SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મોટા ઘરની દીકરી પરણીને જાય ત્યારે ચૂલો-ચોકડી તો સંભાળવાની હોતી નથી, તો પછી શીખીને શું કામ? આજે એક એવી સંસ્કૃતિ વિકસિત થઈ છે કે રાત્રે નવ-દસ વાગે ઘરેથી ગાડી લઈને નીકળી પડવાનું અને કોઈ મોટી હોટેલમાં જઈને જમીને મોડી રાત્રે ઘરે પાછા ફરે છે. ઘરના નોકર-નોકરાણી રસોઈ રાંધીને જમી લે છે. એ જ રીતે દાદીની વાતો, નાનીની વાતો, વીતેલા જમાનાની વાતો થઈ ગઈ છે. આજની મોડર્ન પેઢી એમની વાતો પર ધ્યાન આપશે? એમની વાતોને હસી કાઢવાનું વલણ છે. અમારી પાસે એવી ઘણી વાતો આવે છે કે નાનાનાના બાળકોને અભ્યાસ માટે પૂના, દહેરાદૂન, મૈસુર મોકલી દેવામાં આવે છે. હજી તો માંડ ચાલતા શીખ્યું હોય એ બાળકને ઘરમાંથી કાઢી મુકાય ખરું? આ તે કેવી સમજ! આ તે કેવી ઘેલછા ! “કમાઉ બનવાની લાલસાએ મા-બાપના મનમાં સંવેદનહીનતા ભરી દીધી છે કે એમની સામે ઉચિત-અનુચિતનો પ્રશ્ન ગૌણ થઈ જાય છે. દેશની કે વિદેશની મોંઘી ડિગ્રી લઈને ડૉક્ટર, વકીલ કે ટેક્નોક્રેટ બને પણ જીવનમાં સરસતા નામની કોઈ ચીજ નહીં હોય. પરિવારથી લાંબા સમય સુધી દૂર રહેવાના કારણે દયા, વાત્સલ્ય અને પોતાપણાનો જે ભાવ હોવો જોઈએ એનો તેના જીવનમાં પૂર્ણતયા અભાવ હશે, પણ એ વાતોની કોણ પરવા કરે છે? મા-બાપને તો એ ગૌરવ હોવું જોવું જોઈએ કે એમના સંતાને હાર્વર્ડ યુનિવિર્સિટીની ડિગ્રી લીધી છે. પણ સમરસતાના અભાવે આ ડિગ્રી જીવનમાં ભાવાત્મક ઘડતર ન થવાના કારણે ખાસ ઉપયોગી થતી નથી. એમને માત્ર સ્ટેટસની પરવા છે બીજી કોઈ વાતની નહીં. આજે ઘણા કરુણાજનક દશ્યો જોવા મળે છે. ચાર પુત્રો છે. બધા બરાબર કમાઈ રહ્યા છે પણ વૃદ્ધ મા-બાપની સંભાળ કરનાર કોઈ નથી. જેમણે બાળકોના જીવન-ઘડતર માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું, જીવનભરની કમાણી જેમને ગોઠવવામાં, મોટા કરવામાં ખર્ચી નાખી તેઓ જીવનના અંતિમ સમયમાં ઘણી યાતના અને એકલતા ભોગવી રહ્યા છે. અમુક સંતાનો પોતાનાં માતા-પિતા માટે શિક્ષણ સમસ્યા કેમ? ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy