________________
પણ
આગળ વધી શકાય. એવા ઘણા લોકો છે જેમની પાસે અપાર સંપત્તિ છે, એનો ઉપયોગ થતો નથી, અથવા તો દુરુપયોગ થાય છે. અપેક્ષા એવી છે કે ઉદારભાવે તેઓ સહયોગ માટે આગળ આવે.
ધન બીજું કશું નથી પણ એક પ્રકારની મૂર્છા જ છે. હું એવી ઘણી વ્યક્તિઓને જાણું છું જેમની પાસે ક્યારેક કરોડોની સંપત્તિ હતી, પણ તેઓએ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેમની પાસે નવો પૈસો પણ ન હતો. સંતાન પણ નહિ. જેને દત્તક બનાવેલ તેણે સ્વચ્છંદતાપૂર્વક બધી દોલતનો ઉપભોગ કરી નાખ્યો. પોતાના પરસેવાથી જેઓ એક પૈસો કમાણા નથી તેઓ સહજ રીતે કરોડો રૂપિયા મળી જાય તો એ પૈસાને ઠેકાણે લગાડતા વાર કરતા નથી. એક વિચિત્રતા એ છે કે પૈસા સંયમી વ્યક્તિને પણ બગાડી દે છે. પૈસો આવે તો અનેક પ્રકારની બુરાઈઓ સાથે લઈને આવે છે.
માણસની પણ અજીબની પ્રકૃતિ છે કે જેને ગોદ લે છે એને કરોડોની સંપત્તિ ખુશીથી સોંપી દે છે, પણ સમાજના કામમાં એક પૈસો વાપરવાની ઇચ્છા થતી નથી. દત્તક લેવા પાછળ નામ અમર રાખવાની, વંશવેલા દ્વારા નામ જાળવવાની ઇચ્છા કારણભૂત હોય છે. આ પણ એક પ્રકારની મૂર્છા હોય છે કે નામ અમર રહેશે. જીવતે-જીવત અમર ન થાય તો મરણ બાદ અમર થવાની વાત દીવાસ્વપ્ન જ છે. આ પણ ભ્રમ છે કે મરણ બાદ નામ અમર રહે. કાળના અનંત પ્રવાહમાં અનેક લોકો વિલીન થઈ ગયા. નામ કેવળ એમનું જ બચે છે જેમણે ત્યાગ, તપ અને સાધનાનો રસ્તો પકડ્યો. બાકી બધા વિલીન થઈ ગયા.
અનેક ધનાઢ્યો, મહાન સમ્રાટો કાળની ગર્તામાં વિલીન થઈ ગયા છે. સોનાનો ભંડાર હોય એવા કુબેર ભંડારીઓનાં નામ પણ આજે શોધ્યાં જડતાં નથી.
જરૂરી એ છે કે સમાજની બધી સ્થિતિ પર સર્વાંગીણ રૂપે વિચાર કરવો જોઈએ. સમાજમાં કરુણા અને સંવેદનશીલતાની ચેતનાને જાગૃત કરવામાં આવે. કલકત્તાથી આવેલા એક ભાઈને મેં પૂછ્યું કે ચોવીસ કલાકની યાત્રા કરીને આવ્યા, ભોજન આદિ ક્યાં કર્યું ? એણે જણાવ્યું કે, ‘ડબ્બામાં તો બધી બાજુ
૨૭
અહિંસા વ્યવહારમાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org