________________
આશીર્વાદની અપેક્ષા છે. વસ્તુ એટલે ધન નથી, ભૌતિક સુખ-સુવિધાની કામનાની પૂર્તિ અમારા દ્વારા શક્ય નથી. આપની અપીલ કે યાચના, અપેક્ષા સાંસારિક હોઈ શકે. અમે તો આપવા ને છોડવાની અપીલ કરીએ છીએ.
જ્યાં સુધી આપણે સચ્ચાઈ સુધી પહોંચવાની કોશિશ નહીં કરીએ ત્યાં સુધી સમાજ સારો નહિ બને. વ્યક્તિ પણ સારો નહિ બને, હિંસા પણ ઓછી નહિ થાય. હિંસા કોઈ આકાશથી ટપકનારી વસ્તુ નથી કે પાતાળથી ફૂટનારી વસ્તુ નથી. આ ધરતીનો માણસ જ હિંસા પેદા કરે છે. સમાધાનનો ઉપાય પણ એણે શોધવાનો છે. ધૈર્ય, સહિષ્ણુતા, ઉદારતા, ક્ષમા, કરુણા - આ બધા ભાવ સમાપ્ત થતા જાય છે અથવા ઓછા થતા જાય છે. કોઈ કોઈને સહન કરવા તૈયાર નથી. ઘણી વિષય સ્થિતિ બને છે. અગર આ સ્થિતિ પર ધ્યાન ન અપાયું તો દરેક માણસ પોતાને અસુરક્ષિત અનુભવશે.
આ સમસ્યા પર આખા સમાજે ચિંતન કરવાનું છે. આ પ્રકારના ચિંતનથી જ અમારું સાચા અર્થમાં સ્વાગત થશે. માત્ર શબ્દ અને ઔપચારિક સ્વાગત બહુ કામનું નથી. અમે બોલીને આપને રાજી કરીએ, આપ સ્વાગત વચનોથી અમને રાજી કરી દો, એનાથી કોઈ સાર નીકળવાનો નથી. હું કાર્યની સાર્થકતામાં જ રસ ધરાવું છું. એક ચોક્કસ લક્ષ્યની સાથે અમે નીકળ્યા છીએ અને લક્ષ્ય પ્રાપ્તિ જ અભીષ્ટ છે. હું અહીં આવ્યો છું તેનું સાર્થક પરિણામ પ્રાપ્ત થાય એ વાત પર જ મારી નજર છે. મારા આવવાથી આપને શો લાભ થયો? અને આપને ત્યાં આવવાથી અમને શો લાભ થયો? મૂળ વાત તો એ છે કે લાભ બંનેને થવો જોઈએ. અહિંસાની દૃષ્ટિએ અગર હરિયાણામાં કોઈ વિશિષ્ટ કાર્ય થાય તો હું એને લાભની સંજ્ઞા આપીશ. આપ અહિંસાની વાતને હૃદયંગમ કરો તો આપને લાભ થશે. જીવનમાં આપને પોતાને એનો અનુભવ થશે. એનો પ્રભાવ આપના જીવન પર પડશે જ. અહિંસાની સાધના જીવનને સંતોષ આપશે. આપને પણ સંતોષ થશે અને અમને પણ સંતોષ થશે કે અહિંસાના કામથી લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. અહિંસક જીવનશૈલી પરિવર્તન વગર શક્ય નથી. એ જ મોટું પરિવર્તન છે. હરિયાણા વિસ્તાર પાસે
સહુથી મુશ્કેલ કાર્ય
૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org