ત્રણ લક્ષણ છે. ૧. અહિંસા લક્ષણો ધર્મઃ ૨. સંયમ લક્ષણઃ અને ૩. તપો લક્ષણઃ - અહિંસા, સંયમ અને તપ આ ત્રણ ધર્મલક્ષણ જ ધર્મને મહામંગલકારી બનાવી શકે છે. સર્વ મંગલને નષ્ટ કરે છે હિંસા. અહિંસા મહામંગલકારી છે. કલ્યાણકારક છે. ‘અહિંસા સવ્વભૂયખેમંકરી' અહિંસાયાત્રાના પ્રતીક ચિહ્નમાં આ વાક્ય લખેલું છે. સહુને માટે કલ્યાણકારી છે તે સર્વોત્તમ છે. અહિંસા એ અર્થમાં મહામંગલકારી અને કલ્યાણકારી છે. અહિંસા બધા જીવોનું કલ્યાણ કરે છે. એક માણસે સાધુની હત્યા કરી. તેની સહુએ નિંદા કરી અને સાધુનો હત્યારો કહ્યો. એક માણસે કહ્યું, ‘આ માણસ માત્ર સાધુનો જ હત્યારો નથી, પ્રાણીમાત્રનો હત્યારો છે.’ લોકોએ કહ્યું, ‘એ કઈ રીતે ? એણે જવાબ આપ્યો.’ ‘જે સાધુ પ્રાણીમાત્રને અભય પ્રદાન કરતા ધર્મઃ ઉત્કૃષ્ટ મંગલ ૧૫ Page #187 -------------------------------------------------------------------------- ________________ હતા એમની હત્યાનો અર્થ છે સમસ્ત પ્રાણીજગતની હત્યા કરવી.’ આપણે આ સંદર્ભમાં આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ કે અહિંસાનું પાલન કરનાર સહુનું કલ્યાણ કરે છે અને કુશળતા ઇચ્છે છે, એટલે અહિંસાધર્મ છે. અહિંસા ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. સંયમ દ્વારા ઘણી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. જે સમસ્યા પદાર્થથી ઉકલતી નથી, એને સંયમથી ઉકેલી શકાય છે. ગુરુના બે શિષ્ય હતા. એક દિવસ કોઈ વસ્તુ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો. ગુરુએ આ ઝઘડો જોયો. બંને શિષ્યો ગુરુને પ્રિય હતા. વસ્તુ કોને આપવી અને કોને ન આપવી ? આખરે ગુરુએ બંનેને શાંત કર્યા અને કહ્યું, ‘આવતીકાલે આના વિષે નિર્ણય લઈશું.' રાત્રે ગુરુએ બંનેને સંયમનો પાઠ ભણાવ્યો. રાત વીતી. સવાર પડી. ગુરુએ કહ્યું, ‘બોલો ! તમારામાંથી આ વસ્તુ કોને જોઈએ છે ?’ એક શિષ્યએ કહ્યું, ‘ગુરુદેવ ! આ મારાથી નાનો છે. એને જ આપી દો.’ બીજાએ કહ્યું, ‘ના ! આપ મારાથી મોટા છો. આ વસ્તુ મારાથી લેવાય જ કઈ રીતે ? ! આપ જ એનો સ્વીકાર કરો.' જ્યાં વિસંવાદ હતો ત્યાં સંવાદ સ્થાપિત થયો. પદાર્થ માટેનો આગ્રહ સમાપ્ત થવો જોઈએ. પારિવારિક ઝઘડા-વિસંવાદ, વિષમતા વગેરે સંયમના અભાવનું પરિણામ છે. સંયમની ચેતના જાગૃત થાય તો મોહ તૂટે છે. લોભ છૂટે છે. આવશ્યક, અનાવશ્યકનો વિવેક સમજાય