________________
માનવું એ મારો ભ્રમ હતો. અહીંથી હું જે દશ્ય જોઈ રહ્યો છું, એ મારા મનમાં પીડા અને કરુણા જન્માવે છે. અહીંથી જુઓ. જંગલમાં લાકડું કાપવા જે ખટ ખટ અવાજ આવી રહ્યો છે, તેનાથી એટલું સ્પષ્ટ થાય છે કે ગરીબ કઠિયારો વરસાદી રાત્રે ઘોર અંધકારમાં પણ જીવનનિર્વાહ કરવા લાકડું કાપી રહ્યો છે. હમણાં વીજળીના ચમકારામાં તમે એને જોઈ શકો છો. મારી પ્રજાની આ સ્થિતિ છે કે દિવસના ઉજાસમાં પણ તે પોતાના માટે રોજી-રોટીનો પ્રબંધ ન કરી શકે, ઘોર રાત્રિએ પણ આવું કામ કરવું પડે તો મને રાજ્ય કરવાનો કોઈ અધિકાર નથી.
મહામાત્ય અભયકુમારે રાજાની વાત ધ્યાનથી સાંભળી, પછી ગંભીરતાથી કહ્યું, ‘રાજન ! આપ જે વિચારી રહ્યા છો, એવી વાત નથી. અગર એમ વાત હોત તો હું એટલો કઠોર હૃદયનો મંત્રી નથી કે મારી જવાબદારી ન નિભાવું. એમ હોત તો મેં જાતે મારી જાતને જવાબદારીમાંથી મુક્ત કરવાની આપને વિનંતી કરી હોત. એ કઠિયારાને વીજળીના પ્રકાશમાં મેં જોઈ લીધો છે. એ માણસ ગરીબીના કારણે આ કામ કરે છે એમ નથી. સવારે હું જાતે આપને એની પાસે લઈ જઈશ.’
રાજાએ મંત્રીની વાત સાંભળી. તેમને ખબર હતી કે મંત્રીની વાતમાં ચોક્કસ કોઈ મોટો અર્થ છુપાયો છે. તે કોઈ વાત વગર વિચાર્યે કરતા નથી. સવારને ક્યાં વા૨ છે? જોઈશું કે વાસ્તવિકતા શું છે ?
સવાર થઈ. મંત્રી અભયકુમાર સમ્રાટને એ વ્યક્તિના દરવાજે લઈ ગયો. એનું નામ હતું મમ્મણ. સમ્રાટ અને મહામાત્યને પોતાના દરવાજે જોઈ તેની નવાઈનો પાર ન રહ્યો. મહામાત્યએ સમ્રાટને કહ્યું, રાજન ! રાતે જે વ્યક્તિને લાકડાં કાપતા જોયો હતો એ જ આ માણસ છે ! હવે આશ્ચર્યચકિત થવાનો વારો રાજાનો હતો. રાજા અચંબિત થયો. વિશાળ અને ભવ્ય ભવનનો માલિક હતો મમ્મણ. જેની પાસે નોકર-ચાકરોની કોઈ કમી ન હતી. તે રાત્રે એક ગરીબ કઠિયારાની જેમ લાકડી કાપી રહ્યો હતો.
સમ્રાટે કહ્યું, ‘તારો આ ભવ્ય મહેલ અને ઉન્નત જીવન તારી સંપત્તિનો
મહાપ્રજ્ઞ વાણી - ૬
૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org