________________
પહેલા હિંસાનાં કારણોને સમજીને હિંસાની સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરો ત્યારબાદ આવા નારા લગાવો. આજે તો રીત જ એ પ્રકારની થઈ ગઈ છે કે એક સમસ્યાને ઉકેલવા માટે બીજી સમસ્યાઓ ઊભી કરી દેવી, બીજી સમસ્યા ઉકેલવા ત્રીજી ઊભી કરવી અને ત્રીજી ઉકેલવા ચોથી સમસ્યા. દેશમાં સમસ્યાઓ આ રીતે જ વધતી જાય છે. એક સમસ્યા બીજી સમસ્યાની જનક બનતી જાય છે.
એક નાટક કંપનીએ એક નગરમાં જઈને નાટક રજૂ કર્યું. લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી એ નાટક જોયું. નાટક સમાપ્ત થયું કે નાટક જોનાર સહુએ નાટકના કારણે માથું દુખ્યાની ફરિયાદ કરી.
નાટકના નિર્દેશકે ઊભા થઈને કહ્યું, “ભાઈઓ ! આ નાટક કંપની માત્ર નાટક જ નથી બતાવતી પણ માથાના દુખાવાની દવા પણ આપે છે. એમ જ સમજો કે આ દવાનું વેચાણ કરવા જ અમે નાટક બતાવીએ છીએ. કાઉન્ટર પર માથાના દુખાવાની અમારી બનાવેલી દવા મળશે.”
જ્યાં એક સમસ્યાના ઉકેલ માટે બીજી સમસ્યા ઊભી કરી દેવામાં આવે ત્યાં સમસ્યાનું સમાધાન કઈ રીતે થાય? આ વિષય પર સહુએ ચિંતન કરવાનું છે. આજે એક ટી.વી. ચેનલવાળાએ પૂછ્યું, “આપનો દિલ્હી આવવાનો ઉદ્દેશ શો છે? મેં કહ્યું, “કોઈ ઉદ્દેશ નથી. હું કોઈ મોટો ઉદ્દેશ લઈને નથી આવ્યો. માત્ર માણસની સમસ્યાને જોવી, તેના વિષે ચિંતન કરવું અને સમસ્યાનું સમાધાન શોધવું, એ જ એકમાત્ર ઉદ્દેશ છે.'
વાસ્તવમાં અમારું આ ચાતુર્માસ ઉદયપુર માટે ઘોષિત થયેલું. દિલ્હીનો કાર્યક્રમ તો વિશિષ્ટ પરિસ્થિતિમાં જ નક્કી થયો છે. સુરતમાં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અમારી પાસે આવ્યા. એમની સાથે પ્રમુખ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં સૂરત સ્પિરિચ્યુંઅલ ડેક્લેરેશન તૈયાર થયું. આ ઘોષણાના આધારે એક સંગઠન થયું - ક્યુરેક. આ કાર્યક્રમને આગળ વધારવાનો હતો. રાષ્ટ્રપતિજીએ ઇચ્છા વ્યક્ત કરી કે મારા દિલ્હીમાં રહેવાથી આ કાર્યક્રમને ગતિ આપવામાં બળ મળશે. એમણે ચાતુર્માસ માટે અનુરોધ કર્યો. એમની ઇચ્છાને માન આપી અને
મહાપ્રજ્ઞ વાણી - ૬
૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org