છે. નાશવંત વસ્તુનો મોહ ઓછો થાય છે. ત્યજવાયોગ્ય વસ્તુ ત્યજાય છે. વસ્તુજગતમાં હંમેશા સંઘર્ષ રહે છે. માણસે વસ્તુમાંથી વિચાર તરફ વળવાનું છે. વિચારશીલ માણસ ચિંતનની ભૂમિકાએ સંયમનું મહત્ત્વ સમજે છે. બે ભાઈઓમાં કંકાસ થયો અને છૂટા પડવાનો વારો આવ્યો. મિલકતના ભાગલા પડ્યા. આખરે રૂપિયાના ભાગ પાડવાના આવ્યા ત્યારે વાત અટકી. ત્રીસ લાખ રૂપિયાનો મામલો હતો. નાનો ભાઈ એક મુનિ પાસે આવ્યો. બધી વાત કરી અને માર્ગદર્શનની અપેક્ષા રાખી. મુનિએ પૂછ્યું, ‘તમારી ઉંમર કેટલી છે ?’ ૧૮૬ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #188 -------------------------------------------------------------------------- ________________ હું ચાલીસ વર્ષનો છું.” જન્મ ક્યાં થયો?' “જન્મ તો કલકત્તામાં થયો મહારાજ, પણ મૂળ નિવાસી રાજસ્થાનનો છું.” જન્મ સમયે તમે સાથે શું લઈને આવ્યા હતા? બસ ! મને એટલું જણાવો એટલે તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે. પેલા માણસે કહ્યું, આપ પણ જબરો વિનોદ કરો છો મહારાજ ! જન્મના સમયે કોઈ કશું સાથે લઈને આવે છે? સહુની જેમ હું પણ ખાલી હાથે આવ્યો હતો. મુનિએ કહ્યું, “સમસ્યાનો ઉકેલ તો તમે જાતે જ આપી દીધો. સાથે કંઈ લાવ્યા નથી એટલું તો સાચું છે ને?' હા મહારાજ! સાચી જ વાત છે.' “તો પછી ત્રીસ લાખ રૂપિયા આવ્યા ક્યાંથી?” “એ તો અમે બંને મળીને કમાયા.' હવે શું ઇચ્છો છો?' ત્રીસ લાખના બે સરખા ભાગ થાય. મારા ભાગના પંદર લાખ મને મળે.' ધારો કે પંદર લાખ તમારા જીવનમાં ખર્ચાયા ન હોય તો મૃત્યુ સમયે તમે સાથે લઈ જઈ શકો?” આપ વળી પાછા મજાક કરી રહ્યા છો મહારાજ. મૃત્યુ સમયે હું તો ફૂટી કોડી પણ સાથે લઈ જવાનો નથી.' મુનિએ કહ્યું, “મૃત્યુના ઘણા પ્રકાર છે. અમે દીક્ષિત થઈએ ત્યારે અમારું સામાજિક મૃત્યુ થાય છે. તમે એમ સમજી લો કે એ પંદર લાખ રૂપિયા પૂરતાં તમારું મૃત્યુ થઈ ગયું છે.” ધર્મઃ ઉત્કૃષ્ટ મંગલ ૧૮૭ Page #189 -------------------------------------------------------------------------- ________________ જીવનની અને ધનની નશ્વરતા પેલાને બરાબર સમજાઈ ગઈ. વિવાદ સમાપ્ત થઈ ગયો. સંયમ સિવાય ધનની લડાઈ મટે જ નહિ. બીજો કોઈ ઉપાય જ નહિ. સંયમથી સમજણ આવી. આસક્તિ દૂર થઈ. પંદર લાખ માટે કોર્ટમાં જઈ શકે, કદાચ જીતી પણ શકે પણ ઝઘડો સમાપ્ત ન થાય. આ લડાઈ તો પેઢી દર પેઢી