________________
જ એક અંગરક્ષકે મહારાણાની નિદ્રાવસ્થાનો ગેરલાભ લઈ પગમાં પહેરેલી સોનાની વીંટી ધીરેથી કાઢી લીધી. મહારાણા અર્બનિદ્રામાં હતા. એમને ખબર પડી ગઈ કે કોઈ વીંટી કાઢી રહ્યું છે પણ જાણી જોઈને તે મૌન રહ્યા. જાગ્યા ત્યારે ભાળ કાઢી કે વીંટી ચોરનાર કોણ છે? એક શાસક માટે ચોરની ભાળ મેળવવી એ કાંઈ મુશ્કેલ ન હતું. રાજાની કોઈ ચીજ ચોરાઈ જાય અને ખબર ન પડે એમ તો બને નહિ. ચોરની ખબર પડી ગઈ. મહારાણા વિચારમાં પડી ગયા કે એવું કયું કારણ હતું કે જેથી મારા પોતાના જ અંગરક્ષકે ચોરી કરવા માટે વિવશ થવું પડ્યું. એમણે કારણની તપાસ કરી તો ખબર પડી કે અંગરક્ષકની પત્નીને પ્રસવના દિવસો હતા અને તેથી પૈસાની ખૂબ જરૂર હતી એટલે ચોરી કરવા મજબૂર બન્યો.
મહારાણા પ્રજાવત્સલ રાજા હતા. ચોરની ઓળખ થઈ ગઈ છતાં તેને દંડિત ન કર્યો. કારણોની ખબર પડવાથી ચોરની વિવશતા જોઈ તેને ક્ષમા આપી.
થોડા દિવસ પસાર થયા. એક દિવસ શયનકક્ષમાં રાજાને ફરીને પગમાંથી કશુંક નીકળી રહ્યું હોય એવો આભાસ થયો. રાજાએ અધબીડેલી આંખે પૂછ્યું, “શું આજે બીજી વીંટી લેવા આવ્યો છે?”
અંગરક્ષકે ધ્રૂજતા અવાજે કહ્યું, “નહીં અન્નદાતા ! અગાઉ જે લઈ ગયો હતો તે પાછી આપવા આવ્યો છું.'
મહારાણાએ કહ્યું, “ભાઈ ! મને ખબર પડી ગઈ હતી કે આર્થિક સમસ્યા અને જરૂરિયાતના કારણે વીંટી તું લઈ ગયો છે. તારી આ વિવશતાને ધ્યાને લઈને મને ખબર પડી જવા છતાં મેં ક્યારનો તને માફ કરી દીધો છે. હા ! તારી આ ચેષ્ટાનો તને દંડ અવશ્ય આપીશ. આજથી તારું વેતન બમણું થઈ જશે.”
અંગરક્ષક તો દિમૂઢ થઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એના મુખમાંથી એટલું જ નીકળ્યું “મહારાજ! અને તે મહારાણાના કદમોમાં પડી ગયો.”
આ છે સમસ્યાનું સમાધાન. આજે લોકો આમ કરતા નથી. આવી વાતો
૧૨૬
મહાપ્રજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org