________________
એક શ્લોક બોલ્યા. મગરે પોતાના મુખેથી એક હીરાનો હાર આપ્યો. સોનાનો હાર મેળવીને પંડિતજીના આનંદનો પાર ન રહ્યો. લોભ એમના પર પૂરો સવાર થઈ ગયો હતો. હવે તેઓ રોજ જલદી જલદી નહાઈ-ધોઈ નદી કિનારે બેસી જતા અને મગરને કથા સંભળાવતા. મગર એમને હીરા-મોતી આપતો.
નદી કિનારે ઘાસ ચરતો એક ગધેડો રોજ કથા સંભળાવવાનું આ દશ્ય જોતો. એક દિવસ પંડિતજી પાસેથી પસાર થઈને તે જોરથી હસી પડ્યો. પંડિતજીને અપમાનની લાગણી થઈ. એમણે રોષથી પૂછ્યું, “મૂર્ખ ગર્દભ ! તું કેમ હસે છે?'
ગધેડાએ કહ્યું, “પંડિતજી! હું એ જોઈને હસી રહ્યો છું કે એક જ્ઞાની કઈ રીતે પોતાના જ્ઞાનનું અપમાન કરે છે. સાંભળ્યું છે કે તમે કાશીમાં અઢાર વર્ષ રહીને શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યું છે. શું આપે આટલા દિવસો સુધી શાસ્ત્રોનું અધ્યયન મગરને ઉપદેશ આપીને હીરા-મોતી આદિ ઝવેરાત મેળવવા કર્યું હતું? તમારા જ્ઞાનની પરિણતિ અને તેનો દુરુપયોગ જોઈને મને હસવું આવી ગયું. માફ કરજો.”
શાસ્ત્રજ્ઞ પંડિતજીને પોતાની મૂર્ખતાનો અહેસાસ, મૂઢતાનો અહેસાસ એક ગધેડાએ કરાવ્યો. તેમને ભાન થયું કે શાસ્ત્રનો ઉપયોગ તેઓ માત્ર ધનપ્રાપ્તિ માટે કરી રહ્યાં છે તે મૂઢતા છે અને એ દિવસથી જ તેમણે મગરને કથા સંભળાવવાનું બંધ કરી દીધું. વિદ્યા વિવેક આપે. પંડિતજીને વિદ્યાભિમુખ કરવાનું કામ ગધેડાએ કર્યું. પંડિતજીમાં સાચી વિદ્યાભિમુખતા ગધેડાએ જગાડી. અહીં જોઈ શકાય છે કે ગધેડાની વિદ્યાપ્રીતિ પંડિતની વિદ્યાપ્રીતિ કરતા સાચી હતી. પંડિતની ચેતનામાં વિદ્યાને ધન કરતાં પ્રાથમિકતા મળે તે જરૂરી છે. પંડિતો અને સાક્ષરોએ ધનના લોભ-મોહથી દૂર રહેવું જોઈએ.
લોકો પોતાના અધ્યયન અને યોગ્યતાનો ઉપયોગ આજે કદાચ ધનપ્રાપ્તિ માટે જ કરે છે એટલે જ મૂઢ રહે છે. ધન જીવન માટે આવશ્યક છે, પણ શાંતિ, આનંદ અને સંતોષનું મૂલ્ય ધન કરતાં વધારે છે. હિન્દુસ્તાનમાં બે દર્શન છે – સુખવાદ અને દુઃખવાદ. ભગવાન બુદ્ધને દુઃખ જોઈને વૈરાગ્યે થયો. આપણી સા વિધા યા વિમુક્તયે
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org