________________
અનુવાદકની વાત..
અનેકાન્ત ભારતી પ્રકાશન દ્વારા મહાપ્રજ્ઞ વાણી – ગ્રંથમાળાનું પ્રાગટ્ય વિરલ ઘટના છે. એક પછી એક અવિરત પાંચ ભાગ પ્રગટ થયા. આઠમો ભાગ પણ સુલભ થયો. આપના કરકમળમાં છઠ્ઠો ભાગ છે. અવિરત ચિંતનશીલ પ્રજ્ઞાની આ વાકુધારા છે. આધુનિક સમયમાં મહાપ્રજ્ઞ-વાણીનો મહિમા અસાધારણ છે. સંસ્કાર ચેનલ પરથી પ્રસારિત થતાં વ્યાખ્યાનોને વ્યાપક આવકાર અને હિન્દી ભાષામાં પ્રકાશિત થયા પછી ગુજરાતીમાં અનુવાદનો સંકલ્પ સાકાર થતો જાય છે. મહાપ્રજ્ઞજી જીવન અને અધ્યાત્મના વિવિધ આયામોને સ્પર્શે છે. વાણીમાં અધ્યાત્મનો ભાર નથી અને અનુભવની સમૃદ્ધિ છે. અહિંસા અને સંયમધર્મનું મૂલ્ય વિવિધ દૃષ્ટાંતો થકી જીવનોપયોગી બનવાની ક્ષમતા સાથે પ્રગટ થાય છે. માત્ર ધર્મ નહિ આરોગ્યની ચાવી પણ મહાપ્રજ્ઞા મંથનમાંથી પ્રગટે છે. આ વ્યાખ્યાનોની નોંધ કરનાર ધન્યવાદને પાત્ર છે. સાધ્વી વિમલપ્રજ્ઞાજી અને સાધ્વી વિકૃતવિભાજીએ હિન્દી સંપાદન ખૂબ સુચારુ ઢબે કર્યું છે. મહાપ્રજ્ઞજીની વાણીને માત્ર કાગળ પર ઉતારી નથી, પણ આત્મસાત કરી છે. એક પછી એક છ ભાગના અનુવાદની આ યાત્રાની ભાષાકીય સફળતા કે પ્રાપ્તિ છે તેનો ઘણો યશ હિન્દી સંપાદિકા ઉપરોક્ત સાધ્વીજીઓને જાય છે.
અનેકાન્ત ભારતી પ્રકાશનના સંસ્થાપક શ્રી શુભકરણ સુરાણાજીની આઠ દાયકા ઉપરાંતની જીવનસફરમાં મહાપ્રજ્ઞ સાહિત્યની આરાધનાનું ઉજ્જવળ પ્રકરણ છે. અનુવાદ પ્રકલ્પનું સમગ્ર ચિંતન અને કાર્યમાં પરિણમવા પાછળ તેમનું મૂલ્યવાન માર્ગદર્શન અને સહયોગ મળતો રહ્યો છે. શ્રી શુભકરણજી માટે આ માત્ર પ્રકાશન પુરુષાર્થ નથી, પ્રજ્ઞા પુરુષાર્થ છે. તેમનું સમગ્ર જીવન-ચિંતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org