SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષણના બે સ્ત્રોત છે. શબ્દ અને જીવન વ્યવહાર. અમુક વાતો શબ્દોના માધ્યમથી શીખવાય છે. એને માણસ ગ્રહણ પણ કરે છે, શબ્દના માધ્યમથી. આ કામ સારું કામ છે, આ ખરાબ કામ છે. આ કેળવણીનું શાબ્દિક માધ્યમ છે. આજથી પાંચ-સાત સદી પહેલાં ગામેગામ શાળાઓ ન હતી ગુરુકૂળો હતાં. છતાં આપણે એમ ન કહી શકીએ કે એ વખતે લોકો ઓછું ભણેલા હતા. એમણે શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ ખૂબ વિકાસ કર્યો હતો. શબ્દોના માધ્યમથી અને પોતાના અનુભવોથી એમણે શિક્ષણનો ખૂબ વિકાસ કર્યો. એક ખેડૂત કે કારીગરનો છોકરો પોતાના કામમાં એટલી કુશળતા પ્રાપ્ત કરે છે કે આજની આઈ.ટી.આઈ કે અન્ય એન્જિનિયરિંગ સંસ્થાના પ્રશિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાન કરતા વિશેષ કુશળતા ધરાવતો હોય છે. આપણી સામે એવા ઢગલાબંધ ઉદાહરણો છે કે એમણે ઘણા આશ્ચર્યકારી કામ કર્યા હોય. આ કેળવણી એમને વારસાની સાથે ગળથુથીમાંથી મળતી હતી. - શિક્ષણનું એક મોટું માધ્યમ છે. કર્મની, કાર્મિક શિક્ષણ એટલે કે માણસ કામ કરતાં કરતાં એ કામમાં દક્ષતા પ્રાપ્ત કરે છે. બે-ત્રણ દિવસ પહેલાંની વાત છે. અમારા સાધુઓ મકાનના ઉપલા માળે રોકાયા હતા. ઉપરથી એમનાં પાત્રો પડ્યાં. પાત્રોના ટુકડા થઈ ગયા. ફેંકી દીધા સિવાય કોઈ આરો ન હતો. સાધ્વી પ્રમુખાએ કહ્યું, “આને સાંધીને ફરી ઉપયોગમાં લઈ શકાય છે. મને આ વાત અઘરી લાગી, પણ કાલે એક પાત્ર મને બતાવવામાં આવ્યું જે તૂટી ગયું હતું તે સાંધીને બતાવ્યું. એ જોઈને મને આશ્ચર્ય થયું. આવી કેળવણી શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાંથી મળતી નથી. આપણા સંઘમાં આ કૌશલ શીખીને પ્રાપ્ત થાય છે. રંગકામ, લખાવટ, નિર્માણ આદિ માટે સાધુ-સાધ્વીઓને કોઈ પણ સંસ્થામાં પ્રશિક્ષણ આપવામાં આવતું નથી. આ કૌશલ આપણે ત્યાં પરંપરામાં છે. વરિષ્ઠ અને બુઝુર્ગ સાધુ-સાધ્વીઓ નાની વયના સાધુ-સાધ્વીઓને શિલ્પકલા અને બીજી વાતોનું પ્રશિક્ષણ આપે છે. આપણી આ પરંપરાને આજે લોકો ભૂલતા જાય છે. જે ગામના લોકોને સહજ રીતે પ્રાપ્ત હોય છે. આજે ન તો મા-બાપને ફુરસદ છે કે ન તો સંતાનોને. મહાપ્રજ્ઞ વાણી -૬ ૧૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy