________________
જ માણસ પ્રતિશોધની આગમાં બળે છે અને ક્યારેક તક મળતા હત્યા સુધી વાત પહોંચે છે. એવી ઘણી ઘટનાઓ છે કે જેમાં સાધારણ બોલચાલ – વિસંવાદના પરિણામે દસ-પંદર વર્ષ સુધી વેર પોષવામાં આવે અને પછી હત્યા કરીને બદલો લેવામાં આવે. એટલે આવેશ અને ઉત્તેજનાથી કોઈ પણ ભોગે બચવું જ રહ્યું. તેનું પરિણામ સારું નથી આવતું.
એના પર વિચાર કરતાં બે શબ્દ અમારી સમક્ષ આવે છે - પ્રવૃત્તિ અને પરિણામ. કોઈ પણ પ્રવૃત્તિ કરો તો એના પરિણામનો વિચાર કરો. પરિણામ વિચાર્યા વગર જે પ્રવૃત્તિ આંખ બંધ કરીને થાય એનું ફળ સંદિગ્ધ હોય છે. ઘણા લોકો રિસાય છે, નારાજ થાય છે, કામ કરવાનું બંધ કરી દે છે. આ બધી પ્રવૃત્તિઓ ગુસ્સામાં થાય છે. પરિણામની બાબતમાં શાંત ચિત્તે બે ઘડી વિચાર કરવામાં આવે તે જરૂરી છે.
મુનિએ ચક્રવર્તી બ્રહ્મદત્તને કહ્યું, ‘તું સુખ અને ભોગમાં એટલો વધારે પડતો લિપ્ત થઈ ગયો છે કે પરિણામ તરફ વિચારવાનું, જોવાનું જ બંધ કરી દીધું. આ ભોગાસક્તિ તારા માટે ખૂબ દુઃખદાયક નીવડશે.’ મુનિએ ઉદાહરણ આપતા કહ્યું,
જહા કિંપાગફૂલાણું, પરિણામો ન સુન્દરો । એવં ભુત્તાણ ભોગાણું પરિણામો ન સુન્દરો
જે રીતે કિંપાક ફળ સુંદરતા અને સ્વાદને કારણે સારું લાગે છે પણ આરોગનારને મૃત્યુ પ્રાપ્ત થાય છે.એ જ રીતે ભોગકાળમાં ભોગ સારા લાગે છે પણ તેનાં પરિણામ સુંદર હોતાં નથી.
જે પરિણામ વિષે વિચાર કરે છે એની દિશા બદલાઈ જાય છે. કહેવાય છે કે એક વખત આકાશવાણી થઈ કે હવે બાર વરસ સુધી વરસાદ નહિ પડે. ખેડૂતોએ સાંભળ્યું તો એમને ચિંતા થઈ પણ તેમના વશની વાત ન હતી. તેઓ આખરે શું કરી શકે ? ઘણા દિવસો પસાર થયા. અષાઢ મહિનો આવી ગયો. વાવણીનો સમય ગણાય. ખેડૂતો ખભા પર હળ નાખીને નીકળી પડ્યા. ખેતરે પ્રવૃત્તિ અને પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
પ૩
www.jainelibrary.org