________________
બહેરાશનો શિકાર બને છે. અમુક લોકો બહેરા નથી હોતા પણ કોઈ કડવી વાત સાંભળવાનું પસંદ કરતા નથી. અમુક લોકો માત્ર અનુકૂળ વાત જ સાંભળવાનું પસંદ કરે છે. જે એમને રુચે છે, એ વાતને જ કાન દઈને સાંભળે છે. બાકીનું એક કાનથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે.
સમસ્યાને જોવા, સાંભળવા અને સમજવાનો આપણો એક દૃષ્ટિકોણ હોવો જોઈએ. આપણે જોઈએ અને જોયા પછી આપણો અભિગમ કેળવાય. સમસ્યાના મૂળમાં જઈને તેના ઉકેલ વિષે વિચારવાનું આપણે શીખ્યા જ નથી. મોટા લોકો કદાચ આ બાબતે ચિંતન કરે તો પણ એ ચિંતનને કાર્યાન્વિત કરવાનો એમની પાસે કદાચ સમય જ નથી. એવી માનસિકતા પણ નથી અને પર્યાપ્ત સંકલ્પબળ પણ નથી. એટલી વ્યસ્તતા છે કે ચિંતન થાય તો પણ એને કાર્યમાં પરિણત કરવાનું એમનામાં પર્યાપ્ત સામર્થ્ય પણ નથી. નોકરશાહીના આ યુગમાં યોજના પર અમલ કરાવવાનું મંત્રીઓ માટે પણ મુશ્કેલ છે. હિન્દુસ્તાનમાં ફાઇલોની ગતિ ખૂબ ધીમી હોય છે. દિવસો, મહિનાઓ, વર્ષો બદલાઈ જાય છે. જૂની સરકારની બધી યોજનાઓ કાર્યાન્વિત થાય એ પહેલાં નવી સરકા તે યોજનાની ફાઈલોને માળિયે ચડાવી દે છે. આવી સ્થિતિમાં કામ કઈ રીતે થાય?
દૃષ્ટિકોણ, ચિંતન અને ક્રિયાવિતો – આ ત્રણની જે અપેક્ષા છે, એને અનુસાર કામ થતું નથી. હું માનું છું કે આજે દરેક વ્યક્તિએ અહિંસાને યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અમે પણ અહિંસાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. એક તરફ ઉગ્રવાદ વધી રહ્યો છે, આતંકવાદ વધી રહ્યો છે. કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોમાં અલગાવવાદી હિંસા વધી રહી છે. અમુક પ્રાંતોમાં નક્સલવાદી હિંસાનો દૌર ચાલી રહ્યો છે. આ હિંસક સંગઠનોને કોનું સમર્થન છે? એના પર આપણું ધ્યાન નથી. હિંસક સંગઠનોની શક્તિના અનેક સ્રોત છે. એમાં એક છે જાતીય ઉન્માદ, બીજો છે સાંપ્રદાયિક ઉન્માદ અને ત્રીજી છે અસમાનતા અને ગરીબી. આ ત્રણ મોટા સ્રોત છે, જે હિંસક સંગઠનોને પ્રોત્સાહન અને બળ આપે છે. પોલીસ અને સુરક્ષાબળ હિંસક સંગઠનોને પરાસ્ત કરવાનું કામ કરી રહ્યા છે, પણ સમસ્યાનો અંત દેખાતો નથી, એન.સી.સી.,
દિલ્હી પ્રવાસનો ઉદેશ
૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org