________________
કે કોઈને મારી નાખવાનો આ રીતે અમુક રૂપિયામાં ઠેકો લે છે.
ધર્મના ઠેકેદારોમાં પણ ઇર્ષ્યા ઓછી નથી હોતી. ધર્મક્ષેત્રે બીજા કોઈનું નામ થાય તો પોતાના માટે જોખમ સમજનારો પણ ધાર્મિક ગણાય છે.
એક જંગલમાં એક મહાત્મા પોતાની કુટિરની બહાર આવી નજીકની નદીમાંથી કમંડળમાં પાણી ભરી રહ્યા હતા. જંગલમાં જોયું તો વૃક્ષની નીચે એક માણસ આરામ કરી રહ્યો હતો. મહાત્માજીએ વિચાર્યું કે કદાચ કોઈ વટેમાર્ગુ જંગલમાં ભટકીને ભૂલો પડ્યો લાગે છે. એમને દયા આવી. એને જગાડ્યો અને બોલ્યા ‘તમે કોણ છો ભાઈ. આ ઘોર જંગલમાં એકલા કઈ રીતે ?’
પેલાએ આળસ મરડીને કહ્યું, ‘બાબાજી ! હું ધરતીનો શેતાન છું. અહીં આરામ કરી રહ્યો છું.’
મહાત્માજીએ કહ્યું, ‘ધરતી પર અનાચાર ફેલાવવાથી તને નવરાશ કઈ રીતે મળી કે અહીં આરામ ફરમાવી રહ્યો છે ?’
શેતાને હસતાં હસતાં કહ્યું, ‘ધરતીના માણસો ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. દગો, છળ, બેઇમાનીની નવી-નવી ટેકિનક વિકસાવી રહ્યા છે. ધર્મ-કર્મ કરનાર વિચારકો અને સત્યનો માર્ગ સમજાવનારા તથાકથિત ધાર્મિકોએ ધરતી પર પોતાનો વેપાર ખૂબ ફેલાવી દીધો છે. તેઓ બધા છે પછી મારે કાંઈ કરવાની જરૂર ખરી ?’
માણસમાં ઘણી દુર્બળતા છે. થવું તો એમ જોઈએ કે અન્યને પ્રસન્ન જોઈને મન પ્રસન્ન થઈ જાય, પણ થાય છે ઊલટું. કોઈના ચહેરા પર પ્રસન્નતા જણાતી નથી. કોઈના ચહેરાને પ્રસન્ન જોવાની પણ જાણે આપણી તૈયારી નથી. ખીલેલા પુષ્પને જોઈ લોકો પ્રસન્ન થાય છે અને માણસને પ્રસન્ન જોઈને નારાજ થાય છે. આ એક મોટી માનવીય દુર્બળતા છે. આ થાય છે ઇર્ષ્યાના કારણે. બહુ મોટી બીમારી છે ઇર્ષ્યા. રોગનાં કારણો પર વિચાર કરીએ તો આ એક મુખ્ય કારણ છે. ક્રોધ પણ રોગનું કારણ છે. બહારના રોગોને તો લોકો જાણે છે, એનાથી બચવાનો પ્રયત્ન કરે છે પણ જ્યાં સુધી રોગોના અંદરનાં કારણોને નહિ આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૧)
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org