________________
જાણે ત્યાં સુધી આરોગ્ય અને સ્વાથ્યની વાત દૂર જ રહી જશે. ક્રોધ પણ રોગનું એક મોટું કારણ છે. એ જાત-જાતની બીમારીઓને જન્મ આપે છે. ખબર પણ ન પડે તેમ માણસ કમજોર થઈ જાય છે. એની અસર લીવર પર અને પાચનતંત્ર પર ખૂબ પડે છે.
ધર્મને માત્ર ભક્તિ સુધી જ સીમિત ન કરીએ. ભક્તિ તો પ્રારંભે એક સારી વાત છે. સાથે સાથે ધર્મના વાસ્તવિક રૂપને પણ સમજીએ. ધર્મનું એક રૂપ છે ક્ષમા આપવી. સહન કરવું. અગર આ ક્ષમતા હશે તો આરોગ્ય સચવાય છે. જે વ્યક્તિ ક્ષમા કરવાનું જાણતો નથી એ દરેક વખતે અન્યના દોષો જુએ છે. વાતે વાતે ગુસ્સો કરે છે. એ કદી શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ ન રહી શકે. મેં એક વખત સભામાં પ્રશ્ન પૂછ્યો કે દિવસમાં બે વખત-ત્રણ વખત ગુસ્સો કેટલા લોકો કરે છે? દિવસમાં દસ વખત ગુસ્સો કરનાર લોકોની સંખ્યા વધારે હતી. દિવસમાં દસ વખત ગુસ્સો કરનાર શરીર અને મનથી સ્વસ્થ કઈ રીતે રહી શકે ?
અસ્વસ્થતાનું મોટું કારણ છે ક્રોધ. આયુર્વેદની દૃષ્ટિએ વિચાર કરીએ તો જણાશે કે ક્રોધની સ્થિતિમાં પિત્ત પ્રકુપિત થાય છે. રોગના ત્રણ પ્રકાર છે. વાત, પિત્ત અને કફ, પિત્ત પ્રકુપિત થાય કે માથું ભમે, પેટ દુઃખે અને ભોજન પ્રત્યે અરુચિ જન્મે.
અહંકાર પણ રોગનું કારણ છે. સામાન્ય માણસ એ સમજી શકતો નથી કે અહંકાર પણ બીમારી જન્માવે છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈશું તો જણાશે કે અહંકારના કારણે પણ બીમારી થાય છે. ઈતિહાસની એક પ્રાચીન ઘટના છે. ચક્રવર્તી સનતકુમારને પોતાના રૂપનું અભિમાન હતું. એક દિવસ ઇન્દ્રની સભા ચાલુ હતી. એ સભામાં રૂપ અને સૌંદર્યની ચર્ચા ચાલતી હતી. ઇન્દ્રએ કહ્યું, “અત્યારે ત્રણેય લોકમાં સનતકુમાર ચક્રવર્તી કરતાં રૂપવાન કોઈ નથી.'
સહુએ ઇન્દ્રના કથનનું સમર્થન કર્યું. બધાની મતિ સરખી હોતી નથી. બધા દેવોએ ઇન્દ્રની વાત માની લીધી પણ એક દેવે આ કથનને પોતાનું સમર્થન આપ્યું નહિ. ઈન્દ્રની સામે તો પોતાનો વિરોધ વ્યક્ત કર્યો નહિ પણ મનોમન એણે
મહાપ્રજ્ઞ વાણી - ૬
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org