________________
દ્વારા કાર્યકૌશલ, વ્યવહારકૌશલ અને આચરણકૌશલ વિકસિત થઈ જાય. આજે અપેક્ષા છે સર્વાગીણ વિકાસ કરનારી કેળવણીની. આપણી કેળવણીની ઘણી મર્યાદાઓ છે. સર્વાગી વિકાસ કરે એવી કેળવણીથી જ આંતર-બાહ્ય ઘડતર થાય છે. આપણે જીવનવિજ્ઞાન દ્વારા વ્યક્તિત્વ વિકાસનો ઉપક્રમ રચ્યો છે. ઘણા કેળવણીકારોને અને શિક્ષણ વિભાગને તેમાં રસ પડ્યો છે. જીવનમૂલ્યોનું શિક્ષણ જીવનવિજ્ઞાનમાં સમાવેશ પામ્યું છે. માત્ર રોજગારી અપાવે તેવા શિક્ષણથી સ્વસ્થ મનુષ્યનું નિર્માણ નહિ થાય. સ્વસ્થ મનુષ્ય હશે તો સમાજ સ્વસ્થ હશે. સ્વસ્થ સમાજ સંરચના માટે શિક્ષણની ભૂમિકા ખૂબ મહત્ત્વની બની શકે. શિક્ષણનું મહત્ત્વ સહુને સમજાય અને તેનો સુચારુ વિનિયોગ જીવનક્રમમાં સર્જાય તેવી અપેક્ષા અસ્થાને નથી.
૨૦ જૂન
મહા વાણી -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org