________________
છે. સર્વથા એક નૂતન દર્શનની જરૂર છે. આચાર્ય તુલસીએ અણુવ્રત આંદોલનની શરૂઆત કરી જે એક નવા દર્શનની જ શરૂઆત હતી. લોકોએ ઠીક-ઠીક પ્રયાસ કર્યો, તુલસીજીના આ દર્શનને સમજવાનો પૂરો પ્રયાસ થયો નહિ. અણુવ્રતનો આપણી પ્રજાએ વ્યાપક ભૂમિકાએ સ્વીકાર કર્યો હોત તો આજે દેશની તસવીર જુદી હોત.
આપ લોકોની દૃષ્ટિએ હું એક ધર્મગુરુ છું. એ તો ઠીક છે પણ હું સીમારેખામાં જાતને બાંધવામાં માનતો નથી. માત્ર પ્રવચન સુધી જ જાતને સીમિત રાખવાની વાત પણ મને સ્વીકાર્ય નથી. ધર્મનું પ્રવચન માત્ર મનોરંજન માટે નથી. અગર એમ હોત તો ધાર્મિક પ્રવચન અને ફિલ્મોમાં કોઈ ફરક ન રહે. જો જરા પણ પરિવર્તન ન આવવાનું હોય તો મારા બોલવાનો કોઈ અર્થ નથી. ધર્મનું કામ છે ચેતનાનું રૂપાંતરણ કરવાનું. પચાસપચાસ વર્ષ ધર્મકરણી કરવા છતાં ક્રોધ, માન, માયા, લોભ, ઇર્ષ્યા આદિ જેમ-તેમ જળવાઈ રહે, તો પછી સમજવું કે પચાસ વર્ષ નિરર્થક કામમાં પસાર થયાં છે.
ચેતનાનું રૂપાંતરણ શક્ય છે. અમે દાવાપૂર્વક કહી શકીએ છીએ કે ચેતનાનું રૂપાંતરણ થઈ શકે છે. મેં પ્રયોગ કરેલા છે. વૈજ્ઞાનિક કસોટી પર પા૨ ઉતરીને જોયું છે. મને આશ્ચર્યજનક પરિણામ પ્રાપ્ત થયાં છે પણ કામ આસાન નથી, મુશ્કેલ છે. આદતોમાં, વૃત્તિઓમાં પરિવર્તન લાવવાનું કામ ખૂબ સૂક્ષ્મ છે અને મુશ્કેલ છે. ખૂબ જ ધીરજ અને સંકલ્પની જરૂર હોય છે. પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનના પ્રયોગોથી પ્રાપ્ત થયેલા પરિણામોએ મારો ઉત્સાહ વધાર્યો છે. પ્રયોગ અને પરીક્ષણ વિદ્યાલયોમાં થયા, ડૉક્ટરો વચ્ચે થયા, અધિકારીઓ વચ્ચે થયા, પરિણામ દરેક રીતે પોઝિટિવ અને પ્રોત્સાહક રહ્યાં.
આ વૈજ્ઞાનિક યુગમાં ધર્મને પણ પ્રાયોગિક બનાવવાની જરૂર છે. ધર્મનો પણ સાક્ષાત અનુભવ થાય તે રીતે તેનો પ્રયોગ થવો જોઈએ. ભોજન કરીએ અને ભૂખ ના મટે, પાણી પીવામાં આવે છતાં તરસ ન મટે, દવા લેવામાં આવે અને રોગ ન દૂર થાય તો શો ફાયદો ? પ્રત્યક્ષ રૂપે સકારાત્મક પરિણામ દેખાવું જોઈએ. અનુભવે મારી આ ધારણાને પુષ્ટ કરી કે માત્ર સિદ્ધાંતના આધારે
મહાપ્રજ્ઞ વાણી - ૬
૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org