________________
અમે જયપુરમાં હતા. સામે ગૌરવ ટાવરમાં શોપિંગ કોમ્લેક્સ અને શો રૂમ હતા. પ્રશ્ન થયો કે અહીં આવનાર માણસ કેટલી વસ્તુઓ ખરીદે છે? કોઈએ જવાબ આપ્યો કે, “એ તો અંદર જઈએ એટલે ખબર પડે એટલી બધી વસ્તુઓ છે કે સહજ રીતે ગણતરી શક્ય નથી. ખાવા-પીવાનીદૈનિક ઉપયોગની આટલી વસ્તુઓ જોઈને આશ્ચર્ય થાય કે માણસે પોતાની જરૂરિયાત કેટલી વધારી લીધી છે.
વસ્તુઓનું આકર્ષણ વધારે છે. આપણી ચેતના પરિસ્કૃત નથી, ત્યારે માણસ આકર્ષણમાં બંધાઈ જાય છે. કોઈ પણ માર્કેટ આજે એવું નથી કે જ્યાં ચેતનાને નિષ્ક્રિય અને પંગુ બનાવવાના સાધન મળતા ન હોય.
જે પ્રત્યક્ષ લાભ આપે છે, એના પ્રત્યે વધારે આકર્ષણ થાય છે. જે પરોક્ષ પણ દૂરગામી લાભ આપે છે, જેનો લાભ સ્થાયી હોય છે, વિશેષ હિતકર હોય છે એના માટે આકર્ષણ થતું નથી. થાય તો પણ બહુ ઓછું હોય છે.
મુનિએ બ્રહ્મદત્તને કહ્યું, ‘તમારી ચેતના પદાર્થ પ્રત્યે બહુ આકર્ષિત છે. આ સ્થિતિ તમારા માટે હિતકર નથી. તને ખબર છે કે એક દિવસ બધું છોડીને જવાનું છે.'
ચક્રવર્તીએ કહ્યું, “મહારાજ! હું વાતને જાણું છું કે એક દિવસ બધું છોડીને જવાનું છે પણ પદાર્થમાં હું એવો બંધાઈ ગયો છું અને ભોગો પ્રત્યે એટલો આસક્ત છું કે હવે મારા વશમાં કશું નથી.” આ વાતને સહુ જાણે છે. એક માણસ ખૂબ અનૈતિક્તાથી ધન અર્જિત કરે, છળ-કપટ, દગાબાજી, બેઇમાની, સર્વ દૂષણોના સરવાળાથી ધન એકઠું કરે, એ માણસને શું જાણ નથી હોતી કે તે જે કરે છે તે ખોટું છે? શું તે બેખબર હોય છે? એવી વાત નથી. એને ખબર હોય છે કે બેઇમાની અને છળથી કમાયેલું ધન બહુ કામમાં નહિ આવે. એમાંથી એક પાઈ પણ તે સાથે લઈ જઈ શકવાનો નથી પણ એની ચેતના પર મોહનું, પરિગ્રહનું આવરણ છવાઈ જાય છે જે તેની સંવેદનશીલતાને પૂરેપૂરી નિષ્ક્રિય કરે છે. એવો માણસ જાણે પોતે અમર રહેવાનો છે એવી ધારણામાં જ સંચય કરે છે. એની લાલસા, ભોગવટાની કામના ખૂબ તીવ્ર હોય છે.
૯૪
મહાપ્રજ્ઞ વાણી -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org