________________
છે, ધકાર દૂર થાય છે, પણ સમસ્યા એ છે કે વીજળીના પ્રકાશમાં જે બેઠો છે પણ દુઃખી છે. એવા ઘણા લોકો છે જે અપાર સુખ સગવડ વચ્ચે રહે છે. તો વાતાનુકૂલિત વાતાવરણમાં રહે છે, ચાર ડગલાં ચાલવા માટે પણ જેમની પાસે કારની સુવિધા છે, નોકર ચાકરની લંગાર છે તેઓ પણ આંસુ સારી રહ્યાં છે. એમના દુ:ખનું કારણ અંધકાર નથી. વીજળી ગૂલ થઈ જાય તો હાઈપાવર જનરેટરની સુવિધા છે. કરોડોનો વેપાર છે. અચાનક ખબર આવે કે શેરબજાર તૂટી ગયું કે તત્કાળ દુ:ખ શરૂ. મુંબઈની યાત્રા દરમિયાન અનેક એવા યુવકો આવ્યા જેમની પાસે એક જ પીડા હતી, આચાર્યશ્રી ! હવે અમારી પાસે મહયા સિવાય કોઈ રસ્તો નથી. માંગલિક સંભળાવો. કદાચ આ જીવનું કલ્યાણ થઈ જાય !'
વિચિત્રતા એ છે કે શુભ કાર્ય માટે નહિ પણ આત્મહત્યા જેવા પહેલા તવાદી નિર્ણય માટે, પાપકર્મ માટે મંગલપાઠનું શ્રવણ કરવું છે. મેં પૂછ્યું, ગાડવા જેવો પલાયવાદી નિર્ણય માટે, પાપકર્મ માટે મંગલપાઠનું શ્રવણ કરે છે. મેં પૂછયું, “આ નહતા તો મહાપાપ છે. આવા વિકલ્પ કેમ કરીને
તેઓ બોલ્યા, “વેપારમાં એવી ખોટ આવી છે કે હવે ઉગરવાની આશા ન . આખી જિંદગી માસિક નાવમાં પસાર કરવા કરતાં હવે મરી જઈએ એ જ ડીડ છે. માથે એટલો બોજ છે કે બહાર નીકળવાની હિંમત નઈ, હવે તો જીવનનો અંત લાવવો એ જ એક ઉપાય છે.”
આ મુંબઈ જેવા મહાનગરની વાત છે, જયાં પ્રકાશનો તો જરા પણ અભાવ નથી. વાત એમ છે કે બહારના પ્રકાશથી કાંઈ વળતું નથી. ભીતરનો પ્રકાશ જરૂરી છે. બહારનો અંધકાર તો સરકાર દૂર કરે. વીજળીની વ્યવસ્થા સરકાર ઝુંપડપટ્ટીઓમાં પણ કરે છે. સરકાર તો ચોવીસ કલાક વીજળી મળતી રહે એવા પ્રયત્ન કરે છે. પ્રયત્ન નિષ્ફળ જાય તો પણ ઈચ્છા તો હોય છે કે વીજળી ચોવીસ કલાક બળે.
૧૬
મહાપ્રજ્ઞ વાણી -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org