________________
ઈન્દ્રની વાતને ખોટી માની. ઈન્દ્રના કથનની પરીક્ષા કરવા તે ધરતી પર આવ્યા. એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એ ચક્રવર્તી સનસ્કુમારના ઘરે પહોંચ્યા અને ચક્રવર્તીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. ચોકીદારે આ સમાચાર ચક્રવર્તીને આપ્યા. એમણે મળવા માટે આજ્ઞા આપી. બ્રાહ્મણ વેશધારી દેવ સનકુમાર પાસે આવ્યા. સનકુમારનું રૂપ જોઈ ચકિત થઈ ગયા. સાચે જ ઈન્દ્રના કથન મુજબ ચક્રવર્તી સ્વરૂપવાન હતા. બ્રાહ્મણે કહ્યું, “ઓહ! આટલો સુંદર અને સ્વરૂપવાન માણસ મેં જીવનમાં પ્રથમ વખત જોયો. મેં ખૂબ પ્રશંસા સાંભળી હતી આપના સૌન્દર્યની. આપને જોવા હું યુવાવસ્થામાં નીકળ્યો હતો. આજે વૃદ્ધાવસ્થામાં આપની પાસે પહોંચ્યો છું. આપ જેવા સૌન્દર્યવાનને જોઈ હું ધન્ય થઈ ગયો છું.” પોતાની પ્રશંસા સાંભળી કોણ પ્રસન્ન ન થાય. ચક્રવર્તી સનકુમાર પણ ખૂબ પ્રસન્નતાથી ફૂલાયા. તેમણે કહ્યું “આ તો આપે હજી કાંઈ જોયું નથી વિપ્રવર ! હજી તો સૂઈને જાગ્યો છું. હજી તો મેં સ્નાન કર્યું નથી. આવતી કાલે હું તૈયાર થઈ રાજસભામાં આવીશ ત્યાં આપ પધારજો.”
બીજા દિવસે બ્રાહ્મણ રાજસભામાં ગયો. ચક્રવર્તીએ રોજ કરતાં વધારે . શૃંગાર કરેલો. સુંદર અને મૂલ્યવાન વસ્ત્રો પહેર્યો. બધી રીતે સુસજ્જ થઈને રાજસભામાં પહોંચ્યો અને વૃદ્ધ બ્રાહ્મણની પ્રતીક્ષા કરવા લાગ્યો ત્યાં બ્રાહ્મણે પ્રવેશ કર્યો. ખરેખર ચક્રવર્તીનું રૂપ તેની આભાને દ્વિગુણિત કરી રહ્યું હતું. ચક્રવર્તીએ કહ્યું, “તમને મારું રૂપ હવે કેવું લાગી રહ્યું છે.” બ્રાહ્મણને થયું, જાણે સનકુમાર નહિ તેમનો મૂર્તિમંત અહંકાર બોલી રહ્યો છે.
બ્રાહ્મણે કહ્યું, એ વખતે તો આપ સુંદર લાગતા હતા પણ આ શું? હવે આપનું રૂપ મને કુરૂપ લાગી રહ્યું છે. આટલી કુરૂપતા મને અગાઉ ક્યાંય જોવા મળી નથી.
સનકુમારે કહ્યું, “ખરાબી મારા સૌન્દર્યમાં નથી વિપ્ર, તમારી આંખોમાં છે. આપ દષ્ટિદોષ દૂર કરીને આવો, પછી મને જુઓ.’
બ્રાહ્મણે કહ્યું, મારી દષ્ટિમાં દોષ નથી રાજન! હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આ વખતે આપ સોળ મહાવ્યાધિથી ગ્રસ્ત છો. સનકુમારને તો ઝટકો લાગ્યો. આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૧)
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org