________________
૧૪ અહિંસા પ્રશિક્ષણ
અમે અહિંસાયાત્રા કરી રહ્યા છીએ. જ્યાં પણ જઈએ છીએ, ત્યાં અહિંસાની ચર્ચા થાય છે. અહિંસાયાત્રા તો કહીએ છીએ પણ મને લાગે છે કે આ હિંસાની યાત્રા છે કારણ કે હું હિંસાનાં કારણોની શોધ કરી રહ્યો છું. હિંસાને અને તેની પ્રવૃત્તિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું. માત્ર અહિંસાની ચર્ચા અને તેના ગુણગાન કરવાથી બહુ મોટું પરિવર્તન આવવાનું નથી. આ વાતને હું સારી રીતે સમજું છું અને આપ લોકોએ પણ સમજી લેવી જોઈએ. આ સંબંધમાં કોઈ પ્રકારનો ભ્રમ ન રહેવો જોઈએ. આપણે હિંસાનાં કારણોની શોધ કરવાની છે. જે કારણોથી હિંસા વધી રહી છે, એ કારણો કેવાં છે? મારી સામે એક વર્ગ બેઠો છે, જે અહિંસા પ્રશિક્ષણની શિબિરમાં ભાગ લેવા આવ્યો છે. આ લોકો બિહારથી જે હિંસાગ્રસ્ત પ્રાંત કહેવાય ત્યાંથી આવ્યા છે. અહિંસા પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા ઇચ્છે છે. બિહાર અને ઝારખંડમાં વ્યાપક સ્તરે આવા પ્રશિક્ષણ કેન્દ્રો ચલાવવામાં આવે છે. અહીંથી પ્રશિક્ષણ મેળવીને આ લોકો પોતપોતાના ક્ષેત્રમાં પ્રશિક્ષણનું કામ કરશે.
જ્યાં સુધી સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન નહીં કરીએ, માત્ર શબ્દપાઠ અને સ્તુતિપાઠથી કામ ચાલવાનું નથી. મેવાડના મહારાણા નિદ્રાધીન હતા. એમના
અહિંસા પ્રશિક્ષણ
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org