________________
આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૨)
વિદ્યાલયના પ્રાંગણમાં એક ભાગમાં પ્રવચનનું આયોજન અને બીજા ભાગમાં ચિકિત્સા શિબિર છે. આરોગ્ય સહુને પ્રિય છે. સહુ સ્વસ્થ રહેવા ઇચ્છે છે. રોગી હોવું કોઈને પસંદ નથી. ચિકિત્સા શિબિર એટલા માટે જરૂરી છે કે ત્યાં રોગનું નિદાન થાય છે. આમ જોઈએ તો સહુથી મોટો રોગ છે માનસિક વિકાર. અગર માનસિક વિકૃતિ અને ભાવાત્મક વિકૃતિથી મુક્તિ મેળવવાનો ઉપાય મળી જાય તો આરોગ્ય સિદ્ધ થાય છે. માણસ શરીરની બીમારીથી પણ પ્રસન્ન રહી શકે છે પણ જો મનની બીમારી થઈ જાય તો શરીર સ્વસ્થ હોવા છતાં પણ એ પ્રસન્ન રહી શકતો નથી કારણ કે શરીર કરતાં મન વધારે શક્તિશાળી અને સંવેદનશીલ છે. મન કરતાં વધારે શક્તિશાળી છે ભાવ. આપણો પ્રયત્ન એવો હોય કે મન સ્વસ્થ રહે અને આપણી ભાવધારા સ્વસ્થ રહે. અગર એમ થઈ શકે તો શરીર આપોઆપ સ્વસ્થ રહેશે. ક્યારેક થોડું અસ્વસ્થ થાય તો પણ સંભાળ લઈ શકાય.
આરોગ્યની સ્થિતિ ક્યારે અને કેવી હોય છે? એના વિષે એક સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનાઓ ઘણી છે અને સારી છે પણ આવશ્યક સૂત્રમાં જે એક પ્રાર્થના છે તેને હું ઉત્તમ પ્રાર્થના માનું છું. મેં સંત ફ્રાન્સિસની પ્રાર્થના સાંભળી છે,
મહાપજ્ઞ વાણી - ૬
થ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org