________________
આંબાનું ફળ કેરી મીઠું ફળ છે જ્યારે બાવળને કાંટા છે.
જે વ્યક્તિ કંટકની જેમ ડંખે છે તે સારો નથી. જે અન્યના મનમાં સરસતા જન્માવે છે તે સારો છે. જ્યાં જ્યાં અહિંસા છે, ત્યાં ત્યાં સરસતા છે અને જ્યાં જ્યાં હિંસા છે ત્યાં ત્યાં ડંખ છે. એની પ્રથમ કસોટી છે - ભાષા. માણસ કઈ રીતે બોલે છે તેના આધારે તેના હિંસક કે અહિંસક હોવાની પરખ થઈ શકે છે. જે ડંખીલી ભાષા બોલે છે તે અજ્ઞાની છે. વિકસિત નથી. નાદાન છે.
જે માણસ વાણીનો સમ્યક્ પ્રયોગ નથી જાણતો, બીજાના મનને પ્રસન્ન કરી શકે એવું ન બોલે તેને અવળવાણી બોલનારો કહેવાય. અમુક લોકો નિષ્પ્રયોજન એવી વાણી બોલે છે જે અન્યના મનમાં કટુતા, દુર્ભાવ જન્માવે છે. ઘણા લોકો એવા હોય છે જે વાતે વાતે કટુતા પ્રગટ કરતા હોય છે. અકારણ અપશબ્દનો પ્રયોગ કરતા હોય છે.
બાળપણ અને પ્રૌઢતાની આપણે તુલના કરીએ તો માત્ર અવસ્થાના આધારે કોઈને બાળક કે પીઢ ગણવા એ અપૂર્ણ અર્થઘટન છે. અવસ્થા એક હદ સુધી માપદંડ તરીકે બરાબર છે. શિશુ, કિશોર, યુવાન અને પ્રૌઢ - આ અવસ્થાની શ્રેણી પ્રચલિત અને સર્વમાન્ય છે પણ જરૂરી નથી કે પચ્ચીસ-ત્રીસ વર્ષની વયનો નાગરિક સમજદાર જ હોય. એમ પણ બને કે સાત-આઠ વર્ષની વયનો બાળક પણ પીઢ-પરિપક્વ વાણીથી વાત કરે. સામાન્ય રીતે એમ મનાય કે જે વ્યક્તિ શાલીનતાથી બોલવાનું જાણતો નથી, જેની વાણીમાં સામાન્ય વિવેક નથી એવા માણસની વય સાઠ વર્ષની થઈ જાય તો પણ એને બાળક જાણવો.
એક કહેવત છે કે, ‘નાદાનની દોસ્તી, જીવનું જોખમ.' નાદાનની સંગતિ ઘણી પરેશાની ઊભી કરે છે. એવા માણસની સાથે રહેવાથી અનાયાસ નાદાનીયત આવી જાય છે, અમે એક સાત-આઠ વર્ષના બાળકને જોયો. એ હંમેશાં અપશબ્દનો જ ઉપયોગ કરતો હતો. અમે એના પિતાને પૂછ્યું કે, ‘આવડો છોકરો ગાળો ક્યાંથી શીખ્યો ?' તો એના પિતાએ કહ્યું, ‘શું કરીએ મહારાજ ! એને નાનપણથી જ એવા માણસોનો સંગ લાગી ગયો છે કે ગાળો બોલવી એની આદત થઈ ગઈ છે.'
૪૨
Jain Education International
For Private & Personal Use Only
મહાપ્રજ્ઞ
વાણી • ૬
.
www.jainelibrary.org