વારસામાં ઉતરે. જ્યાં સુધી સંયમ નહીં હોય શાંતિ નહીં આવે. આજે આખી દુનિયામાં આના વિષે વિચાર થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના માધ્યમથી આખી દુનિયાના દેશ શાંતિ માટે પ્રયત્નશીલ છે. શાંતિ માટે અનેક જગ્યાએ સેમિનાર થાય છે. પ્રખર વક્તાઓ, ચિંતકો પોતાની વાત કરી રહ્યા છે છતાં સ્થિતિ એવી છે કે શાંતિ માટે એકમતિ સધાતી નથી. શાંતિનું સહુથી મોટું સૂત્ર છે સંયમ. આગમોમાં કહ્યું છે, ‘ઉવસમસાર સામણં.’સાધુ બનવાનો સાર શું છે ? શાંતિ કે ઉપશમ. અગર શાંતિ ન હોય તા સાધુત્વનો કોઈ અર્થ નથી. સાધુ થઈ ગયા અને જીવનમાં શાંતિ અને ન આવી તો સમજવું કે સાધુત્વ આવ્યું નથી. એ જીવનમાંથી જરા પણ મીઠાશ નહિ પ્રાપ્ત થાય. પ્રતિપળ કડવાશ, ખટાશનો જ અનુભવ થશે. શાંતિ ત્યાં છે, જ્યાં સંયમ છે. આ બાબતે પૂર્ણ વિશ્લેષણ પછી કહી શકાય કે અહિંસા અને સંયમ મહામંગલકારી છે. તપ પણ મંગલ છે કારણ કે તપમાં ત્યાગ છે. એક છે લેવાની વૃત્તિ, સંગ્રહની વૃત્તિ અને બીજી છે છોડવાની વૃત્તિ, આપવાની વૃત્તિ, ત્યાગની વૃત્તિ. મનુષ્ય માટે સર્વાધિક આકર્ષણની વસ્તુ છે શરીર, અને શરીર માટે આકર્ષણની વસ્તુ છે ભોજન. ભોજનનું આકર્ષણ સાધારણ ગૃહસ્થોને જ નહિ, સાધુ સંતોને પણ હોય છે. સ્વાદિષ્ટ ભોજન પ્રત્યે અનાશક્તિ કેળવવી અઘરી છે. શરીરના પોષણ માટે જરૂરી છે ભોજન પણ ભોજન પ્રત્યે સંયમ કેળવાય તો તે તપ છે. ભોજનનો સર્વથા ત્યાગ નહિ. શરીર ટકે તેટલું જ સાદું ભોજન. એ અર્થમાં ભોજનનો સંયમ એ તપ છે. ૧૮ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ આમ અહિંસા, સંયમ અને તપ મહામંગલકારી છે. અહિંસા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, જીવદયા અને કરુણાશીલ જીવનરીતિ માટે અનિવાર્ય છે. સંયમ ભૌતિક સુખમાંથી મુક્તિ અપાવી સાશ્વત સુખ સાથે સુમેળ સાધતું લક્ષણ છે. જીવનમાં સંયમ કેળવાય તો રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, લોભ આદિ શત્રુઓ પર આસાનીથી વિજય મેળવી શકાય છે. અહિંસા અને સંયમ ઊર્ધ્વગામી ગુણો છે જે જીવનને ઉન્નત બનાવે છે. બીજું કશું વંચાય કે ન વંચાય પણ એટલું અવશ્ય યાદ રાખીએ અને પુનરુચ્ચાર કરતા રહીએ કે, ધમ્મો મંગલમુક્રિષ્ઠ અહિંસા સંજમો તો.” ૨૮ જૂના અધ્યાત્મ સાધતા કેન્દ્ર (દિલ્હી ધર્મક ઉત્કૃષ્ટ મંગલ ૧૮૯ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સુખાયુનાં લક્ષણ ધર્મગ્રંથોમાં અને સામાજિક ગ્રંથોમાં માણસ વિષે ખૂબ વિચાર થયો છે. માણસ વિષે વિચાર થાય ત્યારે આયુષ્ય વિષે વિચાર કરવો આવશ્યક છે. મનુષ્યનું આયુષ્ય, તેનું જીવન કેવું છે, એના પર વિચાર થયો. ઉત્તરાધ્યયનમાં કહેવાયું છે. “ચાર વસ્તુ દુર્લભ છે, એમાં મનુષ્ય જીવન દુર્લભ છે.' એનું તાત્પર્ય એ છે કે સુખાયુ દુર્લભ છે અને હિતાયુ વિશેષ દુર્લભ છે. જીવનના બે પક્ષ છે- સુખાયુ અને હિતાયું. સુખાયુનો સંબંધ આપણા પૌદ્ગલિક શરીરની સાથે છે. ઇન્દ્રિયોની સાથે છે, વ્યક્તિના પુરુષાર્થની સાથે છે અને સુખ-સુવિધા ભોગવવાની સાથે છે. જીવન જયાં સુખપૂર્વક ચાલે, કોઈ અવરોધ ન આવે, એ સુખાયુ જીવન છે. આયુર્વેદના ગ્રંથોમાં સુખાયુ અને હિતાયુ પર ઘણો વિમર્શ થયો છે. સુખાયુનાં જે લક્ષણ બતાવ્યાં છે એ ધ્યાન આપવા યોગ્ય છે. સુખાયુનું પ્રથમ લક્ષણ છે શરીર અને મન સ્વસ્થ હોય. રોગમુક્ત હોય, ન શારીરિક રોગ, ન માનસિક રોગ. એની સાથે આપણે એક શબ્દ જોડી દઈએ કે ભાવાત્મક રોગ પણ ન હોય. ભાવાત્મકતા વાળી વાત હિતાયુ માટે સારી ગણાય. રોગ એક દુઃખ છે. દુઃખી થવાના ઘણા કારણોમાં એક કારણ છે રોગ. એક રુગ્ણ માણસ અસહ્ય દુઃખનો મતપ્રજ્ઞ વાણી - ૬ ૧૯૦ Page #192 -------------------------------------------------------------------------- ________________ અનુભવ કરે છે. જેને કોઈ રોગ થાય છે, એ જ જાણી શકે છે કે એ કેટલું ત્રાસદાયક હોય છે. રોગના કારણે રોગીની આકૃતિ અને પ્રકૃતિ બંને બદલાઈ જાય છે. બીજાને પણ એનો આભાસ થાય છે કે પેલો માણસ રોગી છે, પીડિત છે. સુખાયુનું જે પ્રથમ લક્ષણ બતાવવામાં આવે છે, એ છે પૂર્ણ આરોગ્યની અવસ્થા શારીરિક અને માનસિક રોગોથી મુક્ત થવું, ઉદાસી, બેચેની, અવસાદ, ચિંતા – આ સર્વ માનસિક રોગ છે. શરીર અને મનથી પૂર્ણપણે સ્વસ્થ હોવું સુખાયુનું પ્રથમ લક્ષણ છે. આજથી લગભગ પચાસ વર્ષ પહેલાંની વાત છે. આચાર્ય તુલસી મુંબઈની યાત્રા કરી રહ્યા હતા. ચૂરુના સાગરમલજી વૈદ સપરિવાર મુંબઈમાં રહેતા હતા. એ સમયે એમનું આયુષ્ય એંસી વર્ષનું હતું. શરીર અને મન પૂરા સ્વસ્થ હતાં. ધનાઢ્ય વ્યક્તિ હતા. તેઓ કહેતા કે માથાનો દુખાવો એટલે શું મને ખબર નથી. પોતે ધનાઢ્ય હોવા છતાં સ્વસ્થ હતા, તનાવનું નામોનિશાન ન હતું. નહિતર ધન આવે એટલે રોગ લઈને જ આવે. માણસ માથાના દુખાવાનો ભોગ બને પણ સાગરમલજી સ્વસ્થ હતા. સાગરમલજી, માથાનો