________________
સિંહે કહ્યું, “તું અસત્ય બોલે છે. સચ્ચાઈ વ્યક્ત કરવામાં તું સમર્થ નથી એટલે તું પ્રધાનમંત્રી પદની યોગ્યતા ધરાવતો નથી” એટલું કહીને પંજાના પ્રહારથી ઘોડાનું જડબું તોડી નાખ્યું.
પછી બળદને પૂછ્યું, “તમે બતાવો વૃષભજી ! મારા મુખમાંથી કેવી ગંધ આવે છે? બળદે થોડી વાર પહેલાં જ નજર સામે ઘોડાની હાલત જોઈ હતી એટલે સત્ય બોલવાનું જ યોગ્ય સમજીને તેણે કહ્યું, મહારાજ ! આપના મુખમાંથી ખૂબ દુર્ગધ આવે છે.”
સિંહે અપ્રસન્નતા સાથે કહ્યું, “તું પ્રધાનમંત્રી બનવાની યોગ્યતા ધરાવતો નથી, કારણકે તારામાં ખોટ કાઢવાની આદત છે. હું જંગલનો રાજા છું અને તને મારામાં ખોટ દેખાય છે. કાંઈ નહિ તો આ વાત શાલીનતાથી, સભ્યતાથી કહી શક્યો હોત. જેમાં રાજાનું સન્માન જળવાય. તું પણ ગેરલાયક છો.” - અને આટલું કહીને બળદને પણ એક થપ્પડ મારી દીધી.
હવે વારો આવ્યો શિયાળનો. એને પણ એ જ સવાલ પૂછાયો. જે બીજાં પ્રાણીઓને પૂછવામાં આવેલો. “બોલ ! મારા મોંમાંથી કેવી ગંધ આવે છે?”
શિયાળે બે-ત્રણ વખત નાક સંકોરીને કહ્યું, “શું કહું મહારાજ! હજી કોઈ પૂરી ખબર પડતી નથી. મને ખૂબ શરદી થઈ છે તેથી ખ્યાલ આવતો નથી.” સિંહ તેની ચતુરાઈ પર પ્રસન્ન થઈ ગયો અને એને પ્રધાનમંત્રી બનાવી દીધો.
આપણે યથાર્થને યથાર્થ સ્વરૂપે રજૂ કરીએ. સાથે સાથે સત્યની રજૂઆતની રીત પણ સમજીએ. આપણું સત્ય પ્રિય હોવું જોઈએ. માનદંડ પણ એમ જ બદલી શકાય છે. મોટો એને જ માનીએ જેનું આચરણ-વિચાર અને ચિંતન સાચું છે. ધન-સત્તા, ઐશ્વર્ય, બળ - આદિને મોટા હોવાનો આધાર ન માનીએ.
લોકતંત્ર ખૂબ સારી શાસન પ્રણાલી છે. અગર યોગ્ય વ્યક્તિને પ્રજા પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલે તો દેશની કાયાપલટ થઈ જાય. પણ વિડંબના છે કે સદાચારી માણસોને પ્રજાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળતી નથી. અહીં અવસર એવા લોકોને મળે છે જે પોતાના સ્વાર્થ સિદ્ધ કરવામાં કુશળ હિંસાનું દ્વાર વાણીનો અસંયમ
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org