________________
આચાર્ય તુલસીના સમયથી એમની સાથે સંપર્ક છે. જ્યારે મને જાણ થઈ કે રાજ્યપાલજી આવી રહ્યા છે ત્યારે મને ખૂબ પ્રસન્નતા થઈ કે ખૂબ અંતરંગ વ્યક્તિને મળવાનું થશે. તેઓ ખૂબ સમભાવશીલ છે. સમતાશીલ છે. હમણાં જ તેમણે કહ્યું કે, ‘અમે સદાય આપની સાથે છીએ.' હું માનું છું કે સહુના સહયોગથી અહિંસા પ્રશિક્ષણના કાર્યક્રમને ખૂબ ગતિ મળશે.
આચાર્ય તુલસી કહેતા હતા કે ‘સમાજને સુધારવાનો અમે ઠેકો લીધો નથી. અમે અમારી મર્યાદા જાણીએ છીએ. અમારું કામ અમારી મર્યાદામાં રહીને અમે કરીએ છીએ. અમારો યથાશક્તિ પ્રયાસ છે કે સમાજસુધારણાના આ અભિયાનમાં માણસ સારો બને. અમારી પરિકલ્પના વ્યક્તિસુધાર દ્વારા સમાજસુધાર અને સમાજસુધાર દ્વારા રાષ્ટ્રસુધારણાનો છે.’
છ વર્ષ પહેલાંની વાત છે, અમે દિલ્હીમાં હતા. એક દિવસ રાષ્ટ્રપતિજીના મિત્ર અને સલાહકાર અને વૈજ્ઞાનિક એવા વાય. એસ. રાજન અમારી પાસે આવ્યા અને કહ્યું કે રક્ષા મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર એ.પી.જે. અબ્દુલ કલામ આપને મળવા ઇચ્છે છે. એ વખતે તેઓ રાષ્ટ્રપતિ ન હતા. મિસાઇલ પરિયોજનાના નિવેશક હતા. એમના નિર્દેશનમાં પૃથ્વી, અગ્નિ, ત્રિશૂલ, નાગ આદિ મિસાઇલોનું નિર્માણ અને પરીક્ષણની પ્રક્રિયા ચાલી રહી હતી. મેં કહ્યું, ‘એમને મળીને અમને પ્રસન્નતા થશે.’
ત્રણચાર દિવસ બાદ સાંજના સમયે તેઓ આવ્યા. અમે ઘણી દીર્ઘ ચર્ચા કરી. ચર્ચા બાદ મેં એમને કહ્યું, ‘કલામસાહેબ, મિસાઇલ જેવાં ઉપકરણો તો આપે ખૂબ બનાવ્યાં, લડાઈ માટે મિસાઈલોનું નિર્માણ તો થયું, હવે આપ શાંતિની કોઈ મિસાઇલ બનાવો.’
અબ્દુલ કલામે આ વાત પકડી. કદાચ આ વાત એમને સ્પર્શી ગઈ. એમણે ઘણી વખત એમનાં ભાષણોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આચાર્યશ્રીએ મિસાઇલ નિર્માણ કરતાં પણ મોટો પડકાર અમારી સમક્ષ મૂક્યો છે. આ પડકાર મેં સ્વીકાર્યો છે અને પાર ઉતરવાની મારી તૈયારી છે.
૫૪
Jain Education International
For Private & Personal Use Only
મહાપ્રજ્ઞ વાણી - ૬
-
www.jainelibrary.org