દુખાવો, તાવ, ઉધરસ જેવા સામાન્ય રોગોથી પણ મુક્ત હતા. સુખાયુનું બીજું લક્ષણ છે યૌવન. યૌવનનો સંબંધ અવસ્થાની સાથોસાથ મનની સાથે પણ છે. જે વ્યક્તિમાં ઉત્સાહ છે, સ્ફૂર્તિ છે, એ સાઠ વર્ષનો હોવા છતાં યુવાન છે. અમુક લોકો નાની ઉંમરમાં પણ વૃદ્ધત્વનો અનુભવ કરવા લાગે છે. જીવનની પરેશાનીઓ અને અભાવ એમને નાની વયમાં જ કમજોર બનાવી દીધા છે. એ બિલકુલ સાચી વાત છે કે માનસિક રૂપે માણસ થોડો કમજોર થાય કે તેને જાતજાતની બીમારીઓ ઘેરી વળે છે. જે અલ્પ આયુમાં જ બુઢાપાનો અનુભવ કરે છે એનું જીવન સુખાયુ ન હોઈ શકે. સુખાયુનું ત્રીજું લક્ષણ છે કાર્ય સામર્થ્ય. જેનામાં કામ કરવાની ક્ષમતા છે, એ સુખાયુ છે. કામ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી અને દીર્ઘકાળ સુધી ટકાવી રાખવી મુશ્કેલ છે. થોડી સમસ્યા કે વિપરીત પરિસ્થિતિ આવે કે માણસ હિંમત ગુમાવી દે છે. સ્પષ્ટ કહી દે છે કે હું આ કામ કરી શકું નહિ. એકદમ અસમર્થતા સુખાયુનાં લક્ષણ ૧૯૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કરી દે છે એ દુઃખાયુનું લક્ષણ છે. દુઃખી જીવનનું લક્ષણ છે. જે પોતાની કાર્યક્ષમતા ગુમાવી દે છે, એ સુખી જીવન જીવી શક્તો નથી. સુખાયુનું ચોથું લક્ષણ છે ઇન્દ્રિય બળ. ઇન્દ્રિયોનું હોવું અને એનું સક્રિય રહેવું ભાગ્યની વાત છે. ઘણા સાંભળવાની ક્ષમતા ગુમાવી દે છે, ઘણા દૃષ્ટિ ગુમાવી દે છે. આંખ અને કાન આપણી મુખ્ય ઇન્દ્રિયો છે. આંખ અને કાન વડે જ બાહ્ય જગત સાથે સંપર્ક થાય છે. આંખ અને કાન દુર્બળ થઈ જાય તો માણસ સુખનો અનુભવ ન કરી શકે. જે વ્યક્તિમાં સાંભળવાની ક્ષમતા છે, જોવાની ક્ષમતા છે અને જેની અન્ય ઇન્દ્રિયો પણ યોગ્ય રીતે કામ કરે છે, એ સુખી જીવન જીવે છે. આંખ ન હોય તો માણસ માટે જીવન ફિક્કુ થઈ જાય છે. આંખના અભાવે માણસ જે નિષ્કર્ષ કાઢે તે સાચો ન હોય. ઘણા એવા લોકો પણ છે જેમની પાસે દૃષ્ટિ હોવા છતાં રંગોનું સાચું વિશ્લેષણ કરી શક્તા નથી. દૃષ્ટિહીન માટે એમ કરવું સંભવ નથી. ઈન્દ્રિય સામર્થ્ય બહુ મોટી વાત છે. જોવા, સાંભળવા અને સ્વાદ લેવાની શક્તિના કારણે જ માણસે આટલો વિકાસ કર્યો. અમુક માણસો ઇન્દ્રિયવિહીન હોવા છતાં ઇન્દ્રિયોના અભાવની અમુક હદ સુધી પૂર્તિ કરી લે છે પણ એવા લોકો વિરલ હોય છે. મોટાભાગના માણસો ઇન્દ્રિયના અભાવમાં દુઃખી જીવન જીવે છે. અગર આપણે ઊંડાણથી વિચાર કરીશું તો જણાશે કે સુખી અને સફળ જીવનનું કોઈ સાધન છે તો એ છે ઈન્દ્રિય સંપન્નતા, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા. પંચેન્દ્રિય હોવું એ દુર્લભ વાત છે એકેન્દ્રિય જીવ પણ છે. બે ઈન્દ્રિય જીવ પણ છે. ત્રણ ઈન્દ્રિયવાળા જીવો જેમને સ્પર્શ - રસ અને થ્રાણશક્તિ મળેલી છે. એ જ રીતે ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા જીવ છે. એની સંખ્યા અસંખ્ય છે. આખો સંસાર એનાથી ભરેલો છે પણ એમના જીવનનું કોઈ મૂલ્ય અંકાતું નથી. પ્રાણી માત્રમાં આત્મા છે પણ તેનું મૂલ્ય નથી. એનું કારણ છે પાંચેય ઇન્દ્રિયો એક સાથે પ્રાપ્ત નથી ઇન્દ્રિયોની દૃષ્ટિએ પરિપૂર્ણ નથી. જ્યારે પાંચ ઈન્દ્રિયોની સાથે સાથે મન પણ પ્રાપ્ત થાય છે, ત્યારે પૂર્ણતાની સ્થિતિ આવે છે. પંચેન્દ્રિય હોવું અને સમસ્ક કે મન વાળા હોવું એ વર્તમાન દુનિયામાં સહુથી મોટી ઉપલબ્ધિ છે. ૧૯૨ મહાપ્રજ્ઞ વાણી - ૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ જેની પાસે પાંચ ઇન્દ્રિય છે અને મન છે, એ દુઃખી નહિ થવા ઇચ્છે. ઉપનિષદનું એક વાક્ય છે - જેની પાસે દસ આંગળીઓ છે એ દરિદ્ર ન હોઈ શકે. આ વાક્યને આપણે એમ પણ કહી શકીએ કે જે વ્યક્તિ પાસે પાંચ ઇન્દ્રિય અને મન છે એ માણસ દુ:ખી જીવન જીવનાર ન હોઈ શકે. સંસારની સહુથી મોટી સંપત્તિ તેને પ્રાપ્ત છે અને બીજી સંપત્તિઓનો ભરોસો તો પછીની વાત છે. ઇન્દ્રિયોની અને મનની સંપત્તિ મૂળ સંપત્તિ છે. એક માણસનો બહુ મોટો પરિવાર હતો. અચાનક એ માણસ નેત્રહીન થયો. લોકોએ એને કહ્યું, ‘કોઈ આંખના નિષ્ણાતને બતાવો તો આંખ ઠીક થઈ જશે.’ એણે કહ્યું, ‘શી જરૂર છે? છ યુવાન પુત્રો અને પાંચ પૌત્રો હોવા છતાં મારે આંખની શી જરૂર?' ભાગ્યનો ખેલ, અમુક દિવસ પછી પેરેલિસિસના કારણે એના પગ પણ અશક્ત થઈ ગયા. લોકોએ કહ્યું, ‘હજી પ્રારંભિક અવસ્થા છે. દવા અને યથેષ્ટ ઇલાજથી ઠીક થઈ શકે છે.’ એણે કહ્યું, ‘આટલા પુત્રો છે તો મને શી ચિંતા. આ બધા હાથ-પગ તો છે.’ એક દિવસ અચાનક ઘરમાં આગ લાગી ગઈ. ઘરના બધા સભ્યો જરૂરી સામાન લઈને બહાર ગયા. ઘરનો મુખ્ય માણસ અંધ અને અપાહિજ હોવાના કારણે તે આગમાં ભસ્મ થઈ ગયો. દીકરાઓ ખરા ટાણે કામ ન આવ્યા. ઇન્દ્રિયોની સંપત્તિમાં આંખની સંપત્તિ સહુથી મોટી સંપત્તિ છે. આંખના અભાવે માણસ પૂરેપૂરો અસહાય થઈ જાય છે. સુખાયુનું એક મોટું કારણ છે ઇન્દ્રિયોની સંપન્નતા કે પરિપૂર્ણતા. સુખાયુનું એક