________________
એવી સ્થિતિનું નિર્માણ કરી શકાય છે. કોઈને દુઃખી અને સુખી બનવામાં સમય લાગતો નથી. કોઈ માણસ સામેથી આવતો હોય એનું અપમાન કરો તો તે ઉદાસ થઈ જાય. કોઈ ખુશ ખબર કે શુભસંવાદ થાય તો તે પ્રસન્ન થઈ જાય. કોઈને સુખી કે દુ:ખી બનાવવા એ દરેકના હાથની વાત છે. માણસ કઠપૂતળી જેવો હોય છે, ફાવે તેમ નચાવો. કઠપૂતળીને આપે જોઈ હશે.
એક માણસના હાથમાં દોરી હોય છે. એ માણસ તેની આંગળીઓ સાથે બંધાયેલી દોરીથી પૂતળીઓને નચાવે છે. જ્યાં સુધી માણસનું મસ્તિષ્ક્રિય પ્રશિક્ષણ નથી થતું, એ બીજાના હાથની કઠપૂતળી બની રહે છે. જીવનવિજ્ઞાનમાં મસ્તિષ્ક્રિય પ્રશિક્ષણને ખૂબ મહત્ત્વ આપવામાં આવેલ છે. મસ્તિષ્ક વિદ્યાનો એમાં ખૂબ ઉપયોગ થયો છે. અમારો પ્રિય વિષય છે મસ્તિષ્ક વિદ્યા. આપણે મસ્તિષ્કને કઈ રીતે વાંચીએ ? મસ્તિષ્કમાં એટલા પ્રકોષ્ઠ છે, એને સંતુલિત, સંચાલિત કઈ રીતે કરવા? સક્રિય કઈ રીતે કરાય ? જીવનવિજ્ઞાનમાં એની પૂરી પ્રક્રિયા છે. આજે વિદ્યાલયોમાં માત્ર બુદ્ધિના પ્રકોષ્ઠને જાગૃત અને સક્રિય કરવાનો પ્રયત્ન જ થાય છે. આનંદ અને સુખશાંતિના પ્રકોષ્ઠ સુષુપ્ત રહે છે.
હમણાં મેં જ્ઞાન અને અજ્ઞાન, મૂર્ખતા અને મૂઢતાની વાત કરી. વિદ્યાલયોમાં આજે મૂઢતા વધારનારું શિક્ષણ અપાય છે. અગર એમ કહીએ કે વિદ્યાલયોમાંથી લોકો મૂઢ બનીને જ બહાર પડે છે, તો વાત કડવી લાગે પણ ખોટી નથી. ખૂબ ભણેલા-ગણેલા લોકો પણ મોહવશ મૂઢતામાં જતા રહે છે.
નદીને સામે પાર એક પંડિત રહેતા હતા. ભગવત્કથા સંભળાવવી અને જ્ઞાનચર્ચા કરવી એ જ એમની પ્રવૃત્તિ હતી. એનાથી જ એમનો નિર્વાહ થતો. તેઓ રોજ શ્રેષ્ઠિઓને ધર્મકથા સંભળાવવા જતા. એમાંથી જ જીવન-નિર્વાહ માટે ધન ઉપાર્જિત થતું. એક દિવસ નદી પાર કરતી વખતે એક મગરે પોતાનું માથું બહાર કાઢ્યું અને બોલ્યો – ‘પંડિતજી ! ક્યારેક મને પણ આપની જ્ઞાન-વાણીનો લાભ આપો. શેઠ લોકો દક્ષિણા આપે છે તો હું પણ આપને નિરાશ નહિ કરું. કાંઈને કાંઈ જરૂર આપીશ.' પંડિતજીએ પૂરી કથા ન સંભળાવી, ચાલતા-ચાલતા
મહાપ્રજ્ઞ વાણી – ૬
૧૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org