________________
પછી જુઓ મારી રામબાણ દવાની અસર.”
મને લાગે છે કે આજે મોટા-મોટા લોકો પણ આમ જ કરે છે. એમની પાસે જુકામની કોઈ દવા નથી. દરેક સાધારણ બીમારીને ન્યુમોનિયા અને બીજી મોટી બીમારીમાં બદલી નાખે છે. સત્તા પર બેઠેલા લોકો મોટી-મોટી બીમારીઓનો ઈલાજ કરવાની યોજનાઓ બનાવે છે. વિકાસના મોટા મોટા ચાર્ટ તૈયાર થાય છે. ચાર રસ્તે મોટા હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે. અખબારોમાં વિજ્ઞાપનો આપવામાં આવે છે, પણ ભૂખ અને ગરીબીની સમસ્યા તો એમ જ છે. રાજનેતાઓ પાસે ભૂખમરા જેવા રોગનો કાંઈ ઈલાજ નથી.
ખૂબ વિચિત્ર સ્થિતિ છે. અમે અહિંસાયાત્રા દરમિયાન ગામડાંની સમસ્યાઓ અને ગરીબીને ખૂબ નિકટતાથી જોવાનો પ્રયાસ કર્યો છે. અમારી દૃષ્ટિએ સમાધાનની પ્રક્રિયાનું પ્રથમ ચરણ છે સમસ્યાનું અધ્યયન અને તેનું નિરીક્ષણ. અમે સમસ્યાને જોઈ અને એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી જોઈ. અમે રાષ્ટ્રની સમસ્યા કે વિશ્વની સમસ્યાની વાત નથી કરતા. અમારે માનવીની સમસ્યાને જોવી અને સમજવી છે.
અમે અભ્યાસ કર્યો કે જે પ્રતિક્રિયાત્મક હિંસા જન્મી રહી છે, એનું કારણ ભૂખ અને ગરીબી છે. એક ગામમાં એક મહિલાને અમે પૂછ્યું કે તમારું ઘર કઈ રીતે ચાલે છે? એણે કહ્યું, અમે બે અને અમારાં બે સંતાનો છે. અમારી પાસે ખેતી માટે જમીન નથી. અમે છૂટક મજૂરી કરીએ છીએ. જયારે કામ ન મળે ત્યારે ઉપવાસ પણ થઈ જાય છે. બાળકોને ભૂખ્યાં સુવડાવવા એ અમારા માટે મુશ્કેલ પડે છે.
શું મોટા લોકો આ સ્થિતિની કલ્પના કરી શકે છે? એટલે મેં કહ્યું કે મોટા લોકોનું નાની વાતો પ્રત્યે ધ્યાન દોરવા અને વિકાસની અસંતુલિત અવધારણાથી અવગત કરાવવા અમે આવ્યા છીએ, એ જ અમારો પ્રયત્ન છે. આ વાત જણાવવા જ હું દિલ્હી આવ્યો છું. મને ખબર નથી કે મોટા લોકો આ નાની વાતને ધ્યાનથી સાંભળશે કે નહીં?
બહેરાશ ઘણા પ્રકારની હોય છે. ઘણા લોકો શારીરિક વિકારના કારણે
૧૭૪
મહાપ્રજ્ઞ વાણી-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org