પાંચમું લક્ષણ છે સંપત્તિ. જેની પાસે ધન છે એનું જીવન સુખી છે. આપણે ધાર્મિક લોકો પણ આ સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ કે ધન સુખનું સાધન છે. જેની પાસે ધન નથી, એને રોટી પણ સુલભ નથી. આ સુખાયુનાં લક્ષણ ૧૯૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ દુનિયામાં સહુથી મોટી બીમારી છે ભૂખ. ભૂખ એટલે જઠરાગ્નિની પીડા. શરીરની બીજી વ્યાધિઓ દવાથી ઠીક થાય છે, પણ આ બીમારી જીવનના પ્રારંભથી લઈને અંત સુધી મટતી નથી. આ બીમારીની દવા છે ભોજન. એને વખતોવખત ભોજનરૂપી દવા મળવી જોઈએ. આ દવાનું વારંવાર સેવન કરવું પડે છે. એક માણસ દિવસમાં ત્રણ વખત, ચાર વખત અને અમુક તો ઘણી વખત ભોજન કરે છે. કાંઈને કાંઈ ખાય છે. જ્યારે એક બીજો માણસ એવો પણ હોય છે જેને એક ટંક પણ ખાવાનું મળતું નથી. જરા વિચારીએ તો શું જીવન હશે આ લોકોનું ! એટલે જ વિચારકોએ ભૂખને પણ રોગ કહેલ છે. આ રોગ સંપત્તિ કે ધનના અભાવમાં થાય છે. ઘણા સમય પહેલાની વાત છે. દિલ્હી પ્રવાસમાં એક વખત ડો. રામમનોહર લોહિયા આચાર્યશ્રીને મળવા આવ્યા. એમણે કહ્યું, “આચાર્યજી ! આપ કૃપા કરી મુનિ નથમલજીને એક વખત મારા ગામમાં મોકલો. હું એમને બતાવવા ઇચ્છું છું કે ગામડાંની સ્થિતિ શું છે? કેવી વિકટ પરિસ્થિતિઓમાં માણસ જીવે છે? દેશના નેતાઓ દેશની જે તસવીર સમાચારપત્રો અને મીડિયાના માધ્યમથી પ્રસ્તુત કરે છે એ સાચી નથી. વાસ્તવિક્તા એનાથી સર્વથા જુદી છે. હું એ જણાવીશ કે દેશની મોટા ભાગની વસતી કેવી દયનીય સ્થિતિમાં જીવે છે?' એ વખતે ડૉ. લોહિયાની ભાવના પૂરી ન થઈ શકી. આચાર્યશ્રીની ઇચ્છા હોવા છતાં પણ એમ ન થઈ શક્યું. એક મહાપુરુષની ઈચ્છા અધૂરી કેમ રહે? અહિંસાયાત્રામાં મેં આ ગામડાની સ્થિતિઓનું ઊંડાણથી અધ્યયન કર્યું. ડૉ. લોહિયા જે કહેતા હતા તે સાચી વાત છે. ચાલીસ-પિસ્તાલીસ વર્ષ પછી આજે આ સ્થિતિ છે તો એ વખતે લોકોની શી હાલત રહી હશે એનું અનુમાન પણ નથી લગાવી શકાતું. સંપત્તિ પણ સુખી જીવનનું લક્ષણ છે. જેની પાસે સંપત્તિ નથી, જે ગરીબ છે એ સુખી જીવન જીવી શકતા નથી. ધાર્મિક લોકો અને અધ્યાત્મના લોકો ક્યારેક ધનની ટીકા કરે છે. ધનને દુર્ગુણોનું મૂળ જણાવે છે. અમે ક્યારેય એમ ૧૯૪ મતપ્રજ્ઞ વાણી -૬ Page #196 -------------------------------------------------------------------------- ________________ માનતા નથી કે હું એમ માનતો પણ નથી. ધન અનિષ્ટ નથી. ધનનો ઉપયોગ કઈ રીતે થાય એ એક પ્રશ્ન છે. પણ પૈસાની શક્તિને અવગણી શકાય નહિ. સહુએ એટલું તો સ્વીકારવું જોઈએ કે પૈસા વગર જીવનયાત્રા યોગ્ય રીતે ચલાવી શકાય નહિ એટલે સુખી જીવનનું એક લક્ષણ સંપત્તિ છે. સુખી જીવનનું છઠું લક્ષણ છે કાર્યની સફળતા. માણસ પોતાના દરેક કાર્યમાં સફળ થવા ઈચ્છે છે. થાય છે કે નહિ એ અલગ વાત છે. દરેક માણસની અભીપ્સા એવી જ હોય છે કે એ પોતાના દરેક કાર્યમાં સફળ થાય. અમારી પાસે ઘણા લોકો આવે છે અને કહે છે, મેં આ કામ શરૂ કર્યું છે, આપ આશીર્વાદ આપો કે હું સફળ બનું. સફળતા બહુ મોટી વાત છે. માણસ કામ ન કરે અને સફળ ન બને તો તે ચિંતા, નિરાશાથી ઘેરાઈ જાય છે. સુખી જીવનનું કારણ છે સફળતા. મેં પ્રત્યક્ષ જોયું - આચાર્ય તુલસીએ જે કામ શરૂ કર્યા. તેમાં તેઓ પૂરા સફળ થયા. આ સફળતા બાબતે તેમના મનમાં સંતોષ પણ હતો. એમનું લોકજીવનમાં જે મહત્ત્વ વધ્યું, એમાં એમની સફળતા પણ એક મોટું કારણ રહી. એમણે સાધુ-સાધ્વીઓના અધ્યયન અને વિકાસનું સપનું જોયું અને પોતાના જીવનમાં પૂરું થતું જોયું. હમણાં આપે વિજ્ઞપ્તિમાં જોયું હશે કે ગુરુદેવે ચાલીસ વર્ષ પહેલાં શું લખ્યું. તેઓ લખે છે, “અત્યારે સ્થિતિ એવી છે કે આપણી પાસે એક પણ સાધુ-સાધ્વી એવાં નથી, જે વિદ્વાનોની વચ્ચે જઈને પ્રવચન કે ભાષણ આપી શકે. જે આજના પ્રબુદ્ધ માણસને સમજાવી શકે. કોઈ મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલયમાં જઈને પોતાની વાતને યોગ્ય રીતે રજૂ કરી શકે.' - આ એમના મનની વ્યથા હતી. આ દિશામાં એમણે સંકલ્પપૂર્વક પ્રયાસ શરૂ કર્યો અને બે દાયકામાં એવી સ્થિતિ થઈ કે સંઘના સાધુ-સાધ્વીઓ વિદ્વત્નોષ્ઠિઓમાં નેતૃત્વ કરવા લાગ્યા. મોટી સભાઓમાં, સેમિનારોમાં વિદ્વાનો આ સાધુ-સાધ્વીઓને ધ્યાનથી સાંભળવા લાગ્યા. આચાર્યશ્રી મોટે ભાગે કહેતા કે એક સમય હતો જયારે હિન્દીમાં આપણું કોઈ સાહિત્ય ન હતું. કોઈ આવતું અને પૂછતું કે કયું પુસ્તક વાંચું તો જણાવવામાં મુશ્કેલી થતી. આજે સ્થિતિ એ છે કયાં-ક્યાં પુસ્તકો વાંચુ? સુખાયુનાં લક્ષણ ૧૯૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ Page #198 -------------------------------------------------------------------------- ________________ જેમનું એક પ્રવચન तभारा वननी टिशा " બદલી શકે છે અનેકાન્ત ભારતી પ્રકાશન અમદાવાદ - 380015.