________________
સંગતિ કોની કરવી એ ખૂબ મહત્ત્વની વાત છે. કોની સાથે રહેવું? કોનો સંગ કરવો? સારા માણસ બનવા, વ્યક્તિત્વ વિકાસ કરવા, પ્રગતિ કરવા માટે એ નિર્ણય જરૂરી છે કે કોની સાથે રહેવું? જે લોકો આ નિર્ણય કરી શકતા નથી તેઓ પોતાના જીવનમાં સફળ થઈ શકતા નથી. સંગની ખૂબ અસર પડે છે. કોણ કેવું બનશે એ સંગતિ પર નિર્ભર કરે છે.
ભલા કે બૂરા માણસની પરખ છે વાણી. મૌન માણસની પરખ મુશ્કેલ છે. થોડી વાતચીત થાય કે ખબર પડી જાય કે માણસ કેવો છે ! કારણ કે વાણીથી મનની અભિવ્યક્તિ થાય છે. ભાષા મુખેથી એવી જ નીકળશે જેવા મનના ભાવ હશે. જેનું ચિંતન સારું હશે એની વાણી સારી હશે. વાણી અને મનને ગાઢ સંબંધ છે. બોલવા પરથી વ્યક્તિત્વની પૂરી ભાળ મળી જાય છે કે એનું મન કેવું છે? એના ભાવ કેવા છે? તર્કશાસ્ત્રમાં અનુમાન શબ્દનો પ્રયોગ આવે છે. ધુમાડો દેખાય કે અનુમાન થાય કે ક્યાંક આગ લાગી છે. જળચર પક્ષી દેખાય કે જાણવું કે ક્યાંક તળાવ, સરોવર, ઝરણું છે. ભાવ કે મનની ભાળ મેળવવી હોય તો વાણીથી મળે છે. ભાવ વાણી દ્વારા જ વ્યક્ત થાય છે. સાહિત્યને એટલે જ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જે કાંઈ વાત આવે છે તે સાહિત્ય દ્વારા જ આવે છે. સાહિત્ય વાંચીએ તો જણાશે કે લેખક કેવા છે?
દુભાષિત છે તે ખરાબ ભાષા બોલે છે. સુભાષિત છે તે સારી ભાષા બોલે છે. સુવિચાર સમ્યફ વાણી માટે પ્રેરક છે. પોષક છે. સારો વિચાર કરનાર સારી વાણી બોલે છે. જે પરિપક્વ છે તેની વાણી પરિપક્વ છે, દુર્ભાષા બોલે છે તે નાદાન છે.
આમ વિચારીએ તો જણાશે કે ઝઘડા-વિસંવાદ આદિનું કારણ છે ભાષા. વાણીના કારણે જ ભયંકર યુદ્ધ થયા છે. ઈતિહાસનું સૌથી મોટું યુદ્ધ મહાભારતનું. એ યુદ્ધ કટુવચનનું પરિણામ હતું. યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ માટે દુર્યોધનને નિમંત્રણ આપેલું. યુધિષ્ઠિરનો પ્રાસાદ ભવ્ય હતો. શિલ્પીઓએ કુશળતા, સુંદરતાનો અદ્ભુત સમન્વય કરેલો. મહેલની વિશેષતા એ હતી કે
જ્યાં જળ દેખાય ત્યાં સ્થળ હતું અને તળ હતું અને જ્યાં તળ દેખાય ત્યાં જળ હિંસાનું દ્વાર વાણીનો અસંયમ
૪3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org