________________
૨
અહિંસા વ્યવહારમાં આવે
દર્શનજગતની એક સમસ્યા પ્રાચીનકાળથી છે અને તે છે જ્ઞાનવાદ અને ક્રિયાવાદ. જ્ઞાનવાદી દાર્શનિકો જ્ઞાનને જ સઘળું માનતા હતા. એમની દૃષ્ટિએ ક્રિયાની કોઈ આવશ્યકતા ન હતી. ક્રિયા તો આપોઆપ થઈ જાય છે. અમુક દર્શન ક્રિયાવાદી હતા. તેઓ કહેતા કે ક્રિયા જ બધું છે, જ્ઞાન તો તેની પાછળ ચાલે છે. અનેકાન્તની દૃષ્ટિએ આ બંનેનો સમન્વય થયો અને કહેવાયું કે જ્ઞાન અને ક્રિયાને પૃથક્ કરવાનું ઉચિત નથી. જ્ઞાનશૂન્ય ક્રિયા પણ સારી નથી. આંખ વગર રસ્તે ચાલવા જેવી વાત છે. આંખ ન હોય તો રસ્તામાં પડી જવાની સંભાવના છે. એ જ રીતે ક્રિયાશૂન્ય જ્ઞાન પણ કોઈ કામનું નથી. બંનેની સમગ્રતા હોય છે, બંને મળે છે ત્યારે વાત બને છે. જાણવા છતાં કશું ન કરે તો કાંઈ થતું નથી. જાણવું અને ક્રિયા કરવી બંને જરૂરી છે.
દર્શન મારો પ્રિય વિષય, વિશેષ રુચિ પણ સાથે-સાથે ધર્મનું એક નવું સ્વરૂપ પણ આચાર્ય તુલસી દ્વારા અમને મળ્યું. આચાર્ય તુલસીએ એ વાત પર ભાર મૂક્યો કે ધર્મ જીવન-વ્યવહારમાં આવવો જોઈએ, માત્ર ગ્રંથોમાં નહીં. શાસ્ત્રોમાં જે ધર્મ છે, એ વાંચવામાં કામનો હોઈ શકે, જનસામાન્યના જીવન-વ્યવહારમાં તેનો ઉપયોગ કાંઈ
પણ
નથી.
અહિંસા વ્યવહારમાં આવે
Jain Education International
For Private & Personal Use Only
૨૩
www.jainelibrary.org