________________
આ અદ્ભુત મહાવીરવાણીનો પ્રસાદ છે. મેં ઘણી વખત આ શબ્દનો ઉપયોગ કર્યો છે. સીમાકરણ શબ્દ મને ખૂબ પ્રિય છે. છોડવું સંભવ નથી, સીમાકરણ સંભવ છે. સરકારે પણ સીમાકરણ કરવું પડે છે એટલે જ વીજળીકાપ મૂકવો પડે છે. નિશ્ચિત સમયમર્યાદા સુધી વીજળી બંધ રાખવામાં આવશે એવી મર્યાદાની પાળ બાંધવી પડે છે. અગર બધા લોકો સ્વેચ્છાથી સીમાકરણ કરે તો સમસ્યા ઘણી બધી હલ થઈ જાય. પાણીની અછત છે તો સહુ પ્રથમ પીવાના પાણીને પ્રાથમિકતા આપીએ. નહાવા-ધોવાના પાણીની વાત પછી આવે.
બીજી આવશ્યકતા છે ખેતી માટે પાણી. ખેતી માટે પાણી અને પીવાના પાણી વગર જીવન અસંભવ છે એટલે એને પ્રાથમિક જરૂરિયાતની શ્રેણીમાં રાખવા જોઈએ. પણ આજકાલ જે ગૌણ છે તે પ્રાથમિક છે અને જે પ્રાથમિક છે તે ગૌણ છે. આવશ્યક-અનાવશ્યક પર વિચાર થતો નથી. જ્યાં સંવેદનશીલતા નથી જાગતી ત્યાં દર્શન માત્ર આકાશ કુસુમની જેમ રહી જાય છે. એ જીવન-વ્યવહારનું દર્શન બની શકતું નથી.
જરૂરી એ છે કે આજે ધર્મના લોકો, દર્શનના લોકો નવેસરથી જીવનનું નિર્માણ કરે. નવા ધર્મનું નિર્માણ કરે. યુગો જૂના ધર્મને ત્યજવાની જરૂર છે. નવા ધર્મની આજે જરૂર છે. જૂના ધર્મને કામમાં લઈએ પણ નવા રૂપ-રંગમાં. એના માટે દરેક વિચારશીલ-ચિંતનશીલ વ્યક્તિએ આગળ આવવું જોઈએ. જેથી સમાજ સ્વસ્થ બને હિંસા અટકે અને માણસ અહિંસા તથા સુખ-શાંતિથી જીવી શકે.
૨ જૂન
અહિંસા વ્યવહારમાં આવે
Jain Education International
For Private & Personal Use Only
૩૧
www.jainelibrary.org