________________
જૈન વ્યક્તિએ પોતાના નામની સાથે “જૈન” અનિવાર્ય પણ જોડવું જોઈએ. બધા જાણે છે કે ધર્મની ઓળખ વ્યવહાર અને આવરણની દૃષ્ટિએ થાય છે. માત્ર શબ્દપ્રયોગથી નથી થતી. થોડા મહિના પહેલાં અખબારોમાં આવ્યું હતું કે લાંચના મામલે અમુક-અમુક જૈન જેલમાં ગયા ત્યારે મને થયું કે જે વ્યક્તિ નૈતિકતા-પ્રામાણિકતાનું આચરણ ન કરે છતાં પોતાના નામની સાથે “જૈન” શબ્દ લગાડે એનાથી જૈન શબ્દનું અવમૂલ્યન થાય છે. જૈન શબ્દની ગરિમા ઘટશે, વધશે નહીં.”
ધર્મની ઓળખ આચરણ દ્વારા થવી જોઈએ. એક સમય હતો જ્યારે જૈનની ઓળખ તેના આચરણ અને વ્યવહાર દ્વારા થતી હતી. એનું પ્રમાણ છે ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારતના મુખ્ય રાજ્યો અને રિયાસતોના સંચાલનમાં જૈનોનું પ્રમુખ યોગદાન.
વિશેષ કરીને રાજસ્થાન, જોધપુર, બીકાનેર, જયપુર વગેરેમાં જાગીરો - રિયાસતોમાં પેઢીઓ સુધી અર્થવ્યવસ્થાનું સંચાલન જૈનોના હાથમાં હતું. એ સમયે દીવાન'નું પદ હતું. આજના “પ્રધાનમંત્રી જેવો એ પદભાર. દીવાન રાજ્યનો સર્વેસર્વા ગણાતો હતો. જૈનોએ પેઢીઓ સુધી રાજ્યની દીવાની કરી હતી. એમના પર રાજાને પ્રબળ વિશ્વાસ હતો. પ્રજાની પણ એ જ ધારણા હતી કે જેનો કદી ખોટું કામ કરે નહીં. વિશ્વાસથી વધીને દુનિયામાં કોઈ સંપત્તિ નથી.
કફ્યુશિયસની સામે એક પ્રશ્ન આવ્યો કે રાજ્યમાં સહુથી વધારે મહત્ત્વપૂર્ણ વસ્તુ કઈ છે?
કફ્યુશિયસે કહ્યું, ત્રણ વસ્તુઓ રાજ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. એના દ્વારા રાજયના શાસનને પ્રભાવશાળી બનાવી શકાય છે. એ છે – રોટી, શસ્ત્ર અને વિશ્વાસ.
આમાંથી કોઈ એકને છોડીએ તો કોને છોડીએ?”
અસ્ત્ર-શસ્ત્રને
બાકીના બેમાંથી ?”
૧૧૮
મહાપ્રજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org