________________
૧૦
રહો અંદર, જીવો બહાર
જીવનના બે પક્ષ છે – જ્ઞાન અને ક્રિયા. એક માણસ જાણતો ન હોય તેથી કાંઈ ન કરે એ અલગ વાત છે – એમાં નવાઈ નથી. એક માણસ જાણે છે, છતાં કાંઈ કરતો નથી એ આશ્ચર્યની વાત છે. આમ કેમ થાય છે? આ એક પ્રશ્ન છે અને આ પ્રશ્ન દરેક વ્યક્તિએ ચિંતન કરવું જોઈએ. જ્ઞાન માટે અમુક બિંદુ પ્રસ્તુત કરેલ છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી પદાર્થમાં ખૂબ મગ્ન રહેતો, ચેતના સ્તરે ક્યારે જીવતો ન હતો.
જગત બે પ્રકારનું છે – પદાર્થનું જગત અને ચેતનાનું જગત, પદાર્થજગત પ્રત્યે આકર્ષણ હોવાનું કારણ છે જીવનયાત્રા તેના કારણે ચાલે છે. જીવનયાત્રાનો નિર્વાહ અને જીવનવિકાસનું ઉત્થાન - એ બંને દિશાઓ પર પદાર્થથી જ ચાલી શકાય છે. રોટી અને પાણીની મૂળભૂત આવશ્યકતા છે, પણ અમુક પદાર્થ એવા છે જે જીવનનિર્વાહ માટે આવશ્યક ન હોવા છતાં એ પદાર્થો માણસ માટે મજબૂરી બની જાય છે. એ માણસના મનને સહજ રીતે આકર્ષિત કરે છે અને એક વાર ઉપભોગ કરીએ તો કાલાન્તરે પણ બહુ મોટી જરૂરિયાત બની જાય છે. સુપરમાર્કેટમાં કે શૉરૂમમાં ઘણી વસ્તુઓ આપણું મન આકર્ષિત કરે છે. મન લલચાય એવા વિવિધ ઉપાયો વેપારીઓ શોધી કાઢે છે.
રહો અંદર, જીવો બહાર
૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org