________________
નોકરની વ્યવસ્થા કરી દે છે.
પ્રથમ જીવન વ્યવહારથી શિક્ષણ મળતું હતું. આજે શિક્ષણનો જે ક્રમ અને સ્થિતિ ચાલે છે, એના વિષે કાંઈ કહેવા જેવું નથી. શું કહેવું?! શિક્ષણનો સહુથી મોટો સ્ત્રોત છે જીવનનો વ્યવહાર. એ નથી તો પછી અનુપમ જેવી સ્થિતિ થઈ જાય છે. એના માટે કોઈ તુલના નથી, કોઈ ઉપમા નથી. એક એવી ધારણા છે કે મોંઘી અને લોકપ્રિય શિક્ષણ સંસ્થામાં ભણવાથી, ત્યાંથી સારી ડિગ્રી લઈને નીકળશે તો ઊંચા દરજ્જાની નોકરી મળી જાય. એમનું જીવન અને વ્યવહાર કેવા હશે? એ વાત પર વિચાર થતો નથી. પારિવારિક જીવનના પ્રશિક્ષણના અભાવમાં એમની દિશા કેવી હશે? આ પ્રશ્ન ગૌણ થઈ જાય છે. સંતાનો માબાપ સાથે રહે એ ઇચ્છનીય છે. જીવનોપયોગી ઘણી બાબતો તેમને શીખવા મળે છે. આપણી સાધુ-સંસ્થામાં તો એ પરંપરા જ રહી છે કે નવા સાધુ કે મુનિને ગીતાર્થ મુનિની પાસે રાખવામાં આવે. એ જાતે સ્વયં જીવન-વ્યવહારથી શીખી જશે. આચાર્ય તુલસી સાથે કોઈ મુનિ રહે તો એ આચાર્યશ્રીનું અનુકરણ કરી ઘણું બધું શીખી લેતો. દરેક સમ્યફ ક્રિયા શીખવ્યા વગર શીખી જતો. એક પરોક્ષ શિક્ષણ અને દરેક વખતે મળી રહેતું હતું. અમને એવું પ્રશિક્ષણ પૂજય કાલગણી પાસેથી મળતું હતું. ઉત્તેજનાની ક્ષણોમાં શાંત અને મૌન રહેવાની કળા તેઓ પોતાના જીવન-વ્યવહારથી શીખવી દેતા.
જીવનથી જે બોધપાઠ મળે છે, એ શિક્ષણનું સર્વોત્તમ માધ્યમ છે પણ વર્તમાનમાં આ વાતાવરણમાં કોઈ કોઈની પાસેથી કશું શીખતા નથી. શીખવાની કોઈની માનસિકતા પણ નથી. જ્યોમેટ્રી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની ફોર્મ્યુલા એમને યાદ છે પણ પરિવારના વરિષ્ઠોના નામ યાદ નથી. મેં એક સાત વર્ષના બાળકને એના દાદાનું નામ પૂછ્યું તો બતાવી શક્યો નહીં. એના પિતાએ મધ્યસ્થી કરવી પડી. મેં એના પિતાને કહ્યું, “ભલા માણસ ! બારમાંથી દસ મહિના આ છોકરાને હોસ્ટેલમાં રાખીને શું કામ છે?' મોટો થઈને તમારું નામ પણ ભૂલી જાય તો આશ્ચર્ય ન થવું જોઈએ. સામાજિક સંબંધોમાં એટલું અંતર વધી ગયું છે કે સંવેદનાનો સ્ત્રોત હવે
મહાપ્રજ્ઞ વાણી -૬
૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org