________________
હું ચાલીસ વર્ષનો છું.” જન્મ ક્યાં થયો?' “જન્મ તો કલકત્તામાં થયો મહારાજ, પણ મૂળ નિવાસી રાજસ્થાનનો છું.”
જન્મ સમયે તમે સાથે શું લઈને આવ્યા હતા? બસ ! મને એટલું જણાવો એટલે તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે.
પેલા માણસે કહ્યું, આપ પણ જબરો વિનોદ કરો છો મહારાજ ! જન્મના સમયે કોઈ કશું સાથે લઈને આવે છે? સહુની જેમ હું પણ ખાલી હાથે આવ્યો હતો.
મુનિએ કહ્યું, “સમસ્યાનો ઉકેલ તો તમે જાતે જ આપી દીધો. સાથે કંઈ લાવ્યા નથી એટલું તો સાચું છે ને?'
હા મહારાજ! સાચી જ વાત છે.' “તો પછી ત્રીસ લાખ રૂપિયા આવ્યા ક્યાંથી?” “એ તો અમે બંને મળીને કમાયા.' હવે શું ઇચ્છો છો?' ત્રીસ લાખના બે સરખા ભાગ થાય. મારા ભાગના પંદર લાખ મને મળે.'
ધારો કે પંદર લાખ તમારા જીવનમાં ખર્ચાયા ન હોય તો મૃત્યુ સમયે તમે સાથે લઈ જઈ શકો?”
આપ વળી પાછા મજાક કરી રહ્યા છો મહારાજ. મૃત્યુ સમયે હું તો ફૂટી કોડી પણ સાથે લઈ જવાનો નથી.'
મુનિએ કહ્યું, “મૃત્યુના ઘણા પ્રકાર છે. અમે દીક્ષિત થઈએ ત્યારે અમારું સામાજિક મૃત્યુ થાય છે. તમે એમ સમજી લો કે એ પંદર લાખ રૂપિયા પૂરતાં તમારું મૃત્યુ થઈ ગયું છે.”
ધર્મઃ ઉત્કૃષ્ટ મંગલ
૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org