________________
૨૧ ધર્મક ઉત્કૃષ્ટ મંગલ
અધ્યાત્મ સાધના કેન્દ્રમાં પ્રવાસનો બીજો દિવસ અને મંગળવાર, સભાગારમાં આવ્યા તો નીચે ચિત્રાંકનને જોયું. મેં પૂછ્યું, “આ શું છે?'
સંતોએ કહ્યું, “અષ્ટમંગલ
મેં કહ્યું, “એક મંગલ પર્યાપ્ત છે, આઠ મંગલ મળી જાય તો પછી ચોતરફ મંગલ જ મંગલ છે.”
દરેક માણસ મંગલ જ ઇચ્છે છે, અમંગલ કોઈ ઇચ્છતું નથી. સહુને મંગલ જોઈએ, શિવ જોઈએ, શ્રેયસ જોઈએ, કલ્યાણ જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં કહેવાયું છે. - ધમ્મો મંગલમુક્કિદઠ પ્રશ્ન એ છે કે મંગલમાં ભેદ કેમ કરવામાં આવ્યો? મંગલ, એનાથી મોટો મંગલ અને એનાથી મોટો મંગલ અને સહુથી મોટો અંતિમ મંગલ શું છે? જેની આગળ બધા પ્રશ્ન, બધી જિજ્ઞાસાઓ સમાપ્ત થાય છે. એ ઉત્કૃષ્ટ મંગલ છે ધર્મ. પછી પ્રશ્ન થયો ધર્મ સહુથી મહામંગલ કઈ રીતે? અગર ધર્મ જ મહામંગલ હોય તો દુનિયાની ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ ગયું હોત. પણ આમ થતું નથી. ધર્મના નામે તો લડાઈ-ઝઘડા અને વિવાદ થાય છે. આવી સ્થિતિમાં ધર્મમંગલ કઈ રીતે? આચાર્યોએ જે લખ્યું તે યથાર્થ લખ્યું કે પછી અતિશયોક્તિપૂર્ણ વાત લખી?
૧૮૨
મહાપ્રજ્ઞ વાણી -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org