________________
કર્ણ, બલિ અને વિક્રમનું નામ ચાલી રહ્યું છે. જેમણે પોતાના જીવનમાં હંમેશા સંચય જ કરવાનું કામ કર્યું છે તેમનું નામ લેનાર આજે કોઈ નથી. માખીઓ કહી રહી છે કે અમે સંગ્રહ કરવામાં જ આખું જીવન પસાર કરી દીધું.એ સંચિત ધન અમારા કામમાં ન આવ્યું ન તો અમે એ કોઈને દાનમાં આપી શક્યા, ન તો પોતે ભોગવી શક્યા. હવે આ છત્ત પડું પડું થઈ રહી છે એટલે માખીઓ જ પોતાના હાથ-પગ ઘસી રહી છે.
આ તો કવિની કલ્પના છે. મહત્ત્વપૂર્ણ કલ્પના છે. જે સચ્ચાઈનું ઉદ્ઘાટન કરી રહી છે. જે લોકો પોતે ન તો દાન આપી શકે છે, ન તો સ્વયં ભોગવી શકે છે, એમના હાથમાં અંતે પસ્તાવો જ આવે છે. કંજૂસ માણસ દેવાનું જાણતો નથી, સ્વયં ભોગવવાનું પણ જાણતો નથી.
પત્નીએ પતિને પૂછ્યું, “આપ ઉદાસ કેમ છો?” કોઈને આજ કાંઈ આપી દિીધું છે કે શું? એ પતિના કંજૂસ સ્વભાવને જાણતી હતી. વિચાર્યું કે પતિએ ભૂલથી કોઈને કંઈ આપી દીધું હશે અને હવે પસ્તાવો થઈ રહ્યો છે. ઉદાસીનું કદાચ આ જ કારણ હોય.
પતિએ કહ્યું, “આપ્યું તો કોઈને નથી પણ બીજો આપતો હતો એ જોઈ ગયો છું એટલે ઉદાસ છું.”
આવી વૃત્તિના લોકો પણ હોય છે. જે કોઈને આપતા જોઈ જાય તો પણ એમનું ખાવું-પીવું હરામ થઈ જાય છે. દરેક માણસે વર્તમાનની સમસ્યા પર વિચાર કરવાનો છે. વર્તમાનની સમાજવ્યવસ્થા પર, સમાજની દશા પર ચિંતન કરવાનું છે, જ્યાં એક તરફ અમીર લોકો હિંસાને ઉત્તેજન આપી રહ્યાં છે અને બીજી તરફ એવા લોકો છે, જેમને ભોજન માટે રોટી નથી. તેઓ પણ હિંસા વધારી રહ્યા છે. હિંસા બંને દ્વારા વધારવામાં આવી રહી છે. અહિંસાની વાતને આગળ વધારવાની છે તો હિંસાનાં જે કારણો છે, એ કારણોને ઓળખીને એમનું સમાધાન કરવાનું છે. સ્વાગત કરનારે વિચારવાનું છે કે તેઓ અહિંસાયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. બધા ઈચ્છે છે કે અમે હરિયાણામાં વધારે સમય રહીએ. કદાચ આપને જે જોઈએ છીએ કે જેના માટે આપના મનમાં અમારા
મહાપ્રજ્ઞ વાણી -૬
co
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org