________________
મુલ્લા નસીરુદીને બાદશાહની નોકરી છોડી દીધી. પાકો સંકલ્પ કરી લીધો કે હવે કોઈની ગુલામી નહીં કરું. આવો નિર્ણય કરી એ દૂર દેશના પ્રવાસે નીકળી પડ્યો. ગરમીની મોસમ અને રણપ્રદેશમાં દૂર-દૂર સુધી પાણીનું નામોનિશાન ન હતું. ખૂબ દૂર સુધી ચાલ્યા પછી એક વૃક્ષ દેખાયું. વૃક્ષની પાસે એક કૂવો અને કૂવા પાસે એક બાલ્ટી પડી હતી. કૂવાની બાજુમાં ત્રણ માણસો માં લટકાવીને બેઠા હતા. મુલ્લાને જોઈને ત્રણેયના કરમાયેલા ચહેરા પર ચમક આવી ગઈ. બોલ્યા, “આવો ભાઈ, અમને તમારી જ રાહ હતી. મુલ્લાએ પૂછ્યું, “રાહ કઈ વાતે?”
અમારે પાણી પીવું છે.” “તો પીઓ. કોણે ના પાડી છે? કૂવો અને બાલ્ટી પણ તમારી સામે પડ્યાં છે.”
ના તો કોઈએ પાડી નથી. અમારી મજબૂરી એ છે કે અમે પાણી જાતે કાઢી શકતા નથી.”
કેમ? “કારણ કે હું નવાબજાદો છું એકે પોતાનો પરિચય આપ્યો.”
‘તમે તો પાણી કાઢી શકો છો. મુલ્લાએ બીજા તરફ જોઈને કહ્યું. “ના હું પણ નહીં કાઢી શકું. હું શાહજાદો છું.” બીજાએ કહ્યું,
અને હું અમીરજાદો છું, એટલે હું પણ મજબૂર છું.”ત્રીજાએ પણ પોતાનો પરિચય આપ્યો.
મુલ્લાએ ત્રણેયની વાત સાંભળી. દોરડા સાથે બાલ્ટી બાંધી કૂવામાં નાખી. પાણી ઉપર લાવ્યા. પાણી પીધું અને બાકીનું પાણી ઢોળી દીધું અને બાલ્ટી ઊંધી વાળી દીધી.
ત્રણેય એક સાથે અધીરતાથી બોલી ઊઠ્યા, “આ શું કર્યું તમે? અમને તો પાણી પીવડાવો.'
હું પાણી નહિ પીવરાવી શકું.” કેમ?
૧૬૮
મહાપ્રજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org