SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્દેશ કરે છે. તને એવો કેવો અભાવ છે કે રાત્રિના સમયે તારે એક ગરીબ કઠિયારાની જેમ લાકડાં કાપવા પડે છે.' મમ્મણે કહ્યું, “માફ કરજો મહારાજ ! અભાવ તો મને કોઈ વાતનો નથી. આપની કૃપાથી મારી પાસે બધું જ છે, પણ એક વાત માટે હું સંકલ્પિ છું. એ સંકલ્પની પૂર્તિ માટે રાત્રે હું વધારાની મહેનત કરું છું.” રાજાએ પૂછ્યું, “કેવો સંકલ્પ મારે બળદની એક જોડ જોઈએ.” રાજાને આશ્ચર્ય થયું. એ બોલ્યો, તારા ધન-સંપત્તિ એટલાં બધાં છે કે એક નહિ તો બળદની જોડ તારી પશુશાળામાં બાંધી શકે છે છતાં તારાથી શક્ય ન હોય તો રાજ્ય દ્વારા પણ બળદની જોડી તને સુલભ થાય એવી વ્યવસ્થા થઈ શકે છે એના માટે થઈને રાત્રે લાકડાં કાપવાની શી જરૂર છે? મમ્મણે કહ્યું, “મહારાજ! મારે ખેતીકામના બળદ નહિ જુદી જાતના બળદ જોઈએ છે. એમાંથી એક બળદનું નિર્માણ તો હું કરી ચૂક્યો છું. બીજાના નિર્માણનો પ્રયાસ કરું છું. કૃપા કરી આપ મારા મહેલના ભોંયરામાં પધારો.” સમ્રાટ શ્રેણિક અને મહામાત્યને મમ્મટ પોતાના આવાસના ભોંયરામાં લઈ ગયો. ત્યાં એક સુવર્ણ બળદ જોઈ રાજાની આંખો અંજાઈ ગઈ. બીજો બળદ નિર્માણની પ્રક્રિયામાં હતો. મમ્મણે કહ્યું, “આ બળદની જોડીના નિર્માણમાં જ હું પ્રયાસરત છું.' આ કથાથી આપ નિષ્કર્ષ કાઢો કે એવી કઈ શક્તિ છે જે મહાધનાઢ્ય માણસ પાસે સામાન્ય મજૂર જેવું કાર્ય કરાવે છે? એ છે લોભ, તૃષ્ણા, આકાંક્ષા. અપાર ધન હોવા છતાં પણ આ લોભની પ્રેરણા મમ્મણ પાસે એક સાવ સામાન્ય કામ કરાવતી હતી. ઈચ્છા છે સુવર્ણ બળદની જોડીની અને પ્રેરણા અતિ ધનાઢ્યા બનવાની. હાસ્યાસ્પદ વાત છે કે લાકડાં કાપીને ધનકુબેર બનવાની. એક શિક્ષકે કહ્યું, “અગર મને તાતા, બિરલા, અંબાણીની સઘળી સંગ્રહ મૌલિક મનોવૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy