________________
જીવનની અને ધનની નશ્વરતા પેલાને બરાબર સમજાઈ ગઈ. વિવાદ સમાપ્ત થઈ ગયો. સંયમ સિવાય ધનની લડાઈ મટે જ નહિ. બીજો કોઈ ઉપાય જ નહિ. સંયમથી સમજણ આવી. આસક્તિ દૂર થઈ. પંદર લાખ માટે કોર્ટમાં જઈ શકે, કદાચ જીતી પણ શકે પણ ઝઘડો સમાપ્ત ન થાય. આ લડાઈ તો પેઢી દર પેઢી વારસામાં ઉતરે.
જ્યાં સુધી સંયમ નહીં હોય શાંતિ નહીં આવે. આજે આખી દુનિયામાં આના વિષે વિચાર થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના માધ્યમથી આખી દુનિયાના દેશ શાંતિ માટે પ્રયત્નશીલ છે. શાંતિ માટે અનેક જગ્યાએ સેમિનાર થાય છે. પ્રખર વક્તાઓ, ચિંતકો પોતાની વાત કરી રહ્યા છે છતાં સ્થિતિ એવી છે કે શાંતિ માટે એકમતિ સધાતી નથી.
શાંતિનું સહુથી મોટું સૂત્ર છે સંયમ. આગમોમાં કહ્યું છે, ‘ઉવસમસાર સામણં.’સાધુ બનવાનો સાર શું છે ? શાંતિ કે ઉપશમ. અગર શાંતિ ન હોય તા સાધુત્વનો કોઈ અર્થ નથી. સાધુ થઈ ગયા અને જીવનમાં શાંતિ અને ન આવી તો સમજવું કે સાધુત્વ આવ્યું નથી. એ જીવનમાંથી જરા પણ મીઠાશ નહિ પ્રાપ્ત થાય. પ્રતિપળ કડવાશ, ખટાશનો જ અનુભવ થશે. શાંતિ ત્યાં છે, જ્યાં સંયમ છે. આ બાબતે પૂર્ણ વિશ્લેષણ પછી કહી શકાય કે અહિંસા અને સંયમ મહામંગલકારી છે.
તપ પણ મંગલ છે કારણ કે તપમાં ત્યાગ છે. એક છે લેવાની વૃત્તિ, સંગ્રહની વૃત્તિ અને બીજી છે છોડવાની વૃત્તિ, આપવાની વૃત્તિ, ત્યાગની વૃત્તિ. મનુષ્ય માટે સર્વાધિક આકર્ષણની વસ્તુ છે શરીર, અને શરીર માટે આકર્ષણની વસ્તુ છે ભોજન. ભોજનનું આકર્ષણ સાધારણ ગૃહસ્થોને જ નહિ, સાધુ સંતોને પણ હોય છે. સ્વાદિષ્ટ ભોજન પ્રત્યે અનાશક્તિ કેળવવી અઘરી છે. શરીરના પોષણ માટે જરૂરી છે ભોજન પણ ભોજન પ્રત્યે સંયમ કેળવાય તો તે તપ છે. ભોજનનો સર્વથા ત્યાગ નહિ. શરીર ટકે તેટલું જ સાદું ભોજન. એ અર્થમાં ભોજનનો સંયમ એ તપ છે.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
મહાપ્રજ્ઞ વાણી - ૬
www.jainelibrary.org