________________
માણસો જ હોય છે. આવી ભીડમાં ભોજન કઈ રીતે થાય ? એણે કહ્યું, ‘ગમે તેટલા માણસ હોય, હું તો બધાની વચ્ચે બેસી જમી શકું.' મને તો વાત આખી વિચિત્ર લાગે છે. બાજુમાં બેઠેલી વ્યક્તિને પૂછ્યા વગર લોકો ભોજન કઈ રીતે કરી શકે?
સામુદાયિક ચેતનાનો જેટલો વિકાસ થવો જોઈએ, એટલો હજી નથી થયો. આપણી ચેતનાના બે વિભાગ થાય છે. એક વૈયક્તિક ચેતના અને બીજી સામુદાયિક ચેતના. વ્યક્તિની અમુક વૈયક્તિક વિશેષતાઓ હોય છે, એને નકારી શકાય નહિ. પોતાનું જ્ઞાન, પોતાનું મસ્તિષ્ક, પોતાની યોગ્યતા - આ બધી વૈયક્તિક યોગ્યતાઓ અને ક્ષમતાઓ છે. પણ ધન અને સંપત્તિ વૈયક્તિક નહિ સામુદાયિક હોય છે. જેનામાં સામુદાયિક ચેતના નથી, એ સમાજમાં રહેતા હોવા છતાં પણ વ્યક્તિવાદી જીવન જીવે છે.
આજથી વર્ષો પૂર્વે, લગભગ પચાસ વર્ષ પૂર્વે આચાર્ય તુલસીએ એક વાત કરી હતી, કે વ્યક્તિએ જ્યાં વ્યક્તિવાદી ચેતનાવાળા હોવું જોઈએ ત્યાં તે સામુદાયિક ચેતનાવાળા થઈ જાય છે; અને જ્યાં સામુદાયિક ચેતનાવાળા થવું જોઈએ ત્યાં એ વ્યક્તિવાદી ચેતનાવાળો થઈ જાય છે. આ વિપર્યાસ વાળી વાત છે. દવા આપવાની હતી એકને અને આપી દીધી બીજાને, વિકટ સમસ્યા છે. કોઈને કહેવામાં આવે કે વેપારમાં અનૈતિક આચરણ કેમ કરો છો ? તો એ કહેશે કે, ‘એક અમે જ નથી કરી રહ્યા, ઘણા લોકો કરે છે. હું એકલો જ હરિશ્ચન્દ્ર કેમ બન્યું ?’ માણસ ત્યાં સમુદાયવાદી બને છે.
કોઈને અંગર એમ કહેવામાં આવે કે સમાજના હિતમાં એક નવું કામ થઈ રહ્યું છે. બધા લોકો સહયોગ આપવામાં આગળ આવી રહ્યા છે, આપ પણ કંઈક સહયોગ કરો. એ કહેશે, ‘હમણાં તો ધંધો ખૂબ મંદો છે, હાથ સાંકડો છે. હમણાં તો ખોટ ગયેલી. અન્યથા આપે કહેવું ન પડત.’
આ છે માણસની ચેતના. એ કોઈ પણ સ્વરૂપે દેખાય છે. સામુદાયિક ચેતનાનો વિકાસ કઈ રીતે થાય ? આ એક પ્રશ્ન છે. જ્યાં વ્યક્તિ માત્ર પોતાનાં સુખ-સુવિધા, પોતાનું મહત્ત્વ અને પોતાની પ્રતિષ્ઠાનો જ વિચાર કરે એ સમાજ
મહાપ્રજ્ઞ વાણી - ૬
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org