________________
નાના માણસોને ગમે છે, મોટા માણસોને ગમતી નથી. હું કહેવા એમ માગું છું કે જો મોટા ગણાતા લોકો નાના થઈ જાય તો હિંસાની સમસ્યાનું સમાધાન મળે. હિંસાના મુખ્ય બે કારણો છે - ગરીબી અને ભૂખ. અમે હિંસા-અહિંસા વિષે માત્ર ઉપદેશ નથી આપ્યો. અહિંસા પ્રશિક્ષણનું કામ શરૂ કર્યું. એ પ્રશિક્ષણની સાથે રોજગાર પ્રશિક્ષણના આયામને જોડ્યો. મારી સામે અણુવ્રત અને અહિંસા પ્રશિક્ષણના કાર્યકર્તા બેઠા છે. આ લોકોએ અહિંસા પ્રશિક્ષણની સાથે સાથે એક લાખ બેરોજગારોને રોજગારીનું પ્રશિક્ષણ આપ્યું. આ ઉપક્રમ હજી પણ ચાલુ છે, ચાલુ રહેશે. ગરીબી હિંસાનું પ્રમુખ કારણ છે.
હિંસાનું બીજું કારણ છે અમીરી. મોટા અને અમીર લોકો પોતાની અમીરીનું પ્રદર્શન કરી હિંસાને ખૂબ વકરાવે છે. તેઓ ઉદ્યોગપતિ હોય કે વેપારી હોય કે વહીવટમાં ઊંચા હોદ્દા પર બેઠેલા અધિકારી કે જાહેર જીવનના અગ્રણીઓ, દરેક ક્ષેત્રના કહેવાતા મોટા માણસો, હિંસાને વિકસાવવામાં, હિંસાની પ્રગતિમાં બહુ મોટું પ્રોત્સાહક - પોષક પરિબળ બની રહ્યા છે. જ્યાં સુધી આ મોટા કહેવાતા લોકો સાચા અર્થમાં નાના નહીં બને, ગરીબોની મદદમાં આગળ નહીં આવે. હિંસાનું પૂર અટકે એવું મને લાગતું નથી.
આંધ્રપ્રદેશ જેવા રાજ્યમાં કમ્પ્યુટરનું જાળું પથરાયેલું છે. આ ઉન્નતિ જોઈને અમેરિકા જેવા દેશને પણ આશ્ચર્ય થયું. ત્યાંના મુખ્યમંત્રીને દેશના અત્યંત સફળ મુખ્યમંત્રી તરીકે જોવામાં આવ્યા. આંધ્રપ્રદેશને વિકાસની નવી ક્ષિતિજો અને શિખરોને આંબનાર મુખ્યમંત્રી તરીકે તેમની નોંધ લેવામાં આવી. પણ બીજી બાજુ આંધ્રનાં ગામડાંઓમાં લોકો ભૂખે મર્યા, ખેડૂતોએ આત્મહત્યા કરી. ગરીબો કુપોષણનો શિકાર થયા. આજે ત્યાં નકસલવાદ ચરમસીમાએ છે.
મોટા માણસોનું ધ્યાન નાના માણસોની સમસ્યા પર જતું જ નથી. વર્ગભેદની ખાઈ વધુને વધુ પહોળી થતી ગઈ. એક ગરીબોની પંક્તિ, બીજી અમીરોની પંક્તિ. બંને એકબીજાને ધૃણા કરે છે. એક વર્ગ બીજા વર્ગને કીડીમકોડા કરતાં વધુ મહત્ત્વ આપતો નથી. બીજો વર્ગ લોહી ચૂસનાર વર્ગ તરીકે પ્રથમ વર્ગને જુએ છે. આ વર્ગભેદ વધતો જ જાય છે.
અહિંસા પ્રશિક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
૧૨૩
www.jainelibrary.org