SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આજકાલ આત્મહત્યા ખૂબ થાય છે. શહેર હોય કે ગામ, આત્મહત્યાના સમાચાર રોજ વાંચવા મળે છે. એના માટે ઉપાય પણ ખૂબ શોધાયા છે. પહેલાં તો લોકો આત્મહત્યા માટે કૂવો-અવાડો કે રેલવેના પાટાનો ઉપયોગ કરતા હતા. હવે તો શરીરમાં વીજળીનો કરંટ લગાવે છે, છત પર પંખે લટકી જાય છે. કીટનાશક દવાઓનો પણ સહયોગ મળી રહે છે. સંપન્ન પરિવાર હોય તો બંદૂક કે પિસ્તોલથી કામ પાર પાડે છે. ગ્યાસતેલ અને માચિસ તો દરેકને સુલભ છે. હત્યા કરવામાં પણ માણસ જરા પણ અચકાતો નથી. પતિ પત્નીનું ગળું દબાવી દે છે. પત્ની પતિને ઝેર આપી દે છે. સાસુ વહુને સળગાવી દે છે. આત્મહત્યાના સમાચારોથી એક વાત સિદ્ધ થાય છે કે સમાજ સ્વસ્થ નથી સમાજ ગેરમાર્ગે છે. વિપથગામી છે. સ્વસ્થ સમાજમાં આવી ઘટનાઓ બનતી નથી. આત્મહત્યા કરવી તે પાપ છે અને પરહત્યા કરવી તે ઘોરપાપ છે. આમ થવાનું કારણ એટલું જ છે કે આવેશ પર અંકુશ રાખવાનું આપણને શીખવા મળ્યું નથી. આવેશ પર નિયંત્રણ કઈ રીતે રાખી શકાય ? ધાર્મિક લોકો વ્રત, જપ, ઉપાસના, પૂજા આદિ કરે છે. દાન-પુણ્ય, ભજન-કીર્તન કરે છે છતાં ધર્મવ્યવહા૨માં, આચરણમાં કેમ ઉતરતો નથી ? તીર્થસ્નાન કરીને ઘરે પહોંચીને માણસ લડાઈ-ઝઘડો કરે છે કારણ એટલું જ છે કે આવેશ પર નિયંત્રણ ક૨વાનું શીખાયું નથી. શિક્ષણનું કામ છે. માણસને જીવનની કળા શીખવવી. અમે આ વાત પર ધ્યાન આપ્યું અને શિક્ષણની સાથે જીવનવિજ્ઞાનની વાતને સાંકળી લીધી. જીવન જીવવા માટે શ્વાસ જરૂરી છે, પણ બહુ ઓછા લોકોને શ્વાસ લેવાની સાચી વિધિ ખબર હોય છે. ખૂબ જરૂરી વાતની ઉપેક્ષા થાય છે. એક મિનિટમાં સામાન્ય માણસ પંદર વખત શ્વાસ લે છે. બે સેકન્ડમાં શ્વાસ લે છે અને બે સેકન્ડમાં શ્વાસ છોડે છે. પણ શ્વાસની આ ગતિ ગુસ્સાની સ્થિતિમાં ત્રીસ-ચાલીસની સ્પીડ પકડે છે. જેટલો તેજ ગુસ્સો છે, શ્વાસની ગતિ પણ એટલી જ તેજ અને શ્વાસની સંખ્યા જેટલી વધશે, જીવનની શક્તિ એટલી ઘટી જશે. ૩૬ આ જીવનનું ગણિત છે, જીવનનું વિજ્ઞાન છે. આપણે તે જાણવાનું છે. મહાપ્રજ્ઞ વાણી - ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy