________________
કમજોર ન થયું અને આજે પણ તેઓ પોતાનું કામ કરી રહ્યા છે.
હિંસા અને અપરાધનું શમન દંડાત્મક નીતિથી આવતું નથી. ધરપકડ કરવી, જેલ મોકલવા, ન્યાયાલયમાં લાંબા સમય સુધી કેસ ચલાવવો, સજા સંભળાવવી, આ બધાથી સમાધાન થાય તો આજે દેશની જેલ અપરાધીઓથી ભરેલી ન હોત. સ્પષ્ટ છે કે આ નક્કર સમાધાન નથી. આ સાધારણ ઉપચાર છે, અલ્પકાલિક વ્યવસ્થા છે. અહિંસાયાત્રા દરમિયાન અમે લોકોને આ વાતો સમજાવીએ છીએ.
મધ્યપ્રદેશની યાત્રા દરમિયાન રતલામ પ્રવાસમાં ત્યાંના એક ઉદ્યોગપતિ ચૈતન્ય કશ્યપે અમારી વાતને હૃદયમાં ઉતારી અને સંકલ્પ કર્યો કે સો ગરીબ પરિવારનાં રોટી, કપડાં, મકાન અને ચિકિત્સાની બધી વ્યવસ્થાની જવાબદારી લઉં છું. રતલામમાં સો પરિવારના આવાસ અને રોજગારની એમણે વ્યવસ્થા કરી. આવું કામ આખા મધ્યપ્રદેશમાં થઈ રહ્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બાબુલાલ ગોરે સમાજ વ્યવસ્થાનો આ ઉપક્રમ જોયો અને એમને ખૂબ પસંદ આવ્યો. એમણે શ્રી કશ્યપને ગ્રામીણ રોજગાર વ્યવસ્થાના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. અડવાણીજીએ આ ઉપક્રમની સરાહના કરી. શ્રી ગીર સાથે આની ચર્ચા કરી. ત્યારબાદ મુખ્યમંત્રીએ એવી ઘોષણા કરી કે આ પ્રકારનાં કાર્યો ખાનગી સેવાભાવી સંસ્થાઓ તરફથી થશે તો સરકાર તરફથી મફત જમીન મળશે. ત્યાં એક વાતાવરણ નિર્માણ થયું.
અહીંબેઠેલા તમામને મારી વાતઅનુકૂળનપણ આવે.જેલોકોમોટા માણસો તરીકે ઓળખાય છે એમની જવાબદારી છે વધુ મોટા થવાની. ઇચ્છાએ આશીર્વાદની અપેક્ષા રાખવા કરતાં સાચા અર્થમાં મોટા બને. જે લોકો પાસે કાંઈ નથી તેઓ આશાભરી મીટ માંડીને બેઠા છે. છેવાડાના માણસને હજી આપના પ્રત્યે ભરોસો છે. આ એક જવાબદારી છે. ઘણા ગામડાંઓમાં અમે જઈએ ત્યારે ત્યાંના મુખ્ય માણસ, સરપંચવગેરેને અમે ખાસ પૂછીએ કેતમારા ગામમાં ગરીબીના કારણે ભૂખે મરતા માણસો તો નથી ને? કારણ કે આ જવાબદારી છે આપણી, ગામની. આપણે ધારીએ તો સુચારુ, સમાજવ્યવસ્થા નિર્માણ કરી શકીએ.
મહાપ્રજ્ઞ વાણી - ૬
૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org