________________
એ તુક્કાબાજે ઉપાય બતાવ્યો કે ગામનો દરેક માણસ પોતાના હાથમાં ટોપલી લે અને પાંચ પાંચ ટોપલી અંધકાર ભરીને ગામની બહાર આવેલી ખાઈમાં ઠાલવી દે. ગામના લોકોએ એની સલાહને અનુસરીને પાંચ-પાંચ ટોપલા અંધકાર ઠાલવ્યો, પણ અંધકાર આવા મૂર્ખતાપૂર્ણ કામથી દૂર થાય ? એ તો જેમ છે તેમ રહ્યો. આ ક્રમ ઘણા દિવસ ચાલ્યો. અઠવાડિયું, પંદર દિવસ, મહિનો પસાર થઈ ગયો પણ પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નહિ. અંધકારનું સામ્રાજ્ય તો યથાવત્ રહ્યું. એક વર્ષ થઈ ગયું.
સંયોગવશ એ ગામના એ યુવાનના લગ્ન થયાં. સાસરી પક્ષના લોકોએ ટોપલા લઈને ઠાલવવા જતા માણસોને પૂછ્યું, ‘આપ લોકો આ શું કરી રહ્યા છો ?’
‘અમે અંધકારને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ.’
‘અંધારું ક્યારથી છે?’
‘ઘણા સમયથી. પણ અમે બે વર્ષથી પ્રયાસ કરીએ છીએ.’
‘સફળતા કેટલી મળી ?’
‘હજી તો જરા પણ મળી નથી.' ગામ લોકોએ નિરાશ થઈને કહ્યું.
વહુ વિચારમગ્ન થઈ. પછી બોલી, ‘બે વર્ષ નહીં, બસો વર્ષ પણ આ અંધકારને દૂર નહિ કરી શકે. મને આપ લોકો પાંચ દિવસનો સમય આપો. હું અંધકાર દૂર કરી દઈશ.’
લોકોને આશ્ચર્ય થયું કે જે કામ આપણે બે-બે વર્ષના પ્રયત્નથી નથી કરી શક્યા, એ પાંચ દિવસમાં કઈ રીતે થશે ! પણ ગામલોકોએ તેની વાત માની લીધી. તે પોતાના ગામથી વનસ્પતિનું તેલ, દીપક અને આગ પ્રગટાવવા માચિક લઈ આવી. રાત્રે જેવો અંધકાર પ્રસરવાનો શરૂ થયો કે તરત દીવો પ્રગટાવી તેણે ઊંચી જગ્યાએ મૂક્યો અને અંધકાર દૂર થઈ ગયો.
અંધકાર કોઈ વસ્તુ નથી કે એને કોઈ પાત્રમાં ભરી એક જગ્યાએથી ઉઠાવી
મહાપ્રજ્ઞ વાણી - ૬
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org